ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો | |
હિન્દુસ્તાની
મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એક વાર મંત્રી થઈ
ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ
કરતો થઈ જાય છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
ઈંગ્લેન્ડ,
ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના
ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં
કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ
દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ
કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં
સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે
છે. હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી.
હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ
એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા
જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને
વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે.
પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના
બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી
આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ
લાચાર થઈને ઊભી રહી જાય છે. કારણ કે શાસક હિન્દુસ્તાનમાં સાફ સમજે છે કે એ
કાનૂનની ઉપર છે. જ્યારે શાસક ઈંગ્લેન્ડ કે ફ્રાંસ કે અમેરિકામાં સાફ સમજે
છે કે એ કાનૂનની નીચે છે અને શાસક એટલે સામાન્ય ધારાસભ્ય કે સાંસદ નહીં,
શાસક એટલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તેરોં શાસક એટલે અમેરિકાના
રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ; શાસક એટલે ઇંગ્લેન્ડની પ્રાઈમ મિનિસ્ટર માર્ગરેટ
થેચર! મિત્તેરોં, કે થેચર એટલે છગ્ગુપંજુ રાજકારણીઓ નહીં, પણ વિશ્ર્વના
સૌથી શક્તિમાન દેશોના સૌથી શક્તિમાન રાજનીતિજ્ઞો, જે સિંહાસન પર હતા ત્યારે
પૂરી પૃથ્વીને હલાવી નાંખતા હતા...? આપણા રાજકારણીઓ કેટલા નૈતિક છે! અને આ
કેટલા નૈતિક હતા?
મે ૧૯૯૫માં ફ્રાંસમાં શાસકો બદલાયા, ૬૨ વર્ષીય યિત્ઝાક શિરાક ૭ વર્ષ માટે ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા, જે ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ મિત્તેરોં પણ ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસની રાજ્ય વ્યવસ્થા જે એ પ્રકારની છે કે ત્યાં અનુભવદગ્ધ રાજનીતિજ્ઞ જ રાષ્ટ્રપતિ થઈ શકે છે, ઈન્દિરા-પુત્ર હોવાને લીધે કે રાજીવજીની વિધવા હોવાને લીધે ખુરશી વારસામાં મળતી નથી. ૧૯૮૧માં મિત્તેરોં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ફરીથી બીજીવાર ચૂંટાયા અને ૧૯૯૫માં એમણે પદત્યાગ કર્યો. એમનું ૧૪ વર્ષનું રાષ્ટ્રપતિત્વ એ ફ્રાંસના આધુનિક ઈતિહાસનો રેકોર્ડ છે. આજે મિત્તેરોં ૭૮ વર્ષના છે. પ્રોસ્ટ્રેટ કૅન્સરના અસાધ્ય રોગમાં મરણોન્મુખ છે, પૂરા ફ્રાંસની હમદર્દી એમની સાથે છે. આ વિશ્ર્વકક્ષાનો મહાન ફ્રેંચ રાજનીતિજ્ઞ સત્તા છોડ્યા પછી તરત જ બહાર નીકળી ગયા. એ પેરિસમાં ઍફિલ ટાવર પાસે એક ફલેટમાં રહેવા ચાલ્યા ગયા છે. એમની પાસે ૪ માણસોનો સ્ટાફ છે, જે ફ્રેંચ સરકાર આપે છે, બે બૉડીગાર્ડ અને બે ડ્રાઈવર બસ અને માસિક પેન્શન ૪૦ હજાર ફ્રાંક એટલે કે ૫૦૦૦ પાઉન્ડનું! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિત્તેરોંને સરકાર તરફથી માત્ર એક જ મોટરકાર મળે છે. જે માણસ ૧૪ વર્ષ સુધી ફ્રાંસનો રાષ્ટ્રપતિ રહ્યો, એલિસી પેલેસના પગથિયાં ઊતરીને એક જ મિનિટમાં સામાન્ય ફ્રેંચ નાગરિક બની ગયો! ફ્રેંચ પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘વિવા લ ફ્રાંસ્વા!’ (ફ્રાંસ્વા અમર રહે!) ઇંગ્લેન્ડની લોખંડી મહિલા માર્ગરેટ થેચર આ સદીમાં સૌથી લાંબા સમય સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહેલી વ્યક્તિ છે. એમના ટોરી પક્ષના નિર્વાચનમાં બરાબર બહુમતી મળી નહીં (એ હારી ન હતી) માટે શ્રીમતી થેચરે નક્કી કર્યું કે પક્ષના નેતૃત્વ માટે હું હવે સંપૂર્ણત: યોગ્ય નથી અને પ્રધાનમંત્રી શ્રીમતી થેચરે ત્યાગપત્ર આપી દીધું, સત્તાત્યાગ કરી દીધો. એ ૧૧ વર્ષો સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહી હતી. ત્યાગપત્ર આપ્યા પછી થોડા જ કલાકોમાં શ્રીમતી થેચરે પ્રધાનમંત્રીનું, ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટનું નિવાસસ્થાન ખાલી કરી નાખ્યું અને દક્ષિણ ઇંગ્લેન્ડના પોતાના ઘરમાં આવી ગઈ અંગ્રેજ પ્રજાની સાથે. આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘રૂલ બ્રિટાનીઆ! રૂલ ધ વેવ્ઝ!’ (બ્રિટાનીયા! સમુદ્રોની સમાજ્ઞી બને!) અમેરિકામાં જ્યોર્જ બુશ (સિનિયર) રાષ્ટ્રપતિ હતા, વિશ્ર્વના સૌથી રાક્ષસની સામર્થ્ય ધરાવતા મુલકના મહાનેતા. નિર્વાચનમાં એ બિલ ક્લિન્ટનથી પરાજિત થયા અને થોડા જ કલાકોમાં એમણે વૉશિંગ્ટનનું રાષ્ટ્રપતિભવન છોડી દીધું પછી એમનો એક ફોટો છપાયો, જાન્યુઆરી ૨૨, ૧૯૯૩ના દૈનિક ‘કોલમ્બસ ડિસ્પેચ’માં: વિશ્ર્વની સૌથી શક્તિમાન મહાસત્તાનો એક સમયનો એટલે કે અઠવાડિયા પહેલાંનો સૌથી શક્તિમાન મહાનેતા એક સામાન્ય અમેરિકન નાગરિક બનીને હ્યુસ્ટનના પાર્ક લૉરિએટ બિલ્ડિંગની લિફટની લાઈનમાં સવારે ૯ વાગે હાથમાં બે બેગો અને બગલમાં એક બ્રીફકેસ દબાવીને ૬૭મે વર્ષે ઊભો છે અને એણે ટાઈ વિના, એક સ્પોર્ટસ કોટ પહેર્યો છે અને લિફટની કતારમાં ઊભેલી નવમાં માળની લૉ ફર્મમાં નોકરી કરતી કલર્ક રીની જૅક્સન જ્યૉર્જ બુશને સસ્મિત કહે છે, ‘આઈ ગેસ ઈટ્સ ગોઈંગ ટુ બી અ લિટલ હાર્ડર ટુ ગેટ ઈન ધ એલિવેટર’ (મને લાગે છે, લિફટમાં ઘૂસવામાં જરા તકલીફ પડશે!) અમેરિકન પ્રજાની સાથે આપણને ગાવાનું મન થઈ જાય એવી ઘટના છે: ‘ગૉડ્ઝ ઓન લૅન્ડ!’ (ઈશ્ર્વરનો પોતાનો દેશ!) ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના પેરિસના નાના ફલેટમાં ચાલ્યો જાય છે, ઈંગ્લિશ પ્રાઈમ મિનિસ્ટર કલાકોમાં પોતાના દક્ષિણ ઈંગ્લેન્ડના ક્ધટ્રીહોમમાં ચાલી જાય છે, અમેરિકન રાષ્ટ્રપતિ કલાકોમાં એમના હ્યુસ્ટન પાસેના ટેંગલવુડ પરગણામાં ચાલ્યો જાય છે. આને શું કહીશું? સ્વચ્છતા? ઈમાનદારી? પ્રમાણિકતા? ધર્મના શબ્દો વાપરવામાં આપણે ચેમ્પિયનો છીએ. આ ‘અપરિગ્રહ’ છે. આપણા સાધુ બાવાઓ ધર્મની સીઝનમાં દિવસોમાં દોઢસો વાર અપરિગ્રહ શબ્દ વાપરી નાંખે છે. ખુરશીનો, સિંહાસનનો, સત્તાનો, શક્તિનો પણ પરિગ્રહ નહીં. કાયદાની સર્વોપરિતાનું પાલન રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ કરે છે. સર્વોચ્ચ શાસક પણ નીતિમત્તાનાં મૂલ્ય સ્થાપતા જાય છે. આપણા પરિવેશમાં પણ આ પ્રકારના અપરિગ્રહી માણસો ઉચ્ચ સ્થાને હોય છે અને ગીતા કે મહાભારતનો એક શ્ર્લોક બોલ્યા વિના એ લોકો શાંતિથી ખુરશી પરથી ઊતરી જાય છે. પણ આપણા રાજકારણીનું જે ચિત્ર જનમાનસમાં છે અને આ પ્રકારની સ્થિતિઓમાં છે, એને માટે એક જ મરાઠી શબ્દ કદાચ અર્થપૂર્ણ બની જાય છે: લબાડ! આ મરાઠી શબ્દનો અર્થ થાય છે. જૂઠું બોલવાની ટેવવાળું. ભ્રષ્ટતા એ કારણ નથી, ભ્રષ્ટતા એ પરિણામ છે, કારણ મનુષ્યની નિમ્ન કક્ષા છે. કારણ કેટલાક માણસોની જન્મજાત બેઈમાનવૃત્તિ ધરાવે છે. કારણ કેટલાક માણસોની જઘન્ય ક્વૉલિટી છે. ખુરશી પર બેઠેલો માણસ ખરાબ શા માટે થઈ જાય છે? પ્રલોભનો? અભાવ? અપસંસ્કાર? કદાચ શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના પાત્ર ઈઆગો વિશે કવિ ટી. એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે. ‘મોટીવલેસ મેલાઈનિટી’ (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે? |
Monday, May 19, 2014
ખુરશી પરથી ઊતરવા વિશે:- ચંદ્રકાંત બક્ષી
આપણને સુખ ક્યારે, ક્યાં અને કેવી રીતે મળે છે?- ગીતા માણેક
જ્યારે
એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો
મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા
બહાર નથી દોડતા, પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ
યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક
થોડા
વખત પહેલા મુંબઈમાં બે દિવસના વર્કશોપનું આયોજન થયું હતું. નામ હતું એનું
અન્તર્યાત્રા અર્થાત ભીતરની યાત્રા. આ અન્તર્યાત્રાના સૂત્રસંચાલક કંચન
બબ્બરે પહેલા જ દિવસે ત્યાં હાજર રહેલાઓને પહેલો સવાલ પૂછ્યો. તમારા જીવનનો
હેતુ શું છે? તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા ઇચ્છો છો? (આ સવાલ આપણે પણ
પોતાને પૂછી શકીએ)
કેટલાક લોકોએ જવાબ આપ્યો અમે આત્મસાક્ષાત્કાર કરવા માગીએ છીએ. કેટલાંકે કહ્યું અમે સ્વથી પરિચિત થવા માગીએ છીએ. એકાદ-બે યુવાનો ઈમાનદાર હતા તો તેમણે કહ્યું કે અમારે તો પૈસાદાર થવું છે, અંબાણીઓ જેવા સફળ થવું છે, મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ જેવી કારમાં ફરવું છે, બંગલામાં રહેવું છે. જો તમને આ પ્રશ્ન પૂછવામાં આવે અથવા તમે પોતાને આ પ્રશ્ન પૂછ્યો હશે તો દરેકનો જવાબ અલગ-અલગ આવ્યો હશે કે મારા લગ્ન થઈ જાય, મને પુત્રપ્રાપ્તિ (પુત્રી તો ભાગ્યે જ કોઈ ઝંખતું હશે) થઈ જાય, મારા ધંધામાં બરકત આવે, મારા છૂટાછેડા થઈ જાય, મારા દીકરાને અમેરિકાના વિઝા મળી જાય, મારી દીકરીના ઓસ્ટ્રેલિયામાં લગ્ન થઈ જાય, મારી પાસે હીરાનો નેકલેસ હોય, મને ઓસ્કર નહીં તો ફિલ્મફેઅર, નોબેલ નહીં તો જ્ઞાનપીઠ અને નહીં તો રોટરી ક્લબનો તો ઍવોર્ડ મળી જાય, ભાડાના ઘરમાંથી પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા જાઉં... યાદી લાંબી થઈ શકે છે. આ વર્કશોપના સૂત્રસંચાલકે કહ્યું બધાનો જવાબ ખોટો છે. આવું સાંભળીને આંચકો લાગે એ સ્વાભાવિક હતું. કદાચ તમને પણ લાગ્યો હશે, પરંતુ શાસ્ત્રનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે ખરેખર તો આપણા આ બધા લક્ષ્ય પાછળનો હેતુ એક જ છે અને એ છે સુખ મેળવવાની આકાંક્ષા. હા, શક્ય છે કે આપણે એ સુખ મેળવવા જુદી-જુદી વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થિતિઓ સુધી જઈએ પણ મૂળમાં આપણને બધાને જોઈએ છે એક જ વસ્તુ-સુખ. દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે એમાં તો કોઈને દિલ્હીમાં વડા પ્રધાનપદની ખુરશીમાં તો કોઈને એ ખુરશી પર પોતાને યોગ્ય લાગતી વ્યક્તિને બેસાડવામાં સુખ મળશે એવું લાગે છે. આ વખતે ભાજપ અને ખાસ તો તેનું કેમ્પેઈન કરનારાઓએ માનવીની સુખ માટેની આ ઝંખનાની નસ બરાબર પકડી અને એક આભાસ ઊભો કર્યો કે બસ, ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી આવી જશે એટલે દેશમાં સુખ જ સુખ થઈ જશે. દિલ્હીથી સુખની ગંગા વહેવા માંડશે અને સૌ દેશવાસીઓ ખોબેખોબા ભરી-ભરીને એમાંથી સુખ પી શકશે. ખેર, આપણી વાત પર પાછા આવીએ તો શાસ્ત્રો કહે છે કે માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું? જે સદૈવ એટલે કે હરહંમેશ હોય, બધી વસ્તુઓમાંથી મળે, જે સર્વત્ર હોય એટલે કે હું ક્યાંય પણ હોઉં પણ મને સુખ મળતું રહે, મારું સુખ કોઈ પર નિર્ભર ન હોય મતલબ કે કોઈ આવે તો હું સુખી થાઉં અને કોઈ જાય તો હું દુ:ખી થાઉં, મને પૈસા મળે તો હું સુખી અને ન મળે તો દુ:ખી તો એનો મતલબ એ થયો કે મારું સુખ પૈસા પર નિર્ભર છે. સારરૂપે કહીએ તો આપણે બધા એવું સુખ શોધતા હોઈએ છીએ જે સદૈવ, સર્વ વસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર હોય. કહેવાય છે કે આવું સુખ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે અને દરેક માનવીને એ મળી શકે છે પણ એના માટે એક લાંબી અન્તર્યાત્રા કરવી પડે છે. આ સુખ પામવા માટેની ચાવીઓ અને રસ્તાઓ સંત, મહાત્મા કે જ્ઞાનીજનો આપી શકે છે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિતિ થાય છે કે તો પછી જીવનમાં આપણે અનેકવાર જે સુખ અનુભવ્યું છે એ શું ખોટું હતું? આપણે જીવનમાં ઘણી વાર સુખી થયા છીએ, દુ:ખી વધુ થઈએ છીએ એ જુદી વાત, પણ જ્યારે-જ્યારે સુખ અનુભવ્યું એ આપણો સુખનો અનુભવ શું એક ભ્રમણા હતી? ના, એવું બિલકુલ નથી. આપણે જે-જે ઘડીએ સુખ અનુભવ્યું હતું એ સુખની અનુભૂતિ તો સત્ય હતી પણ આપણે અમુક-તમુક વસ્તુ કે વ્યક્તિ અથવા પરિસ્થિતિને કારણે આપણે સુખી થયા હતા એવું માનવું એક ભ્રમણા હતી એવું કહી શકાય. આને બીજા શબ્દોમાં મૂકીએ તો માની લો કે પરેશ નામનો એક એકદમ ગરીબ છોકરો છે. તેને લાગે છે કે જો તેની પાસે એક કાર હોય તો તે સુખી થઈ જાય. ધારો કે પરેશે ખૂબ મહેનત કરી, નસીબે તેને સાથ આપ્યો અને તેને સારા પગારની નોકરી મળી ગઈ, બેન્કે તેને કાર લેવા માટે લોન પણ આપી. પરેશ એક નવીનક્કોર કાર લઈ આવ્યો. કારને હાર પહેરાવી, તેની સામે રસ્તા પર શ્રીફળ વધેરીને તેણે કાર સ્ટાર્ટ કરી. હનુમાનજીના મંદિરે લઈ ગયો. પરેશ ખુશખુશાલ થઈ ગયો. તેને લાગ્યું કે તેને તેનું સુખ મળી ગયું. વીક-એન્ડમાં તે પરિવારને લઈને લોનાવલા કે પછી કોઈ રિસોર્ટમાં લઈ ગયો. આપણે એમ ન કહી શકીએ કે પરેશે કાર મેળવીને જે અનુભવ્યું એ સુખ નહોતું પણ શું ખરેખર પરેશને એ સુખ કારમાંથી મળ્યું હતું? બીજો એક દાખલો લઈએ. હેમા હનીમૂન પર સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી. ત્યાં તેના પતિના ખભા પર માથું ઢાળીને હાથમાં હાથ પરોવીને હેમાએ પહાડની પાછળ ધીમે-ધીમે અલોપ થઈ જતા સૂર્યને જોયો હતો ત્યારે હેમાને સૌથી વધુ સુખ થયું હતું. હેમાનું સુખ તેની ભ્રમણા હતી? એક વાર્તા વાંચી હતી કે એક વૃદ્ધ રાજાની રાણી રાજ્યના યુવાન અને હેન્ડસમ સેનાપતિ સાથે પ્રેમમાં પડી. રાજા ખૂબ જ ગિન્નાયા અને તેમણે બંનેને ફાંસી આપવાનું નક્કી કર્યું પણ તેમના સમજદાર પ્રધાને રાજાને સલાહ આપી કે આવું કરશો તો પ્રજાની સહાનુભૂતિ પ્રેમીઓ તરફ રહેશે અને લોકો તમને ધિક્કારશે. પ્રધાનની સલાહ મુજબ રાજાએ તેની રાણી અને તેના પ્રેમીને એક રૂમમાં પૂરી દીધા. એ રૂમમાં બાથરૂમ કે શૌચાલય નહોતું. થોડાક કલાક તો પ્રેમીપંખીડાઓને લાગ્યું કે અત્યારસુધી ચોરીછૂપીથી મળવું પડતું હતું. થોડા કલાક પ્રેમાલાપ અને એવું બધું ચાલ્યું પણ થોડા જ દિવસોમાં તો બંને એકબીજાના દુશ્મન બની ગયા અને એકબીજાને ધિક્કારવા માંડ્યા. તેમના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. જે પ્રેમી અને પ્રેમિકા એકબીજા વિના જીવી નહોતા શકતા તે એકબીજાને મારવા તૈયાર થઈ ગયા હતા. જે પ્રેમી અને પ્રેમિકા સુખનું કારણ હતા તે જ દુ:ખદાયક બની ગયા. તો શું તે પ્રેમી અને પ્રેમિકાને અગાઉ એકબીજા પાસેથી સુખ મળતું હતું એ તેમની ભ્રમણા હતી? કેટલીક વ્યક્તિઓ કહે છે કે અમુક ગાયકને અમે સાંભળીએ કે અમુક ગીત સાંભળીએ, અમુક પુસ્તક વાંચ્યુ ત્યારે સુખની અનુભૂતિ થઈ હતી, કેટલાંકને પાણીપુરીમાંથી કે ચોક્કસ બ્રાન્ડની ચોકલેટ કે મેન્ગો આઇસક્રીમ ખાઈને સુખની અનુભૂતિ થાય છે. હવે આ બધાં જ ઉદાહરણોમાં બધાને સુખની અનુભૂતિ થઈ હતી એ સત્ય છે. તેમનો અનુભવ તેમના માટે હકીકત છે. પરેશે મારુતિ અલ્ટો કાર લીધી તો એમાં તેને સુખ થયું હતું, પણ દરેક વ્યક્તિને શું મારુતિ અલ્ટો કાર મળવાથી સુખ થઈ શકે? જેની પાસે મારુતિ અલ્ટો હોય તેને મર્સિડીઝમાં પોતાનું સુખ લાગે. બીજી વાત, પરેશને મારુતિ અલ્ટોમાંથી કેટલા દિવસ સુખ મળશે? જો મારુતિ અલ્ટોમાં જ પરેશનું સુખ હોય અને પરેશને ફરજ પાડવામાં આવે કે તેણે મારુતિ અલ્ટો કારમાં જ ખાવાનું, સૂવાનું, રહેવાનું તો શું એ મારુતિ અલ્ટો તેના સુખનું કારણ બની રહેશે? હેમાને સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત જોવામાં સુખ લાગ્યું હતું, પણ જો હેમાને કહેવામાં આવે કે તેણે સ્વિટ્ઝરલેન્ડમાં જ રહેવાનું છે અને દરરોજ સાંજે સૂર્યાસ્ત જોવાનો છે તો હેમાને એમાંથી સુખ મળશે? જેમને પાણીપૂરી ખાવાથી સુખ થતું હોય તેમને કહેવામાં આવે કે તમને હવેથી રોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સમાં પાણીપૂરી જ આપવામાં આવશે તો શું તેને પાણી પુરીમાંથી સુખ મળશે? આ બધાનું તારણ એટલું જ કે આપણને સુખ આપણે માનીએ છીએ એ વસ્તુઓમાંથી, વ્યક્તિઓ પાસેથી કે સ્થિતિઓમાંથી નથી મળતું. આપણે જે અનુભવીએ છીએ એ સુખ ભ્રમણા નથી એ તો સત્ય જ છે, પણ ભ્રમણા છે આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું. ઉપર જણાવેલાં બધાં જ ઉદાહરણોમાં તે-તે વ્યક્તિને એ-એ સંજોગો અને વસ્તુઓમાંથી સુખની અનુભૂતિ થઈ હતી. જેવી આપણને પણ અનેક વાર થાય છે પણ એ સુખનો સ્ત્રોત એ વસ્તુમાં નથી એટલું તો હવે સ્પષ્ટ થઈ જ ગયું હશે. તો પછી સુખ ક્યાં હતું? વેલ, આપણે પોતે જ્યારે-જ્યારે સુખનો અનુભવ કર્યો હતો ત્યારે એક્ઝેક્ટલી શું થયું હતું એને રિવાઇન્ડ કરીશું તો આ સવાલનો જવાબ મળી જશે. આપણને જ્યારે-જ્યારે સુખનો અનુભવ થાય છે ત્યારે એ ક્ષણ પૂરતું આપણું મન થંભી જાય છે. આપણા મનની બધી જ દોડ અટકી જાય છે અને જ્યારે-જ્યારે એવું થાય છે ત્યારે-ત્યારે આપણને સુખની અનુભૂતિ થાય છે. આ બાબત તરફ આપણે પોતે ધ્યાન નથી આપતા અને એવું કરવાનું આપણને કોઈ શીખવતું પણ નથી. એટલે જિંદગીભર આપણે એ વસ્તુઓ, વ્યક્તિઓ કે સ્થિતિઓ ફરી-ફરી ઝંખતા રહીએ છીએ જ્યાંથી આપણને સુખ મળ્યું હતું. જેમ કે તીખું ચટાકેદાર ખાવાથી સુખની અનુભૂતિ થાય છે એવું આપણા મનમાં એટલી હદે ઠસી ગયું હોય છે કે આપણે એ સુખ મેળવવા વારંવાર એ વાનગીઓ ખાઈ-ખાઈને તબિયત બગાડી બેસીએ છીએ અને જ્યાં આપણે સુખ મેળવવા જતા હતા ત્યાંથી દુ:ખ લઈને આવીએ છીએ. જ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ, કારણ કે સુખ આપણી ભીતર જ છે એનું જ્ઞાન થઈ જાય છે. એક વાર મનને થંભાવી દેતા આવડી જાય તો પછી જ્યારે, જે ઘડીએ, જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં સુખ જ સુખ થઈ પડે છે. મનને થંભાવીને સદૈવ, સર્વવસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર સુખ પામવાની યુક્તિ તો કોઈ જ્ઞાની સંત, સદ્ગુરુ, મહાત્મા કે યોગી જ આપી શકે. |
Saturday, May 3, 2014
લીડર- ચંદ્રકાંત બક્ષી
લીડરનું મર્મસ્થાન: ફોકસમાં રહ્યા કરવાની ડેથ-વિશ | |
ફોકસમાં
રહ્યા કરવાની એક અદમ્ય વાસના અંતે ઘાતક પુરવાર થાય છે, અને એ નેતાને સ્વયં
એક આત્મઘાતક ભ્રમમાં ડુબાડી દે છે. પ્રસિદ્ધિએ જેટલા નેતાઓને મારી નાખ્યા
છે એટલા શત્રુઓએ માર્યા નથી
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
લીડર
શબ્દ હવે હિંદુસ્તાનની દરેક ભાષામાં આવી ચૂક્યો છે. નેતા અથવા નેતાજી શબ્દ
પણ હવે આબાલવૃદ્ધ બધા જ સમજે છે. પણ અંગ્રેજીમાં બે જુદા શબ્દો છે, એક
પોલિટિશિયન અને બીજો સ્ટેટ્સમેન. પોલિટિશિયન એટલે હિંદુસ્તાનમાં જરાક ગંદો,
નીતિથી પર, ચાલુ, ઉસ્તાદ રાજકારણી. અને સ્ટેટ્સમેન એટલે પરિપક્વ,
દૂરંદેશી, દીર્ઘદૃષ્ટા રાજનીતિજ્ઞ કે કૂટનીતિજ્ઞ. આ બે શબ્દોનો ફર્ક
ગુજરાતી ભાષામાં આવ્યો નથી. ચીમનભાઈ પટેલથી રજની પટેલ સુધીના ગુજરાતીઓ
પોલિટિશિયન્સ હતા, પણ કનૈયાલાલ મુનશી કે મોરારજી દેસાઈ સ્ટેટ્સમેન હતા.
આનાથી એક કદમ આગળ લઈ જાય એવો એક પ્રસંગ છે. જ્યારે ઉર્દૂ કવિ અલામા ઈકબાલ
મરણપથારીએ હતા ત્યારે જવાહરલાલ નેહરુ ઇકબાલને મળવા ગયા. એ
દૌરાને-ગુફ્તગૂમાં કવિ ઇકબાલે કહ્યું: જિન્નાહ તો પોલિટિશિયન છે, જવાહરલાલ!
તમે પેટ્રીઅટ છો! પેટ્રીઅટ અથવા દેશપ્રેમી એ પોલિટિશિયન અથવા રાજકારણી કે
સ્ટેટ્સમેન અથવા રાજનીતિજ્ઞથી ઉપર છે. કેટલાક ઇંગ્લેન્ડના સર વિન્સ્ટન્ટ
ચર્ચિલની જેમ થ્રી-ઈન-વન હોય છે. એક વાર ચર્ચિલને પોલિટિશિયનની વ્યાખ્યા
પૂછવામાં આવી. એણે ઉત્તર આપ્યો: રાજકારણીમાં એ ક્ષમતા હોવી જોઈએ કહેવાની કે
આવતી કાલે, આવતા સપ્તાહે, આવતે મહિને, આવતે વર્ષે શું થશે. અને પછી એ
સમજાવવાની ક્ષમતા હોવી જોઈએ કે શા માટે એમ ન થયું.
ક્યારેક કોઈ ખુશકિસ્મત દેશમાં રાજકારણી, રાજનીતિજ્ઞ, દેશપ્રેમી અને વિદ્વાન કે કલાકારના ગુણો સર્વોચ્ચ એક જ નેતામાં હોય છે ગ્રીસના પેરિક્લીસથી ભારતના જવાહરલાલ નેહરુમાં એમ કહેવાતું હતું કે એમની પાસે ત્રણે "બી છે (બ્યુટી, બ્રેઈન ઍન્ડ બ્રૉન... ખૂબસૂરતી, દિમાગ અને દૈહિક સૌષ્ઠવ). ગુજરાતના નેતાજીઓની તો એક આખી "બી ટીમ ઊભી થઈ શકે છે. આજના ચેકસ્લોવેકિયાના રાષ્ટ્રપતિનું નામ છે. વાક્લાવ હાવેલ, અને એમનું નામ વિશ્ર્વના શ્રેષ્ઠ નાટયકારોમાં ગણાય છે. કમ્યુનિસ્ટ શાસન દરમિયાન થતા જુલ્મમાંથી એ ગુજરી ચૂક્યા છે. હમણાં ન્યુ યૉર્ક યુનિવર્સિટીએ એમને ઑનરરી ડૉક્ટર ઑફ લૉઝની ડિગ્રી આપી ત્યારે એમણે એક સ્વીકારપ્રવચન આપ્યું હતું, જેમાં રાજકારણીઓ વિષે એમણે એમના વિચારો પ્રકટ કર્યા હતા. એ મનનીય પ્રવચનમાંથી કેટલાક અંશ: મારી આજની સ્થિતિ ઇર્ષ્યા કરવાલાયક તો નથી જ. રાષ્ટ્રપતિપદના દોઢ વર્ષ પછી, એક સ્વતંત્ર બૌદ્ધિક તરીકે રાજનીતિ વિષેના મારા વિચારો હું સતત અપડેટ કરતો રહું છું. વર્ષો સુધી રોજબરોજના રાજકારણને હું સત્તા હડપવા માટેની એકમાત્ર પ્રવૃત્તિ ગણતો હતો. રોજની રાજકીય વિષમતાઓ અનુભવ્યા પછી પણ હું માનું છું કે રાજકારણનું હાર્દ ગંદું નથી, ગંદકી તો લુચ્ચા બેઈમાન માણસો લઈ આવે છે. હું એ પણ સ્વીકારું છું કે આ મનુષ્ય કર્મક્ષેત્રનો એ પ્રદેશ છે, જ્યાં ખોટાં કામો કરીને આગળ વધી જવાનાં પ્રલોભનો સૌથી વિશેષ હોય છે. રાજકારણમાં સ્પષ્ટવક્તા થઈ જવું હંમેશાં ડહાપણભરેલું હોતું નથી. અહીં થોડી સૂઝ, થોડો સ્વભાવ, થોડા ગુડ ટેસ્ટની જરૂર પડતી રહે છે. અને ઉચ્ચ કક્ષીય રાજકારણમાં રાષ્ટ્રવિજ્ઞાનના શિક્ષણ કરતાં પણ ગુડ ટેસ્ટની સૌથી વધુ જરૂર પડે છે. રાષ્ટ્રપતિ વાક્લાવ હાવેલે આપેલી સલાહોમાંથી બે સલાહો: ક્યાં અને ક્યારે જવું, એ ક્યાં અને ક્યારે ન જવું એની સમજદારી (આ સલાહનો બીજો ભાગ ગુજરાતી મંત્રીશ્ર્વરોએ વિચારવા જેવો છે). ચર્ચા કરતા જવું, પણ હાવી ન થઈ જવું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં નેતાગીરીને લાગતો એક શ્ર્લોક છે, જે ત્રીજા અધ્યાયમાં છે અને આ ત્રીજા અધ્યાયનું શીર્ષક પણ સૂચક છે: કર્મયોગ! શ્ર્લોક ૨૧મો કહે છે: યત્ યત્ આચરતિ શ્રેષ્ઠ: તત્ તત્ એવ ઇતર: જન:/સ: યત્ પ્રમાણમ્ કુરુને લોક: તત્ અનુવર્તતે! (શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, અન્ય પુરુષ પણ એ જ અનુસારે વર્તે છે. એ પુરુષ જે કંઈ પ્રમાણ કરી આપે છે, લોકો એ જ પ્રમાણે વર્તે છે). ચાણક્યનીતિમાં પણ આ જ મતલબનું કહ્યું છે કે લોકો ગતાનુગતિક છે, એટલે કે એકનું કર્મ જોઈને બીજો એ કર્મ કરે છે. છાન્દોગ્યોપનિષદમાં શંકરે કરેલા ભાષ્યમાં સમજાવ્યું છે કે નેતાનો અર્થ થાય છે લઈ જવાવાળો. ખાધેલું અન્ન (અશિત) પાણી પેટમાં લઈ જાય છે, માટે પાણી "આશયાના કહેવાય છે. પાણી ખાદ્યનો નેતા છે. હિંદુસ્તાનમાં લીડર શબ્દ ઘર ઘરમાં ઘૂસી ગયો છે, પણ લીડર શબ્દનો અભ્યાસ અથવા પૃથક્કરણાત્મક અભ્યાસ જોવામાં આવતો નથી. જર્મન સમાજશાસ્ત્રી મેક્સ બેવર (૧૮૬૪-૧૯૨૦) એ ક્ષેત્રનું એક મોટું નામ છે. ૧૯૧૯માં એમણે એક નિબંધ લખ્યો હતો, "ધ વોકેશન ટુ પોલિટિક્સ (રાજકારણનો ધંધો), જે આ વિષયનો એક સારો અભ્યાસ ગણાય છે. એમાંનાં કેટલાંક વિધાનો આજના ૧૯૯૧ના અંતમાં કદાચ બહુ સુસંગત કે સાંદર્ભિક ન પણ લાગે. છતાં પણ એક ઐતિહાસિક પ્રક્રિયાને સમજવાનો આ સરસ પ્રયત્ન છે. મેક્સ બેવરે આ નિબંધ પ્રથમ વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ પછી તરત જ લખ્યો હતો. રાજકારણ એક ધંધો છે? અને જો એ ધંધો હોય તો એમાં કઈ પૂર્વશર્તો જોઈએ છે? અને એનું ફળ શું મળે છે? પ્રોફેશનલ પોલિટિશિયન નામનું એક પ્રાણી છે, જે હિન્દુસ્તાનમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે (સુબ્રહ્મણ્યમ્ સ્વામી, વી. સી. શુક્લ આદિ). આ પ્રાણીને પક્ષ નથી, નીતિ નથી, દેશોદ્ધાર કે સમાજોદ્ધાર એમને માટે ઘણા બધા ઉદ્ધારો થઈ ગયા પછી સૂચિમાં અંતે આવે છે. સામાન્ય રીતે, રાજકારણી પાવર (સત્તા)નો આશિક છે. સત્તા એ જનતાની સાથેની કોઈ ભાગીદારી નથી, સત્તા એ જનતાની ઉપર છે, જનતા ઉપરનું એક વાદળું છે. લોકોનો પ્રેમ સંપાદન કરવો, લોકો પર અસર પાડવી આ બધાં સત્તાપ્રાપ્તિનાં ઔજારો છે. પણ મુખ્યત: ત્રણ વિશેષતાઓ નેતામાં હોવી જરૂરી છે એવું મેક્સ બેવર કહે છે: (૧) પેશન અથવા ઉન્માદ, (૨) ઉત્તરદાયિત્વની ભાવના અને (૩) પાકો નિર્ણય. કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે એક પેશન, એક ઉન્માદ, એક પાગલપણું જોઈએ જ. પેશનમાં સમર્પણની ભાવના આવી જાય છે, જે જનતાને આકર્ષે છે. જવાબદારીની ભાવના વ્યક્તિને પ્રતિષ્ઠા આપે છે. અને નિર્ણયની પક્કાઈ માણસને ઓલ્ડર સ્ટેટ્સમેન અથવા વરિષ્ઠ રાજનીતિજ્ઞની કક્ષા આપે છે. એલ. કે. અડવાનીનો પ્રગતિગ્રાફ આ ત્રણ મુદ્દાઓના પ્રકાશમાં અભ્યાસ કરવાલાયક છે. લીડરે વસ્તુઓ અને જનતાથી એક અંતર જરૂર રાખવું જોઈએ (સરદાર પટેલની જેમ) નહિ તો નેતૃત્વનો પુરસ્કાર મળતો નથી (ઈન્દુચાચાની જેમ). જનતાના માણસ અને નેતા એ બે જુદી વસ્તુઓ છે. નેતાની સૌથી મોટી ચેલેન્જ, મેક્સ વેબરના મત પ્રમાણે, એક અસંભવ વિરોધિતા છે. એક જ દિમાગમાં ધ્યેય માટેનો લાલચોળ ઉન્માદ હોય અને બીજી તરફ નિર્ણય લઈ શકવાની બર્ફીલી ઠંડક હોય, આ બન્ને સાથે હોય એ બધાના કિસ્મતમાં હોતું નથી. નેતાની સૌથી મોટી કમજોરી હોય છે: ફોકસમાં રહ્યા કરવાની મૃત્યુલાલસા (ડેથ વિશ). ફોકસમાં રહ્યા કરવાની એક અદમ્ય વાસના અંતે ઘાતક પુરવાર થાય છે, અને એ નેતાને સ્વયં એક આત્મઘાતક ભ્રમમાં ડુબાડી દે છે. પ્રસિદ્ધિએ જેટલા નેતાઓને મારી નાખ્યા છે એટલા શત્રુઓએ માર્યા નથી. સ્તાલિન કહેતો હતો કે જો માણસને ખતમ જ કરી નાખવો હોય તો એની પ્રશંસા કરો, પ્રશંસા કરો, પ્રશંસા કરો! અને આપણે ત્યાં પ્રશંસા કરનારાઓની કોઈ કમી છે? |
Thursday, May 1, 2014
Teenager survives 96 % Burns
'There's always a silver lining round the corner': Inspirational teenager suffered 96 PER CENT burns in horrific coach crash and defied all the odds to survive after 200 operations
- Catrin Pugh, now 20, was pulled from the burning coach wreckage
- She spent three months in a coma after the crash in the French Alps
- Only the soles of her feet and parts of her scalp were untouched by flames
- She underwent more than 200 operations and was on life-support
- 'Remember there's an upside to everything', says inspirational Miss Pugh
- Hospital staff name her 'the girl with the million dollar smile'
By
Lucy Crossley
Published:
20:58 GMT, 30 April 2014
|
Updated:
06:25 GMT, 1 May 2014
Catrin Pugh, now 20, spent three months in a coma after she was pulled from the wreckage of a coach that smashed into a cliffside in the French Alps last April.
Only the soles of her feet and parts of her scalp were untouched by the flames.
+9
Survivor: Catrin Pugh, now 20, spent three
months in a coma after she was pulled from the wreckage of a coach that
smashed into a cliffside in the French Alps last April
+9
Ordeal: Miss Pugh, from Wrexham, north Wales,
had to undergo more than 200 operations and was on a life-support
machine for 90 days
Miss Pugh, from Wrexham, north Wales, had to undergo more than 200 operations and was on a life-support machine for 90 days.
Medics said her odds of survival were just 1,000/1.
+9
Miss Pugh, who hopes to go to university to
become a teacher, said: 'I though I was never going to get better and
there was no future for me, but I have had fantastic support from my
friends and family and the staff at the hospital have been amazing'
+9
Before: Miss Pugh, who had been set to start an
event management course at Manchester University prior to the crash,
says she only has hazy memories of the disaster, caused when the
vehicle's brakes failed
+9
Tragedy: The coach Miss Pugh was travelling on
narrowly missed a treacherous ravine when it crashed on the notorious
Alpine route, used by cyclists in the Tour de France
'At first, I thought I'd never get better and there was no future for me. But I would say to anyone faced with big hurdles in their life, remember there's an upside to everything and a silver lining around the corner.'
'Make sure you listen to your friends and family when they are telling you it's going to be ok.'
The coach she was on narrowly missed a treacherous ravine when it crashed on the notorious Alpine route, commonly used by cyclists in the Tour de France.
Maurice Wrightson, the driver, was hailed as a hero after he managed to steer away from the huge drop. He died when the fireball swept through the front of the bus.
+9
Support: Miss Pugh with burns surgeon Ian James and ward manager Donnas Wilkinson
Miss Pugh, who had been set to start an event management course at Manchester University before the crash, says she only has hazy memories of the disaster, caused when the vehicle's brakes failed.
While in hospital Miss Pugh, who still hopes to go to university to become a teacher, was visited by fellow burns victim Katie Piper - who had travelled to Whistoin Hospital, Merseyside after hearing of her ordeal.
And her positivity has also warmed the hearts of staff at the hospital who nicknamed her the 'girl with the million pound smile'.
During her recovery she has had to learn to walk again, as well as many everyday skills such as cooking and washing herself.
+9
+9
Miss Pugh's positivity warmed the hearts of staff at the hospital who nicknamed her the 'girl with the million pound smile'
+9
Family bond: Miss Pugh with her parents Sara and Carl, and her younger sister, 17-year-old Marie
As part of her treatment, which has so far cost £1million, she underwent skin grafts from her mother and brother, and had further skin artificially grown in a laboratory.
She says she can recall the coach going up in flames, and being at the side of the road - yelling that she was in pain, before she fell unconscious.
'I remember waking up in hospital three months later and was really confused and had to have my parents tell me what had happened,' she told the Daily Post.
'I though I was never going to get better and there was no future for me, but I have had fantastic support from my friends and family and the staff at the hospital have been amazing.'
Subscribe to:
Posts (Atom)