Tuesday, March 26, 2013

પતંગ, દાંડિયા, ફટાકડા અને હોળી-ધુળેટી - સૌરભ શાહ

પતંગ, દાંડિયા, ફટાકડા અને હોળી-ધુળેટી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

મકર સંક્રાન્તિ આવવાની હોય એના થોડા દિવસ પહેલાં એક પ્રચાર શરૂ થઈ જાય છે. પતંગના માંજાથી કેટલાં પંખી મરી જાય છે. દિવાળી આવવાની હોય ત્યારે ફટાકડાથી પ્રદૂષણ કેટલું થાય છે એવો પ્રચાર શરૂ થઈ જાય છે.નવરાત્રિ અને ગણેશોત્સવ વખતે નોઈસ પોલ્યુશનની અને હવે હોળી વખતે પાણીની તંગીની ફરિયાદો શરૂ થઈ ગઈ છે.

વાત શરૂ કરતાં પહેલાં આ ઝુંબેશવીરોનો એક કિસ્સો કહું તમને. એ વખતે ‘ઈ ટીવી’ ગુજરાતી પર ‘સંવાદ’ નામનો ટૉક-શો અમે શરૂ કરેલો. એક વખત ડૉ. જયંત પંડ્યા નામના વિજ્ઞાન જાથા સંસ્થાની પ્રવૃત્તિ કરનાર સેકયુલરવાદી સજ્જનની મુલાકાત લેવાની આવી. સ્ટુડિયોમાં પહેલા સેગમેન્ટ માટેનું સાત મિનિટનું રેકૉડિંગ શરૂ થયું. એક-બે સવાલોની ભૂમિકા પછી મેં ડૉ. જયંત પંડ્યાને એમણે હિંદુ મંદિરમાં પાડાનો બલિ થતાં કેવી રીતે અટકાવ્યો એ કિસ્સો કહેવાનું કહ્યું. પંડ્યા સાહેબે ખૂબ રસપૂર્વક આખો કિસ્સો કહ્યો. હું વચ્ચે વચ્ચે એમને પાનો ચડાવતો ગયો. પંડ્યાજીએ રંગમાં આવીને આખો કિસ્સો વિસ્તૃતપણે કહ્યો. બ્રેક લેવાની ૩૦ સેક્ધડ પહેલાં મેં પંડ્યાજીને અભિનંદન આપીને કૅમેરાની આંખ સામે જોઈને કહ્યું, ‘મિત્રો, ડૉ. જયંત પંડ્યાએ એક પાડાને બચાવીને જીવદયાનું અદ્ભુત કામ કર્યું છે. થોડા દિવસ પછી બકરી ઈદ આવી રહી છે. બ્રેક પછી આપણે એમની પાસેથી જાણીશું કે તેઓ ચાર લાખ નિર્દોષ બકરાંની કતલ અટકાવવા કઈ ઝુંબેશ ઉપાડી રહ્યા છે.’

મેં હસતા મોઢે બ્રેક લીધો ને આ બાજુ જયંતજીની હાલત કાપો તોય લોહી ન નીકળે. બ્રેકમાં એ મારી સાથે કંઈક ડિસ્કસ કરવા માગતા હતા પણ મેં માત્ર મેકઅપ ટચઅપ જેટલો સમય લઈને તરત જ સેક્ધડ સેગમેન્ટનું શૂટિંગ શરૂ કરાવ્યું.

જયંત પંડ્યાને ચાર લાખ બકરાંની કતલ કેવી રીતે રોકશો એવો સવાલ પૂછયો અને તેઓશ્રી તતપપ ગેંગેંફેંફેં થઈ ગયા. ‘એ તો ટ્રેડિશન છે’, ‘ધર્મની પરંપરા છે’ વગેરે કહેવા લાગ્યા. એક પાડાનો જાન કીમતી હોય તો ૪ લાખ બકરાંનો જાન કીમતી નહીં? એવું પૂછીને એમને વધુ ઉશ્કેર્યા. છેવટે સાહેબ ખુલ્લા પડી ગયા. એ ઈન્ટરવ્યુની ઑડિયો મારી પાસે છે. વિડિયો નથી કારણ કે એમણે વગ વાપરીને ઈન્ટરવ્યુ ટેલીકાસ્ટ ન થવા દીધો. સંવાદની મારી ૧૪૪ એપિસોડની સીઝન પૂરી થયા પછી એક અન્ય એન્કરે ‘સંવાદ’માં જ ડૉ. જયંત પંડ્યાનો ઈન્ટરવ્યુ લીધો જેમાં તેઓ સમાજ માટે કેટલું સારું કામ કરે છે એવી છાપ ઊભી કરીને એમને બિરદાવવામાં આવ્યા.

બકરી ઈદને દિવસે કોઈ ઊહાપોહ કરતું નથી કે દેશ આખામાં લાખો બકરાં આ પવિત્ર તહેવારના નામે કપાઈ મરે છે તેનું શું? આ બકરાંને ઉછેરવા માટે, એમના ઘાસચારા માટે જે પાણી જોઈએ છે તેના એક કરોડમા ભાગનું પાણી પણ હોળીમાં વપરાતું નથી.

ઈશ્યુ પાણીની તંગીનો કે દુકાળનો છે જ નહીં. જે વિસ્તારોમાં એવી પરિસ્થિતિ છે ત્યાં કોઈ પાણીથી હોળી નથી રમવાનું. અહીં પાણીથી હોળી નહીં રમીને એ બચેલા પાણીને ટેન્કરમાં ભરીને દુકાળગ્રસ્ત વિસ્તારમાં મોકલી શકવાનું છે કોઈ? આંદોલનકારીઓ, ઝુંબેશશૂરાઓ અને ચળવળિયાઓને માત્ર બહાનું જોઈતું હોય છે.

ઉર્સ અને એવા પ્રસંગોએ નીકળતા મુસ્લિમોના ધાર્મિક સરઘસો વખતે થતા ટ્રાફિક જામ, સખત ઘોંઘાટ, અવ્યવસ્થા અમે વર્ષોથી જોતા આવ્યા છીએ. પણ ફરિયાદ માત્ર નવરાત્રિ વખતે કે ગણેશોત્સવ વખતે જ થશે.

દિવાળીના દિવસોમાં અહિંસાવાદી વડીલો બાળકો પાસેથી ફટાકડા ફોડવાનો આનંદ છિનવી લે છે. અવાજનું પ્રદૂષણ થાય છે. અરે ભાઈ, આખું વરસ રસ્તા પર બાપ મરી ગયો હોય એવી ચિચિયારીઓ જેવા હૉર્ન મારતા મોટર સાઇકલવાળાઓને અને ઍરહૉર્નની તીણી ચીસો પાડતા ટ્રક ડ્રાઇવરોને જઈને સમજાવો ને. હવામાં પ્રદૂષણ ફટાકડાથી જેટલું થાય છે તેના કરતાં દસ અબજગણું પોલ્યુશન વાહનો, ફૅક્ટરીઓ, રેસ્ટોરાંની ચિમનીઓ વગેરેને કારણે થાય છે. તમે બાળપણમાં જે હોંશથી ફટાકડા ફોડ્યા તે હોંશ આજની પેઢીના બાળકોને ન હોય? અને તમે જો નાનપણમાં ફટાકડા ન ફોડ્યા હોય તો ભોગ તમારા, બીજાને શું કામ એ આનંદથી વંચિત રાખવાના?

ઉતરાણ સમયે માંજાથી કેટલાંક પંખીઓ કપાઈ જતાં હશે. દુખદ કહેવાય. પંખીપ્રેમીઓ એની સારવાર કરે છે. સારું કહેવાય. પણ આવી સેવાભાવી પ્રવૃત્તિ ચૂપચાપ કરવાની હોય. લોકોમાં જાગૃતિ લાવવાના બહાને પોતાના ફોટા અને પોતાની સંસ્થાઓનાં નામ છપાવવાનાં ન હોય.

તિલક હોળીનું ભૂત થોડાંક વર્ષ પહેલાં શરૂ થયું. ભારતના એક અગ્રણી હિંદી અખબાર જૂથે શરૂ કર્યું અને એના હરીફ અખબાર જૂથે પણ એમાં ઝંપલાવ્યું. થોડાં વર્ષ પહેલાં ટીવી પર એક હાસ્યાસ્પદ ઍડ આવતી હતી. સેવ ધ ટાઈગર માટેની. તમારા ઘરની બત્તી ગુલ ન થઈ જાય એ માટે ટાઈગર બચાવો! ચાલો, અમારે ટાઈગર બચાવવો છે. મુંબઈમાં કયાં ટાઈગર છે કે અમે બચાવીએ? "અમે બચાવીશું, જંગલમાં જઈને. અમને પૈસા આપો પ્રીસાઈસલી. પૈસા પડાવવા માટે આવા બધા કકળાટ શરૂ કરવામાં આવે છે.

વચ્ચે અમારા એક પરિચિત કાગળ બચાવો, વૃક્ષ કાપો નહીં વગેરે માટે ડઝનબંધ લેખો છાપામાં છપાવતા. અમારે એમને જાહેરમાં કહેવું પડ્યું કે સાહેબ, તમારા આ લેખો ન્યુઝપ્રિન્ટ પર છપાય છે તેને બદલે પાટી પર લખીને લોકોને મોકલો તો સારું. કમ સે કમ એટલો કાગળ અને એટલાં ઝાડ તો બચી જશે.

આખી વાતનો સાર એ કે કોઈનેય નુકસાન ન થાય એ રીતે જલસાથી ફટાકડા ફોડવાના, નવરાત્રિમાં અને ગણેશોત્સવમાં નાચવાનું, પતંગ ચગાવવાના અને પિચકારીઓમાં રંગીન પાણી ભરીને હોળી-ધુળેટી પણ રમવાની


મારી નોંધ :શ્રી સૌરભભાઈની વાત સાથે સંમત  થવાતું નથી . તેઓ પથ્થરનો જવાબ પથ્થરથી આપવામાં માને છે પરંતુ અહિયાં તે યોગ્ય લાગતું નથી .શોર બકોર કે પશુની કતલ કે પક્ષીઓને ઈજા વગેરે પ્રશ્નોનો જવાબ તો આપણે  જ આપવો પડશે . ખરેખર તો તેમનો વાંધો સરકાર અને ખાસ કરીને કોન્ગ્રેસ જે રીતે મુસલમાનોને છાવરી રહી છે તેનો છે . મુસલમાનોને જે સવલતો આપવામાં આવે છે તેની સૌ કોઈ ને ઈર્ષા આવે તેવું છે કારણકે જે વર્ગ સરકારને નાણા પુરા પડે છે તેના તરફ સરકાર બિલકુલ બેદરકાર છે અને જે વર્ગ તેમને ધાક  ધમકી આપી ડરાવે  છે તેમને શરણે થઇ જાય છે . પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર જે અત્યાચારો થાય છે અને જે રીતે આપણા  મંદિરોનો નાશ કરવામાં આવે છે તેની નોંધ સુધ્ધા લેવાતી નથી .જયારે ભારતમાં બાબરીના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે . ગુજરાતમાં સળી મુસલમાનોએ કરી તેનું ફળ તેઓએ ભોગવ્યું તેના ફળસ્વરૂપે ત્યાં શાંતિનો માહોલ બની ગયેલ છે છતાં તે રાજ કરતી સરકારને માન્ય નથી . તેનાથી અનેકગણું જાનમાલનું નુકસાન કાશ્મીરમાં થઇ રહ્યું છે પણ ત્યાં એક અક્ષર પણ ઉચ્ચારવામાં આવતો નથી કારણ કે ત્યાં મુસલમાનોનું રાજ છે . આ અસમતુલા જો હઠાવી શકાય તો જ ભારતનું કલ્યાણ થાય તેજ કરવાની ખાસ જરૂર છે .

No comments:

Post a Comment