‘સર,
મારા મિત્રો મને કહ્યા કરે છે કે ભારતનું બંધારણ (સંવિધાન,
કૉન્સ્ટિટ્યુશન) મેં ઘડ્યું છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બંધારણને
બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ. મારે એ નથી જોઈતું. એ કોઈનુંય ભલું
કરે એમ નથી...’
બે-ચાર હાર્ટ ઍટેક સામટા આવી જાય એવી હકીકત એ છે કે આ શબ્દો ‘ભારતના બંધારણના ઘડવૈયા’ તરીકે જેમને સ્થાપી દેવામાં આવ્યા છે તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકરના છે. આ શબ્દોના સંદર્ભો માટે જુઓ: પ્રોસીડિંગ્સ ઑફ ધ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (રાજ્યસભા), ૨ સપ્ટેમ્બર ૧૯૫૩, - કૉલમ: ૮૬૪-૮૦ અને ૩ સપ્ટેમ્બર, ૧૯૫૩ - કૉલમ: ૯૯૭-૧૦૦૩. આંધ્ર પ્રદેશની નોખા રાજ્ય તરીકે રચના અંગે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો બોલાયા. આંબેડકર આવેશમાં આ શબ્દો બોલી ગયા હતા? ના. એ આપણે પાછળથી જોઈશું. આંબેડકરના આ વિધાન અંગે પ્રતિક્રિયા આપતાં તે વખતના મદ્રાસ રાજ્યના યુવાન સભ્ય કે. એસ. હેગડેએ (પાછળથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને તે પછી લોકસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા) રાજ્યસભાના સભ્યો સમક્ષ કહ્યું હતું કે જેમને એક પ્રધાન તરીકે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે પોતે જ બંધારણને બાળી નાખવાની વાત કરતા હોય તે ભારે આઘાતજનક કહેવાય. હેગડેએ કહ્યું, ‘તેઓ (આંબેડકર) શું સારો દાખલો બેસાડી રહ્યા છે? મને દુ:ખ થાય છે કે ડૉ. આંબેડકર ગૃહની નિંદા કરીને ગૃહમાંથી બહાર નીકળી ગયા. તેઓ જો ગૃહને હલકું ચીતરવા માગતા હોય તો એમના નિવેદનની પ્રતિક્રિયા સાંભળવાની તૈયારી પણ એમનામાં હોવી જોઈએ. બહુ જ હળવા શબ્દો વાપરીને હું કહું તો આંબેડકર જ્યારે કહે છે કે આ બંધારણ સાથે પોતે સહમત થતા નથી ત્યારે તેઓ નિર્લજ્જપણે એવી ઘોષણા કરે છે કે એક બનાવટને, એક ઠગાઈને, છેતરામણીને તેઓ શાશ્વતી બક્ષી રહ્યા છે. એમની આખી જિંદગી આવા અનેક વિરોધાભાસોથી ખીચોખીચ છે. આરંભે તેઓ જાતિવાદના જોરે આગળ આવવા મથ્યા અને હવે એ ભૂતકાળમાંથી બહાર નીકળવા માટે ઘણું મોડું થઈ થઈ ચૂક્યું છે. મને એમના માટે માત્ર દયા આવે છે...’ કે. એસ. હેગડેના વિધાનનું છેલ્લેથી બીજું વાક્ય સૂચક છે. આંધ્ર પ્રદેશની રચના કરવાની ચર્ચા દરમ્યાન આંબેડકરે ભાષાવાદ અને જાતિવાદને કારણે દેશના ટુકડેટુકડા ન થઈ જાય એ વિશે સલાહો આપી હતી. આંબેડકરના રાજયસભામાં બોલાયેલા પેલા શબ્દો, ક્ષણિક આવેશ નહોતો. આ જ શબ્દો એમણે ત્રણ વર્ષ પછી, પોતાના મૃત્યુ (છ ડિસેમ્બર, ૧૯૫૬ના થોડાક મહિના અગાઉ રાજકીય બાબતોના અભ્યાસી તથા જીવનકથાકાર માઈકલ બ્રેકરને કહ્યા હતા. બ્રેકરે આંબેડકરના એ શબ્દોને ઑફસફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘નેહરુ અ પોલિટિકલ બાયોગ્રાફી’ના ૪૨૩મા પાને ટાંક્યા છે. ભારતનું નવું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભાની રચના કરવા માટે પ્રાંતીય ધારાસભાઓની ૧૯૪૬માં ચૂંટણી થઈ. કુલ ૧૫૮૫ બેઠકોમાંથી આંબેડકરના શેડયુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને માત્ર એક જ બેઠક મળી. એટલું જ નહીં, બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૫ બેઠકોમાંથી ક્યાંય આંબેડકરના ફેડરેશનને સમ ખાવા પૂરતી એક બેઠક પરથી પણ જીત ન મળી. છેવટે, ધનંજય કીર દ્વારા લખાયેલી આંબેડકરની જીવનકથામાં જણાવ્યા મુજબ, આંબેડકર મુસ્લિમ લીગની મદદ લઈને બંગાળમાંથી ચૂંટાયા. પણ પછી તો બંગાળના ભાગલા થયા એટલે આંબેડકરનો મતવિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જવાનો થયો. આંબેડકરના સદનસીબે કૉન્ગ્રેસે નવ-ભારતની રચનાની આગલી સંધ્યાએ આ તમામ ખરડાયેલો ભૂતકાળ દાટી દેવાનું નક્કી કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ સ્ટેટના તે વખતના મુખ્ય પ્રધાન બી. જી. ખેરને સૂચના આપી અને તે મુજબ મુંબઈની બેઠક પરના લાયક ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા માટે સમજાવી દેવામાં આવ્યા અને આંબેડકર મુંબઈથી ચૂંટણી જીતીને બંધારણીય સભામાં જાય એવી સગવડ કરી આપવામાં આવી. આંબેડકર પોતે પહેલેથી જ બંધારણીય સભાની રચનાના વિરોધી હતા. ૧૯૪૫ની ૭મી મેએ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને એક ઠરાવ પસાર કર્યો હતો જેના શબ્દો આંબેડકરના પોતાના હતા. એ ઠરાવમાં સપ્રુ કમિટીએ કરેલા બંધારણીય સભા રચવાના સૂચનને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું હતું. બંધારણીય સભા બોલાવવાના મૂળભૂત વિચારનો જ એ ઠરાવે વિરોધ કર્યો હતો. આંબેડકરના આ વિચારો ૧૯૪૬ના આખાય વર્ષ દરમ્યાન પણ રહ્યા. ૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે બંધારણીય સભાની પ્રથમ બેઠક મળી તેના થોડાક દિવસ પહેલાં પણ આંબેડકર બંધારણીય સભાનો વિરોધ કરતા રહ્યા. આ બાબતના પુરાવા તમને ‘ટ્રાન્સફર ઑફ પાવર’ના નવમા ગ્રંથના પૃષ્ઠ ૧૯૭-૬૯૮ પરથી મળે છે. બંધારણીય સભાની પ્રથમ બેઠકના માંડ પખવાડિયા પહેલાં, નવેમ્બર, ૧૯૪૬માં, આંબેડકર મુસ્લિમ લીગની સાથે મળીને બંધારણીય સભાના તીવ્ર વિરોધનો જુવાળ ફેલાવે એવી પૂરેપૂરી શક્યતા હતી. ૨૭ નવેમ્બર, ૧૯૪૬ના રોજ રવાના થયેલા ‘પ્રાઈવેટ ઍન્ડ સીક્રેટ’ સંદેશામાં વાઈસરૉય લૉર્ડ વેવલે બ્રિટનના વિદેશ પ્રધાનને જણાવ્યું: ‘ધ ઑલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન (જેના આંબેડકર સર્વેસર્વા હતા) દ્વારા જાહેરાત થઈ છે કે ટૂંક સમયમાં જ તેઓ નિર્ણય લેશે કે બંધારણીય સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો કે નહીં, અત્યારે તો તેઓ એવું જ કરશે એવું લાગે છે, અને જો તેઓ એવું કરે તો એનો અર્થ એ થશે કે તેઓ મુસ્લિમ લીગ સાથે ભળી ગયા છે.’ આ વાતની જાણ ભારતની આઝાદી માટે લડી રહેલા સૌ નેતાઓને હતી. રાજકારણમાં વિરોધીઓને પોતાની પાંખમાં લઈ લેવાનો કે ચૂપ કરી દેવાનો શ્રેષ્ઠ ઉપાય ક્યારેક એ પણ હોય છે કે વ્યક્તિ જેનો વિરોધ કરી રહી હોય એ જ જવાબદારી એને સોંપી દેવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના કિસ્સામાં એવું જ બન્યું હતું. |
૧૪
મે, ૧૯૪૬ના રોજ બ્રિટિશ કેબિનેટ મિશનના એક સભ્ય એ.વી. એલેક્ઝાન્ડરને
બાબાસાહેબ આંબેડકરે લખેલો એક પત્ર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત
બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ક્રમના
ગ્રંથમાં પૃ. ૪૯૨થી ૪૯૯ સુધી પ્રગટ કર્યો છે. આ પત્રમાં આંબેડકર લખે છે:
‘અછૂતોને (બાબાસાહેબે અનટચેબલ્સ શબ્દ વાપર્યો છે) કારણે જ બ્રિટિશર્સ ભારત
પર રાજ કરી શક્યા છે, ઘણા બ્રિટિશર્સ માને છે કે ક્લાઈવ-હેસ્ટિંગ્સ-વગેરે
જેવાઓને કારણે અંગ્રેજો ભારત સર કરી શક્યા. આ ખોટી વાત છે. અંગ્રેજો દ્વારા
ભારત જિતાયું છે - ભારતીય લશ્કરથી અને તે એવા લશ્કરથી જેમાં તમામ સૈનિકો
અછૂત હતા. અછૂતોએ બ્રિટિશને ભારત પર કબજો જમાવવામાં મદદ ન કરી હોત તો ભારત
પર અંગ્રેજ શાસન આવી શક્યું ન હોત. પ્લાસીની લડાઈનો જ દાખલો લો, જેને કારણે
ભારતમાં બ્રિટિશ શાસનનાં મૂળિયાં નખાયાં. અથવા તો ખડકીની લડાઈનો દાખલો લો.
આ બેઉ નિર્ણાયક લડાઈઓમાં બ્રિટિશો વતી જે સૈનિકો લડ્યા તે બધા જ અછૂતો જ
તો હતા...’
ગ્રંથ ૯ના પૃષ્ઠ ૬૩થી ૬૭ પર આંબેડકરે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (ગોળમેજી પરિષદ) દરમિયાન બ્રિટિશ વડા પ્રધાનને સંબોધીને કરેલા પ્રવચનનો પાઠ આપવામાં આવ્યો છે: ‘વડા પ્રધાનશ્રી, એક બાબતની સ્પષ્ટતા કરવાની મને રજા આપો. બ્રિટિશે ભારતીય પ્રજાને તાબડતોબ સત્તા સોંપી દેવી જોઈએ એવી માગણી કરતી લડત દલિતોએ ક્યારેય શરૂ કરી નથી કે એ માટે (આઝાદી માટે) દલિતો આતુર પણ નથી અને બૂમરાણ મચાવતા પણ નથી. સાદી રીતે કહું તો રાજકીય સત્તા મરણ માટે (અર્થાત્ આઝાદી માટે) અમને સહેજ પણ તાલાવેલી નથી, આતુરતા નથી (વી આર નૉટ ઍન્કસિયસ ફૉર ટ્રાન્સફર ઑફ પોલિટિકલ પાવર).
અહીં જરા વાર અટકીને બાબાસાહેબ આંબેડકરના રાજકારણમાંથી ફોકસ હટાવીને એમના ધર્માંતર તરફ નજર કરી લઈએ. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેની પાછળ એમની ઊંડી સમજણને બદલે ઊંડી ગણતરી હતી એવું કહેવું વધુ યોગ્ય ગણાશે. આંબેડકરે જે પ્રકારના બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તેમાં અને મૂળભૂત બૌદ્ધ ધર્મમાં જમીન-આસમાનનો તફાવત છે. બૌદ્ધ ધર્મના જેવી ઉમદા ફિલસૂફીથી કોઈપણ વિચારવંત વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. આંબેડકરે જો એ જ ફિલસૂફીનો પ્રચાર દલિતોમાં કર્યો હોત તો પણ એમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એમ કહેવાત.
અરુણ કાંબળે નામના પ્રૉફેસરે બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે સારું એવું સંશોધન કર્યું છે. એમની રિસર્ચનું એક તારણ એવું છે કે આંબેડકર હિંદુ મટીને શીખ બનવા માગતા હતા. આંબેડકરે કહ્યું હતું, ‘હું હિન્દુ ધર્મ નહીં પાળું, મુસલમાન પણ નહીં બનું. મારા માટે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ ત્રીજો ધર્મ છે જ નહીં.’
પણ આવું જાહેર કરતાં પહેલાં, એટલે કે ૧૯૪૦-૪૧ની સાલ પહેલાં, આંબેડકરે શીખ ધર્મ અપનાવવા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો ત્યારે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના આગેવાનોએ એમને પોતાની પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ એ બેઉ ધર્મોમાં આંબેડકરને રસ નહોતો પડ્યો. આ વિશે આંબેડકરે કરેલું મનોમંથન જાણવા જેવું છે. પ્રૉફેસર કાંબળે દ્વારા સંશોધિત પત્રોમાંના એક પત્રમાં આંબેડકર પોતાના એક સાથીને લખે છે:
‘હરિજનો હિંદુ ધર્મ છોડીને શીખ બનશે તો તેઓ હિંદુ સંસ્કૃતિમાં જ ગણાશે, પરંતુ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જશે તો હિંદુ સમાજમાંથી તેઓ ફેંકાઈ જશે.’
પ્રૉફેસર કાંબળેએ અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કર્યું છે કે આંબેડકરે પોતાના સંખ્યાબંધ અનુયાયીઓ સાથે શીખ બનવાનો નિર્ણય કરી નાખ્યો હતો. પણ ગાંધીજીએ એ વિચારનો વિરોધ કર્યો હતો. તે વખતે દક્ષિણના હરિજન નેતાઓ ડૉ. શંકરાચાર્ય કુર્ટકોટ્ટી તથા આર. બી. રાજા પણ હાજર હતા. પણ આંબેડકરને ગાંધીજીની દલીલો ગળે ઊતરતી નહોતી. શીખ ધર્મ અંગીકાર કરવાના સંદર્ભે આંબેડકરે ૧૯૩૬માં ઈંગ્લૅન્ડનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યાંની શીખ સંસ્થા તરફથી એમને ખર્ચ પેટે રૂ. ૭,૦૦૦ આપવામાં આવ્યા હતા જેની નોંધ અમૃતસરના ગુરુદ્વારા ગૅઝેટમાં જોવા મળે છે.
આંબેડકર માનતા કે હિંદુ તથા ઈસ્લામ ધર્મની કેટલીક સારી વાતોને શીખ ધર્મે પોતાનામાં સમાવી લીધી છે. તમામ કોટિના શીખો લંગરમાં એકસાથે કોઈ ભેદભાવ વિના જમવા બેસતા એ પ્રથા પણ એમને ગમતી.
આમ છતાં આંબેડકરને કેશ વધારવાની અને હાથે પહેરવાના કડાની શરત ગમતી નહોતી. તેઓ માનતા કે આધુનિક જમાનામાં આ બે શરતો અગવડરૂપ છે. કિરપાણ સામે એમને વાંધો નહોતો. શીખ પ્રજાની બહાદુરી માટે એમને માન હતું. જોકે, શીખ ધર્મમાં વપરાતી ગુરુમુખી લિપિ અંગે આંબેડકરને બહુ સંતોષ નહોતો. એમને લાગતું કે મહારાષ્ટ્રમાં શીખ બનનારા લોકો ગુરુમુખી લિપિ અને પંજાબી ભાષા વિના ચલાવી શકે એમ છે.
આંબેડકર શીખ ધર્મ અપનાવવા વિશે ભારે મનોમંથન કરી રહ્યા હતા એ જ અરસામાં એમને જાણ થઈ હતી કે શીખોમાં પણ પછાત કોમ જેવું હોય છે. એક બાજુ તેઓ એ હકીકતથી પ્રભાવિત હતા કે ગુરુ ગોવિંદસિંહે પોતાના લશ્કરમાં ઘણા બધા અસ્પૃશ્યોને સ્થાન આપ્યું હતું. પણ શીખોમાં પછાત કોમ અને છૂતાછૂતની સમસ્યા હોય એ વાત એમને કનડતી રહી. આ જ અરસામાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ વધતાં એમને જાણ થઈ કે બૌદ્ધધર્મીઓ વર્ગભેદમાં માનતા નથી અને ભીમરાવમાંથી તેઓ ભીમસિંહ થતાં થતાં રહી ગયા.

|
||||||
બાબાસાહેબ સારા વ્યકિત હતા અને રહેશે જય ભીમ
ReplyDelete