| લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે છે |
| થોડું
મેળવવા માટે માણસ કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી. બધું મળશે
પણ પ્રેમ પાછો નહીં મળે. મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી પાછાં સંધાતાં
નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. આ ચાર કષાયો માણસને જંપવા દેતા નથી. આના કારણે માણસ ન વિચારવાનું વિચારી નાખે છે, ન બોલવાનું બોલી નાખે છે અને ન કરવાનું કરી નાખે છે. સ્વાર્થ અને લોભ આવે છે ત્યારે માણસ ભાન ગુમાવી બેસે છે. આ ચારે અલગ અલગ વસ્તુ નથી, પરંતુ એકબીજા સાથે સંકલાયેલી મનોવૃત્તિ છે. એક ચીજના આ ચાર ચહેરા છે, મહાવીર કહે છે આ ચાર શત્રુઓ છે, જે માણસને સુખેથી રહેવા દેતા નથી. ક્રોધ શા માટે આવે છે? જ્યારે કોઇ આપણા જીવનમાં બાધારૂપ બને છે ત્યારે રોષ પ્રગટે છે. કોઇ આપણને એક યા બીજી રીતે ખતમ કરવા ચાહે ત્યારે ગુસ્સાનો પાર રહેતો નથી. જે ચીજ આપણા જીવનના માર્ગમાં આડે આવશે અથવા અણગમો પેદા કરશે તેના પ્રત્યે ક્રોધ ઊભો થવાનો છે. દરેક માણસ પોતાની રીતે જીવવા માગે છે. તેમાં અંતરાય આવે ત્યારે ક્રોધ ઊભો થાય છે. ક્રોધને કાબૂમાં રાખવાનું મુશ્કેલ છે. ક્રોધી માણસ શાંત દેખાય ત્યારે તે ખરેખર શાંતિ અનુભવી રહ્યો છે એમ સમજવું નહીં ક્રોધ એ ઊર્જાનો વ્યય છે એટલે તે માટે સમય જોઇએ. કોઇ પણ માણસ બધો સમય ક્રોધી રહી શકે નહીં, પરંતુ બહાનું મળતાંં અંદરનો ક્રોધ ભભૂકી ઊઠે છે. ક્રોધી માણસની શાંતિ વાસ્તવિક નથી. બે ભોજન વચ્ચે ઉપવાસ જેવી આ સ્થિતિ છે. આ અંતરાલ છે. ક્રોધ આપણે દૂર કરી શકતા નથી, કારણ કે આપણને તે દેખાતો નથી અને આપણે તેનો સ્વીકાર કરતા નથી. આપણે બીજાનો ક્રોધ જોઇ શકીએ છીએ, આપણો નહીં. એ સમયે આપણો ચહેરો આપણે જોઇ શકીએ તો ક્રોધને દૂર કરવાનું આસાન બની જાય. ક્રોધી માણસ પણ પોતાને ક્રોધી માનતો નથી. આપણે તેને કહીશું કે શા માટે ગુસ્સો કરો છો? તો તે કહેશે હું ક્યાં ગુસ્સો કરું છું. હું તો સાચી વાત કરી રહ્યો છુંં. ક્રોધી માણસોને પોતાની વાત હંમેશાં સાચી લાગતી હોય છે. દરેક માણસ પોતાને સારો સમજે છે. તેને ક્યાંય પોતાનો દોષ નજરે પડતો નથી. ક્રોધને આપણે સમજીએ, તેનો સ્વીકાર કરીએ અને બીજાનો પણ વિચાર કરીએ તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહે છે. લોભમાં પણ આવું જ છે. લોભી માણસને પોતાનો લોભ દેખાતો નથી. તે પોતાને ઉદાર સમજે છે. લોભ બહાર દેખાતો નથી એ મનની અંદરની ઝલક છે. ક્રોધ, માન, માયા અને લોભ એ અહંકારનાં ઈંધણો છે. માણસ પાસે ધન-દોલત વધતા જાય તેમ અહંકાર અને લોભ વધતા જાય છે. મળ્યું હોય તે ઓછું લાગે છે. કીર્તિનો મોહ જાગે છે. ગરીબ માણસો પાસે અહંકાર કરવા જેવું કશું હોતું નથી. એ લોભ પણ કેવી રીતે કરી શકે. લોભ કરવા માટે પણ કશું હોવું તો જોઇએને? સ્વાર્થ બધામાં થોડે ઘણે અંશે હોય છે. સ્વાર્થ અને લોભ ઊભો થાય ત્યારે સગો દીકરો પણ વેરી બની જાય છે. સ્વાર્થ માણસને અંધ બનાવી નાખે છે. સારા-નરસાનું ભાન રહેતું નથી. સ્વાર્થથી ક્રોધ ઊભો થાય છે અને છેવટે હિંસામાં પરિણમે છે. શાંત રહીને હિંસા થઇ શકતી નથી, તેને માટે ઊકળવું પડે છે. લોભના કારણે માણસ વધુ પરિગ્રહી બને છે. બધું ભેગું કરતો રહે છે. કશું છૂટતું નથી. કદીક આપવાનું મન થાય પણ ખિસ્સામાંથી હાથ બહાર નીકળતો નથી. ગમે તેટલું હોય સંતોષ થતો નથી. જીવનનાં જે બધાં પાપો છે તેના મૂળમાં સ્વાર્થ અને લોભ છે. પરિવારોમાં મિલકતોના ઝઘડા અને એકબીજા વચ્ચે વેરઝેર આના કારણે થતાં હોય છે. જીવનમાં સંતોષ ન હોય તો જે કાંઇ મળશે તે ઓછું લાગશે. દરેક માણસ સુખ ઇચ્છે એમાં કશો વાંધો નથી, પરંતુ તેને બીજા કરતાં વધુ સુખ જોઇએ છે. બીજાના ભોગે સુખ જોઇએ છે. એટલે મુશ્કેલી ઊભી થાય છે. સૌેની નજર ઉપર છે. કોઇ નીચે જોતું નથી. બીજા કરતાં આપણે કેટલા પાછળ રહી ગયા તેનો આપણે ખ્યાલ કરીએ છીએ, પરંતુ કેટલાથી આપણે આગળ છીએ તે વિચારવાનું મન થતું નથી. લાખો અને કરોડો લોકો એવા છે જેમને પેટ પૂરતું ભોજન નથી. જરૂરી વસ્ત્રો નથી. માથે છાપરું નથી. તેના કરતાં આપણે કેટલા સુખી છીએ તેનો વિચાર કરવો જોઇએ. અને આ અંગે પ્રભુની કૃપા સમજવી જોઇએ. જીવનનાં હર ક્ષેત્રમાં વિકાસ, પ્રગતિ અને ઉચ્ચ ધ્યેય જરૂરી છે અને તે માટે પુરુષાર્થ અનિવાર્ય છે. જીવનમાં જે કાંઇ પ્રાપ્ત થાય તેનો આનંદ માણવો અને જે સામે આવીને ઊભું રહે તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઇએ. તેમ જ ગમે તેવી મુશ્કેલી અને પડકાર ઊભો થાય તો તેનો સામનો કરવાની તૈયારી હોવી જોઇએ. જીવનમાં ઊંચા ઊઠવા માટેને આ સાચો માર્ગ છે. આપણી પાસે શું છે તે મહત્ત્વનું નથી, તેમાંથી આપણે કેટલો આનંદ અને કેટલું સુખ મેળવી શકીએ છીએ તે મહત્ત્વનું છે. સ્વાર્થ હોય, લોભ હોય, અસંતોષ હોય અને બીજાનું ઝૂંટવી લેવાની ભાવના હોય તો છેવટે કશું ભોગવી શકાતું નથી અને અંત પણ દુ:ખદાયક બને છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા દ્વારા આ વાત બરાબર સમજી શકાશે. બે મિત્રો હતા. ગરીબીથી કંટાળીને નસીબ અજમાવવા માટે ઘેરથી નીકળ્યા હતા. શહેરમાં જવા માટે જંગલમાંથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે રાતવાસો કરવા માટે એક ફકીરની ઝૂંપડીમાં રોકાયા. ફકીર અલગારી મિજાજનો હતો. ધૂણી ધખાવીને પડયો હતો. તેણે આસપાસ પડેલી ચીજોને બારણા પાસેથી ખસેડીને બંને માટે જગ્યા કરી આપી. સવારમાં ઊઠીને રવાના થાય એ પહેલાં આ બંનેની નજર બારણા પાસે પડેલી એક થેલી પર પડી. ફકીર તો સવારમાં વહેલો ઊઠીને સાધના માટે ચાલ્યો ગયો હતો. ઝૂંપડીમાં બીજું કોઇ હતું નહીં. બંને મિત્રોએ કુતૂહલવશ થઇને આ થેલીની અંદર શું છે તે જોયું તો બંને આશ્ચર્યચકિત થઇ ગયાં. થેલીમાં સોનાનાં ઘરેણાં હતાં. બંનેને લોભ જાગ્યો અને વિચાર્યું કે ફકીરને આની શી જરૂર છે. કોઇ ભક્ત મૂકી ગયો હશે અથવા આ બાવો ક્યાંયથી ઉપાડી આવ્યો હશે અને આ થેલી આપણે નહીં ઉપાડી લઇએ તો બીજો કોઇ ઉપાડી જશે. માટે આમાં કાંઈ વાંધો નથી. એવું વિચારીને બંને મિત્રોએ થેલી લઇને ચાલતી પકડી. એક મિત્રે કહ્યું: આપણે તો ધન કમાવા નીકળ્યા હતા. આપણું દળદર ફીટી ગયું. હવે શહેરમાં જવાની જરૂર નથી. આ થેલી લઇ ગામ પાછા પહોંચી જઇએ અને ત્યાં ઘરેણાનું વજન કરાવીને સરખે ભાગે વહેંચી લઇશું અને મોજથી રહીશું. હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. બીજા મિત્રને પણ આ વાત ગળે ઊતરી ગઇ અને બંને જણ ગામ પાછા જવા નીકળ્યાં. રસ્તામાં એક ગામ આવ્યું. બંને થાકી ગયા હતાં. ભૂખ પણ લાગી હતી. ગામની બહાર કૂવા પાસેના એક વૃક્ષ હેઠળ વિસામો લેવા બેઠા. એક મિત્રે કહ્યું: આ થેલી સાચવ. હું ગામમાં જઇને ખાવાનું લઈ આવું છું. મિત્ર ગામમાં ખાવાનું લેવા ગયો. રસ્તામાં ચાલતો ચાલતો વિચાર કરતો જાય છે. પોતે એકલો હોત તો આખી થેલી પોતાને મળી જાત. સોનાનાં ઘરેણાં તેના મગજમાં ઘૂમવા લાગ્યાં. તેણે વિચાર્યું કે હું એકલો નીકળવાનો હતો પણ આને સાથે લઇને મોટી ભૂલ કરી. તેણે વિચાર્યું મીઠાઇ ખરીદીને તેમાં ઝેર ભેળવી દઇશ એટલે કાંટો નીકળી જશે. ગામમાંથી પાછા આવીને ઝેર ભેળવીને મીઠાઇ મિત્રને આપીને કહ્યું: દોસ્ત, તું ખાવાનું શરૂ કર. હું કૂવામાંથી પાણી ખેંચીને લાવું છું અને તે કૂવા તરફ ગયો. આ બાજુ વૃક્ષ નીચે થેલી સાચવીને બેેઠેલા મિત્રના મનમાં પણ પાપનો કીડો સળવળી રહ્યો હતો. તે પણ લોભમાં અંધ બની ગયો હતો. તેણે વિચાર્યું પેલો પાણી ભરવા ગયો છે. તેને ધક્કો મારીને કૂવામાં ધકેલી દઉં તો આ બધાં ઘરેણાં મારાં થઇ જાય. તે ઊભો થયો અને કૂવા નજીક ગયો અને કહ્યું: મિત્ર, તું થાકી ગયો હોઇશ. લાવ પાણી ખેંચી આપું. આમ કરીને તેણે મિત્રને એક જોરદાર ધક્કો લગાવીને ઊંડા પાણીમાં ધકેલી દીધો. પછી વૃક્ષ હેઠળ આવીને મોજથી મીઠાઇ ખાધી. મીઠાઇમાં ઝેર ભેળવેલું હતું એટલે તેનું પ્રાણપંખેરું પણ ઊડી ગયું. સ્વાર્થ અને લોભમાં અંધ બનીને બંને મિત્રો એકબીજાના સંહારક બન્યાં. ઘરેણાંની થેલી એમ ને એમ પડી રહી અને બંનેએ જાન ખોયો. ખોટું કામ કરીને મેળવેલું સુખ લાંબો સમય ટકતું નથી. સ્વાર્થ આવે છે ત્યારે માણસ હેવાન બની જાય છે. વહાલાને વેરી બનતા વાર લાગતી નથી. જીવનમાં સ્વાર્થનો સંઘર્ષ છે. પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ-સમાધાન માને છે. સ્વાર્થ વધુ ઘેરો બને છે ત્યાર મતાગ્રહ, હઠાગ્રહ અને ઝનૂન ઉમેરાય છે. લોભ, લાલસા ઊભી થાય છે. માણસમાં પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર અને દયાનાં ઝરણાંઓ અનેકવિધ સ્વરૂપે વહેતાં હોય છે, પણ સ્વાર્થની પાળો આ ઝરણાંને રોકી નાખે છે. સ્વાર્થ સાધવા માણસ બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઇ મહત્ત્વ રહેતું નથી. દૃષ્ટિ સીમિત બની જાય છે. સ્વાર્થ આડે આવતાં મા-બાપ, ભાઇ-બહેનોને પણ બહાર ધકેલી દેવાય છે. માણસ મતલબી બની ગયો છે. સ્વાર્થના કારણે મણસ અસત્ય, અનીતિ, હિંસા, જૂઠ અને કપટ આચરે છે અને બીજાને છેતરતો રહે છે. બધાં દુખનું મૂળ સ્વાર્થ છે. આમાં સૌથી વધુ શ્રદ્ધા અને વિશ્વાસનો ભોગ લેવાય છે. સામાન્ય માણસો થોડુંક કહેવાતું સુખ મેળવવા અથવા અજ્ઞાનવશ અનીતિ આચરે છે. શકિતશાળી માણસો સત્તા, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા માટે જૂઠ, કાવાદાવા અને ફરેબ રચે છે અને શતરંજના આટાપાટા ખેલે છે. જીવનમાં થોડું વધુ મેળવવા માટે કેટલું બધું ગુમાવીએ છીએ તેનો ખ્યાલ રહેતો નથી. સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાવી દઇએ છીએ. બધું મળશે પણ સ્નેહીજનોનો પ્રેમ ગુમાવ્યા પછી પાછો નહીં મળે. મન, મોતી અને કાચ એક વખત તૂટયા પછી પાછાં સંધાતાં નથી. |
Tuesday, February 18, 2014
લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે છે - મહેન્દ્ર પુનાતર
તમારી જિંદગીમાં દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે?- સૌરભ શાહ
| શું તમને ખબર છે કે તમારી જિંદગીમાં દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે? |
| સાચા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ હોતી નથી, કારણ કે એમના માટે તમને કોઈ અપેક્ષા પણ હોતી નથી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બાહનાબાજી નથી હોતી, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી મૅન ટુ મૅન - સૌરભ શાહ દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે એ વાત ઘણા પુરુષો સમજી શકતા નથી. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમારે એને બદલવાની કોશિશ નથી કરવાની, તમારું એના પ્રત્યેનું વલણ બદલવાનું છે અને બદલામાં તમે જેવો વ્યવહાર એની પાસેથી મેળવવા ઈચ્છો છો તે મેળવો છો, તમારે જ લોકોને શીખવવું પડતું હોય છે કે એમણે તમારી સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે નહીં, તમારી સાથેના વ્યવહારમાં એમણે ક્યાં, કેટલી છૂટ લેવી અને કઈ હદ સુધીની મર્યાદા જાળવવી. કોઈ તમારી સાથે સારી રીતે વર્તતું ન હોય તો એમાં વાંક માત્ર સામેની વ્યક્તિનો નથી હોતો, તમારો પણ એટલો જ વાંક હોય છે અને આ વાત તમારે સ્વીકારવી પડે. તમારી ખૂબ નજીકના વર્તુળમાં પ્રવેશી જતી વ્યક્તિઓ કોઈ તબક્કે તમને દુ:ખી કરવા માંડે ત્યારે એમનો વાંક કાઢવાને બદલે વાંક તમારો નીકળવો જોઈએ - તમે શા માટે એમને તમારી આટલી નજીક આવવા દીધા? હવેથી ખ્યાલ રાખવાનો. સ્વાર્થ વગરના સંબંધો આ દુનિયામાં ક્યારેય રચાતા નથી. ક્યારેય નહીં. એક વખત અલગ સંદર્ભમાં મેં લખ્યું હતું કે તમે મને ચંદ્ર વગરની શરદપૂર્ણિમા બતાવો, હું તમને સ્વાર્થ વગરનો સંબંધ બતાવીશ. કશુંક તમને જોઈતું હોય છે એમની પાસેથી, કશુંક એમને મેળવવું હોય છે તમારી પાસેથી. એ કશુંક દરેક વખતે ભૌતિક કે સ્થૂળ સ્તરનું જ હોય એ જરૂરી નથી. સૂક્ષ્મ અને અભૌતિક પણ હોઈ શકે. પરંતુ અંતે તો લેવડદેવડની જ વાત હોય છે. રિયલ મિત્ર કોને કહેવાય? ખરો મિત્ર એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય. તેં મને આટલી લાગણી આપી જે આ પલ્લામાં મેં મૂકી અને હવે સામેના પલ્લામાં હું પણ એટલી જ લાગણી જોખીને તને આપીશ એવી મેન્ટાલિટીથી ન તો કોઈ સંબંધ બંધાય, ન કોઈ મૈત્રી ટકે. લાગણીઓને માપીજોખીનેતોળીને વહેંચનારાઓને ક્યારેય તમારા અંતરંગ વિશ્વમાં સ્થાન નથી હોતું. જેમની સાથે મૈત્રીના શિખરે તમે પહોંચી ગયા હો એમની પ્રશંસા તમે સાચા દિલથી કરી શકો છો, કારણ કે વખાણ કરીને તમારે એમની પાસેથી કંઈ મેળવવાનું નથી હોતું. એમની ટીકા પણ તમે કોઈ જાતના દંશ વિના કરી શકો છો, કારણ કે તમને ખાતરી હોય છે કે એ ટીકા સાંભળીને એ તમારી પાસેથી કશું પાછું લઈ લેવાના નથી. તદ્દન નિર્ભાર થઈને તમે એમની સાથે વર્તી શકો છો. તમારાં તમામ મહોરાં, નકાબ, બુરખાઓને બાજુઓ મૂકીને તમે જેવા છો એવા જ પેશ આવી શકો છો. જિંદગીનો આ ઘણો મોટો આનંદ છે. લોકો તમને ફોલી ન ખાય એ માટે સતત પહેરવું પડતું બખ્તર તમે આવા મિત્રોને મળો છો ત્યારે શરીર પરથી ઉતારીને ઊંચે મૂકી દો છો. સાચા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ હોતી નથી, કારણ કે એમના માટે તમને કોઈ અપેક્ષા પણ હોતી નથી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બાહનાબાજી નથી હોતી, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી. તમને ખબર હોય છે કે તેઓ આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો એમનો આશય એકદમ શુભ છે અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્દન દોષરહિત છે. આવી મૈત્રી તમને દુનિયામાં ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓની હાજરી તમારા જીવનમાં ચોવીસ કલાકની ન હોય છતાં સતત એક અહેસાસ તમને થયા કરે છે કે તેઓ તમારી સાથે જ છે, તમારી આસપાસનું વાતાવરણ બનીને સતત તમારી પડખે છે. એમની હાજરીમાં થતું તમારું દરેક હાસ્ય અને દરેક રુદન તમારા અંગત ખજાનાનો હિસ્સો બની જાય છે. જન્મોજનમનો સાથ જો માગવાનો હોય તો આવા મિત્રોનો માગવાનો હોય. પ્રાર્થના કરવાની હોય તો કુન્દનિકા કાપડીઆના શબ્દોમાં કરવાની હોય: ‘પરમાત્મા, અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓને પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ.’ દુનિયામાં ટકી રહેવા માટે તમને આવા મિત્રોની અનિવાર્યતા મહેસૂસ થાય છે, કારણ કે તમે જુઓ છો કે તમારી નજીક આવી ગયેલા ઘણા બધા કહેવાતા મિત્રો તમારી પડતી સમયે સૌથી વધુ જોરથી તાળીઓ પાડવા લાગે છે. તમારા એકાંતમાં તમને એ તાળીઓ સંભળાય છે અને એ તાળીઓના ગુંજારવને તમે સાચવી રાખો છો જેથી પુખ્તતાનું એક વધુ પગથિયું ચડવામાં તમને એ કાખઘોડી તરીકે કામ લાગશે. આ જ લોકો તમારી ચડતી વખતે ફરી પાછા હાજર થઈ જવાના પણ હવે એમના બેશરમ સ્મિતથી તમે ભોળવાતા નથી. તમારી પાસે આવા લોકો સાથે પનારો પાડવા માટે એક ઈનબિલ્ટ શૉક ઍબ્ઝોર્બર, એક સ્ટેબિલાઈઝર આવી ગયું હોય છે જેને કારણે તમે લાગણીપ્રૂફ બની જાઓ છો. એમની બનાવટી પ્રશંસા અને એમની બેવજૂદ ટીકાથી તમે અકળાતા નથી, તમારો સો ટચનો આક્રોશ કે તમારી ચોવીસ કૅરેટની હૂંફ - કશુંય તમે આવા લોકોમાં વહેંચતા નથી, વેડફતા નથી, કારણ કે તમને ખબર હોય છે કે દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે. માગવાનું કશું જ નથી હોતું ભગવાન પાસે, કારણ કે તમારી હૃદયની ઈચ્છાઓ હોઠ પર શબ્દસ્થ થાય તે પહેલાં જ, જરાય ટટળાવ્યા વિના, એ બધું જ આપતો રહે છે છતાં માગવાનું હોય તો એની પાસે એક જ વસ્તુની માગણી થાય: જન્મોજનમની મૈત્રી. પ્રથમ પુરુષ એકવચન ઉત્તમમાં ઉત્તમ માનવીનાં પણ દરેકેદરેક પાસાં ઉત્તમ જ હોય એવી આશા રાખવી વ્યર્થ. - સ્વામી સચ્ચિદાનંદ |
Monday, February 17, 2014
Death-Defying 'Skywalkers'
Hanging out on the roof of the world: Stomach-churning pictures of Russia's death-defying 'skywalkers'
PUBLISHED: 07:32 GMT, 14 February 2014 | UPDATED: 02:16 GMT, 17 February 2014
These photos are not for the faint-hearted or those with a fear of heights. They capture a man enjoying ‘rooftopping’, a hobby which has him living life literally on the edge.
This striking series of photos show ‘rooftopper’ Kirill Oreshkin and his daredevil friends at the top of buildings, cranes, and construction sites – standing or even dangling from the top.
The trend of rooftopping, or skywalking, has been documented in the last few years, and seems to be quite popular in Russia and Ukraine. It sees daredevils climb to the top of structures to take a unique, vertigo-inducing selfie.




The young Moscow-based photographer completes his daredevil feats without a harness or safety net, but with a friend, who takes his picture.
Despite the danger of his hobby, Oreshkin appears perfectly calm in the photos, even in the ones that show him hanging from structures by one hand.
The feats of these daredevils are quite alarming. In one video posted on his personal website, Oreshkin’s friend Mustang Wanted does chin-ups a few hundred metres above the ground in Kiev.
Despite all appearances, the rooftoppers say they take what they do seriously. Mustang Wanted writes on his website:
‘[T]he following videos and photos feature stunts performed by professionals. I really insist that no one attempt to recreate or re-enact any stunt or activity performed on this site. Even if you’re totally sure that you can do that, you are putting yourself in danger. So, please, don’t try to recreate my stunts. I mean it!’










- People photograph themselves at the top of buildings in 'rooftopping' craze
- Photos of Moscow-based Kirill Oreshkin show him hanging above city
PUBLISHED: 07:32 GMT, 14 February 2014 | UPDATED: 02:16 GMT, 17 February 2014
These photos are not for the faint-hearted or those with a fear of heights. They capture a man enjoying ‘rooftopping’, a hobby which has him living life literally on the edge.
This striking series of photos show ‘rooftopper’ Kirill Oreshkin and his daredevil friends at the top of buildings, cranes, and construction sites – standing or even dangling from the top.
The trend of rooftopping, or skywalking, has been documented in the last few years, and seems to be quite popular in Russia and Ukraine. It sees daredevils climb to the top of structures to take a unique, vertigo-inducing selfie.


Rooftop daredevil: Kirill Oreshkin climbs high structures for some death-defying photographs and even risks dangling by one hand

Skywalkers: Mr Oreshkin's photographs also show his friends posing hundreds of metres above the ground, including this unnamed girl

Each of these adventurous feats is capture in photos or videos, which are shared on blogs and rooftopping websites
Despite the danger of his hobby, Oreshkin appears perfectly calm in the photos, even in the ones that show him hanging from structures by one hand.
The feats of these daredevils are quite alarming. In one video posted on his personal website, Oreshkin’s friend Mustang Wanted does chin-ups a few hundred metres above the ground in Kiev.
‘[T]he following videos and photos feature stunts performed by professionals. I really insist that no one attempt to recreate or re-enact any stunt or activity performed on this site. Even if you’re totally sure that you can do that, you are putting yourself in danger. So, please, don’t try to recreate my stunts. I mean it!’

Beautiful view: This woman seems perfectly comfortable perching on a star hundreds of feet above the city

Bridges, skyscrapers and construction sites are all prime targets for these death-defying stunts


Adrenaline junkees: Rooftoppers take photos of the city below and of themselves perched precariously on top of buildings

Action man: It seems impossible that he is even supporting his own weight by hanging from one hand off this blue beam

Taking their lives in their hands: The rooftoppers do not wear harnesses or operate with a safety net

The young photographer is pictured here engaged in the trend of rooftopping or skywalking. It is quite popular in Russia and Ukraine


The group also go climbing at night (left) while in the shot on the right, Oreshkin pauses to take a selfie while perched on a star

Amazing view: The rooftoppers often capture amazing images of a city from above
A Look at Terrible Winter Olympic Mascots
From Grenoble 1968’s 'sperm on skis' to Sochi's 'scare bear' – a look at terrible Winter Olympic mascots through the years
- Photographs show Bely Mishka - dubbed the 'nightmare bear' - and his companions are just the latest in a long line of odd mascots
- Strange mascots started in Grenoble, France, in 1968, with the introduction of Schuss - compared to a 'sperm on skis' - as an unofficial mascot
PUBLISHED: 20:51 GMT, 13 February 2014 | UPDATED: 10:52 GMT, 16 February 2014
But, as these photographs show, Bely Mishka - dubbed the ‘nightmare bear’ - and his companions are just the latest in a long line of odd mascots to grace the Games.
Mascots open to ridicule have been a tradition of the Winter Olympics since 1968, when the world was introduced to Schuss in Grenoble, France.

These are the mascots - a hare, a bear (dubbed a 'nightmare bear') and a leopard - of the Sochi winter Games

Schuss was the Winter Olympics' first (unofficial) mascot, introduced to the world in Grenoble, France, in 1968
Sold as a memento at the Games, the toy – an unofficial mascot – proved popular despite being likened to a ‘sperm on skis’.
After the success of Schuss, the Olympic organisers agreed that future Games could also have mascots.
Another mascot more than 30 years old – but still remembered – is Roni, the raccoon mascot of the Lake Placid Winter Olympics of 1980.
Eight years later, Hidy and Howdy the bears graced the Games in Calgary, Canada. If Twitter had been invented 26 years ago, they may well have caused just as much of a commotion as the Sochi bear.

Roni, the raccoon mascot of the Lake Placid Winter Olympics of 1980, is still remembered today

If Twitter had been invented, Hidy and Howdy, of
the 1988 Games in Calgary, Canada, may have been open to the same level
of ridicule as Bely Mishka, this year's 'scare bear'

A bear also featured as a mascot at the 2002 Salt Lake City Winter Olympics

Featuring alongside a hare and a coyote, the Salt Lake City bear would have raised fewer eyebrows
Another bear featured as an Olympic mascot at the 2002 Games in Salt Lake City, United States, but looked ordinary by comparison.
Elsewhere, four years earlier the world was introduced to Sukki, Nokki, Lekki and Tsukki, the Snowlets (or owls) in Nagano, Japan.
And in 1994, children - named Hakon and Kristin – were chosen to be mascots at the Lillehammer Winter Olympics in Norway.

Sukki, Nokki, Lekki and Tsukki the Snowlets (or owls) were the mascots for the 1998 Games in Nagano, Japan

Pictured here on a commemorative mug, Hakon and Kristin were chosen to be mascots at the Lillehammer Winter Olympics in Norway
In 2006, when the northern Italian city of Turin hosted the Games, it took the decision to use inanimate objects – a snowball and an ice cube – as mascots.
While at the last Winter Olympics, in Vancouver, Canada, a mythical sea bear, a Sasquatch, an animal guardian spirit and a Vancouver Island Marmot were used.

These characters - a snowball and an ice cube
pictured with Jenny Tamas, who was on the German ice hockey team - were
the mascots at the 2006 Winter Olympics in Turin, northern Italy

At the last Winter Olympics, in Vancouver,
Canada, a mythical sea bear, a Sasquatch, an animal guardian spirit and a
Vancouver Island Marmot were used as mascots
સંયમ- મહેન્દ્ર પુનાતર
| સંયમ એેટલે ભીતરનું પરિવર્તન |
| કેટલાક
માણસો બળપૂર્વક મનને ધક્કો લગાવીને સંયમી હોવાનો દેખાવ કરતા હોય છે.
વૃત્તિઓને દબાવી રાખવાથી બહારથી બધું બદલાય છે પણ ભીતરમાં તેમનું તેમ રહે
છે. આ એક જાતનું દમન છે. લાંબો સમય ટકતું નથી જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવન અને ધર્મમાં અહિંસા, સંયમ અને તપનું અનેરું મહત્ત્વ છે. અહિંસામાં દયા, પ્રેમ અને કરુણા છે. જ્યારે સંયમ અને તપમાં જાત પર અંકુશ અને નિયંત્રણ રાખવાનું હોય છે. સંયમનો અર્થ દમન નથી. મોટે ભાગે સંયમ બળપૂર્વક ઈચ્છાઓને દબાવીને લદાતો હોય છે. અંદર કાંઈક હોય છે અને બહાર કાંઈક બીજું દેખાય છે. કેટલાક માણસો બળપૂર્વક મનને ધક્કા લગાવીને ઉપવાસો, વ્રતો અને બાધાઓ રાખતા હોય છે. બહાર તપસ્વીનો દેખાવ થતો હોય છે અને મન અંદરથી અકળાતું હોય છે આવો સંયમ લાંબો સમય ટકતો નથી. સંયમ શિસ્ત કે અનુશાસન નથી, પરંતુ ભીતરનું પરિવર્તન છે. વૃત્તિઓને બહાર દેખાવા દઈએ નહીં, પરંતુ અંદર એ જ રટણ ચાલતું હોય તો મોકો મળતાં આ વૃત્તિઓ બમણા જોરથી બહાર આવવાની છે. માણસ બહારથી શાંત હોય, પરંતુ અંદર ક્રોધ સળગતો હોય તો વહેલો મોડો બહાર આવવાનો છે. ઈચ્છાઓને જેટલા જોરથી દબાવીશું તેટલા તેના સામા પ્રત્યાઘાતો પડશે. વૃત્તિઓને દબાવવાની નથી, પરંતુ સમજપૂર્વક તેનું શમન કરવાનું છે. આજકાલ જીવનમાં અને ધર્મમાં સંયમની વાતો બહુ થઈ રહી છે. ધર્મગુરુઓ આ માટે બોધ આપતા હોય છે. હાથ જોડાવીને બાધા લેવરાવતા હોય છે. ઈચ્છા વગરનું પરાણે લીધેલું વ્રત લાંબો સમય ટકી શકતું નથી. કેટલાક વધારે પડતા સંયમી લોકોએ બહારથી બધું બદલી નાખ્યું હોય છે, પરંતુ ભીતરમાં તેનું તે જ હોય છે. માણસ બહારથી શાંત દેખાતો હોય પણ અંદર હિંસા, ઈર્ષ્યા અને અદેખાઈ હોય. માણસ બહારથી સંત જેવો દેખાતો હોય, પણ અંદર વાસના ભટકતી હોય, બહાર સ્મિત હોય અને અંદર દુશ્મનાવટ હોય. આવો સંયમ બહુ ભયાનક જ્વાળામુખી જેવો છે. તે અંદર ભડકતો રહે છે અને મોકો મળતાં ફાટે છે. માણસ બહાર સારો દેખાતો હોય પણ અસલી ચહેરો બહાર આવ્યા વગર રહેતો નથી. ઝઘડામાં, તકરારમાં માણસો હંમેશાં કહેતા હોય છે તેને ફટકારવાની જરૂર હતી, પરંતુ મેં સંયમ રાખ્યો. ફટકારવાની વૃત્તિ છે અને સંયમની વાત છે. મનમાં અને બહાર જુદું છે. વૃત્તિઓને, ઈચ્છાઓને આપણે કાં તો બળપૂર્વક દબાવી દેતા હોઈએ છીએ અથવા ભયને કારણે દબાવી રાખવી પડે છે. મેં સંયમ રાખ્યો હોવાનું કહેતા મોટા ભાગના માણસો કાંઈ કરી શકતા નથી અથવા કરી શકવાની શક્તિ ધરાવતા નથી એટલે આ સંયમ બની જાય છે, પરંતુ અંદર ક્રોધ પ્રજવલ્લિત હોય છે. આપણે રોજબરોજ જેની સાથે તકરાર થઈ હોય, જેની સાથે અણબનાવ હોય, જેની અદેખાઈ થતી હોય તેને મનથી ફટકારતા હોઈએ છીએ. આપણે ખુરશી પર બેસીને ન્યાયાધીશ બની ચાબખાં ફટકારતા હોઈએ છીએ. વેર જે અંદર હોય છે તે જલદીથી શમતું નથી. અંદર જોે પરિતર્વન ન હોય, હૃદય મળતા ન હોય તો હાથ મિલાવવાથી કશો અર્થ સરે નહીં. જે આપણી શક્તિ બહારનું હોય છે તે સ્વપ્નો દ્વારા પરિપૂર્ણ કરીએ છીએ. જે પાપો બહાર કરી શકતા નથી તે મન દ્વારા થઈ જતાં હોય છે. તપ અને સંયમ એકબીજાના પૂરક છે. તપ દ્વારા સંયમ રાખી શકાય છે અને સંયમ હોય તો તપ કરી શકાય છે, પરંતુ આ તપ દમનરૂપે હોવું જોઈએ નહીં. ઉપવાસ કર્યા હોય અને અંદર ભોજનની લાલસા હોય અથવા ઉપવાસ પછી ખાવા પર ઊતરી જવાય તો તે સાચું તપ નથી. તપશ્ચર્યા જેટલી થાય તેટલી જીવન સાથે વણાઈ જવી જોઈએ. તપ એ સાધના છે. ભીતરના પરિવર્તનની પ્રક્રિયા છે. તપ કર્યા પછી તપી જવાય, તપ દ્વારા માનની અપેક્ષા હોય, તપ માત્ર દેખાવ પૂરતું હોય તો એ ધર્મ નથી. અંદરથી જ્યારે પરિવર્તન ઊભું થાય છે ત્યારે બહાર દેખાવ કરવાની જરૂરત પડતી નથી. સંયમમાં દમન હોય નહીં. ભીતરમાં દબાવી રાખેલી વૃત્તિઓ ચાની કીટલીની વરાળ જેવી છે તે ઢાંકણું ઊંચકીને બહાર નીકળવાનો પ્રયાસ કરશે. આ અંગે ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંત કથાનો સાર સમજવા જેવો છે. એક ગામમાં એક ક્રોધી માણસ રહેતો હતો. તે એટલો ક્રોધી હતો કે આવેશમાં આવી જઈને તેણે પત્નીને કૂવામાં ધક્કો મારી દીધો. પત્ની કૂવામાં પડીને મરી ગઈ. આ કૃત્યથી તેને ઘણો પસ્તાવો થયો. ક્રોધી માણસો જલદીથી પસ્તાવો કરી લેતા હોય છે, પરંતુ તેનું પરિણામ આવતું નથી. તેઓ નક્કી કરે છે હું આવું કદી નહીં કરું અને પાછા તેઓ કરી નાખે છે. ક્રોધ તેમને જંપવા દેતો નથી. આ માણસ પણ પશ્ર્ચાતાપ કરીને બહુ દુ:ખી થઈ ગયો. ગામમાં એક મુનિ પધાર્યા હતા. મિત્રોએ સલાહ આપી તું તેમની પાસે જા. તેઓ તને કાંઈક રસ્તો બતાવશે. ક્રોધી માણસ મુુનિ પાસે ગયો અને પોતાની વિતક કથા સંભળાવી અને પૂછ્યું મહારાજ હું ક્રોધ પર વિજય કેવી રીતે મેળવી શકું તેનો રસ્તો બતાવો તો કૃપા થશે. મુનિએ કહ્યું, સામાન્ય ગૃહસ્થ માટે ક્રોધ પર વિજય મેળવવો મુશ્કેલ છે. આ માટે સંયમની સાધના કરવી પડે, સંન્યાસ લેવો પડે. પેલા માણસે કહ્યું: તો પછી વિલંબ શા માટે? મને હમણાંને હમણાં દીક્ષા આપી દો. ક્રોધી માણસો બહુ જિદ્દી હોય છે. તેઓ ધાર્યું કરીને રહે છે. ક્રોધી માણસો આ બાજુ કે તે બાજુ જલદીથી કૂદી પડે છે. આવેશમાં આવીને તેણે પત્નીને કૂવામાં ધકેલી દીધી અને આવેશમાં સંન્યાસ પણ ગ્રહણ કરી લીધો. ક્રોધી લોકો કહેવાતા તપસ્વી બની જાય છે ત્યારે તેમનામાં અદભૂત શક્તિ આવી જાય છે. ક્રોધમાં ભયંકર તાકાત છે. ક્રોધ જે બહાર હતો તે હવે અંદર ઊતરવા લાગ્યો. તેમણે કઠણ તપશ્ર્ચર્યા શરૂ કરી અને તપસ્વી તરીકે તેનું નામ થઈ ગયું. ક્રોધ પર વિજય મેળવવા તેણે સંન્યાસ લીધો હતો. ક્રોધને જીતવાના પ્રયાસમાં તે ક્રોધને અંદર ને અંદર દબાવતો ગયો. લોકો વાહવાહ કરવા લાગ્યા. જેમ જેમ માન મળતું ગયું તેમ તેમ શરીરને વધુ કષ્ટ આપીને તે તપ સમ્રાટ બની ગયો. ગુરુ તેના પર ખુશ થઈ ગયા અને તેને મુનિ શાંતિનાથ નામ આપ્યું. અંદર ક્રોધ હતો. બહાર શાંતિ હતી. એક વખત મુનિ શાંતિનાથ એક શહેરમાં આવી પહોંચ્યા જ્યાં તેનો એક જૂનો મિત્ર રહેતો હતો. મિત્ર તાજુબ થઈ ગયો કે તેનો ક્રોધી મિત્ર શાંતિનાથ કેવી રીતે બની ગયો. આ કઈ રીતે બન્યું તેનો તેને વિશ્વાસ આવતો નહોતો. તેને કુતૂહલ થયું. સાચી વાત જાણવાની જિજ્ઞાસા થઈ. આ માણસ પોતાના સંન્યાસી મિત્રને મળવા ગયો. શાંતિનાથ ઊંચા આસને બેઠા હતા. હજારો લોકો તેમનાં દર્શન માટે આવ્યા હતા. ભાવિકોની ભીડમાં મિત્ર તરફ તેની નજર ગઈ પણ તેણે નજર ફેરવી લીધી. માણસ જ્યારે ઊંચા આસને બેસે છે ત્યારે તેની નજર નીચે જતી નથી. પછી એ મંચ પ્રધાનોનો હોય, શાહુકારોનો હોય કે સંન્યાસીઓનો હોય. સંન્યાસીએ મિત્રને જોઈ તો લીધો, પરંતુ તેને ઓળખવા માગતો નહોતો. શ્રીમંતોની ભીડમાં આ સાધારણ માણસ તરફ નજર નાખવાનું શાંતિનાથને મન થયું નહીં. મિત્રને પણ સમજાઈ ગયું કે શાંતિનાથ મને ઓળખી ગયો છે પણ ઓળખવા માગતો નથી. મિત્રને ખ્યાલ આવી ગયો કે આ માણસ ક્રોધને જીતી શક્યો નથી. જ્યાં અહંકાર હોય ત્યાં ક્રોધ રહેવાનો. આમ છતાં તેને પૂરી ખાતરી કરવાનું મન થયું. તે સંન્યાસી મિત્ર પાસે આવીને બેસી ગયો. આમ છતાં તેણે તેની સામે જોવાની દરકાર કરી નહીં. શાંતિનાથ બીજા શ્રીમંત ભક્તો સાથે વાત કરતા રહ્યા. મિત્રે તેમની વાત અટકાવીને પૂછ્યું: મહારાજ આપની કીર્તિ ચોમેર પ્રસરી છે. આપના વિશે ઘણું સાંભળ્યું છે પણ આપનું ખરું નામ શું છે? મુનિને ક્રોધ આવી ગયો, પણ ક્રોધને દબાવી દીધો અને કહ્યું: અખબાર વાંચો છો કે નહીં, તેમાં રોજ મારું નામ આવે છે. મારી તસવીરો પ્રગટ થાય છે. અહીં મને સાંભળવા આવ્યા છો ને મારું નામ જાણતા નથી. મારું નામ છે મુનિ શાંતિનાથ. મિત્રે કહ્યું: બહુ ઉપકાર થયો. આપનું નામ હવે હૃદયમાં અંકાઈ જશે. પછી મુનિ બીજી વાતોમાં લાગી ગયા. પાંચ-દશ મિનિટ વીતી હશે ત્યાં મિત્રે વિક્ષેપ પાડીને કહ્યું: માફ કરજો આપે આપનું શું નામ કહ્યું? હું ભૂલી ગયો. જરા ફરી વખત કહેશો તો અહેસાન થશે. શાંતિનાથને ફરી ક્રોઘ આવી ગયો. આ વખતે ક્રોધને દબાવવો મુશ્કેલ થઈ પડ્યો. તેણે કહ્યું, ‘પાગલ, મારું નામ હમણાં મેં કહ્યું અને ભૂલી ગયો. તારા કપાળમાં લખી રાખ મારું નામ શાંતિનાથ છે.’ મિત્રે કહ્યું, ‘ધન્યવાદ, આપને કષ્ટ આપ્યું તે બદલ ક્ષમા ચાહું છું.’ વાતવાતમાં થોડો સમય વીતી ગયો. મોટા ભાગના લોકો વિખેરાઈ ગયા પછી પેલા મિત્રે મુનિનાં ચરણો પકડી લીધાં અને આજીજી સાથે કહ્યું, ‘મુનિજી, હું પણ કેવો છું, આપનું નામ પાછું વિસરાઈ ગયું. પ્લીઝ, હવે છેલ્લી વાર કહી દોને કે આપનું નામ શું છે?’ અંદર ખૂબ દબાવી રાખેલો મુનિનો ક્રોધ સ્પ્રિન્ગની જેમ ઊછળીને બહાર નીકળી ગયો અને તેમણે દંડો ઊંચકીને કહ્યું, ‘હવે તું મારું નામ પૂછીશ ને તો તારું માથું ફાડી નાખીશ. તારી બુદ્ધિ ક્યાં ગઈ છે?’ મિત્રે કહ્યું, ‘બધું યથાસ્થાને છે. મારી બુદ્ધિ મારી પાસે છે અને તમારો ક્રોધ તમારી પાસે છે. આમાં કશો ફેરફાર થયો નથી. હું તો માત્ર એ જાણવા આવેલો કે તમારો ક્રોધ જતો રહ્યો છે કે હજુ મોજૂદ છે અને હવે મને ખાતરી થઈ છે કે બધું યથાવત્ છે. કશું પરિવર્તન થયું નથી. કપડાં બદલાયાં છે પણ સ્વભાવ એનો એ જ રહ્યો છે. ક્રોધ, મોહ અને લોભ હિંસાનાં સ્વરૂપો છે. તે એક યા બીજા સ્વરૂપે પ્રગટ થયા વગર રહેતાં નથી. બહાર બધું બદલી જાય, પરંતુ અંદર કશું બદલાતું નથી. ઉપરથી દબાયેલો સંયમ આત્માને રૂપાંતરિત કરતો નથી. કોઈ પણ ક્રાંતિ બહારથી અંદરની બાજુએ થતી નથી. બધી ક્રાંતિ અને પરિવર્તનો અંદરથી બહાર તરફ થાય છે. અંદરથી બદલાય તો આચરણ પણ બદલી જશે. અંદરથી પરિવર્તન થાય તો બહારનો વહેવાર બદલાઈ જશે. દમન એ બંધન છે, મુક્તિ નથી. |
Are expired medicines useless?-Altaf Patel
Potency of a medicine does not disappear like Cinderella’s carriage the day after it expires
A question I am often asked, to which it is difficult to find an appropriate answer, is: is outdated prescription medication safe to take? There are dangers of taking outdated tetracycline, an antibiotic, heart medication like nitroglycerine, which deteriorates with light, and insulin for diabetes, which also deteriorates over time.
What happens to other medicines?
Let us say that the expiry date on the bottle is October 31, will the drug lose its potency on November 1? This seems illogical. People in the chemical industry say chemicals rarely deteriorate. A laboratory analysis of eight prescription drugs that expired between 28 and 40 years ago were found to be as potent as they were when they were made.
Of the 14 compounds analysed, including aspirin, codeine, hydrocodone, phenacetin, caffeine, chlor pheniramine (an anti-allergic histamine), 12 maintained their effectiveness 336 months beyond expiry date, and eight, 480 months before their best before date.The authors of the article state that the study provides additional evidence that many prescription pharmaceuticals retain their full potency beyond their ascribed expiration dates. They also suggest that given the potential cost savings, current practices of drug expiration dating be reconsidered.
The US food and drug administration permits reasonable variation so that medications marked in the United States contain 90 to 110% of the active ingredient claimed on the label. FDA regulations do not require determination of how long a medicine can remain potent after that and so manufacturers arbitrarily establish expiration dates without really determining its shelf life.
The Shelf Life Extension Programme checks the stability of federal drug stockpiles. 88% of 122 different drugs stored under ideal environmental conditions had their expiry dates extended by more than a year,with an average extension of 66 months and a maximum extension of 278 months.
Americans spend more than $300 billion annually on prescription medicines and extending expiry dates would yield enormous savings.
In 2003, the prestigious British Medical Journal ran an article by Woolrich Burt and Sandford Smith that maintained that outdated drugs could improve the health care of poor patients. It received mixed reactions but perhaps it is even relevant today. Most drugs degrade slowly. The manufacturers of aspirin put on the pack that it will expire within 2 to 3 years of the manufacturing date but the company has tested it after 4 years of packaging and still found it 100% effective.
I believe that the potency of a medicine does not disappear like Cinderella’s carriage on the best before date. I myself would readily use medicines for cold, allergies, antacids and vitamins and pain killers after their expiry dates. I would use capsule antibiotics, barring tetracycline, a few months beyond their expiry, but I would not use liquid antibiotics and insulin. It also depends on what condition you are using the medication for, so for a serious infection I would not use an out of date antibiotic.
However,it is important to know how a medicine should be stored. Most people store them in medicine cabinets in the bathroom.
But it not the ideal place to store medicines because the medicines deteriorate faster in such cabinets because they are exposed to heat and humidity.
Courtesy : Mumbai Mirror
A question I am often asked, to which it is difficult to find an appropriate answer, is: is outdated prescription medication safe to take? There are dangers of taking outdated tetracycline, an antibiotic, heart medication like nitroglycerine, which deteriorates with light, and insulin for diabetes, which also deteriorates over time.
What happens to other medicines?
Let us say that the expiry date on the bottle is October 31, will the drug lose its potency on November 1? This seems illogical. People in the chemical industry say chemicals rarely deteriorate. A laboratory analysis of eight prescription drugs that expired between 28 and 40 years ago were found to be as potent as they were when they were made.
Of the 14 compounds analysed, including aspirin, codeine, hydrocodone, phenacetin, caffeine, chlor pheniramine (an anti-allergic histamine), 12 maintained their effectiveness 336 months beyond expiry date, and eight, 480 months before their best before date.The authors of the article state that the study provides additional evidence that many prescription pharmaceuticals retain their full potency beyond their ascribed expiration dates. They also suggest that given the potential cost savings, current practices of drug expiration dating be reconsidered.
The US food and drug administration permits reasonable variation so that medications marked in the United States contain 90 to 110% of the active ingredient claimed on the label. FDA regulations do not require determination of how long a medicine can remain potent after that and so manufacturers arbitrarily establish expiration dates without really determining its shelf life.
The Shelf Life Extension Programme checks the stability of federal drug stockpiles. 88% of 122 different drugs stored under ideal environmental conditions had their expiry dates extended by more than a year,with an average extension of 66 months and a maximum extension of 278 months.
Americans spend more than $300 billion annually on prescription medicines and extending expiry dates would yield enormous savings.
In 2003, the prestigious British Medical Journal ran an article by Woolrich Burt and Sandford Smith that maintained that outdated drugs could improve the health care of poor patients. It received mixed reactions but perhaps it is even relevant today. Most drugs degrade slowly. The manufacturers of aspirin put on the pack that it will expire within 2 to 3 years of the manufacturing date but the company has tested it after 4 years of packaging and still found it 100% effective.
I believe that the potency of a medicine does not disappear like Cinderella’s carriage on the best before date. I myself would readily use medicines for cold, allergies, antacids and vitamins and pain killers after their expiry dates. I would use capsule antibiotics, barring tetracycline, a few months beyond their expiry, but I would not use liquid antibiotics and insulin. It also depends on what condition you are using the medication for, so for a serious infection I would not use an out of date antibiotic.
However,it is important to know how a medicine should be stored. Most people store them in medicine cabinets in the bathroom.
But it not the ideal place to store medicines because the medicines deteriorate faster in such cabinets because they are exposed to heat and humidity.
Courtesy : Mumbai Mirror
Thursday, February 6, 2014
દુષ્કૃત્ય કરવું અને કરવા દેવું બંનેમાં માણસ દોષિત - મહેન્દ્ર પુનાતર
અપરાધ
કરનારા માણસો વધુ નથી, પરંતુ નિષ્ક્રિય બનીને તમાશો જોઈ રહેલા માણસો વધુ
છે. જેના કારણે ખોટાં કામ અને ગેરરીતિ કરનારાઓની હિંમત વધી છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવનની બે બાજુઓ છે. એક એનું વિધાયક રૂપ અને બીજું નિષેધકરૂપ. એક હકારાત્મક છે, બીજું નકારાત્મક. એક સક્રિય છે બીજું નિષ્ક્રિય. આ બે પહેલું પર જીવનનું ચક્ર ચાલ્યા કરે છે. જીવનમાં આપણે જે કાંઈ છીએ તેમાં આ બંનેનું પ્રદાન રહેલું છે. પાપ અને પુણ્ય પણ આ બે પાસાઓના કારણે થતું હોય છે. પાપ અને પુણ્ય કેટલીક વખત સીધી રીતે અને કેટલીક વખત આડકતરીએ રીતે તેમજ સક્રિય રહીને અથવા નિષ્ક્રિય રહીને થતા હોય છે. કાં તો આપણે કાંઈક કરીને અથવા નહીં કરીને પાપ-પુણ્યનું પોટલું બાંધતા હોઈએ છીએ. સાધારણ રીતે આપણે માનીએ છીએ કે સારું અને ખોટું, પાપ અને પુણ્ય સક્રિય રીતે જ થઈ શકે છે. આપણે કાંઈક કરીએ છીએ તેમાંથી આ ઉદભવે છે. કશું નહીં કરવાથી પણ પાપ અને પુણ્ય થઈ શકે છે તે વાત આપણી સમજમાં આવતી નથી. એક માણસ લૂંટાઈ રહ્યો છે. એક વ્યક્તિ પર જુલમ થઈ રહ્યો છે, એક જીવને મારી નાખવા કોઈ તૈયાર થયો છે અને આપણે ઊભા ઊભા જોઈ રહ્યા છીએ અને કશું કરતાં નથી તો મહાવીર કહે છે આ પાપ થઈ ગયું. આપણે નકારાત્મક રીતે કશું નહીં કરીને પાપના ભાગીદાર બની ગયા. જે બાબત આપણે રોકી શકતા હતા તે રોકી નહીં આપણે ભલે પાપ કર્યું નહીં પણ પાપને થવા દીધું. આ માટે આપણે ધર્મની દૃષ્ટિએ દોષિત છીએ. જે ખોટું કામ અને પાપ આપણે પોતે કરીએ તે માટે આપણે જવાબદાર છીએ તેમ બીજાને કરવા દઈએ તો પણ એટલા જ દોષિત છીએ. દુનિયામાં પાપ અને અપરાધ કરવાવાળા માણસો વધારે નથી, પરંતુ નિષ્ક્રિય બનીને તેમ કરવા દેવાવાળા માણસો વધારે છે. જેના કારણે ખોટાકામો અને દુષ્કૃત્યો વધ્યા છે. પાપને, દુષ્કૃત્યોને રોકવાવાળા માણસો જો હોય તો પાપ કરતા માણસો ડરે. આપણે દુષ્કૃત્યોને રોકવાની હિંમત કરતા નથી. એટલે ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને હત્યાઓ વધી રહી છે. અપરાધ કરનારો સમૂહ તો નાનો છે પણ અપરાધો પોતાની નજર સમક્ષ થતા જોઈને નિષ્ક્રિય રીતે બેસી રહેતો સમૂહ ઘણો મોટો છે. એટલે તો ટ્રેનના ભરચક ડબ્બામાં એકલદોકલ ટપોરી લૂંટીને ચાલ્યા જાય છે, પરંતુ તેને અટકાવવાની કોઈ હિંમત કરતું નથી. આ માટે લોકોને મનમાં રંજ પણ નથી. લોકો વચમાં પડીને જોખમ વહોરવા માગતા નથી. ધર્મ કહે છે દુષ્કૃત્ય કરવું અને થવા દેવું બંનેમાં માણસ દોષિત છે. જૈન ધર્મે મન, વચન અને કાયાથી કારણરૂપ આશ્રવોમાંથી ઉત્પન્ન થનારા કર્મોને રોકનાર આત્માના શુદ્ધ ભાવોને સંવર નામ આપ્યું છે અને તેના ૫૭ ભેદ બતાવ્યા છે. એટલે ૫૭ પ્રકારે કર્મોને અટકાવી શકાય છે. આમાંના આઠ સૂત્રો અંગે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આ આઠ સૂત્રો વચ્ચે રહેલો મર્મ જીવન જીવવાની કલા છે. આનાથી ધર્મને યથાર્થ રીતે જાણી શકાય છે. આમાં માણસે ક્યારે બોલવું, શું બોલવું અને કેવી રીતે બોલવું એ અતિમહત્ત્વનું છે. કેટલીક વખત માણસ શું બોલી રહ્યો છે તેની પોતાને ખબર હોતી નથી. માણસ જે કાંઈ કહે છે તેમાં તેની જાણકારી સંપૂર્ણ હોતી નથી. આમ છતાં દરેક માણસ પોતાની વાત સાચી છે એમ માનતો હોય છે એટલું જ નહીં પણ ભારપૂર્વક બીજાને ઠસાવવાનો પ્રયાસ કરતો હોય છે. આમાં અહંકારની તૃપ્તિ છે. બે જણની વાતચીતમાં પણ કોઈ કોઈનું પૂરું સાંભળતું નથી. એક બીજા પર હાવી થવાની કોશિશ થતી હોય છે. વાર્તાલાપમાં માણસો એકબીજાને સાંભળવા કરતા બોલવાનો મોકો શોધતા હોય છે અને સામા માણસને ચૂપ કરીને પોતાની વાત શરૂ કરી દેતા હોય છે. તેમનું સમગ્ર ધ્યાન આક્રમક સ્વરૂપે હોય છે. બીજાની વાત શાંતિપૂર્વક સાંભળીને તેનો જવાબ આપવા માટે સંયમ જોઈએ. માણસના બોલવામાં પણ કાંઈકને કાંઈક સલાહ હોય છે. તેમાં કાંઈક કરવા અને ન કરવા પર ભાર હોય છે. કોઈ પણ બાબતને યોગ્ય રીતે જાણ્યા વગર અથવા અજ્ઞાનમાં આપેલી સલાહ સામા માણસને મુશ્કેલીમાં મૂકી શકે છે. સત્ય શું છે તે આપણે જાણતા ન હોઈએ ત્યારે શુભ દૃષ્ટિથી આપેલી સલાહ પણ સામા માણસનું અહિત કરી શકે છે. સલાહ મફત મળે છે. જરૂરતથી વધુ મળે છે. બીજાને સલાહ અને માર્ગદર્શન આપનારા માણસોનો તોટો નથી. સલાહ આપવાથી આપણને એમ થાય છે કે આપણે જાણકાર છીએ, વધુ સમજદાર છીએ. આના કારણે ગુરુઓ અને નેતાઓ વધ્યા છે. જીવનમાં મૌનનું પણ મહત્ત્વ છે. ક્યારે ચૂપ રહેવું, મોઢું બંધ રાખવું, જરૂર પૂરતું વિચારીને બોલવું એ પણ એક આવડત છે. જીવન જીવવાની કલાના આઠ સૂત્રો છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન - નિક્ષેપ અને પારિષ્ઠાપનિકા તેમજ મન, વચન અને કાયા. આમાંના પ્રથમ પાંચ સૂત્રો વિધાયક છે અને બાકીના ત્રણ સૂત્રો નિષેધક છે. ઈર્યાનો અર્થ છે માણસ જે કાંઈ કરે તેમાં પૂરતી સાવધાની રાખે. ચાલવા ફરવાની ક્રિયામાં પણ કોઈ જીવને કશું નુકસાન ન થાય તેની કાળજી રાખે. આમાં અહિંસા ધર્મ સમાયેલો છે. જે માણસ આટલો જાગ્રત હોય તે માનવતા અને માનવ ધર્મનું ઉલ્લંઘન કરી શકે નહીં. આમાં કોઈપણ પ્રવૃત્તિ બેહોશીમાં ન થાય તેનો ખ્યાલ કરાયો છે. માણસ મોટે ભાગે જે કાંઈ કરી રહ્યો છે તેમાં બેહોશી છે. બેહોશી એટલે અવિચારી, સમજણ વગરનું પગલું પરિણામનો વિચાર કર્યાં વગર મનફાવે તેવી આડેધડ પ્રવૃતિ. આનાથી પોતાને અને બીજાને નુકસાન થઈ શકે છે. માણસ જે કાંઈ કરી રહ્યો હોય તેમાં એકાગ્રતા અને ધ્યાન ન હોય અને મન બીજે ભટકતું હોય તો તે પણ બેહોશી છે. ક્રિયાની સાથે ચેતના સંયુક્ત હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ તેના કરતા કેવી રીતે કરીએ છીએ કેવા ભાવથી કરીએ છીએ તે વધુ મહત્ત્વનું છે. માણસ જ્યારે ખરાબ કામ કરે છે ત્યારે હોશ ગુમાવી બેસે છે. મૂર્ચ્છિત બની જાય છે. હિંસામાં, હત્યામાં, જૂઠમાં, ચોરીમાં, પાપમાં અને વાસનામાં માણસ હોશમાં હોતો નથી અને અપરાધ કરી બેેસે છે. માણસ આ બેહોશીમાંથી બહાર આવે છે ત્યારે અફસોસ થાય છે. પોતાનાથી આમ કેમ થઈ ગયું એની સમજણ પડતી નથી. આપણે નશામાં અને બેહોશીમાં જીવી રહ્યા છીએ. કોઈને ધનનો, કોઈનો પદનો તો કોઈને પ્રતિષ્ઠાનો નશો છે. આ નશો આપણને સરળ રીતે સહજ રીતે જીવવા દેતો નથી. ઉપદ્રવ કરાવે છે અને છેવટે ખાઈમાં ધકેલી દે છે. બીજું સૂત્ર છે ભાષા. આમાં હોશપૂર્વક સંયમપૂર્વક ભાષાના ઉપયોગની વાત છે. આમાં સંયમ એટલી હદ સુધી હોવો જોઈએ કે જ્યાં ભાષા મૌન બની જાય અને મૌન ભાષા. શબ્દો વિના જે કહેવાનું હોય તે કહેવાઈ જાય. આમાં ભાવથી વિવેકથી બોલવાની વાત છે. આપણે બોલતા હોઈએ ત્યારે જ ભાષાનો ઉપયોગ થાય છે તેવું નથી. આપણે કશું બોલતા ન હોઈએ ત્યારે પણ અંદરખાને મનથી બોલતા રહીએ છીએ. આ મનોવ્યાપાર આપણી ઊર્જાને ખતમ કરે છે. માણસ અસ્વસ્થ છે તેનું કારણ અંદરથી વિક્ષિપ્ત છે. અંદર વિચારોના ઘોડાઓ દોડ્યા કરે છે. ત્રીજું સૂત્ર છે એષણા. આનો અર્થ છે જીવન જીવવા માટે જેટલું જરૂરી છે તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવો. જરૂરી એટલું જ સ્વીકારવું, કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. પોતાના સાધનોમાં સુખેથી રહેવું, કોઈની ઈર્ષ્યા, અદેખાઈ કરવી નહીં અને કોઈની પાસેથી કશી અપેક્ષા રાખવી નહીં. ઈચ્છાઓ અને વાસનાઓ પર અંકુશની આમાં વાત છે, જરૂર પૂરતું ભોજન, જરૂર પૂરતી ઊંઘ આરોગ્ય માટે સારી છે. વધુ ઉપયોગ એટલે વઘુ ભોગ અને વધુ ભોગ એટલે વધુ રોગ. આદાન-નિક્ષેપ, આ સૂત્રમાં પોતાના કામમાં આવનારી ચીજોનો એવી રીતે ઉપયોગ કરવો જેમાં હિંસા અને બીજાને હાનિ ન થાય. કોઈ વસ્તુ ન હોય તો ચલાવી લેવું. આ વસ્તુ જોઈએ જ એવો આગ્રહ રાખવો નહીં. આમાં પરિગ્રહની વાત છે. કોઈ પણ વસ્તુ વસ્ત્રો, ઝવેરાત કે કોઈ કિંમતી ચીજો પ્રત્યેનું મમત્વ દૂર કરવાની બાબત છે. હોય તો વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને ન હોય તો નિરાશ થવું નહીં. પાંચમું સૂત્ર છે પારિષ્ઠાપનિકા. આમાં સ્વચ્છતાની, પર્યાવરણની વાત છે. શરીરનો મેલ કચરો કોઈને નુકસાનરૂપ ન બને ચોખ્ખાઈ જળવાય, વનસ્પતિ, ઝાડ-પાનનું સંવર્ધન થાય. અન્ન-પાણીનો સંયમપૂર્વક ઉપયોગ વગેરે બાબતો છે અને પર્યાવરણ જીવન માટે અત્યંત જરૂરી છે. બીજા ત્રણ સૂત્રો છે મન, વચન અને કાયા-શરીર. આ ત્રણેથી પાપ થતું અટકાવવું. મનનો ફેલાવો અટકાવવો. મન ભટકતું રહે છે તેને અટકાવવું. સુખ, દુ:ખ મનના ઉપદ્રવો છે. મનને ઈચ્છા , એષણા અને વાસનામાં ભટકતું અટકાવવાની આમાં વાત છે. વચન એટલે શબ્દોની જાળને ફેલાવવી નહીં, નિરર્થક પ્રલાપ કરવો નહીં. સત્ય બોલવું. અપ્રિય ઉચ્ચારણો કરવા નહીં. જીભે અનેક અનર્થો સર્જ્યા છે. વાણીને સંયમમાં રાખવી. છેલ્લું સૂત્ર છે કાયા એટલે શરીર. તેનું ગોપન કરવું. પ્રદર્શન કરવું નહીં. આમાં વસ્ત્રોની મર્યાદા શરીરની સ્વચ્છંદ ક્રિયાનો ત્યાગ અને શરીરશુદ્ધિની વાત છે. શરીરને મધ્યમમાં રાખવું, કાયાને ફેલાવવી નહીં, રૂપનું અભિમાન કરવું નહીં. ખાવા-પીવામાં સંયમ રાખવો અને શરીર સૌષ્ઠવ જાળવવાનો આમાં બોધ છે. ધર્મના, ચારિત્ર નિર્માણના આ સૂત્રો છે. સાથે સાથે આમાં મનશુદ્ધિ, વિચારશુદ્ધિ અને શરીરશુદ્ધિ છે. આ સાધના છે. કર્મોની શૃંખલાને તોડવાની પ્રક્રિયા છે. |
Subscribe to:
Posts (Atom)
