Wednesday, February 27, 2013

હું કહું એ જ સાચું, બીજું બધું ખોટું -- મહેન્દ્ર પુનાતર

માણસને ધનનું, અહંકારનું અને મોટાઈનું પડ વળગેલું છે. તે સુખચેનથી જીવવા નથી દેતું આ જગત કૂતરાની પૂંછડી જેવું છે, અનેક મનુષ્યો હજારો વર્ષથી તેને સીધું કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે પણ તે વાંકું ને વાંકું જ રહ્યું છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ચહેરા ઉપર ચહેરા જોયાં

માણસ ઉર્ફે મહોરાં જોયાં

છે અસતને અહીંયા રાહત

સતની ઉપર પહેરા જોયા

સીધા સાદા માણસને મેં

સાગરથી પણ ગહેરા જોયા

મૌનને મારા સમજે કોણ

કાનોવાળા બહેરા જોયાં

વર્ષો પહેલાં તે લખેલા

કાગળ આજે કોરા જોયાં

ડૉ. ઈન્તેખાબ અન્સારીની આ રચના જીવનની વાસ્તવિક્તાનો ખ્યાલ આપે છે. આ જગતમાં માણસ અનેક ચહેરા લગાવીને બેઠો છે તેને ઓળખવાનું મુશ્કેલ છે. માણસ જેવો છે તેવો દેખાતો નથી. લોકો વાંકું પડે ત્યારે વાતવાતમાં કહેતા હોય છે ‘તમને આવા નહોતા ધાર્યા’. વર્ષોનો સંબંધ હોવા છતાં કેટલીક વખત માણસને ઓળખી શકાતો નથી. સીધો સાદો દેખાતો માણસ પણ આટલો ઊંડો હશે તે કળી શકાતું નથી. આ જગતમાં અસત્ય સત્યના વાઘા પહેરીને ચાલી રહ્યું છે અને સત્યને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.

આપણે શબ્દોમાં જીવીએ છીએ એટલે મૌનની, હૃદયની ભાષાને આપણે સમજી શકતા નથી. શબ્દોની ભાષા શિષ્ટાચારની ભાષા છે, હૃદયની ભાષા પ્રેમની ભાષા છે. સત્ય આજે ડરામણું બની ગયું છે. તેનો સામનો કરવો મુશ્કેલ છે. સાચું સાંભળવાનું આવે છે ત્યારે લોકો આંખ આડા કાન કરે છે. સ્વાર્થ આવે ત્યારે સત્ય-અસત્ય, સારું-નરસું, શુભ-અશુભ બધા ભેદ ભુલાઈ જાય છે. સમયની સાથે સંબંધો પણ વિસરાઈ જાય છે.

આ જગતમાં લોકો એકબીજાને સુધારવા મથી રહ્યા છે, પરંતુ પોતાની જાતને સુધાર્યા વગર જગતને સુધારવાનું મુશ્કેલ છે. આપણાં પોતાનામાં પરિવર્તન આવી જાય તો જગતમાં પરિવર્તન થયેલું જ લાગશે. આજે કોઈ પણ પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે લોકો જાતજાતની સલાહ આપશે. સલાહ એક એવી વસ્તુ છે જે આપવી ગમે છે, લેવી ગમતી નથી. કેટલાક લોકો આ માટે આગ્રહશીલ હોય છે, આપણે તેમની સલાહ ન સ્વીકારીએ તો તેમને માઠું લાગી જાય છે. આમાં કાંઈ આડું થઈ જાય તો તેઓ આપણને ધમકાવે છે. ‘મારી સલાહ માની હોત તો આ હાલત ન થાત.’ બીમારી આવી ગઈ, આર્થિક મુશ્કેલી પડી કે વહેવારનો કોઈ પ્રશ્ર્ન ઊભો થયો તો સમાજમાં રહેલા આવા કાજીઓ આપણને જાતજાતની સલાહ આપીને આપણું મગજ ખરાબ કરી નાખે છે. દરેક માણસને એમ લાગે છે કે પોતે કંઈક જાણે છે, સમજે છે, બીજા કરતા વધુ અનુભવી છે, કંઈક વિશેષ છે. આવા ભ્રમમાં એ રાચે છે. સાચું સાંભળવાનું કોઈને ગમતું નથી. વખાણ અને પ્રશંસાયુક્ત વાતો સાંભળવાનું સૌને ગમે છે. દરેક માણસ પોતાના લાભની, સ્વાર્થની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હોય છે. બીજી બધી વાતો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે.

દરેક માણસ માને છે કે પોતે કહે તે સાચું છે. સમાજમાં પોતાનો કક્કો સાચો ઠેરવવા જાતજાતના પેંતરા થતા હોય છે. કોઈ પોતાની કહેવાતી સાચી વાત ન માને ત્યારે અહમ્ ઘવાય છે. કેટલાકને તેમાં પોતાનું અપમાન લાગે છે. મોટાભાગનાં મનદુ:ખો આમાંથી ઊભા થતાં હોય છે. કોઈ કાંઈ સંભળાવી જાય, ઊંચા સાદે બોલે, ઠપકો આપે કે ટીકા કરે ત્યારે માણસનું મન ઘવાય છે. મનના ઘા જલદીથી રૂઝાતા નથી. પોતાનું અપમાન કે અવહેલના થઈ હોય તેનો બદલો લેવાનો માણસ મોકો શોધતો હોય છે. કટુ વચનો દ્વારા એકબીજાને પરાસ્ત કરવા પ્રયાસો થતા હોય છે. આ બધાના મૂળમાં એક જ વાત હોય છે - હું કહું એ સાચું બીજું બધું જુઠું. સંબંધો અને વહેવારોમાં આવી નાની નાની અણગમતી વાતો ભૂલાતી નથી. આવી નકામી વાતોથી પૂર્વગ્રહનાં જાળાં ગૂંથાતાં હોય છે. કોઈ પણ માણસ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય ત્યારે તેની કોઈ વાત સમજવા મગજ તૈયાર હોતું નથી. દરેક માણસ પોતાની રીતે બીજાને મૂલવવાનો પ્રયાસ કરે છે. માણસનું પોતાનું એક આભાસી જગત હોય છે, તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બને છે.

માણસ પોતાના ખ્યાલો અને ખ્વાબોમાં જીવતો હોય છે. હકીકતમાં જે થઈ શકતું નથી તે સ્વપ્નો દ્વારા પરિપૂર્ણ કરવાનો મિથ્યા પ્રયાસ થતો હોય છે. માણસ પોતાની અધૂરપ અને નબળાઈ છુપાવવાનો પ્રયાસ કરતો હોય છે, એટલે તેને બહારનો દેખાવ કરવો પડે છે. માણસ આજે દુ:ખી અને પરેશાન છે તેનું કારણ તે પોતાની રીતે જીવતો નથી. માણસને ધનનું, અહંકારનું, અભિમાનનું, મોટાઈનું પડ વળગેલું છે. આ પડ માણસને સુખચેનથી જીવવા દેતું નથી. આમાં જરાક ટાંચણી ભોંકાય તો ઊંડા ઘા પડી જાય છે. જે કંઈ લાયકાત મુજબ મળે છે તે ટકી રહે છે. દંભ અને દેખાવ દ્વારા જે ઊભું થાય છે તે પાણીના પરપોટા જેવું છે. તે લાંબો સમય ટકતું નથી. આમ છતાં માણસો કીર્તિ, પદ, પ્રતિષ્ઠા અને માન-મોભો મેળવવા હવાતિયાં મારતા હોય છે. માણસ હાંફી જાય, થાકી જાય, પણ આ દોડ બંધ થતી નથી. આપણે દુનિયાની ચિંતા છોડી દઈએ, જેને જે કહેવું હોય તે કહે - મન પર વાત ન લાવીએ, બીજાની બાબતમાં માથું ન મારીએ અને આપણી પોતાની રીતે આગળ વધતા રહીએ તો જીવન સુખનો સાગર છે. બાલાશંકર કંથારિયાની એક રચના આમાં બોધરૂપ છે...

ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુ:ખ વાસે તો

જરાયે અંતરે આનંદ ઓછો ન થવા દેજે

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો

જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

આ જગતમાં જે કાંઈ બને સુખ દુ:ખ તે પ્રભુની પ્રસાદી ગણીને સ્વીકારી લેવાનું હોય છે. જીવનમાં અંતરાયો આવવાના છે. ચડ-ઊતર, સફળતા-નિષ્ફળતા એ જીવનનો ભાગ છે. તેમાંથી વ્યથિત થવાની જરૂર નથી. આ જગત જેવું છે તેવું રહેવાનું છે. તે કૂતરાની પૂંછડી જેવું વાંકું છે. તેને ગમે તેટલું સીધું કરવાનો પ્રયાસ કરો તો પણ એ વાંકું રહેવાનું છે. આ અંગે સ્વામી વિવેકાનંદની એક દૃષ્ટાંતકથા પ્રેરક છે.

એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. ધન મેળવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. તેણે સાંભળ્યું હતું કે ભૂત-પ્રેતને વશ કરવામાં આવે તો જોઈતું બધું મળી રહે. અલાઉદ્દીનના ચિરાગ જેવા જીનની શોધમાં તે નીકળ્યો અને કઠીન સાધના કરી. આ સાધનામાં એક સિદ્ધ મહાત્મા મળી ગયા. આ માણસે પોતાની ઈચ્છા દર્શાવી.

મહાત્માએ પ્રથમ તો તેને ના પાડી અને કહ્યું આ લફરામાં પડતો નહીં. દુ:ખી થઈ જઈશ. શાંતિથી ઘેર ચાલ્યો જા. આમાં પડવા જેવું નથી, પણ આ માણસ માનવા તૈયાર થયો નહીં અને ખૂબ આજીજી કરવા લાગ્યો કે એક વખત મારી આ મનોકામના પૂર્ણ કરો.

મહાત્માએ છેવટે કંટાળીને એક તાવીજ આપ્યું અને કહ્યું; આ તાવીજ તારી પાસે રાખ અને હું કહું તે મંત્ર ત્રણ વખત બોલજે એટલે જીન તારી પાસે આવી જશે, પરંતુ એક વસ્તુ યાદ રાખજે એને રાત દિવસ કામ આપ્યા કરજે. એને નવરો રહેવા દેતો નહીં, નહીંતર તને ભરખી જશે.

પેલા માણસે વિચાર્યું કે મારી પાસે ઘણા કામ છે, મારે ઘણું મેળવવાનું છે. એ નવરો ક્યાં રહેવાનો છે. તેણે મહાત્માની રજા લીધી અને ઘેર ગયો. તાવીજ હાથમાં રાખીને ત્રણ વખત મંત્રનો જાપ કર્યો અને ખરેખર જીન તેની સમક્ષ હાજર થઈ ગયો અને બોલ્યો માલિક શી આજ્ઞા છે?

આ માણસ જે કાંઈ કામ સોંપે તેને તે પલકવારમાં કરી આપતો હતો. ધન સંપત્તિ, મહેલાતો, આભૂષણો જે માગ્યું તેણે હાજર કર્યું. જે કંઈ હુકમ થતો તે થોડી વારમાં હાજર થઈ જતું હતું. આ માણસે મેળવવા જેટલું બધું મેળવી લીધું. મોટાં કામો પણ તે ક્ષણ વારમાં પૂરા કરી આપતો હતો. માણસ હવે કામ આપતાં પણ થાકી ગયો. તેને નવરો બેસવા દેવાય નહીં, માણસની ચિંતા વધી ગઈ, તે ખૂબ પરેશાન થઈ ગયો, રોજ તેને શું કામ સોંપવું, તેનું જીવવું મુશ્કેલ થઈ ગયું.

તે પાછો મહાત્મા પાસે ગયો અને કહ્યું મને આમાંથી બચાવી લો. મારે કંઈ જોઈતું નથી, મારી પહેલાની જિંદગીમાં મને પાછો મૂકી દો.

મહાત્માએ કહ્યું; મેં તને પહેલા જ કહ્યું હતું કે આમાં પડ નહીં, હવે એક ઉપાય છે. જો આ સામે કૂતરું ઊભું છે ને તેની પૂંછડી સીધી કરવાનું કામ તેને સોંપી દે. લાખ ઉપાય કરશે તો પણ એ સીધી નહીં થાય અને તે સતત કામમાં રહેશે.

પેલા માણસે જીનને આ કામ સોંપી દીધું. જીને કૂતરાની પૂંછડી પકડી અને ખૂબ સાવધાનીપૂર્વક સીધી કરી પણ તેના પરથી હાથનું દબાણ જરાક ઓછું થયું કે તે વાંકી ને વાંકી, હવે જીન પરેશાન થઈ ગયો.

આ જગત પણ કૂતરાની પૂંછડીની જેમ વિચિત્ર અને વાંકું છે, અનેક મનુષ્યો હજારો વર્ષથી તેને સીધું કરવાનો પ્રયત્ન કરતા આવ્યા છે, પણ તે વાંકું ને વાકું રહ્યું છે. હજારો ઉપાય કરો, તે સીધું થવાનું નથી અને તેને સીધું કરવાની જરૂર પણ નથી. જરૂર છે આપણે પોતે સીધા થઈ જવાની. આપણે સુધરીશું તો જગત સુધરેલું દેખાશે. આપણામાં પરિવર્તન આવ્યું તો બધું બદલાઈ જશે. આપ ભલા તો જગ ભલા...

Sunday, February 10, 2013

Afzal Guru interview of 2006.

Posted On Sunday, February 10, 2013 at 10:53:56 AM
Afzal Guru was hanged  on 9th Feb 2013. What he had to say about the attack on Parliament

The media constantly played the tape.The police officers received awards.

Hear the other side too. In 2006, Vinod K. Jose met Afzal Guru inside Tihar jail for a rare interview. These are the edited excerpts...



A rusted table, and behind it, a well-built man in uniform holding a spoon in his hand. Visitors, all of them looked habituated to the procedure, queued up to open their plastic bags containing food, allowing it to be smelled, sometimes even tasted. The security man’s spoon swam through curries thick with floating grease - malai kofta, shahi paneer, aalu baingan, and mixed vegetables.
As the visitors opened tiny bags of curries, the spoon separated each piece of vegetable from the other mechanically. After ‘frisking’ the food of a middle-aged woman, the spoon was dipped in water in a steel bowl nearby. It then moved to the plastic bags of the next person in the queue, a boy in his early teens.

By this time, the water in the steel bowl had acquired all kinds of colours, the floating oil setting off rainbow hues in the light of the winter afternoon.

Around 4.30 pm, it was my turn. The man left the spoon on the table and frisked my body, top to bottom, thrice, thoroughly. When the metal detector made a noise, I had to remove my belt, steel watch, and keys.

The man on duty bearing the badge of the Tamil Nadu Special Police (TSP) looked satisfied. I was allowed to enter now. This was the fourth security drill I had to go through to get into the High Risk Ward of Prison No. 3 in Tihar Central Prison. I was on my way to meet Mohammad Afzal, one of the most talked about men in contemporary times.

I entered a room with many tiny cubicles. Visitors and inmates were separated by a thick glass and iron grills. They were connected through microphones and speakers fixed on the wall. But the audibility was poor, and people on either sides of the glass strained their ears, touching them to the wall to listen to each other. Mohammad Afzal was already at the other side of the cubicle.

His face gave me an impression of unfathomable dignity and calmness. He was a slight, short man in his mid-thirties, wearing a white kurta-pyjama, with a Reynolds pen in his pocket. A very clear voice welcomed me with the utmost politeness.


“How are you, sir?”

I said I was fine. Was I to return the same question to a man on deathrow? I was apprehensive for a second, but I did. “Very fine. Thank you sir,” he answered with warmth. The conversation went on for close to an hour, and continued a fortnight later with a second mulakat. Both of us were in a hurry to answer and ask whatever we could in the time we had. I continuously scribbled in my tiny pocket book. He seemed to be a person who wanted to say a lot of things to the world. But he often reiterated his helplessness to reach people from the current stature of ‘condemned for life’. Excerpts of the interview.


There are so many contradicting images of Afzal. Which Afzal am I meeting? Is it? But as far as I’m concerned there is only one Afzal. That is me. Who is that Afzal?

(A moment’s silence.)
Afzal is a young, enthusiastic, intelligent, idealistic young man. Afzal, a Kashmiri influenced, like many thousands in the Kashmir Valley, in the political climate of early 1990s.

Who was a JKLF member and crossed over to the other side of Kashmir, but in a matter of weeks got disillusioned and came back and tried to live a normal life, but was never allowed to do so by the security agencies, who inordinate times picked me up, tortured the pulp out of me, electrocuted me, dipped in petrol, smoked in chillies you name it.

And falsely implicated in a case, with no lawyer, no fair trial, finally condemned to death. The lies the police told was propagated by you in the media. And that perhaps created what the Supreme Court referred to as “collective conscience of the nation”. And to satisfy that “collective conscience”, I’m condemned to death. That is the Mohammad Afzal you are meeting.

(After a moment’s silence, he continued.)

But I wonder whether the outside world knows anything about this.


Can we begin with your life? Your life before the case…

It was a turbulent political period in Kashmir when I was growing up. Maqbool Bhatt was hanged. The situation was volatile. The people of Kashmir decided to fight an electoral battle once again to resolve the Kashmir issue through peaceful means. Muslim United Front (MUF) was formed to represent the sentiments of Kashmiri Muslims for the final settlement of the Kashmir issue.

Administration at Delhi was alarmed by the kind of support that MUF was gaining, and in the consequence, we saw rigging in the election on an unprecedented scale.

And the leaders who took part in the election and won by a huge majority were arrested, humiliated and put behind bars. It is only after this that the same leaders gave the call for armed resistance. In response, thousands of youth took to armed revolt. I dropped out from my MBBS studies in Jhelum Valley Medical College, Srinagar.

I was also one of those who crossed to the other side of Kashmir as a JKLF member, but was disillusioned after seeing Pakistani politicians acting the same as the Indian politicians in dealing with Kashmiris.

I returned after few weeks. I surrendered to the security forces, and you know, I was even given a BSF certificate as a surrendered militant. I began to start life anew. I could not become a doctor but I became a dealer of medicines and surgical instruments on commission basis. (Laughs.)

With the meagre income, I even bought a scooter and also got married. But never a day passed by without the scare of Rashtriya Rifles and STF men harassing me. If there was a militant attack somewhere in Kashmir, they would round up civilians, torture them to pulp. The situation was even worse for a surrendered militant like me. They detained us for several weeks, and threatened to implicate us in false cases and we were let free only if we paid huge bribes…

Once, I had to bribe the security men with all that I had to escape from the Humhama STF torture camp. DSP Vinay Gupta and DSP Davinder Singh supervised the torture. One of their torture experts, Inspector Shanti Singh, electrocuted me for three hours until I agreed to pay Rs 1 lakh as bribe. My wife sold her jewelry and for the remaining amount, they sold my scooter.

I left the camp broken, both financially and mentally. For six months I could not go outside home because my body was in such a bad shape. I could not even share the bed with my wife as my penile organ had been electrocuted. I had to take medical treatment to regain potency…


If you could come to the case, what were the incidents that led to the Parliament attack case?

After all the lessons I learned in STF camps, which is either you and your family members get harassed constantly for resisting, or cooperate with the STF blindly, I had hardly any options left, when DSP Davinder Singh asked me to do a small job for him. That is what he told, “a small job”. He told me that I had to take one man to Delhi.

I was supposed to find a rented house for him in Delhi. I was seeing the man first time, but since he did not speak Kashmiri, I suspected he was an outsider. He told his name was Mohammad (Mohammad is identified by the police as the man who led the five gunmen who attacked Parliament. All of them were killed by the security men in the attack).

When we were in Delhi, Mohammad and I used to get phone calls from Davinder Singh. I had also noticed that Mohammad used to visit many people in Delhi. After he purchased a car, he told me now I could go back and gave me Rs 35,000 saying it was a gift. And I left for Kashmir for Eid.

When I was about to leave to Sopore from Srinagar bus stand, I was arrested and taken to Parimpora police station. They tortured me and took me to STF headquarters, and from there brought me to Delhi.

In the torture chamber of the Delhi Police Special Cell, I told them everything I knew about Mohammad. But they insisted that I should say that my cousin Showkat, his wife Navjot, S A R Geelani and I were the people behind the Parliament attack.

They wanted me to say this convincingly in front of the media. I resisted. But I had no option than to yield when they told me my family was in their custody and threatened to kill them. I was made to sign many blank pages and was forced to talk to the media and claim responsibility for the attack by repeating what the police told me to say…

Rajbeer Singh allowed me to talk to my wife the next day. After the call, he told me if I wanted to see them alive I had to cooperate. Accepting the charges was the only option in front of me if I wanted to see my family alive, and the Special Cell officers promised they would make my case weak so I would be released after sometime. Then they took me to various places and showed me the markets where Mohammad had purchased different things. Thus they made the evidence for the case.

The police made me a scapegoat in order to mask their failure to find the mastermind of the Parliament attack. They have fooled the people. People still don’t know whose idea it was to attack Parliament. I was entrapped into the case by Special Task Force (STF) of Kashmir and implicated by the Delhi Police Special Cell.

The media constantly played the tape. The police officers received awards. And I was condemned to death.


Why didn’t you find legal defence?

I had no one to turn to. I did not even see my family until six months into the trial. And when I saw them, it was only for a short time in the Patiala House Court. There was no one to arrange a lawyer for me. As legal aid is a fundamental right in this country, I named four lawyers whom I wished to have defended me. But the judge, SN Dhingra, said all four refused to do the case.

The lawyer whom the court chose for me began by admitting some of the most crucial documents without even asking me what the truth of the matter was. She was not doing the job properly, and finally she moved to defend another fellow accused. Then the Court appointed an amicus curie, not to defend me, but to assist court in the matter. He never met me. And he was very hostile and communal. That is my case, completely unrepresented at the crucial trial stage.

What is the condition in jail?

I’m lodged in solitary confinement in the high risk cell. I’m taken out from my cell only for a short period during noon. No radio, no television. Even the newspaper I subscribe to reaches me torn. If there is a news item about me, they tear that portion apart and give me the rest.


Apart from the uncertainty about your future, what else concerns you the most?

…Global developments. I took to the news of the execution of Saddam Hussain with utmost sadness. Injustice, so openly and shamelessly done. Iraq, the land of Mesopotamia, the world’s richest civilisation, that taught us mathematics, to use a 60-minute clock, 24-hour day, 360-degree circle, is thrashed to dust by the Americans…


Which books are you reading now?
I finished reading Arundhati Roy. Now I’m reading Sartre’s work on existentialism. You see, it is a poor library in the jail. So I will have to request the visiting Society for the Protection of Detainees and Prisoners Rights (SPDPR) members for books.


There is a campaign in defence for you…

I am really moved and obliged by the thousands of people who came forward saying injustice is done to me. The lawyers, students, writers, intellectuals, and all those people are doing something great by speaking against injustice. The situation was such at the beginning, in 2001, and initial days of the case that it was impossible for justice-loving people to come forward.

When the High Court acquitted SAR Geelani, people started questioning the police theory. And when more and more people became aware of the case details and facts and started seeing things beyond the lies, they began speaking up.


Members of your family have conflicting opinions on your case?

My wife has been consistently saying that I was wrongly framed. She has seen how the STF tortured me and did not allow me to live a normal life. She also knew how they implicated me in the case. She wants me to see our son, Ghalib, growing up. I have also an elder brother who apparently is speaking against me under duress from the STF. It is unfortunate what he does, that’s what I can say.

See, it is a reality in Kashmir now, what you call the counter insurgency operations take any dirty shape - that they field brother against brother, neighbour against neighbour. You are breaking a society with your dirty tricks.


What comes to your mind when you think of your wife, Tabassum, and son, Ghalib?

This year is the tenth anniversary of our wedding. Over half that period I spent in jail. And prior to that, many a time I was detained and tortured by Indian security forces in Kashmir. Tabassum witnessed both my physical and mental wounds. Many times I returned from the torture camp, unable to stand, all kinds of torture… She gave me hope to live. We did not have a day of peaceful living. It is the story of many Kashmiri couples…


What do you want him to grow up as?

Professionally, if you are asking, a doctor. Because that is my incomplete dream. But most importantly, I want  him to grow without fear. I want him to speak against injustice. That I am sure he will be. Who else knows the story of injustice better than my wife and son?
(While Afzal continued talking about his wife and son, I could not help but recollect what Tabassum told me when I met her outside the Supreme Court in 2005, during the case’s appeal stage. While Afzal’s family members remained in Kashmir, Tabassum dared to come to Delhi with her son, Ghalib, to organise defence for Afzal.

Outside the Supreme Court New Lawyers chamber, at the tiny tea stall on the roadside, she chatted in detail about Afzal. While sipping and complaining about the excess sugar in the tea, she talked about how Afzal enjoyed cooking.

One picture she painted struck me. It was one of the few precious private moments in their lives: when Afzal would not allow her to enter the kitchen, but would make her sit on the chair nearby and he would cook, holding a book in one hand, a ladle in the other and read out stories for her.)


If I may ask you about the Kashmir issue, how do you think it can be solved?

First, let the government be sincere to the people of Kashmir. And let them initiate talk with the real representatives of Kashmir. Trust me, the real representatives of Kashmir can solve the problem. But if the government considers the peace process as a tactic of counter insurgency, then the issue is not going to be solved. It is time some sincerity is shown.


Who are the real people?

Find out from the sentiments of the people of Kashmir. I am not going to name x, y or z. And I have an appeal to the Indian media; stop acting as a propaganda tool. Let them report the truth. With their smartly worded and politically loaded news reports, they distort facts, make incomplete reports, build hardliners, terrorists et al. They easily fall for the games of the intelligence agencies…

Also, you tell me how are you going to develop real trust among Kashmiris when you send out the message that India has a justice system that hangs people without giving them a lawyer, without a fair trial?


Nine security men were killed in the Parliament attack. What is it that you have to tell their relatives?

In fact, I share the pain of the family members who lost their dear ones in the attack. But I feel sad that they are misled to believe that hanging an innocent person like me would satisfy them. They are used as pawns in a completely distorted cause of nationalism…

(An ear-splitting electric bell rang. I could hear hurried conversations from the neighbouring cubicles. This was my last question to Afzal.)


What do you want to be known as?

(He thought for a minute, and answered)

As Afzal, as Mohammad Afzal. I am Afzal for Kashmiris, and I am Afzal for Indians as well, but the two groups have an entirely conflicting perception of my being. I would naturally trust the judgment of Kashmiri people, not only because I am one among them, but also because they are well aware of the reality I have been through, and they cannot be misled into believing any distorted version of either a history or an incident.

I was confused by this last statement of Mohammad Afzal, but on further reflection, I began to understand what he meant. This was a time before clear accounts of the strife had begun to emerge from Kashmiri voices; the source of knowledge on Kashmir for most Indians were textbooks and media reports. To hear about the history of Kashmir and incidents in the state from a Kashmiri was usually a shock to most Indians - as it was to me as I listened to Afzal.

Two more bells. It was time to end the mulakat. But people were still busy conversing. The microphone was put off. The sounds from the speaker stopped. But if you strained your ear, and watched his lip movements, you could still hear him. The guards made rough round-ups, asking everyone to leave. As they found visitors reluctant to leave, they put the lights off. The mulakat room turned dark.

In the long walk out from Jail No 3 of the Tihar jail compound to the main road, I found myself in the company of people in clusters of twos and threes, moving out silently - mother, wife and daughter; or brother, sister and wife; or friend and brother; or someone else. Every cluster had two things in common.

They carried an empty cotton bag back with them. Those bags had stains of malai kofta, shahi paneer and mixed vegetables, many caused by the spills from the rash frisking of the TSP man’s spoon. The second thing in common, I observed, was that they all wore inexpensive winter clothes, torn shoes, and outside Gate No 3 they waited for Bus No 588, the Tilak Nagar-Jawaharlal Nehru Stadium bus, that perhaps took them to Dhaula Kuan main junction - they were the poor citizens of this country.

I remembered former president Abdul Kalam’s musing on how poor people were the awardees of capital punishments. My interviewee was also one. When I had asked him how many ‘tokens’ (the form of currency allowed in the jail) he had, he said “enough to survive”.

The writer, now the Executive Editor of The Caravan magazine conducted this interview when he was the India reporter for the US public radio, Pacifica

► DSP Davinder Singh asked me to do a small job for him. I had to take one man to Delhi, rent a house for him

► I am Afzal for Kashmiris, and I am Afzal for Indians as well, but both have an entirely conflicting perception of my being



1 / 6

Wednesday, February 6, 2013

મારો સુવિચારોનો ચારો- સંજય છેલ

ક્વૉટેશન કે સુવાક્યો દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે
મિજાજ મસ્તી - સંજય છેલ

લખતાં લખતાં કંઈ ના સૂઝે ત્યારે વિચાર આવે કે માત્ર વિચારો જ લખવા અને પછી એને લંબાવીને ડાહ્યાડમરા નિબંધકાર થઈ જવું. પણ જોકે એ લાગે છે એટલું કામ સહેલું નથી. માન્યુ કે નિબંધમાં નિર્બંધ રીતે કંઈ પણ લખવાનું લાઈસન્સ આસાનીથી મળી જાય છે પણ સાથોસાથ એમાં જોરદાર સુવિચારોની પણ આવશ્યકતા રહે છે. ક્વોટેશન કે સુવાક્ય એ દાળ પર નખાતા તડકા કે વઘાર જેવું કામ કરે છે. ફિલ્મોમાં જેમ સીટી માર ડાયલોગ આવે એમ નિબંધમાં પણ સુવાક્યોથી બોરિંગમાં બોરિંગ વાત પણ ડેરિંગ સાથે નિખારી શકાય છે. વળી મજા એ છે કે લખેલ ક્વૉટેશન કોનું છે અને કોણે એને ખરેખર કહ્યું છે કે નહીં એ ચેક કરવાની કોઈને જ પડી નથી હોતી. એમાં અફવા જેવી ઈનબિલ્ટ ફેસિલિટી છે. ‘કોઈએ કહ્યું છે’ એમ કહીને કલમને કિક સ્ટાર્ટ મારી શકાય છે એટલે મેં ‘કયા વિષય’ પર નિબંધ લખવો એ નક્કી કરતાં પહેલાં થોડા મૌલિક સુવિચારો રેડીસ્ટોકમાં ભેગા કરી લેવાનું નક્કી કર્યું. મોટા ભાગના સુપરહિટ સુવિચારો ઓલરેડી વપરાઈ ગયા છે એટલે થયું આપણે પોતે જ હાથ અજમાવીએ! જો ૨૦-૩૦ ધમાકેદાર સુવિચારો મળી જાય તો આપણી માર્કેટ પણ ઊભી થાય એ આશયથી અમુક સુવાક્યો તૈયાર કર્યાં. પેશ-એ-ખિદમત છે:

* દુખનાં અને સુખનાં, બેઉનાં આંસુ ખારાં જ હોય છે, ઈશ્ર્વરને પણ એમાં ટાઈમ વેસ્ટ કરવા જેવો ન લાગ્યો એટલે એણે આંસુઓમાં ઝાઝી વરાઈટી ન બનાવી!

* સંબંધ એક એવો બંધ છે જેમાં પૂર આવે તોયે છલકાતો નથી!

* બીજાનું સુખ અને પોતાની ભૂખ હોય એના કરતા આપણને હંમેશાં વધારે જ દેખાતાં હોય છે!

* જિંદગી એક નાટક છે, પણ જીવન નામના નાટકમાં ઈન્ટરવલ નથી હોતો નહીં તો મોટા ભાગના લોકો અડધેથી જ છોડીને ભાગી જાત!!

* વહેલી સવારે ચાલવા જવામાં ઘણા ફાયદા છે પણ સૌથી વધારે ફાયદો એ છે કે તમે છાપામાં આવતાં ખરાબ ખરાબ સમાચારો થોડા મોડા વાંચી શકો છો!!

* નજીકનું જોવાનાં ચશ્માં હોય તો પણ કિસ કરતી વખતે પ્રેમીના હોઠ શોધવામાં એની જરૂર પડતી નથી!

* વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હોત તો આખી દુનિયા સવારથી રાત સૂતી હોત અને રાત્રે જ જાગતી હોત!!

* કોયલનો ટહુકો સાંભળીને તમને જ્યારે એમ શંકા જાય કે એ તો કોયલનો ઓડકાર હશે ત્યારે પેટ ચેક કરાવવા જવું જોઈએ. (અફ કોર્સ, તમારું પેટ, કોયલનું નહીં.)

* દરેક ગોરી છોકરી સુંદર નથી હોતી, દરેક કાળી છોકરી ખરાબ નથી દેખાતી!

ઈશ્ર્વર જો આ વિશે શ્યોર ન હોત તો ગ્રે રંગની છોકરી બનાવત અને એ વાત પણ સાબિત કરી નાખત.

* તમારાથી વધારે પાવરફુલ લોકોની મજાક ઉડાવશો તો એ લોકો તમને ભારે પડશે! જો તમે તમારાથી નબળાની મજાક ઉડાવશો તો તમારું ખરાબ દેખાશે! માટે તમારે તમારા જેવાની જ મજાક ઉડાવવી, અને એ માટે શ્રેષ્ઠ ઉપાય ‘અરીસો’ છે!

* ફિલ્મ બનાવવા કરતાં જોવી સહેલી છે! કારણ કે ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તમે પોપકોર્ન ન ખાઈ શકો, પણ ફિલ્મ જોતી વખતે એ સુવિધા મળે છે!

* ‘હા’ અને ‘ના’ વચ્ચેનો પણ એક જવાબ હોય છે જે તમે ન આપો તો ચાલે! પૂછશો કે ‘શું?’ પણ હું પણ એ જવાબ નહીં આપું!!

* નવી હોલીવુડની ફિલ્મ જોતાં પહેલાં જૂની અંગ્રેજી ડિક્શનરી જોવી પડે તો એમ સમજવું કે તમારા જીવનની ડિક્શનરીમાં ‘ઈમાનદારી’ શબ્દ બચ્યો છે ખરો!!

* પોલીસે કરેલા ગુંડાઓના એન્કાઉન્ટરની તરફેણ કે વિરુદ્ધમાં બોલતાં પહેલાં બુલેટપ્રૂફ જૅકેટ પહેરવાની જરૂર નથી પડતી.

* લાંબું લખનારે પ્રેમપત્ર લખતી વખતે ખાસ ધ્યાન રાખવું! પત્ર વાંચનાર જો કંટાળી જશે તો એ તમને છોડીને પોતાનું ‘અનુસંધાન’ બીજા કોઈક સાથે જોડી દેશે!

* ગાળો બોલવામાં જો મર્દાનગી હોત તો પરણ્યા વિના કે છોકરીને મળ્યા વિના જ ઘણા મવાલીઓને ઘરે બાળકોની ફોજ ઊભી થઈ ગઈ હોત.

* મૂર્ખ માણસની ટીકા કરવી નહીં, કારણ કે એમ કરવાથી તમે એને પોતાની જાતને ‘શાણો’ માનવા માટે ઉશ્કેરો છો! જોકે પ્રશંસા કરશો તો પણ એમ જ થશે! માટે ચૂપ રહેવું!!

* કોઈ પુરુષ લાલપીળાંજાંબલી કપડાં પહેરીને તડકામાં ફરતો હોય તો એનાથી તમારે દૂર જ રહેવું, કારણ કે એનો અર્થ એ નક્કી એને બરોબર દેખાતું નથી એટલે એ કદાચ તમને અથડાઈ શકે છે અને જો એ માણસ ગાડી ચલાવતો હોય તો તરત જ તમારે એક ખૂણે એનાથી દૂર ભાગી જવું!

* એક લેખક તરીકે લોકોને જે જે વાતો ગમે, જે સરકાર ગમે કે જે ફિલ્મો ગમે, એવું જ તમે સતત લખતા રહેશો તો એક દિવસ લોકો તમને વાંચવાને બદલે પોતાનું જ લખાણ તમને લખીને મોકલશે!

* જેના બંગલાઓ કોન્ક્રીટ અને ટાઈલ્સના બનેલા હોય એ માણસ જ્યારે જંગલ-ખેતર-પ્રકૃતિ બચાવવાની વાતો કરે ત્યારે એવું લાગે કે દાઉદ ઈબ્રાહિમ, ગાંધીજીને અનુસરે છે!

* મૃત્યુ ઉત્સવ છે એ સાચું પણ જો કોઈ માણસ પોતાની બીમારીને પણ ઉત્સવની જેમ હરખભેર મનાવે કે ચર્ચા કરે તો એનો અર્થ એ કે મેડિકલ પોલિસી સારી છે અથવા તો પ્રસિદ્ધિ પામવાની એની પોલિસી ખરાબ છે!

* શાણો કવિ વાતે વાતે કવિતા ક્યારેય નથી બોલતો, અંબાણી કે ટાટા વારે વારે મફતમાં શેર સર્ટિફિકેટ કોઈને આપે છે?

* પ્રેમી કે કલાકાર હોવા માટે દુખી દુખી થવાની જરાયે જરૂર નથી, તમે દુખી હો તો સન્માન મળે જ એવું કાંઈ નથી નહીં તો દુખી-બેહાલ ‘દેવદાસ’ પર ૧૨ વાર ‘દેવદાસ’ ફિલ્મ બની છે પણ મંદિર કે સ્મારક એક પણ નથી બન્યું!

* મોબાઈલમાં એસએમએસ પર કે ઈ-મેઈલમાં કે ફેસબુક-ટ્વિટર પર દુશ્મન દેશ પર નફરતના સંદેશા મોકલનાર લોકોને સરકાર દ્વારા જો ફરજિયાત ફોજમાં ભરતી કરવામાં આવે તો એમાંના ૯૦ ટકા લોકો અન્ડર થઈને છુપાઈ જાય!! પોતાના ઘરની બોર્ડરની પણ બહાર ન નીકળે!!

* પ્રેમ આંધળો પણ નથી, પ્રેમ દેખાતો પણ નથી, પ્રેમ મૂંગો પણ નથી, પ્રેમ બહેરો પણ નથી. સાચો પ્રેમ તો એકદમ તંદુરસ્ત હોય છે! પણ એ તો માત્ર શરૂ શરૂમાં એમાં આ બધી બીમારીઓ પછીથી આવવા માંડે છે.

* પાનખરમાં ચાલવાથી પગ નીચે પાંદડાનો જે ‘મર્મર’ અવાજ આવે છે એને અને મમરાની થેલી હલાવવાથી આવતા ‘મમરા’ અવાજની વચ્ચે જ ક્યાંક ‘મર્મ’ છુપાયેલો છે! (હાશ, વાક્ય પૂરું થયું! સાલો શ્ર્વાસ અટકી ગયેલો!!)

* બધા સેક્યુલરો કાંઈ સ્યુડો નથી હોતા, બધા સ્યુડો કાંઈ સેક્યુલર નથી હોતા! જેમ કે સેક્યુલરો (ફરફરિયાં) ખરેખર ક્યારેય સર્ક્યુલર (ગોળ) આકારના નથી હોતા! (અર્થ ન સમજાય તો એમ સમજવું કે આમાં કશીક ઊંડી વાત હશે!)

* જો દર વર્ષે ‘વેલેન્ટાઈન્સ-ડે’ વિષે તમારી અંદર અચાનક ઉત્સાહ ઊભરાય તો એમ માનવું કે તમારે હવે એક વાર તો કોઈકની સાથે એને ઊજવી જ લેવો જોઈએ. કોઈ ન મળે તો એકલા એકલા ઊજવી લેવો. એને ‘એકલેન્ટાઈન્સ-ડે’ જેવું રૂપાળું નામ પણ આપી શકાય!

* વૃંદાવનમાં જનારા બધા જ કાંઈ રાધા, ગોપી કે કૃષ્ણ નથી હોતા કે નથી બની શકતાં! અસલના વૃંદાવનમાં પણ જે અમુક ગોવાળો ત્યાં ગયા હતા જે માત્ર પોતાની ખોવાઈ ગયેલી ગાયો શોધવા જ ત્યાં આવેલા એટલે ખામખા દર વખતે ભાવુક ન બનવું!

* ગૌતમ બુદ્ધના વિચારો વારંવાર બોલ્યા કરવા કરતાં એમના મહાન મૌનને જો માત્ર પ ટકા પણ લોકો સમજી શકે તો સૌના જીવનની ૯૫ ટકા સમસ્યાઓ દૂર થઈ જાય!!

* બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર તો સાચો સમય દેખાડતી જ હોય છે! પણ શરત એ છે કે તમારે બરોબર એ જ વખતે ઘડિયાળ સામું જોવું પડે. એ જ રીતે દોઢડાહ્યાઓ પણ ક્યારેક ભૂલથી સારી વાત કહી દેતા હોય છે પણ એમાં શરત એ છે કે ત્યારે એમની સામે ન જવું નહીં તો આખી જિંદગી રોજ બે વાર એ તમને યાદ અપાવશે.

* કહે છે કે જીવનમાં જે વસંત લાવી દે એ જ સંત! પણ જીવનની વસંતમાં રોજ વસંતપંચમી લાવી દે એ જ સાચો ‘પંચ’ અને પંચ એટલે મુક્કો અને રમૂજ બેઉ!!

... સુજ્ઞ વાચકો, હમણાં આટલા સુવિચારોથી કામ ચલાવજો, નવા સૂઝશે તો જાણ કરીશું!!

ધાર્મિક ઝઘડાઓમાં અદાલત વચ્ચે પડે ત્યારે

ગાંધીજી નવ વરસના હશે ત્યારથી એક કેસ ભારતની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ૧૩૫ વર્ષ જૂનો આ કેસ વિશ્ર્વના સૌથી જૂના કોર્ટકેસમાંનો એક હશે.

વારાણસીના દોશીપુરા વિસ્તારની જમીનના આઠ ટુકડા અને એમાની બે દરગાહના વિવાદે શિયા અને સુન્ની મુસલમાનો ૧૮૭૮ની સાલમાં અદાલતે ગયા. ૩૫ વર્ષ પહેલાં ૧૯૮૧માં સુપ્રીમ કોર્ટે શિયા મુસલમાનો તરફી ચુકાદો આપી દીધો હોવા છતાં સુન્નીઓ કોર્ટના હુકમનું પાલન નથી કરતા એટલે કેસ પેન્ડિંગ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ ખિન્ન મને કહેવું પડ્યું છે કે તમે લોકો શેના માટે ઝઘડો છો, એક કબ્રસ્તાન માટે? ઝઘડો બંધ કરશો તો જ કાયમી શાંતિ સ્થપાશે.

આ વિવાદમાં કોણ સાચું છે અને કોણ ખોટું એ નક્કી કરવામાં આપણને રસ નથી, કારણ કે એનાથી આપણને કોઈ ફરક નથી પડતો. અમારે તો આ સમાચારના સંદર્ભે બે વાત કરવાની છે: એક તો કોર્ટ વિશે અને બીજી મુસલમાનો વિશે.

આપણે વારંવાર હિંદુઓને ફટકારતા હોઈએ છીએ કે હિંદુઓમાં એકતા નથી, બધા અંદરોઅંદર લડ્યા કરે છે, ઊંચનીચના ભેદ કેટલા છે, જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓમાં આખો હિંદુ સમાજ અસંખ્ય ટુકડાઓમાં વહેંચાઈ ગયેલો છે.

મુસલમાનોમાં શું છે? શિયાઓની મસ્જિદ પર સુન્નીઓ બૉમ્બ ફેંકતા હોય છે. પાકિસ્તાનમાં વારંવાર થતું રહે છે આવું. લગભગ દરેક ઈસ્લામિક દેશમાં આ બંને ફિરકાઓ વચ્ચે સતત તંગદિલી રહેતી હોય છે. હિંદુ સમાજમાં નાતજાતના જેટલા ભેદભાવો છે એટલા જ ભેદભાવો મુસલમાનોમાં છે.

હિંદુઓ આપસમાં લડતી ઝઘડતી વખતે જેટલા લોહી તરસ્યા થતા હશે એના કરતાં મુસલમાનો વધારે થાય છે. કોઈ એક હિંદુ જૂથે બીજા હિંદુ જૂથના મંદિર પર બોમ્બ વડે હુમલો કર્યો હોય એવું હજુ સુધી તો નોંધાયું નથી.

મુસ્લિમો કરતાં વધારે લોહિયાળ ઈતિહાસ ક્રિશ્ર્ચેનિટીનો છે. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ્સ વચ્ચેનો જંગ અને એમાં વેટિકનની વિવાદાસ્પદ ભૂમિકા વિશેના ઐતિહાસિક તથ્યો ધરાવતાં અનેક પુસ્તકો સંશોધકોએ લખ્યાં છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ઉપરાંત જૈનો, શીખો, બુદ્ધ વગરે દરેક ધર્મના, સમાજના, સંપ્રદાયના લોકોમાં તડાં હોવાનાં.

પણ બઢાવીચઢાવીને માત્ર હિંદુઓની ફાટફૂટની વાતો કરવામાં આવે છે, બીજા ધર્મોની પ્રજા જાણે આપસમાં હળીમળીને રહેતી હોય, એમનામાં કોઈ વાડા, તડાં ન હોય એવી છાપ ઉપસાવવામાં આવી છે.

આનું પાયાનું કારણ એ છે કે આપણે જે ઈતિહાસ ભણીએ છીએ તો બ્રિટિશ જમાનામાં લખાયેલો છે અને આઝાદી પછી મૌલાના આઝાદના શિક્ષણમંત્રીપદ હેઠળ સામ્યવાદીઓ તથા મુસ્લિમપ્રેમી સેક્યુલરોએ એનું પુનર્લેખન કર્યું છે. આ શિક્ષણપ્રથામાંથી બહાર આવેલા પત્રકારોએ મીડિયામાં પ્રવેશીને હિંદુ પ્રજાની ફાટફૂટવાળી વાતો તો પ્રચાર કર્યો અને બીજી પ્રજાઓની એવી જ પરિસ્થિતિઓ વિશે ચૂપકીદી સેવી.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જેને ‘એક કબ્રસ્તાન માટેનો ઝઘડો’ કહે છે તે સવા-દોઢ સદીથી હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ નથી, મુસ્લિમ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ છે. ગઈ કાલે એક છાપામાં ઈસ્લામિક દેશમાં શરિયતના કાયદા હેઠળ ચોરી કરનારના આંગળાં કાપી નાખવાના મશીનનો ફોટો હતો. એક જમાનામાં ફાંસીને બદલે ખ્રિસ્તી દેશોમાં ગિલોટિનથી ડોકું ઉડાવી દેવામાં આવતું. એ ગિલોટિન આજે પ્રાચીન બર્બરતાના પ્રતીક રૂપે મ્યુઝિયમોમાં જોવા મળે છે. ૨૦૧૩ની સાલમાં વિશ્ર્વના કેટલાક દેશોમાં આવી જ બર્બરતા ચાલુ છે તે જોઈને સેક્યુલરોના પેટનું પાણી હલવાનું નથી કારણ કે આવી બર્બરતા ઈસ્લામિક દેશોમાં છે. ભારત અને અહીંની હિંદુ પ્રજા આવી બર્બરતાથી જોજનો દૂર છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ.

બીજી વાત કોર્ટને લગતી છે. ધાર્મિક મામલો આવે છે ત્યારે ભારતની અદાલતો ડરી જાય છે. સ્પષ્ટ ચુકાદો આપવાને બદલે ‘તમે આપસમાં સમજીને મામલો નિપટાવતા કેમ નથી’ એવું કહે છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો વિવાદ હોય, વિશ્ર્વરૂપમ્ ફિલ્મનો વિવાદ હોય કે ૧૩૫ વરસ જૂના બનારસના કબ્રસ્તાનના કેસનો વિવાદ હોય. કોર્ટ મોટાભાગે આવા કિસ્સાઓમાં સ્પષ્ટ ચુકાદો આપવાનું ટાળે છે અને જ્યાં ચુકાદો અપાય છે ત્યાં એવું અમલીકરણ થાય કે ન થાય તે પ્રત્યે લાપરવાહી દેખાડે છે.

જો આવું જ હોય તો કોર્ટે ધાર્મિક મામલાને લગતા કેસ હાથ પર જ ન લેવા જોઈએ. ફરિયાદી કેસ લઈને આવે ત્યારે જ એને ના પાડી દેવી જોઈએ કે ધર્મના કામમાં અદાલત દખલગીરી નહીં કરે, તમે આપસમાં મામલો નિપટાવી લો. વરસો સુધી, દાયકાઓ સુધી અને આ કિસ્સામાં તો પૂરા ૧૩૫ વર્ષ સુધી બેઉ પક્ષોને ટિંગાડી રાખીને હવે કહેવાનો શું મતલબ કે આપસમાં સમજી લો.

ભારતમાં બંધારણની દુહાઈ આપીને અદાલતોને ઘણાં માનપાન આપવામાં આવે છે. અદાલતની પ્રથા જરૂર આદરને લાયક છે. પણ કાયદા ઘડનારાઓ, એનું અર્થઘટન કરનારાઓ સૌ કોઈ કાળા માથાના માનવી હોય છે, આમાંનું એક પણ જણ સ્વર્ગથી સીધું ઊતરીને આવ્યું નથી. ન્યાયની દેવી ભલે આંખો પર પટ્ટી બાંધીને નિષ્પક્ષ રહેતી હોય પણ આ લોકોની ચકોર આંખો આજુબાજુ ચારે તરફ ફરતી હોય છે અને જોઈ શકતી હોય છે કે કયો પક્ષ કેટલો વગદાર છે, કે માલદાર છે. એ પછી ટ્રાયલ બાય મીડિયા જેને કહેવાય છે તે પ્રેશર હેઠળ વિચારવાનું હોય છે અને છેવટે નિષ્પક્ષ બનીને ચુકાદો આપવાનો હોય છે અથવા તો ટાળવાનો હોય છે, ૧૩૫ વર્ષ પછી પણ.

દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો..-સૌરભ શાહ.

દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો...
સૌરભ શાહ

બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થા ‘ધ અમેરિકન ઍકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ’ જાહેરમાં માતાના સ્તનપાનનો પ્રચાર કરે છે અને પાંચ લાખ ડૉલરનું દાન શિશુઆહાર બનાવતી દવા કંપની પાસેથી સ્વીકારે છે. એટલું જ નહીં, આ કંપનીનો લોગો સ્તનપાન વિશેના સંસ્થાના બ્રોશર પર છપાય છે! કોકાકોલા કંપની ન્યુટ્રિશન અને ડાયેટની ફિકર કરતી અમેરિકન કંપનીને સ્પોન્સર કરે છે. હૃદયરોગ વિશે સંશોધન કરતી સંસ્થાને હૃદયરોગની દવાઓ બનાવતી કંપનીઓ ફાઈઝર અને મર્ક તરફથી સાડાસાત લાખ અને પાંચ લાખ ડૉલરનું દાન મળે છે.

મુંબઈ તાતા કૅન્સર હૉસ્પિટલને સિગરેટ કંપની કે ગુટખા કંપની ચલાવે એવી વાત થઈ. આમ તો એના કરતાંય વધારે ગંભીર વાત થઈ, કારણ કે કોકાકોલા જ્યારે પોષણ કે ડાયેટની વાત કરે ત્યારે એ સંસ્થાનાં સંશોધનો કેટલાં પૂર્વગ્રહયુકત બની જવાનાં. બેબી ફૂડ કે મિલ્ક પાવડર બનાવતી કંપની શિશુ આરોગ્યનું સંવર્ધન કરતી સંસ્થાઓ સાથે જોડાય ત્યારે શું ધર્માદો કરવા જોડાય છે? ના, પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટને કારણે જોડાય છે.

જર્મનીના વિખ્યાત ‘સ્ટર્ન’ (અર્થાત્ સ્ટાર) મૅગેઝિને એક ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી જેના પરિણામે પોલીસે ૪૦૦ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અને ૨,૦૦૦ દાક્તરો, દવાઓની દુકાનો વગેરે પર દરોડા પાડયા. પોલીસ કેસમાં પુરવાર થયું કે આમાંના મોટા ભાગના ડૉકટરો નિયમિતપણે દવા કંપની પાસેથી રોકડ નાણાં કે ભેટસોગાદો સ્વીકારતા હતા. ૨૦૧૦ની સાલમાં બે જર્મન ડૉકટરોને એક-એક વરસની જેલની સજા થઈ. લાંચ લઈને ચોક્કસ દવા કંપનીની દવા પ્રિસ્ક્રાઈબ કરવાનો ગુનો પુરવાર થયો હોય એવા કિસ્સા ભારતમાં કેટલા?

ડૉકટરોને ‘ખુશ’ કરવાનો બીજો એક ઉપાય છે એમને લૅકચર માટે કોઈ પ્રકારના સેમિનારમાં ઈન્વાઈટ કરીને મસમોટી ફી તથા ફ્રી લકઝરી વેકેશન આપવાનો. આ તમામ ખર્ચ સીધી યા આડકતરી રીતે દવા કંપનીઓ ઉઠાવે છે. દેખીતી રીતે કોઈ મસમોટું નામ ધરાવતી મેડિકલ સંસ્થાનું આયોજન હોવાનું પણ સ્પોન્સરશિપ કોઈ દવા કંપનીની હોવાની. અમેરિકામાં એક ડૉકટરને કુલ ત્રણ દવા કંપનીઓ પાસેથી માત્ર દોઢ વર્ષના ગાળામાં બીજા ડૉકટરોને લૅકચરો આપવા બદલ ડૉલર ૨,૨૪,૧૬૩ મળ્યા હતા.સંધિવાના રોગના આ નિષ્ણાત ડૉકટર સેલિબ્રેક્સ નામની પેઈન કિલરનો પ્રચાર પોતાનાં પ્રવચનોમાં કરતા હતા.

દવાઓના ધંધામાં બ્રાન્ડેડ અને જનેરિક બે પ્રકારની દવાઓ હોય છે. દાખલા તરીકે મલેરિયાના રોગ માટે ક્વિનાઈનની ગોળી લેવાની હોય. ક્વિનાઈન જનેરિક દવા થઈ. એની બ્રાન્ડેડ દવા લારિયાગો અને એવી બીજી ઘણી આવે છે. બ્રાન્ડેડ દવાઓ દાખલા તરીકે દસ રૂપિયે વેચાતી હોય તો જનેરિક દવાનો ભાવ રૂપિયો કે એથીય ઓછો હોય. બ્રાન્ડેડ દવાઓમાં પણ ઉત્પાદક કંપની જાણીતી હોય તો એનો ભાવ અનેકગણો વધી જાય, ઓછી જાણીતી કંપનીની બ્રાન્ડેડ દવા સરખામણીએ સસ્તી હોવાની.

ડૉકટરો કયારેય તમને જનેરિક દવા નહીં લખી આપે. તેઓ બ્રાન્ડેડ દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરશે. તેઓ જાણે છે કે દર્દીને પેરાસિટામોલ સસ્તી પડશે અને ઍનેસિન, મેટાસિન વગેરે મોંઘી પડશે છતાં તેઓ બ્રાન્ડેડ દવાઓ જ લખશે. (હાલાકી, ઍનેસિન વગેરે દવાઓમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી હોતી. આ બધી ઓવર ધ કાઉન્ટર વેચી શકાય એવી દવાઓ છે. માત્ર સહેલા ઉદાહરણ માટે આ નામ અહીં મૂકયાં છે).

જનેરિક દવાઓનો ભરોસો નથી, હાઈજેનિક રીતે એનું ઉત્પાદન થતું નથી. અંદર કયો કાચો માલ છે તેની કોઈ ખાતરી નથી હોતી આવી બધી દલીલો ડૉકટરો કરે છે. મુંબઈમાં ગયા અઠવાડિયે એક મોટી દવાની દુકાનનું ઉદ્ઘાટન થયું, ઘણા અખબારોમાં આ બિગ ન્યૂઝ છપાયા. બિગ એટલા માટે કે આ દુકાનમાં માત્ર જનેરિક દવાઓ જ વેચાશે. ગરીબ અને મધ્યમ વર્ગીય મુંબઈગરાઓ બ્રાન્ડેડ દવાઓની ચુંગાલમાંથી કેટલેક અંશે બચી જશે. આમાંના મોટા ભાગના દર્દીઓને તો બ્રાન્ડેડ દવા અને જનેરિક દવા શું છે એની પણ ખબર હોતી નથી. જેમને ખબર હોય છે, તે ડૉકટરો દવા કંપનીઓના અહેસાનના બોજ તળે દબાયેલા હોવાથી ચૂપ બેસે છે.

ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ પર્ટિક્યુલર સમાચાર એકાએક બધી જ ટીવી ચૅનલો પર છવાઈ જાય. ઘટના જાહેરમાં ન બની હોય તોય લગભગ એકસાથે તમામ ટીવી ચૅનલો ચિલ્લાચિલ્લી કરવા માંડે. દાખલા તરીકે હોમો સેકસ્યુઅલોને લગતો કોઈ મુદ્દો હોય, કોઈ ફૅશન શૉની વાત હોય, કોઈ નવી ફિલ્મનો પ્રચાર હોય. આવા વખતે સમજવાનું કે દરેક ન્યૂઝ ચૅનલને કંઈ સ્વયંભૂ પ્રેરણા નથી થઈ પરંતુ કોઈ પી. આર. ઓ. નામનો મોરલો દરેક ચૅનલની ઑફિસ ફરી ફરીને કળા કરી ગયો છે.

મેડિકલ ક્ષેત્રમાં પણ પી. આર.નું ખૂબ મહત્ત્વ છે. પબ્લિક રિલેશન્સ થકી દવા કંપનીઓ પહેલાં ડૉકટરોને અને ડૉકટરો દ્વારા દર્દીઓને શીશામાં ઉતારે છે. બાય ધ વે, સેલિબ્રેક્સ બનાવતી કંપનીએ લગભગ પોણા આઠ કરોડ ડૉલર જાહેરખબરો ઈત્યાદિ પાછળ ખર્ચ્યા પણ છેવટે એની પોલ ખુલ્લી પડી ગઈ કે દર્દીઓ માટે એ હાનિકારક છે એટલે એને માર્કેટમાંથી હટાવી લેવામાં આવી.

આપણા દરેકના ઘરમાં જાત જાતની દવાની ટીકડીઓનું ખાનું રહેવાનું. ડૉકટરે કહ્યું કે આપણને કયાંકથી ખબર પડીએ દવાઓ ખરીદી લીધી. કેટલાક લોકો સવાર-બપોર-સાંજ ડઝનબંધ રંગબેરંગી ટીકડીઓ નાસ્તાની જેમ ગળતા રહે છે. આપણે સમજતા જ નથી કે આ દવાઓ એક રોગ દબાવીને બીજો રોગ જન્માવી શકે છે. શરીરને દવાઓની જરૂર છે, શરીરને લાઈફ સ્ટાઈલ બદલવાની જરૂર નથી, પણ એ વાત આપણને અઘરી લાગે છે. વાસ્તવમાં લાઈફ સ્ટાઈલ બદલવી સાવ સહેલી છે. ‘બૅડ ફાર્મા’ (લેખક: બેન ગોલ્ડકેર) પુસ્તક વાંચ્યા પછી એ જ જૂનું તારણ યાદ આવે છે: દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો સાજા થવામાં સાત દિવસ લાગી જશે. કદાચ, ત્રણ પણ લાગે, કંઈ કહેવાય નહીં.

દર્દી, દાક્તર અને દવાઓ -સૌરભ શાહ

હૈદરાબાદના ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને નિઝામ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ડી. શેષગિરિ રાવની આ સોમવારે ધરપકડ થઈ. શું કામ? હૃદયની બીમારીમાં મૂકવામાં આવતા સ્પ્રિંગ જેવા સ્ટેન્ટના સપ્લાયર પાસેથી રૂપિયા એક લાખ સાઠ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડાયા એટલે.

રિપોર્ટ્સ કહે છે કે ભારતમાં દર વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે અંદાજે કુલ ત્રણ લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આ સ્ટેન્ટ ત્રણ પ્રકારના હોય છે. એક, ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં શોધાયેલા સીધાસાદા મેટલ સ્ટેન્ટ. બે, જેમાંથી દવા ઝર્યા કરે એવા સ્ટેન્ટ. અને તદ્દન આધુનિક ગણાતા એક વર્ષની અંદર આપોઆપ ધમનીમાં ઓગળી જાય એવા બાયોએબ્ઝોર્બેબલ સ્ટેન્ટ.

તદ્દન સાદાસીધા મેટલ સ્ટેન્ટને સપ્લાયરો રૂપિયા ૨૦,૦૦૦માં હૉસ્પિટલોને અને ડૉકટરોને વેચે છે. ડૉકટરો પોતાની તમામ ફી ઉપરાંત બિલમાં આ સ્ટેન્ટનો ભાવ રૂપિયા ૩૫,૦૦૦ મૂકે છે.

કેટલાય કાર્ડિયોલોજિસ્ટો કબૂલ કરે છે કે એબોટ કે જહૉન્સન ઍન્ડ જહૉન્સન જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જાયન્ટ ફાર્મા કંપનીઓ ભારતમાં ખૂબ જોરશોરથી પોતે બનાવેલાં સ્ટેન્ટ વેચે છે. ઘણા ડૉકટરોને પ્રત્યેક સ્ટેન્ટ મૂકવા માટે ઉત્પાદકો તરફથી આકર્ષક વળતર મળે છે.

દર્દી પર એન્જિયોગ્રાફી થતી હોય ત્યારે ડૉકટર મોનિટર પર દર્દીના દીકરા-સગાંઓને સમજાવતા હોય છે કે કઈ નળીમાં કેટલો બ્લોકેજ છે અને તાબડતોબ એન્જિયોગ્રાફી નહીં કરાવો તો ભવિષ્યમાં કેવડું મોટું નુકસાન થઈ શકે એમ છે. ડૉકટરો પોતાની મેળે આ પ્રકારનું અલમોસ્ટ બ્લેકમેઈલિંગ કહેવાય એવું વર્તન દર્દી કે સગાંઓ સાથે નથી કરતા હોતા. સ્ટેન્ટ બનાવનારી કંપનીઓના મેન્યુઅલમાં આ રીતરસમો વર્ણવવામાં આવે છે જેનું ડૉકટરો અનુસરણ કરે છે. સમજદાર અને મક્કમ દર્દી કે સગાંઓ સિવાયના મોટા ભાગના કિસ્સાઓમાં ડરીને, લોકલાજને ધ્યાનમાં રાખીને અને કયારેક બીજા કોઈ ઉપાય નથી એવું માનીને ડૉકટરને હા પાડી દેવામાં આવે છે. આ રીતે મુકાતા મોટા ભાગના સ્ટેન્ટ બિનજરૂરી હોય છે એટલું જ નહીં, હાનિકારક પણ હોય છે. કયારેક આવા સ્ટેન્ટને કારણે હાર્ટ ઍટેક કે પક્ષાઘાતનો હુમલો આવી શકે છે.

મેડિકલ ક્ષેત્રની ગંગોત્રી દવા બનાવનારી અને વેચનારી ફાર્મા કંપનીઓ છે. વિશ્ર્વમાં કુલ ૬૦૦ બિલિયન ડૉલરનો આ ધંધો છે. પેશન્ટ અને ડૉકટર વચ્ચેનો સંબંધ પવિત્ર છે અને વિશ્ર્વાસ પર ઊભેલો છે. આ વાત ડ્રગ કંપનીઓ સારી રીતે સમજે છે એટલે એમનું સીધું નિશાન ડૉકટરો હોય છે. મોટા ભાગના ડૉકટરો પ્રામાણિક હોવાના. કોઈ ડૉકટર એવું નહીં ઈચ્છે કે પોતે સારવાર માટે જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે એને કારણે દર્દીની તબિયત વધારે બગડે. કયો ડૉકટર એવું ઈચ્છે?

એટલે ડ્રગ કંપનીઓ સૌપ્રથમ ડૉકટરોને જ ઊઠાં ભણાવે છે. બેન ગોલ્ડકેર નામના ડૉકટરે અગાઉ ‘બૅડ સાયન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું જે ઈંગ્લેન્ડના નૉન ફિક્શનના ચાર્ટમાં નંબર વન પર પહોંચ્યું હતું અને માત્ર એક જ દેશમાં એની ૪ લાખ નકલો વેચાઈ, ૨૫ ભાષામાં એનો અનુવાદ થયો. આ જ ડૉકટર-લેખકનું લેટેસ્ટ પુસ્તક છે ‘બૅડ ફાર્મા’. હાર્પર કોલિન્સ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાની ‘ફોર્થ એસ્ટેટ’ નામની ઈમ્પ્રિન્ટ હેઠળ તાજેતરમાં જ પ્રગટ થયું.

બેન ગોલ્ડકેરનું કહેવું છે કે દવા બનાવતી કેટલીક કંપનીઓ દવા બજારમાં મૂકતાં પહેલાં એને સરકાર પાસે મંજૂરી માટે લઈ જાય તે પહેલાં સંશોધનના સ્તરે જ ગોબાચારી કરે છે. હાર્વર્ડ અને ટોરન્ટોના ત્રણ રિસર્ચરોએ ૨૦૧૦માં કરેલા અભ્યાસનું તારણ એવું છે કે કુલ ૫૦૦ જેટલા પ્રયોગોમાંથી દવા કંપનીઓએ જે રિસર્ચ માટે નાણાં ખર્ચ્યા હતાં એમાંના ૮૫ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ હતું, દવા કંપનીઓને અનુકૂળ હતું. અને જે પ્રયોગો માટે દવા કંપનીઓએ નહીં પણ સરકારે નાણાં પૂરાં પાડયાં હતાં એમાંના માત્ર ૫૦ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું.

એટલે પહેલું પગથિયું દવા કંપનીઓના પ્રયોગોના પરિણામોનું. આ પરિણામો દવા કંપનીઓને અનુકૂળ આવે એવા પ્રયોગો દ્વારા અને એવા સેમ્પલ ડેટા દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે પરિણામો નેગેટિવ હોય છે એ પબ્લિક સુધી પહોંચતા જ નથી.

ડૉકટરોએ આ પરિણામો મેડિકલ જર્નલ્સમાં તથા દવા કંપનીઓએ પૂરા પાડેલા બ્રોશર્સમાં વાંચ્યા હોય એટલે ઈન ગુડ ફેથ તેઓ પોતાના દર્દીને એ દવા લખી આપે. સંશોધનમાં બહાર આવેલાં દવાનાં જોખમો વિશે ડૉકટરો અજાણ હોય છે કારણ કે એ તારણો દવા કંપનીઓએ દબાવી રાખ્યા હોય છે. હૃદયરોગને લગતી દવાઓ, માનસિક રોગોને લગતી દવાઓ અને ડાયાબિટીસની દવાઓ બાબતે આવું વધારે બનતું હોય છે. આ અને બીજા અનેક રોગોની દવાઓની ભયંકર આડઅસરો વિશે દવા કંપનીઓ ચુપકીદી સેવે છે, ક્યારેક સરકારી નિયંત્રણોને પણ ચાતરી જાય છે.

ડૉ. બેન ગોલ્ડકેરના સવા ચારસો પાનાંના પુસ્તકમાં અઢળક વિગતો, દાખલાઓ અને આંકડાઓ છે. એક ઉદાહરણ ડૉકટરે પોતાને લગતું આપ્યું છે. રેબોક્સટાઈન નામની એન્ટિડિપ્રેસન્ટ ગોળીની તેઓ વાત કરે છે. સરકારે અપ્રુવ કરેલી દવા છે. ઈંગ્લેન્ડમાં અને વિશ્ર્વમાં લાખો ગોળીઓ દર વર્ષે પ્રિસ્ક્રાઈબ થાય છે. ડૉ. ગોલ્ડકેરે પોતે આ દવા પરના પ્રયોગોનાં તારણો વાંચ્યાં. જોયું કે અદ્ભુત પરિણામ આપે છે. પેશન્ટ સાથે આ બધું ડિસ્કસ કરીને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું.

પણ ડૉકટરને મૂરખ બનાવવામાં આવ્યા હતા. ૨૫૪ દર્દીઓ પર આ દવાનો અખતરો થયો ત્યારે માત્ર એક જ દર્દી સાજો થયો હતો. મેડિકલ જર્નલ્સમાં એ જ કિસ્સો પ્રચાર પામ્યો હતો. એ પછી આના કરતાં દસગણા દર્દીઓને લઈને કુલ છ વાર પ્રયોગો થયા. દરેકે દરેકમાં જણાયું કે રેબોક્સટાઈનની ગોળી અને કોઈ પણ દવા વિનાની ખોટી ગોળી (પ્લેસેબો) - બેઉ પેશન્ટ માટે એકસરખી જ પુરવાર થતી હતી. અને આ છ સંશોધનનાં તારણો કયાંય પ્રગટ કરવામાં આવ્યાં નહોતાં!

બે અંતિમો પર પ્રભુનું સ્મરણ- મહેન્દ્ર પુનાતર


બે અંતિમો પર પ્રભુનું સ્મરણ: અતિ સુખ અને અતિ દુ:ખમાં ભગવાન યાદ આવે છે
આપણી પ્રાર્થના અને ભક્તિ શરતી છે. સુખને આપણે સાધનો સાથે જકડી રાખ્યું છે, અંતરના આનંદ સાથે નહીં. ધનના ઢગલા પર બેઠેલો માણસ પણ અકળામણ અનુભવી રહ્યો છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં મુશ્કેલી આવે, દુ:ખ આવે, કષ્ટ પડે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે. બે અંતિમો પર ભગવાન યાદ આવે છે: એક દુ:ખમાં અને એક અતિ સુખમાં. માણસ સુખમાં હોય ત્યારે અજ્ઞાતભયો તેને સતાવતા હોય છે. આ સુખ હાથતાળી આપીને ચાલ્યું તો નહીં જાયને એવી ભીતિ પણ મનમાં હોય છે. સુખ પણ ચિંતા અને અજંપો લઈને આવતું હોય છે. ધન, દૌલત, ઐશ્ર્વર્ય અને સુખ-સગવડનાં સાધનો જેટલું સુખ આપે છે તેના કરતાં વધુ દુ:ખ ઊભું કરતાં હોય છે. કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ ચિંતા કે અજંપો ન હોય. જેટલું સુખ તેટલો વધુ ભય અને વધુ ચિંતા. ગરીબોને કષ્ટ હોય છે ધનિકોને દુ:ખ. કષ્ટ શારીરિક છે, દુ:ખ માનસિક. ગરીબોનો પ્રશ્ર્ન એ છે કે સખત મહેનત કરવા છતાં પેટ પૂરતું ખાવાનું કે પાયાની સગવડો મળતી નથી. ધનિકોને બધું મળ્યું હોવા છતાં સંતોષ નથી. ધન વધતું જાય તેમ સગવડો વધતી જાય છે અને સુખ ઓછું થતું જાય છે. દરેકની સુખની વ્યાખ્યા અલગ હોય છે. સુખ અને દુ:ખ બંને માણસને ડગાવી નાખે છે માત્ર સમ્યગ દૃષ્ટિ જ સ્થિર રાખી સાચો માર્ગ બતાવે છે. ધર્મ આ સમયે ધારકબળ બને છે. ઊંડી શ્રદ્ધા અને અંતરના ભાવથી કરેલી પ્રાર્થના અને પ્રાયશ્ર્ચિત એળે જતાં નથી. હકીકતમાં સુખમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. સુખમાં શાંતિની અને સ્થિરતાની વધુ જરૂર રહે છે. માણસો દુ:ખના ડુંગરાઓ ખડકાઈ જાય ત્યારે પ્રભુને યાદ કરવા બેસે છે. હે પ્રભુ! તું મને આમાંથી ઉગારી લે. આમાં પણ માણસનો સ્વાર્થ છે. માણસ ભગવાન પાસે સોદો કરતા પણ અચકાતો નથી. તેની પ્રાર્થના અને ભક્તિ પણ શરતી હોય છે. પ્રભુ! તું મને આ યાતનામાંથી બચાવી લે તો શ્રીફળ વધેરીશ, તેલ ચડાવીશ, જાત્રાએ જઈશ, વ્રત કરીશ વગેરે માનતા લોકો કરતા હોય છે. કોઈ સુખ માટે તો કોઈ આવી પડેલા દુ:ખને દૂર કરવા માટે પ્રભુ સમક્ષ હાથ જોડીને વિનંતી કરતા હોય છે. સુખ તો આમ કરતાં કરતાં ઘણા માણસોના હાથમાં આવી જાય છે, પણ પ્રભુનું સ્મરણ ચાલુ રહેતું નથી અને કદીક પ્રભુ યાદ આવી જાય છે તો પણ એટલા માટે કે આ બધું જે કાંઈ મળ્યું છે તે ચાલ્યું ન જાય તેટલા માટે. પ્રાર્થના અને ભક્તિ કોઈ પણ જાતની અપેક્ષા વગર હોવી જોઈએ. પ્રભુનું ધ્યાન મનની શાંતિ માટે છે. માણસ પ્રભુને સમર્પિત થઈ જાય અને સત્ય-સદાચારના માર્ગે ચાલે તો તેને સુખ મળવાનું છે. સુખને આપણે સાધનો સાથે જકડી રાખ્યું છે, અંતરના આનંદ સાથે નહીં. તેના કારણે સુખ ભોગવવા છતાં આનંદ અને ઉલ્લાસ રહ્યો નથી. જેટલું બની શકે તેટલું ભેગું કરી લેવું એ જ માણસનું લક્ષ્ય બન્યું છે. માણસ જે કાંઈ ત્યાગ કરે છે, છોડે છે તેની પાછળ પણ આ આશય રહેલો છે. શ્રદ્ધા, આસ્થા અને માનતા પાછળ આવી જ વૃત્તિ હોય છે. કેટલાક એવા પણ માણસો છે જે માનતા ફળે તો પણ પાછળથી ભૂલી જાય છે અથવા પોતાની રીતે અર્થઘટન કરે છે અને છટકબારી શોધી કાઢે છે.

આ અંગે મુલ્લાં નસરુદ્દીનનું એક દૃષ્ટાંત જાણીતું છે. તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દયાવાન! જો મને એક સોનાની ગિની મળશે તો તેમાંથી ૨૫ ટકા ભાગ હું તને આપીશ. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને તેને રસ્તા પરથી સોનાની એક ગિની મળી. આ ગિની થોડી ઘસાયેલી હતી એટલે સોનીએ તેની ૭૫ ટકા કિંમત આપી. નસરુદ્દીને પૈસા હાથમાં લીધા અને આકાશ તરફ જોઈને કહ્યું: હે પ્રભુ! તું પણ પાકો નીકળ્યો. પહેલેથી જ ૨૫ ટકા ભાગ કાપી લીધો.

પ્રભુની કૃપા પછી પણ જેને કશું આપવું નથી તેને હજાર બહાનાં મળી રહે છે. માણસના સ્વાર્થની અને લોભની કોઈ સીમા નથી. સામાન્ય વહેવારમાં પણ આવું જોવા મળે છે, કેટલાક માણસો ફાળામાં અને બોલીમાં મોટી રકમની જાહેરાત કરે છે અને પાછળથી શરતો મૂકીને પૈસા આપવામાં તાગડધિન્ના કરે છે. માણસ મોટી મોટી વાતો કરે છે પણ કરવાનું આવે છે ત્યારે પાણીમાં બેસી જાય છે. ‘કાંઈ પણ કામ હોય તો અડધી રાતે કહેજો’ એવું કહેનારા જ્યારે કામ પડે છે ત્યારે મોઢું બતાવતા નથી, કહેવાની અને કરવાની વાત જુદી છે. આ વિરોધાભાષના કારણે હૃદય અને મન જુદી દિશામાં ચાલી રહ્યાં હોય છે. વખત આવે તો માણસ ભગવાનને ઠગતાં પણ અચકાતો નથી. લોભ અને તૃષ્ણાનો કોઈ અંત નથી.

પ્રભુએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સૌને જોઈએ તેટલું પર્યાપ્ત આપ્યું હતું, પરંતુ માણસો એકબીજા પાસેથી છીનવી લેવા માંડ્યા અને સમતુલા ડગી ગઈ. એક બાજુ માણસોને ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્રો નથી, જ્યારે બીજી બાજુ માણસોને પૈસા ક્યાં ખર્ચવા તે પ્રશ્ર્ન છે. પૈસાથી જે કાંઈ ખરીદી શકાય તે તેઓ ખરીદી ચૂક્યા હોય છે. ભૂખ લાગી હોય ત્યારે ભોજન સારું લાગે. પેટ ભરેલું હોય ત્યારે ભોજન પણ અકારું લાગે છે. ધન અમુક હદ સુધી સુખ આપી શકે છે પછી તેની અસર ઓછી થઈ જાય છે અને પરાકાષ્ટા આવે છે ત્યારે તૃપ્તિ સાવ ખતમ થઈ જાય છે. પછી ધનના ઢગલા પર બેઠેલા માણસો અકળાયા કરે છે. વધુ સુખની શોધમાં દુ:ખને વહોરી લે છે. સાચું સુખ ભીતરનું છે. અંદરનો વલોપાત દૂર થઈ જાય, મનમાં સ્થિરતા અને શાંતિ ઊભી થાય તો તેના જેવું બીજું કોઈ સુખ નથી. દુ:ખ આવે, ભીડ પડે ત્યારે ગમે તેવો નાસ્તિક માણસ પણ ઈશ્ર્વરમાં, નિયતિમાં અને કર્મોમાં માનતો થઈ જાય છે. જીવનમાં સારું કરીએ તો દુ:ખી થવાનો વારો ન આવે. બધો સમય સારો હોતો નથી અને સારી તક વારંવાર ઊભી થતી નથી. સંત સુરદાસજીએ કહ્યું છે તેમ...

અવસર બારબાર નહીં આવે

જાના તો કછુ કરના ભલાઈ,

જનમ મરણ છૂટ જાવે,

વો સંસાર ઓસકા પાની

પલકન મેં ઉડ જાવે,

સુરદાસ કહે હરિ મિલન કી,

હરિ કે ગુણ ગાવે.

પ્રભુના સ્મરણ અને બંદગી માટે આજે જે સમય છે તે કદાચ કાલે ન પણ હોય. આ માટે આજ મહત્ત્વની છે. ધન, સંપત્તિ, શક્તિ અને સત્તા અને આપણી પાસે જે કાંઈ હોય તેનાથી જેટલું સારું થઈ શકે તેટલું કરતા રહેવું જોઈએ.

સુરદાસજી કહે છે આ સંસાર અસાર છે. ઝાકળના પાણી જેવો છે. ઝાકળની જેમ બધું સમય આવ્યે ઊડી જવાનું છે, કશું કાયમી નથી. આજનું આ શહેર કાયમનું નથી. તે ખંડેર બની જશે તેમાંથી પાછું નવસર્જન થશે. મોટા મોટા શહેનશાહો થઈ ગયા. અનેક સલ્તનતો આવી ગઈ. શહેરો અને કસ્બાઓ ઊભાં થતાં રહ્યાં અને ભૂંસાતાં ગયાં. આમ બધું અનિત્ય છે. સમયનો સદુપયોગ કરવાની આ વાત છે. સારો ભાવ ઊભો થાય તો રાહ જોવાની જરૂર નથી. જ્ઞાની, સંતો અને મહાત્માઓ કહે છે આ દુનિયા એક ધર્મશાળા છે. એક પછી એક મુસાફરો આવે છે, વિશ્રામ કરે છે અને સમય પૂરો થાય ત્યારે ચાલ્યા જાય છે. સાચું ઘર પ્રભુનું મંદિર છે, તેનું સ્થાન આપણા હૃદયમાં છે. માણસ રાજા, રંક, જ્ઞાની, યોગી, બુદ્ધુ, સારો - ખરાબ બધું બની શકે છે. સમય અને સંજોગો માણસને ઘડે છે. શરીર અને મન પર અંકુશ હોય તો તેને કોઈ વાવાઝોડું હચમચાવી શકે નહીં. વિચારોના ઘોડા દોડતા હોય ત્યારે મન શાંત અને સ્થિર રહી શકે નહીં. મન મરકટ જેવું છે તે માણસને નચાવ્યા કરે છે. મન ક્ષણમાં દૂર દૂર સુધી પહોંચી શકે છે. બીમારી, રોગ, અશાંતિ એ બધું ત્યારે આવે છે જ્યારે આપણું મન રુગ્ણ બની જાય છે. મન શાંત અને નિર્મળ હોય તો બધાં દુ:ખો શમી જાય છે અને દુ:ખને સહન કરવાની અદ્ભુત શક્તિ ઊભી થાય છે. ત્યારે દુ:ખ દુ:ખ રહેતું નથી, પણ સાધનાનો ઉત્તમ માર્ગ બની જાય છે. દુ:ખ એક તપ છે. આમાંથી પસાર થયા પછી સુખનો સૂરજ ઊગે છે. સાચા સંતોને દુ:ખ અને યાતના બિલકુલ પરેશાન કરી શકતાં નથી. રામકૃષ્ણ પરમહંસે કેન્સરનું ઓપરેશન ક્લોરોફોર્મ લીધા વગર જ કરાવ્યું હતું. રોગ વધ્યો અને અસહ્ય પીડા છતાં તેમના મોઢામાંથી ઊંહકારો નીકળ્યો નહોતો. ભગવાન મહાવીરના કાનમાં ખીલ્લા ઠોકવામાં આવ્યા છતાં તેઓ જરા પણ વિચલિત થયા નહોતા. સ્વાર્થ અને લોભને સીમા નથી. માણસ જેટલું મેળવે છે તેટલું ભોગવી શકતો નથી અને છેવટે ધનના ઢગલામાં દટાઈ જાય છે. આ અંગે એક રશિયન કથા જાણીતી છે.

એક માણસને જમીન ખરીદવાની ઈચ્છા થઈ. કોઈએ કહ્યું અમુક જગ્યાએ જાઓ ત્યાં જમીન મફતમાં મળશે, એ માણસ ત્યાં પહોંચ્યો. જમીનના માલિકે કહ્યું જોઈએ તેટલી જમીન લઈ લો. સવારથી સાંજ સુધી દોડીને જેટલી જમીન કવર કરશો તેટલી તમારી, પરંતુ શરત એ છે કે સૂર્યાસ્ત પહેલાં અહીં પાછા પહોંચી જવું પડશે, પણ મોડા પડશો તો કશું નહીં મળે. માણસે દોડવાનું શરૂ કર્યું અને દૂર નીકળી ગયો, પરંતુ લોભ થયો, થોડું વધારે મેળવવાની લાલસા ઊભી થઈ અને અતિ દૂર નીકળી ગયો. પાછા ફરતી વખતે ઝડપથી દોટ લગાવી. ફેફસાં ફાટી પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ આટલી વિશાળ જમીન હાથમાંથી જવા કેમ દેવાય? માણસ ઊંધું ઘાલીને દોડતો રહ્યો અને સૂર્યાસ્ત થવાને બે મિનિટની વાર હશે ત્યાં મુકામ પર જઈને ઢળી પડ્યો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેને કબરમાં દાટવામાં આવ્યો ત્યારે એક સૂફી સંત બોલી ઊઠ્યા, ‘માણસને જમીન કેટલી જોઈએ? દો ગજ જમીન માટે તેણે જિંદગી ખોઈ નાખી.’ આપણી પાસે ગમે તેટલું હોય, બધું અહીં પડી રહેવાનું છે. જેટલું વાપરીએ તેટલું આપણું છે, બાકી ખાકમાં મળી જવાનું છે. શાયર નઝીરસાહેબે કહ્યું છે તેમ...

‘હૈ બહારે બાગ દુનિયા ચંદરોઝ

દેખલો ઈસ કા તમાશા ચંદરોઝ

ઐ મુસાફર! કૂચ કા સામાન કર

ઈસ જહાં મેં હૈ બસેરા ચંદરોઝ.’

સ્વાર્થનો સંઘર્ષ મહેન્દ્ર પુનાતર

સ્વાર્થનો સંઘર્ષ: છેતરવા કરતાં છેતરાઈ જવું સારું
સ્વાર્થ ભાવનામાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દીકરો બાપ સાથે ઝઘડે છે. સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે. ગાઢ મૈત્રી તૂટે છે અને ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જીવનમાં સ્વાર્થનો સંઘર્ષ છે. પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે. રાગ-દ્વેષનો આ સંગ્રામ છે. સ્વાર્થ વધુ ઘેરો બને છે ત્યારે તેમાં મતાગ્રહ, હઠાગ્રહ અને ઝનૂન ઉમેરાય છે. માણસમાં પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર અને દયાનાં ઝરણાંઓ અને સ્ત્રોતો અનેકવિધ સ્વરૂપે વહેતાં હોય છે પણ સ્વાર્થની પાળોથી આ વહેણો અટકી જાય છે. પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યારે માણસ બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવનામાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દીકરો બાપ સાથે ઝઘડે છે, સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે. ગાઢ મૈત્રી તૂટે છે અને ભાઈઓ ભાઈઓ દુશ્મન બની જાય છે. પોતાના થોડા એવા સ્વાર્થ માટે બીજાનું પારાવાર નુકસાન કરી નાખે છે. સ્વાર્થ આવે છે ત્યારે માણસ અંધ બની જાય છે, દૃષ્ટિ સીમિત થઈ જાય છે. પોતાના લાભ સિવાય તેને બીજું કશું દેખાતું નથી. સ્વાર્થ માટે માણસ અસત્ય, હિંસા અને અનીતિનો આશ્રય લે છે, જૂઠું બોલે છે, કપટ આચરે છે અને બીજાને એક યા બીજી રીતે છેતરતો રહે છે. જીવનનાં બધાં દુ:ખોનું મૂળ સ્વાર્થ છે. સ્વાર્થના કારણે લોભ અને મોહ ઊભો થાય છે અને માણસ ન કરવાનાં કામો કરે છે.

માણસ સમાજમાં અનેક પ્રશ્ર્નોથી વીંટળાયેલો, મૂંઝાયેલો છે. સામાન્ય માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા મથામણ કરે છે. સુખ ઝંખે છે, મુશ્કેલીઓ ટાળવા મથે છે. તે નથી સંત કે નથી દુષ્ટ, તે નથી ધાર્મિક કે અધાર્મિક, તે નથી સદાચારી કે દુરાચારી. તે સત્ય-અસત્ય, નીતિ-અનીતિ, પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચે ખેંચતાણ અનુભવતો હોય છે. સામાન્ય માણસો થોડુંક કહેવાતું સુખ મેળવવા માટે અબુધપણે અજ્ઞાન વશ અનીતિ આચરે છે. શક્તિશાળી માણસો સત્તા, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા માટે જૂઠ અને અનીતિનો સહારો લેતા હોય છે. સ્વાર્થ, લોભ અને મોહના કારણે માણસ જૂઠ, ફરેબ અને કાવાદાવા રચે છે. આમ છતાં જન સમાજ અને સમુદાય સર્વથા મનુષ્યત્વ ગુમાવી બેઠો નથી. દરેક માણસ સારો અને સદાચારી બનવા ઈચ્છે છે. સંજોગો અને પ્રકૃતિ અનુસાર તે સ્વાર્થમાં ખેંચાય છે. આમ છતાં સ્વાર્થભાવના વચ્ચે પણ કદી કદી સારાઈનાં તત્ત્વો બહાર આવે છે. કોઈપણ માણસ બધી રીતે સારો કે ખરાબ નથી. ખરાબ માણસ પણ સારું કરે છે ત્યારે દેવદૂત જેવો લાગે છે. આવું બને છે ત્યારે પુષ્પો ખીલી ઊઠે છે. માનવતાનો ઉજાસ દેખાય છે. સાધુ-સંતો પણ સર્વગુણ સંપન્ન નથી. જગતમાં સારું અને ખરાબ બંને છે તે દ્વંદ્વો અને વિરોધાભાસ વચ્ચે ચાલી રહ્યું છે. શુભ-અશુભ, સારું-નરસું, સુખ-દુ:ખ, ચડતી-પડતી, આશા-નિરાશા, જય-પરાજય બધું સાથે ચાલી રહ્યું છે.

જિંદગી એ સમયનો સરવાળો છે. એમાં આપણે ગુણાકાર કરતા રહીએ છીએ અને છેવટે ભાગાકાર થઈ જાય છે. ટૂંકા સ્વાર્થ અને બીજાને ઓછું અને પોતાને વધુમાં વધુ મળી જાય એવી લાલસાના કારણે આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. એક બોધકથા આ અંગે પ્રેરક છે.

એક કુંભારને ગધેડા ચરાવતાં ચરાવતાં નદીના પટના ઉપરવાસમાંથી એક ચમકતો પથ્થર દેખાયો. તેજના ઝગારા મારતો એ પથ્થર એટલો આકર્ષક હતો કે તેણે ઊંચકીને ફેરવી ફેરવીને જોયો. તેને થયું ચાલો છોકરાઓને રમવાના કામમાં આવશે. પછી થયું કે આ સરસ ચમકતો પથ્થર છોકરાઓ ખોઈ નાખશે તેથી તેણે આ ગોળમટોળ પથ્થર ગધેડાની ડોકે બાંધી દીધો.

એક દિવસ એ ગધેડાને લઈને જતો હતો ત્યાં સામેથી ગામનો ઝવેરી મળ્યો. ગધેડાની ડોકમાં આ ચમકતો પથ્થર જોઈને તેને આશ્ર્ચર્ય થયું. પાસે જઈને આ પથ્થરને ચોમેરથી બરાબર નિહાળ્યો. ગધેડાની ડોકમાં હીરો જોઈને તેને આશ્ર્ચર્ય થયું. લાખો રૂપિયા આપતાં ન મળે એવું આ રતન હતું. અબુધ કુંભારતે તેની કિંમતનો ખ્યાલ શી રીતે આવે? તેને મન તો આ ચકમકતો પથ્થર હતો.

ઝવેરીએ જઈને પૂછ્યું: તારે આ પથ્થર વેચવો છે? કુંભારે હા પાડી. શેઠે કહ્યું: બોલ કેટલા પૈસા આપું. કુંભારને થયું શેઠ બરાબર લાગમાં આવ્યા છે. આ પથ્થર તેમને ગમી ગયો છે. એટલે હવે ઓછા પૈસા લેવાય નહીં.

કુંભારે કહ્યું: પૂરા સો રૂપિયા લઈશ. એમ માગી રકમ આપી દે તો શેઠ શેના?

શેઠે કહ્યું: કેમ ગાંડો થઈ ગયો છે. આના સો રૂપિયા હોય. આના તને કોઈ પાંચ રૂપિયા પણ નહીં આપે. રકઝક પછી શેઠ આ પથ્થરના રૂપિયા ૫૦ આપવા તૈયાર થયા. પણ કુંભારે જીદ પકડી કે આમાં કાંઈ ઓછું નહીં થાય.

શેઠને થયું ગામમાં આની કિંમતની કોને ખબર છે. બીજું કોઈ દસ રૂપિયા પણ આપવા તૈયાર નહીં થાય. આજે નહીં તો કાલે એ ૫૦ રૂપિયામાં દોડતો આવશે. એક-બે દિવસમાં ક્યાં ખાટું-મોળું થઈ જવાનું હતું.

એક-બે દિવસ થયા ત્યાં પાછો શેઠને કુંભારનો ભેટો થઈ ગયો. શેઠે જોયું તો ગધેડાની ડોકમાંથી પથ્થર ગુમ. તેને ઘડીભર આંચકો લાગી ગયો. તેણે કુંભારને પૂછ્યું ગધેડાની ડોકમાંથી પથ્થર કેમ કાઢી નાખ્યો.

કુંભારે કહ્યું: હું ગધેડાને લઈને ઊભો હતો ત્યારે કોઈ શેઠ રસ્તા પરથી મોટરમાં પસાર થયા અને ગધેડાની ડોકમાં આ પથ્થર જોઈને નીચે ઊતર્યા. તેમને આ ચકમકતો પથ્થર ગમ્યો અને મને ૨૦૦ રૂપિયા આપીને ખરીદી લીધો. આપણને ફાયદો થઈ ગયો.

શેઠે કહ્યું: મૂરખ, આ પથ્થર હીરો હતો. લાખો રૂપિયાની ચીજ તેં માત્ર ૨૦૦ રૂપિયામાં પધરાવી દીધી અને મોટું નુકસાન વહોરી લીધું.

કુંભારે કહ્યું: હું તો અબુધ છું. મને કિંમતની શી ખબર. આમ છતાં હું ફાયદામાં રહ્યો. મને સોને બદલે બસો રૂપિયા મળ્યા, પરંતુ તમે ઝવેરી થઈને માત્ર રૂપિયા ૫૦ના લોભમાં લાખો ગુમાવ્યા. મૂરખ કોણ હું કે તમે?

ઓશોએ ટાંકેલી થોડા ફેરફાર સાથેની આ દૃષ્ટાંતકથા હૃદય સોંસરવી ઊતરી જાય એવી છે. જીવનમાં આપણે થોડા માટે કેટલું બધું હાથથી જતું કરીએ છીએ. થોડા પૈસા, થોડી મિલકત, થોડા લોભ અને થોડા સ્વાર્થ ખાતર આપણે કુટુંબમાં, સમાજમાં કેટલું બઘું ગુમાવીએ છીએ તેનો ખ્યાલ રહેતો નથી. ભાઈઓ જુદા પડે છે, કુટુંબના ભાગલા પડે છે ત્યારે નાની નાની વસ્તુઓ અને થોડા લોભ માટે ઝઘડા થાય છે અને સ્નેહ-સંબંધોના તંતુઓ તૂટી જાય છે એ પાછા સંધાતા નથી. સમય જતાં સંબંધો સુધરે તો પણ તેની કરચો દૂર થતી નથી અને પાછળથી એમ પણ થાય છે કે આ ખોટું થઈ ગયું. મનનાં મોતીઓ એક વખત તૂટ્યા પછી પાછાં સંધાતા નથી. અબુધ માણસો આવું કરે તો સમજી શકાય છે, પરંતુ શિક્ષિત અને સમજદાર લોકો જાણતા હોવા છતાં સ્વાર્થના કાવાદાવા રચે છે ત્યારે સમજાતું નથી કે તેઓ આખરે શું મેળવવા માગે છે. મોટા લોકોને મોટો લોભ, મોટો સ્વાર્થ અને મોટો અહમ્. જે માણસ સ્નેહ, પ્રેમ અને સંબંધોમાં પણ ફાયદાનો, ગણતરીનો અને નફા-નુકસાનનો વિચાર કરે છે તે કેટલી વખત મોટી ખતા ખાય છે.

સમાજમાં ચોમેર જાત જાતના અને ભાત ભાતના લોકો છે. કેટલાક લડે છે, કેટલાક લડાવી મારે છે, કેટલાક ઘૂસણિયા તો કેટલાક માખણિયા. કેટલાક સ્વજન હોવાનો, મિત્ર હોવાનો, પર દુ:ખભંજન હોવાનો ડોળ કરે છે. સ્વાર્થના પાયા પર રચાયેલા સંબંધોમાં ધૂર્ત લોકોનો પાર નથી. સગાંઓમાં, પાડોશમાં અને સમાજમાં મીઠું મીઠું બોલીને છેતરી જનારા લોકોનો તોટો નથી. પોતાના અંગત ફાયદા માટે કપટ આચરે છે, જુઠ્ઠાણાં ફેલાવે છે અને કોઈને ઉલ્લુ બનાવીને છેતરી જવામાં આનંદ અનુભવે છે. માણસ સત્યની, ઉદારતાની નીતિમત્તાની, પ્રામાણિકતાની વાતો કરે છે પણ તેને જીવનમાં ઉતારવાનું બહુ કઠિન છે.

સ્વાર્થ તો વધતેઓછે અંશે બધામાં રહેલો છે, પણ માણસે એટલું તો નક્કી કરવું જોઈએ કે તે બીજાને છેતરશે નહીં. કોઈથી છેતરાવું નહીં એ સારું છે. આમ છતાં કોઈને છેતરવા કરતાં છેતરાઈ જવાનું વધુ સારું છે.