| જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ સાધના અને મુક્તિનો માર્ગ |
| જિનદર્શન - મહેન્દ્ર પુનાતર |
જ્ઞાન, દર્શન, અને ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી માણસ જાણી શકે છે, સમજી શકે છે. દર્શનથી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને ચારિત્ર્યથી નિરોધ, નિષેધ અને ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે. ચારિત્ર્ય એટલે સંયમ, ત્યાગ અને તપથી શરીર અને મન વિશુદ્ધ થાય છે. આ એક સાધના છે. પર્યુષણ પ્રસંગે આ ભક્તિ-સાધના વધુ બળવતર બને અને આ ચેતનાનો પ્રકાશ અંતરમન સુધી પહોંચે એવા પ્રયાસો કરવાના છે.
જ્ઞાનથી આપણે વસ્તુને પદાર્થને જાણી અને સમજી શકીએ. પરંતુ માત્ર જાણવું પુરતું નથી. એમાં સંપૂર્ણ શ્રદ્ધા ઊભી થવી જોઇએ અને તે પ્રકારનું આચરણ ઊભું થવું જોઇએ. જાણવું એ ઉપરછલ્લી બાબત છે. માત્ર જાણી લેવાથી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. જ્યાં સુધી આપણને પોતાને તેનું યથાર્થ દર્શન ન થાય. પ્રતીતિ ન થાય અને જ્યાં સુધી આપણે આપણી પોતાની આંખોથી જોવાનું શરૂ ન કરીએ ત્યાં સુધી સત્યદર્શન અને શ્રદ્ધા ઊભી થતી નથી. કોઇ બાબતમાં વિશ્ર્વાસ એ ઉભો થાય પરંતુ વિશ્ર્વાસ એ શ્રદ્ધા નથી વિશ્ર્વાસ એ ભરોસો છે. કોઇની પાસેથી જે અપેક્ષા હતી તે પૂર્ણ થાય એટલે વિશ્ર્વાસ ઊભો થાય છે અને આવું વારંવાર બને ત્યારે વિશ્ર્વાસ દૃઢ થાય છે. આપણે ધાર્યું હતું તેવું થયું અને આપણે ધાર્યું હતું તેવું ન થયું એટલે વિશ્ર્વાસ તૂટી ગયો. આ એક શરત છે. શ્રદ્ધામાં એવી કોઇ શરત હોતી નથી. એમાં અપેક્ષા નથી. ગમે તે બને, સારું નરસું પણ શ્રદ્ધા ટકી રહે છે. આ આપણું પોતાનું દર્શન છે. આ આપણો પોતાનો અનુભવ છે. વિશ્ર્વાસ ઉપરનો છે. શ્રદ્ધા અંતરની છે. કોઇએ જોયું આપણે સાંભળી લીધું અને માની લીધું તેનાથી શ્રદ્ધા ઊભી નહીં થાય અને કદાચ ઊભી થશે તો એ જુઠ્ઠી હશે જે ઉપરથી થોપેલું છે. તેનાથી આંતરિક પરિવર્તન ઊભુ થશે નહીં. શ્રદ્ધા સ્વયંભૂ છે અને તેનો આધાર સત્યદર્શન, સમ્યગ્દર્શન છે. આપણને ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ત્યારે આચરણ એની મેળે આવી જાય. ધર્મ આપણને ત્યાગ કરવાનું કહે અને આપણે બધુ ભેગું કર્યા કરીએ અને પરિગ્રહ કરતા રહીએ. કશુ છૂટે નહીં. મનથી પણ મુક્ત ન બની શકીએ તો આપણી શ્રદ્ધા અધૂરી ગણાય. જીવનનો આધાર માત્ર જ્ઞાન પર નથી. દર્શન અને દ્રષ્ટિ પર છે. તર્કથી, બુદ્ધિથી, વિચારથી જે વાત યોગ્ય લાગે તેને આપણે સ્વીકારી લઇએ છીએ. તર્ક એ દલીલ છે. મનને મનાવી લેવાની વાત છે. તર્ક અને દલીલ ખોટી વાતને સાચી ઠરાવી શકે છે. જે વાત હૃદય સુધી પહોંચતી નથી અને અંતરમનને આંદોલિત કરતી નથી એ શ્રદ્ધા બની શકે નહીં. ધર્મ એ તર્ક નથી સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવનાનો વિષય છે. આમાં શંકા ઊભી થાય તો ગાડી પાટા પરથી ઊતરી જશે. શ્રદ્ધા એ સમપર્ણ છે. જેના વગર જીવી ન શકીએ એ પ્રેમ અને શ્રદ્ધા. વિશ્ર્વાસ બીજા પર આધારિત છે અને શ્રદ્ધા આપણા પર. આમાં કશુ મેળવવાની વાત નથી. ત્યાગની વાત છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણને નવું બળ પૂરું પાડે છે. આમાં બીજાનો અનુભવ કામ લાગે નહીં. સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે જ તેને માતા હોવાનો ખરો અનુભવ થાય છે. બાળકને દત્તક લઇને પણ માતા બની શકાય છે પણ તેનાથી ખરા અર્થમાં જાણી નહીં શકાય કે માતૃત્વ શું છે. અનુભવ વગરનું જ્ઞાન એ સાચું દર્શન નથી. ધર્મમાં શ્રદ્ધાથી ચાલવાનું હોય છે. જે બુદ્ધિથી તર્કથી ચાલે છે. તેઓ ભટકી જાય છે. આવા લોકો સાવધાનીથી ચાલે છે. એક એક કદમ હિસાબ માંડીને ચાલે છે. પરંતુ શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમાં કોઇ હિસાબ-કિતાબ હોતો નથી માત્ર સમર્પણ અને સ્વીકારની ભાવના હોય છે. ધર્મમાં શ્રદ્ધાથી જેઓ ચાલે છે તેમના માટે એક છલાંગ પૂરતી છે. પરંતુ આ આપણું પોતાનું દર્શન હોવું જોઇએ. અંધશ્રદ્ધા નહીં. મહાવીર કહે છે જ્ઞાનથી સમજ, દર્શનથી શ્રદ્ધા, ચારિત્ર્યથી નિષેધ અને તપથી મનુષ્ય વિશુદ્ધ થાય છે. ધર્મને સમજવા માટે જ્ઞાન જરૂરી છે પરંતુ શ્રદ્ધાના સહારા શિવાય તે હૃદય સુધી પહોંચી શકશે નહીં. જેમાં શ્રદ્ધા ન હોય એ આપણા ચારિત્ર્યમાં ઊતરી શકે નહીં. શ્રદ્ધા વિનાની ક્રિયાનું યોગ્ય પરિણામ ઊભુ થાય નહીં. જ્ઞાન હોય, જાણકારી હોય પણ તેનો યોગ્ય ઉપયોગ ન થાય, જ્ઞાનની સાથે આચરણ ન હોય તો તેનો અર્થ સરે નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એકબીજા સાથે સંકળાયેલાં છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ દ્વારા વ્યર્થને છોડવાનું છે અને સાર્થકને પકડવાનું છે. ધર્મના આ ચાર સ્થંભો છે. તેના વગર જીવનને રૂપાંતરિત કરી શકાય નહીં અને સાચું સુખ પ્રાપ્ત થઇ શકે નહીં. આ સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. અહંકાર ઓગળે એટલે આપોઆપ બધી વૃત્તિઓ શાંત પડવા માંડે છે. રાગ-દ્વેષ અને અહંકારને દૂર કરવા મનને શુધ્ધ બનાવવું જરૂરી છે. આ બધો મનનો ખેલ છે. મન અંકુશમાં રહેશે તો બધી વાસનાઓ શમી જશે. મન પર ઇચ્છાઓ અને વાસનાઓના થર બાજેલા છે. એટલે માણસ સાચુ જોઇ શકતો નથી. કામ,ક્રોધ, લોભ અને મોહનું આવરણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આત્માનું દર્શન થઇ શકશે નહીં. સ્વાર્થ, દંભ અને અભિમાન આપણને સાચે રસ્તે જવા દેતુ નથી. કષાયોના કારણે આપણે સતત ભય અને અસલામતી અનુભવી રહ્યા છીએ. ભગવાન મહાવીરના વચનો છે ‘વાસનાનો અગ્નિ, દ્વેષનો અગ્નિ અને અહંકારનો અગ્નિ જ્યારે બુઝાઇ જાય ત્યારે હૃદયને સુખ થાય છે. જ્ઞાન અને દર્શનથી ધર્મને યથાર્થ રીતે સમજી શકાય છે. અજ્ઞાનથી માણસ અથડાતો રહે છે. જીવનનો સાચો માર્ગ મળતો નથી. મોટાભાગના પાપો અજ્ઞાનના કારણે થતા હોય છે. ચારિત્ર્ય એ સંસ્કારનો પાયો છે તેના પર જીવનનું ઘડતર થાય છે. ચારિત્ર્ય વગરનું જીવન સુગંધ વગરની અગરબત્તી જેવુ છે. ચારિત્ર્યથી આત્મા સુધી પહોંચી શકાય છે. રાખમાં અંગારો હોય અને જેમ આપણને દેખાતો નથી તેમ આત્મા પર આવરણો છવાયેલા છે એટલે તે આપણને દેખાતો નથી. રાખમાં ફૂંક મારીએ અને અંગારો દેખાય એમ આ બધા આવરણો ખરી પડે ત્યારે આપણને શુદ્ધ આત્માના દર્શન થાય છે. આ રાખ છે આપણી વાસનાની, રાગ-દ્વેષની અને અહંકારની. આ બધા પડળો જેમ જેમ દૂર થતા જાય તેમ આત્મા ચંદ્ર પરથી વાદળો જેમ જેમ દૂર થાય અને દેખાવા લાગે તેમ તેનો પ્રકાશ દેખાવા લાગે છે. તપ દેહ શુદ્ધિ અને મન શુદ્ધિ માટે છે અને મન પર અંકુશ મેળવવાની આ સાધના છે. તપનો અર્થ છે જીવનમાં આવતા દુ:ખો અને મુશ્કેલીઓનો સહજતાથી સ્વીકાર કરવો. સુખ આવે તો પકડવું નહી અને દુ:ખ આવે તો ભાગવુ નહીં. સુખ આવે તો સમજવું કે આ પૂણ્યનું કર્મોનું ફળ છે. કર્મો સારા કે ખરાબ ભોગવવા પડે છે સુખ અને દુ:ખ બંને આવશે અને સમય પૂરો થતા ચાલ્યા જશે. જે આવે છે તે જવાના માટે હોય છે. એટલે એના પ્રત્યે રાગ કે મોહ રાખવાનું કોઇ કારણ નથી. જૈન ધર્મના ૧૨ તપ ૬ બાહ્ય અને ૬ અભ્યંતર તપ. તેના દ્વારા કષાયોને દૂર કરીને મુક્તિના માર્ગે જઇ શકાય છે. સમ્યક્ દર્શન વગર જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર્ય નહીં, ચારિત્ર્ય વગર આત્મદર્શન નહીં અને આત્મદર્શન વગર મોક્ષ નહીં અને મોક્ષ વગર પરમ આનંદ નહીં. આચરણ વગરનું જ્ઞાન નકામું છે. આપણે બધી વાતને સમજીએ પણ જીવનમાં ઉતારીએ નહીં તો તેનો અર્થ સરે નહીં. વિચાર અને આચરણ એક યાત્રાના બે હિસ્સા છે. વિચાર પહેલું કદમ છે અને આચરણ અંતિમ કદમ. કોઇ વિચાર આચરણ ન બને તો માની લેવું કે તે વિચાર આપણો નથી. જે વિચાર આપણો નથી તે આચરણ બની શકે નહીં. જંગલમાં આગ લાગી હોય અને એક અપંગ માણસ બિલકુલ ચાલી શકતો નથી તે આગને જોઇ તો શકે છે પણ ચાલી નહીં શકવાના કારણે આગની લપેટમાં આવી જાય છે. એક અંધ માણસ ચાલી શકે છે પણ જોઇ શકતો નથી તેથી આગથી બચી શકતો નથી. તે આગની સામે ઊભો રહી જાય છે. જેની પાસે સમજ છે પણ આચરણ નથી તે માણસ પંગુ છે અને જે માણસ પાસે આચરણ છે પણ જ્ઞાન અને સમજ નથી તે માણસ અંધ છે. તે ફાંફાં માર્યા કરે છે પણ રસ્તો જડતો નથી. જ્ઞાન અને આચરણ બંને સાથે હોય તો સંસારની આગમાંથી બચી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ આ ચાર ધર્મ ચક્રો આપણને મુક્તિના માર્ગે લઇ જાય છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રે જેમ કહ્યું છે તેમ... ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ’ |
Sunday, August 28, 2016
સાધના અને મુક્તિનો માર્ગ - મહેન્દ્ર પુનાતર
જૈન ધર્મનો ગૌરવવંતો ઇતિહાસ- સંજય વોરા
સ્પોટ લાઈટ - સંજય વોરા
આવતી કાલથી જૈનોનું પર્યુષણ મહાપર્વ શરૂ થઇ રહ્યું છે. પર્યુષણમાં જૈનાચાર્યો અને મુનિઓ જે પ્રવચનો કરે છે તેમાં કહેવામાં આવે છે કે અકબર બાદશાહે એક જૈનાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેની હકુમતમાં વર્ષના છ મહિના કતલખાનાંઓ બંધ રખાવ્યાં હતાં. જો એક મુસ્લિમ બાદશાહે જીવદયાનું આવું ઉદાહરણીય પાલન કર્યું હોય તો ઇતિહાસકારો દ્વારા તેની નોંધ લેવાવી જ જોઇએ, પણ જે ગુજરાતમાં જૈનોની બહોળી વસતિ છે તેની સ્કૂલોમાં પણ જૈન ધર્મના ઉજ્જવળ ઇતિહાસનું આ પ્રકરણ ભણાવવામાં આવતું નથી. આ પ્રકારે જૈન ઇતિહાસનાં એક નહીં પણ અનેક પ્રકરણો ઉપર પડદાઓ પાડીને ઇતિહાસકારો દ્વારા જૈન ધર્મને અન્યાય કરવામાં આવ્યો છે.
શરૂઆત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવ ભગવાનથી કરીએ. વૈદિક પરંપરાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ ઋષભ દેવ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે જૈન ધર્મ ઋગ્વેદના કાળ કરતાં પણ વધુ પ્રાચીન છે. આ હકીકતનો ઉલ્લેખ ઇતિહાસના કોઇ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવતો નથી. જૈન ધર્મ અનાદિકાલીન છે, પણ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ખોટી રીતે જણાવવામાં આવે છે કે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરી હતી. હકીકતમાં મહાવીર સ્વામી ભગવાન પહેલાં પણ જૈન ધર્મમાં ૨૩ તીર્થંકરો થઇ ગયા હતા, પણ ઇતિહાસકારો માત્ર મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્ર્વનાથ ભગવાનના અસ્તિત્વનો જ સ્વીકાર કરે છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં તો એવું પણ લખવામાં આવે છે કે વૈદિક ધર્મમાં યજ્ઞયાગની હિંસા વધી જતાં મહાવીર ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી હતી. આ વાત બરાબર નથી, કારણ કે ભગવાન મહાવીરના જન્મ પહેલા જૈન ધર્મ વિદ્યમાન હતો. ભગવાન મહાવીરે હિંસાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો તે હકીકત છે, પણ વૈદિક ધર્મના રીતરિવાજનો વિરોધ કરવા જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી તેમ કહેવું યોગ્ય નથી. ઇતિહાસકારો તો શરૂઆતમાં એવું કહેતા હતા કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે. પાછળથી તેઓ જૈન ધર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતા થયા હતા. હકીકતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ તેમના પૂર્વાશ્રમમાં જૈન સાધુ હતા. જૈન ધર્મનો તપશ્ર્ચર્યાનો માર્ગ તેમને કઠોર લાગતાં તેમણે મધ્યમ માર્ગની સ્થાપના કરી હતી. જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના મૂળભૂત નિયમોમાં સામ્ય છે તેનું રહસ્ય એ છે કે ગૌતમ બુદ્ધે જૈન સાધુઓ પાસે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના સમકાલીન સમ્રાટ બિંબિસાર મગધના રાજા હતા. એક સમયે તેઓ ગૌતમ બુદ્ધને પોતાના ગુરુ માનતા હતા, પણ પાછળથી તેઓ ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા હતા. જૈન ઇતિહાસમાં તેમની ઓળખ શ્રેણિક મહારાજા તરીકે કરાવવામાં આવે છે. તેમના પુત્ર અભયકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રેણિક મહારાજાનો જીવ આગામી ચોવીસીમાં તીર્થંકર બનવાનો છે, એવું પણ જૈન ઇતિહાસમાં કહેવાયું છે. પાઠ્યપુસ્તકોમાં બિંબિસાર ભગવાન મહાવીરના ભક્ત હતા એ લખવામાં આવતું નથી. સમ્રાટ અશોકે યુદ્ધોથી કંટાળીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો તેનો ઉલ્લેખ ઇતિહાસનાં લગભગ તમામ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવે છે. સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજા પરમાત્મા મહાવીરના પરમ ભક્ત હતા. આર્ય સુહસ્તિસૂરિજી નામના જૈનાચાર્યના ઉપદેશથી તેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેમ જ ભારતવર્ષની બહાર પણ તેનો પ્રચાર કર્યો હતો, તેવો ઉલ્લેખ કોઇ પાઠયપુસ્તકોમાં કરવામાં આવતો નથી. સંપ્રતિ મહારાજાના સમયમાં ભારતમાં ૪૦ કરોડ જૈનો હતા. સંપ્રતિ મહારાજાએ ભારતભરમાં આશરે સવા લાખ જૈન મંદિરો બંધાવ્યાં હતાં. તેમણે જૈન તીર્થંકરોની સવા કરોડ મૂર્તિઓ ભરાવી હતી. આજે પણ અનેક જિનાલયોમાં સંપ્રતિ મહારાજાની બનાવેલી મૂર્તિઓની પૂજા થાય છે. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ મહારાજા ગાદીએ આવ્યા હતા. કુમારપાળ મહારાજા જ્યારે સિદ્ધરાજ જયસિંહથી ભાગતા ફરતા હતા ત્યારે કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજે તેનો જીવ બચાવ્યો હતો અને તેને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી માંસાહારનો ત્યાગ કર્યો હતો અને તેઓ જૈન ધર્મના ચુસ્ત શ્રાવક બની ગયા હતા. કુમારપાળ મહારાજા જે ૧૮ દેશોના રાજા હતા તેમાં તેમણે તમામ કતલખાનાંઓ કાયમ માટે બંધ કરાવ્યાં હતાં. તેમના રાજમાં જૂ મારવા ઉપર પણ પ્રતિબંધ હતો. કુમારપાળ મહારાજાએ ગુજરાતમાં અનેક ભવ્ય જૈન મંદિરો બનાવ્યાં હતાં. આજે તારંગા હિલ ઉપર અજિતનાથ ભગવાનનું જે ભવ્ય ગગનચુંબી જિનાલય જોવા મળે છે તે પણ કુમારપાળ મહારાજાએ બનાવ્યું હતું. ગુજરાતમાં આજે પણ જે અહિંસાનો પ્રભાવ જોવા મળે છે તેની પાછળ શ્રી હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળ રાજાનો પ્રભાવ કામ કરી રહ્યો છે. મોગલસમ્રાટ અકબરે જૈનાચાર્ય વિજયહીરસૂરિજી મહારાજને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. અકબરને પ્રતિબોધ કરવા આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ છેક ગુજરાતના ગંધાર બંદરેથી પગપાળા વિહાર કરીને દિલ્હી ગયા હતા. અકબરે દિલ્હીમાં તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું, જેની લંબાઇ છ માઇલ જેટલી હતી. વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અકબરે માંસાહારનો કાયમ માટે ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતનાં કતલખાનાંઓ વર્ષના છ મહિના બંધ કરવા માટે ફરમાનો બહાર પાડ્યાં હતાં. અકબરે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વગેરે તીર્થો શ્ર્વેતાંબર જૈન સંઘની માલિકીનાં છે, એવા મતલબનાં ફરમાનો પણ બહાર પાડ્યાં હતાં. અકબર બાદશાહનાં આ ફરમાનોની મૂળ નકલ આજે પણ અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે.આજે શાળાઓમાં અને કૉલેજોમાં અકબરનો જે ઇતિહાસ ભણાવવામાં આવે છે તેમાંથી જૈનાચાર્ય સાથેનું પ્રકરણ ગાયબ કરી દેવામાં આવ્યું છે. જૈન ધર્મ માત્ર ઉત્તર અને પશ્ર્ચિમ ભારત પૂરતો મર્યાદિત નહોતો. દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મનો વ્યાપક ફેલાવો થયો હતો. બિહારમાં જ્યારે ૧૨-૧૨ વર્ષનાં ત્રણ દુકાળો પડ્યાં ત્યારે જૈનાચાર્યો શ્રાવક-શ્રાવિકાઓ સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ જૈનાચાર્ય ભદ્રબાહુ સ્વામી હતા. ચંદ્રગુપ્તે ઘડપણમાં દીક્ષા લીધી હતી. બિહારના દુકાળ દરમિયાન તેમણે દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો હતો. શ્રવણબેલગોડામાં બાહુબલિની જે વિશ્ર્વપ્રસિદ્ધ મૂર્તિ છે, તેની પ્રતિષ્ઠા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવી હતી. કર્ણાટકમાં આવી અનેક મૂર્તિઓ મોજૂદ છે. તમિળનાડુમાં જે થિરુવલુર નામના સંત થઇ ગયા હતા તેઓ હકીકતમાં જૈન સાધુ હતા. તેમણે લખેલા થિરુકુલ નામના ગ્રંથમાં જૈન ધર્મનો જ ઉપદેશ છે. આ ગ્રંથને આજે પણ તમિળનાડુના સત્તાવાર ધર્મગ્રંથ તરીકે માન આપવામાં આવે છે. કન્યાકુમારીના દરિયામાં સંત થિરુવલુરની ભવ્ય પ્રતિમા ઊભી કરવામાં આવી છે. ગોવામાં એક સમયે આશરે સવા કરોડ જૈનોની વસતિ હતી. વિદેશી આક્રમણખોરો દ્વારા ભારે હિંસા આચરીને તેમને વટલાવી દેવામાં આવ્યા હતા. આ કારણે ગોવામાં આજે પણ જૈન મંદિરોનાં ખંડેરો જોવા મળે છે. ગોવાનાં એક અભયારણને ભગવાન મહાવીરનું નામ પણ આ કારણે આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જૈન ઇતિહાસને પણ તેનું યોગ્ય સ્થાન આપવું જોઇએ. |
Saturday, August 27, 2016
સંતો-સ્વામીઓ -ગુરુઓ - ચંદ્રકાંત બક્ષી
| તમારા ફૅમિલી-સ્વામી પસંદ કરો |
અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
એક જમાનો હતો જ્યારે ગાંધીજી છેલ્લા મહાત્મા હતા! પછી દેશ સમૃદ્ધ થયો. કાળું નાણું વધ્યું, હિંસા ફૅશનેબલ બની અને હિંદુસ્તાનમાં ‘ગૉડમેન’ વધ્યા. ગૉડમેન શબ્દ કદાચ ખુશવંતસિંહે આપ્યો છે. ગૉડમેન એટલે મહાત્મા. મહાઋષિ, ભગવાન, મહારાજ, સ્વામી, બાપુ, યોગી અથવા એવા માણસો જેમને સાંભળવા ભક્તજનો, ભાવકો, ચાહકો, શ્રોતાઓ (અને દર્શકો પણ) લાખોની સંખ્યામાં જમા થઈ જાય, ભાવવિભોર થઈને સાંભળે! હવે આધુનિક અને ધનિક પરિવારોની સુખી શેઠાણીઓને ફૅમિલી ડૉક્ટર અને હેર ડ્રેસરની જેમ ફૅમિલી સ્વામીઓ હોય છે, અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે. ગીતા, રામાયણ, ઉપનિષદ, બ્રહ્મ, આત્મા, સકામ અને નિષ્કામ કર્મની વાતો થાય છે! મહાત્મા મોહનદાસ ગાંધી પ્રાર્થનાસભાઓ કરતા હતા. આજના મહાત્માઓ મોટી સભાઓ ભરે છે, સમાજ કલ્યાણની નહીં પણ આત્માના કલ્યાણની વાતો કરે છે. સ્વામી-સાધુઓનાં વ્યાખ્યાનોનાં પુસ્તકો છપાય છે, ઈન્ટર્વ્યૂ આવે છે, એમના જ અવાજમાં એમની કૅસેટો વેચાય છે. ધર્મની વાતો વધારેમાં વધારે ફેલાય એ માટે વિજ્ઞાનનો ભરપૂર સહારો લેવામાં આવે છે. મેક-અપ કરીને આ સંતો ટી.વી. પર પણ નિયમિત દેખા દે છે! ધેર્સ નો બિઝનેસ લાઈક ગૉડમેન્સ બિઝનેસ!
આ ગૉડમેનને ગુજરાતીમાં શું કહીશું? ભગવાનદાસ? કે ધર્મવીર? મને ધાર્મિક વ્યાખ્યાનો કે પ્રવચનોમાં બહુ આસ્થા નથી પણ આ ભગવાનદાસો કે ધર્મવીરો કે ગૉડમેનમાં બહુ રસ છે, અને વર્ષોથી એમને સાંભળતો રહ્યો છું. લોકપ્રિયતામાં એ ફિલ્મ-સ્ટારો અને રમતવીરોથી જરાક જ પાછળ છે! રાજનેતાઓને આપણે લોકપ્રિયતામાં ગણતા નથી. કારણ કે એમની સુલતાની અને મુફલિસી થોડા જ દિવસોની હોય છે. ધર્મવીરોને પ્રજા પગથી વોટ આપે છે, કાનથી વિશ્ર્વાસ કરે છે. એ શબ્દના અને અવાજના જાદુગરો છે. એમની આંખોમાં મેસ્મેરિઝમ હોય છે, એમના ભક્તો અને ભાવકો માટે એ દેવતાસ્વરૂપ છે. જે. કૃષ્ણમૂર્તિને વર્ષો પૂર્વે જવાનીમાં સાંભળ્યા હતા. એમના અવાજમાં માધુર્ય હતું. આજે કૃષ્ણમૂર્તિ થાકી ગયા છે પણ જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના પટાંગણમાં દરેક શિયાળે એમનાં પ્રવચનો ગોઠવાય છે. એમની બોલવાની રીત સંવાદની છે. મદારી બીન વગાડતો અટકી જાય અને સર્પ હાલી જાય એમ એ વાત કરતાં કરતાં હલાવી નાખે છે. એમની ભાષા ઉચ્ચસ્તરીય છે, એ એક શિક્ષિત વર્ગ માટે છે અને એમનાં પ્રવચનો અંગ્રેજીમાં હોય છે એ અત્યંત ખૂબસૂરત હતા. આજે પણ ખૂબસૂરત લાગે છે. શ્રીમતી ઍની બેસન્ટે બે ભારતીયોને પોતાના પુત્રો ગણ્યા હતા - એક જે. કૃષ્ણમૂર્તિ, અને બીજા કૃષ્ણમેનન! બંને વિશ્ર્વવિખ્યાત બની ગયા. ચિણ્મયાનંદને સાંભળ્યા ત્યારે એ એટલા મશહૂર ન હતા. એક સિનેમા થિયેટરમાં એ વચ્ચેના માર્ગથી પ્રવેશ્યા, જેવી રીતે મલ્લ-કુસ્તીઓમાં મલ્લો પ્રવેશે છે એમ! સ્ટેજ પર ગયા અને વચ્ચે બેસી ગયા. એમણે એક રંગીન ઉપવસ્ત્ર લપેટેલું હતું, પાછળ બે બ્લૅક બોર્ડ હતા. એ દક્ષિણ ભારતીય લઢણવાળું અંગ્રેજી બોલતા હતા. નાટકીય રીતે બંને બોર્ડો પર લખેલી માહિતી એક લાંબી લાકડીથી બતાવતા ગયા અને બોલતા ગયા. પ્રવચનની મધ્યમાં નાટકીય રીતે એમનું ઉપવસ્ત્ર નીકળી પડ્યું, અને એમનો લાંબો દેહ ચમકતો રહ્યો કદાચ આ બધું જ એમની નાટકીય શૈલીનો ભાગ હશે. કોલકાતામાં મહાઋષિ મહેશ યોગીને સાંભળ્યા ત્યારે એ આટલા વિશ્ર્વવિખ્યાત થયા ન હતા. એમની કાળી દાઢીમાં એક સફેદ ટુકડો હતો. ઊંચાઈમાં ધાર્યા કરતાં નીચા હતા. કેસરી ઉપવસ્ત્ર હતું. એમનું શાંત, સૌમ્ય સ્મિત હંમેશાં યાદ રહેશે. કારણ કે એ સતત સસ્મિત રહેતા હતા! હૃષીકેશમાં કહેવાય છે કે એમની એરકન્ડિશન્ડ ગુફાઓ છે જ્યાં અભ્યાસીઓ બેસીને મનન કરી શકે છે. હૃષીકેશ ગયો ત્યારે એક માણસે કહ્યું હતું કે આ માર્ગ પર ઉપર ગુફાઓ છે, પણ જવાના સંયોગ ન હતા, કારણ કે હૃષીકેશ-હરદ્વારની બસ હડતાલ પડી ગઈ હતી અને પાછા જવાની ઉતાવળ હતી. એ એમના ‘ટ્રાન્સન્ડૅન્ટલ મૅડિટેશન’ માટે સુખ્યાત છે. ભગવાન રજનીશ જ્યારે આચાર્ય રજનીશ હતા ત્યારે મેટ્રો સિનેમાની પાસે મેદાનમાં એમને ઘણી વાર સાંભળ્યા છે! પછી તો ભગવાન બહુ મોંઘા થઈ ગયા અને સાંભળવાનું ગજુ કે ભક્તિ રહ્યાં નહીં! રજનીશે બધા જ સ્વામીઓને ટેપ અને કૅસેટનું મહત્ત્વ સમજાવ્યું, કદાચ ફોટા, માસિક, કૅસેટ, મેડલોનો સૌથી વિશેષ ઉપયોગ રજનીશે કર્યો. એટલા વૈજ્ઞાનિકો અને વ્યવસ્થિત કોઈ સ્વામી ન હતા. પાછળથી એમના હિન્દી ઉચ્ચાર ખરાબ થઈ ગયા પણ શરૂમાં એ બહુ સરસ ઉચ્ચારણ કરતા હતા: એમની ધૂન, સ્ત્રીઓ અને ખાસ કરીને વિદેશી સ્ત્રીઓનું નાચવું, પ્રવચન આપતી વખતે ઘૂંટાયેલા અવાજે બોલવું અને વચ્ચે વચ્ચે અટકી જવું - આ એમના સાંનિધ્યની લાક્ષણિકતાઓ! ભારતમાં રજનીશની કક્ષાના વક્તાઓ બહુ ઓછા હતા. એમની વક્તૃત્વશક્તિની વિશેષતા એમની ચૂપકીદી અથવા ખામોશી! એ બોલતા હોય અને વચ્ચે સેકંડો સુધી સન્નાટો છવાઈ જાય! શબ્દોની પસંદગી શ્રેષ્ઠ અને અભ્યાસપ્રકાંડ પંડિતનો... અને શ્રોતાઓને પોતે બુદ્ધિજીવી હોવાનો આભાસ થાય! ડોંગરે મહારાજને અંબાજીમાં સાંભળ્યા હતા. આ મહારાજોની યાદશક્તિ જબરી હોય છે. વાર્તાની જેમ રસતરબોળ કરે. વિચારવાનું ભુલાવી દે, પણ એમનો શ્રોતાવર્ગ નિમ્ન મધ્યમવર્ગમાંથી આવે છે એટલે ઉદાહરણો વધારે રહે. ભાષા અત્યંત સીધી સાદી અને સમજાય એવી, બહુ જ મોટો વર્ગ એમને સાંભળવા આવે. પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયના ઘણા શિક્ષિતો પણ ભક્ત છે. એ તર્કશુદ્ધ લાગ્યા હતા. ઉચ્ચારણ સ્પષ્ટ મહારાષ્ટ્રીય, અને વાતમાં રોજિંદા જીવનની રમૂજ પણ આવે. અવાજ ઊંચો જાય, કથા, ઉદાહરણ, કટાક્ષની વચ્ચે વચ્ચે ગંભીર વાત આવી જાય. એમની શૈલી બહુ સફળ રહી છે, એમનો પણ એક ખાસ વર્ગ છે. હમણાં હમણાં મુરારિબાપુ પ્રચલિત થઈ ગયા છે. એ ગાઈ શકે છે અને વાસ્તવથી દૂર એવી આદર્શની વાતો બહુ સામાન્ય ભાષામાં કહી શકે છે. એ થોડાં જ વર્ષોમાં બહાર આવ્યા છે પણ એમનો અવાજ ઊંચોનીચો થઈ જાય છે. જેમને બહુ બોલ્યા કરવું પડતું હોય એમના અવાજની આટલી બધી વધઘટ ભવિષ્યમાં ગળાને ખરાબ કરી નાખે એવો ભય રહે છે! આમાં એક વાત સૂચક છે: મુરારિબાપુ સ્કૂલશિક્ષક હતા. મહાઋષિ મહેશ યોગી અને રજનીશ વર્ષો સુધી કૉલેજોમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસરો હતા: પ્રોફેસરોને ધર્મવીરો થવાનું સહેલું પડતું હશે? |
Wednesday, August 24, 2016
નેહરુ લાગણીશીલ હતા કે તકવાદી?... - જયવંત પંડ્યા
દેશને ૧૯૪૭માં સ્વતંત્રતા સાંપડી અને પ્રથમ વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય પંડિત જવાહરલાલ નેહરુને મળ્યું. જો તેઓ વડા પ્રધાન ન બન્યા હોત તો? નેહરુની અનેક ખામી (જેની વાત આપણે લેખના ઉત્તરાર્ધમાં કરીશું) છતાં ભારતના લલાટ પર પ્રથમ વડા પ્રધાન તરીકે આ વ્યક્તિ નિર્મિત થઈ તે મને કે કમને સ્વીકારવું રહ્યું. તેમનું પ્રથમ વડા પ્રધાન તરીકે કેવું અને કેટલું પ્રદાન રહ્યું? હકીકતે મહાત્મા ગાંધીજી તો ડોમિનિયન સ્ટેટસથી ખુશ હતા. ડોમિનિયન સ્ટેટસ એટલે બ્રિટનના આધિપત્ય નીચે ભારતના લોકો સરકાર બનાવે તે, પરંતુ સુભાષચંદ્ર બોઝ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા અને જવાહરલાલ નેહરુએ બોઝના સાથથી તેમના ગુરુ ગાંધીજીની વિરુદ્ધ જઈને પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરાવડાવ્યો હતો.
સ્વતંત્રતા મળવા સુધીમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ઘણા મતભેદો થઈ ચૂક્યા હતા. આજે વિરોધીઓ નરેન્દ્ર મોદીને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને માર્ગદર્શક મંડળમાં બેસાડી દેવા માટે ટીકા કરે છે પણ નેહરુએ અને સરદાર પટેલે ગાંધીજી સાથે આવું જ કરેલું. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરીને મોટું પાપ આચર્યું બાકી, નેહરુ અને સરદાર પટેલને ગાંધીજી ક્યારનાય આઉટડેટેડ લાગવા લાગેલા અને તેમણે તેમને કોરાણે મૂકી પણ દીધા હતા. એક રીતે કહેવું હોય તો કહી શકાય કે જે રીતે અરવિંદ કેજરીવાલે સત્તા મેળવવા અણ્ણા હઝારેનો ઉપયોગ કર્યો તે જ રીતે નેહરુએ ગાંધીજીનો ઉપયોગ કર્યો હતો ગાંધીજી પૂર્ણ પણે ભારતીય વિચારવાળા હતા. જ્યારે નેહરુ ઈંગ્લેન્ડની હેરો સ્કૂલ અને કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ભણેલા અંગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત વ્યક્તિ હતા. તેમનામાં ભારતીયતાના બદલે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિ વધુ છલકતી હતી. ગાંધીજી નાનપણમાં બીડી પીતા હતા, પરંતુ તેમણે નેતા બન્યા પછી ભારતીય પહેરવેશ અપનાવ્યો. સદ્ગુણો અપનાવ્યા. જ્યારે નેહરુની સિગારેટ કે સિગાર પીતા હોય તેવી તસવીરો આસાનીથી પ્રાપ્ય છે. નેહરુ પાશ્ર્ચાત્ય વેશમાં હેટ, કોટ, પેન્ટમાં જોવા મળતા. તેમણે તેમની દીકરી ઈન્દિરા ગાંધીને પણ એ જ રીતે ઉછેર્યાં હતાં. નેહરુના તરફદારો કહે છે કે નેહરુના કારણે ભારતની પ્રગતિ થઈ. અને એ વાત કેટલાક અંશે સાચી પણ છે. નેહરુના વૈજ્ઞાનિક મિજાજના કારણે સ્વતંત્રતા પછી ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ, સીએસઆઈઆર, ભાભા એટોમિક રિસર્ચ, આઈઆઈટી વગેરે ઉદ્યોગો અને સંસ્થાઓ સ્થપાઈ. નેહરુના પક્ષકારો એમ પણ કહે છે કે જ્યારે નેહરુએ સત્તા મેળવી ત્યારે ભારત રક્તરંજિત હતું. વિભાજનના કારણે રમખાણો, લૂટ અને બળાત્કાર થઈ રહ્યા હતા. બ્રિટિશરો દેશને આર્થિક રીતે ખાલી કરીને ગયા હતા. આવા સમયે દેશને સ્થિરતા આપવી અને લોકશાહી જાળવી રાખવી એ અગત્યનું હતું. નેહરુએ આ કામ કર્યું. નેહરુએ ધાર્યું હોત તો પોતે સરમુખત્યાર બની શક્યા હોત, પરંતુ તેવું કર્યું નહીં. તેઓ તેમના વિરોધને પણ પ્રશંસતા હતા. અટલ બિહારી વાજપેયી જેવા વિરોધી નેતા વિશે નેહરુએ એક વિદેશી મહાનુભાવ સમક્ષ આગાહી કરી હતી કે આ યુવાન એક દિવસ ભારતના વડા પ્રધાન બનશે. નેહરુના સમયમાં બીજા વિશ્ર્વ યુદ્ધ પછી દુનિયા અમેરિકા અને સોવિયેત સંઘ એમ બે છાવણીમાં વહેંચાઈ ગઈ હતી, પરંતુ નેહરુએ ‘બિનજોડાણવાદી સંસ્થા નામ’માં જોડાઈને તટસ્થ નીતિ અપનાવી. પરંતુ નેહરુએ ગાંધીજીની સ્વદેશી નીતિ અભેરાઈએ ચડાવી દીધી. ગામડાં, ખાદીનો વિકાસ થાય, સ્વભાષાનો વિકાસ, આયુર્વેદનો વિકાસ થાય તેવી નીતિ અપનાવી હોત તો ભારતની પ્રગતિ સાચા અર્થમાં થઈ હોત, પરંતુ નેહરુની નીતિના કારણે શહેરીકરણ વધ્યું અને શહેરોમાં પૂરતાં સંસાધનો-સુવિધા પણ નહોતી. એ વાત સાચી કે નેહરુના સમયમાં ખાદ્ય સામગ્રીની તંગી હતી અને હરિત ક્રાંતિના કારણે એ પરિસ્થિતિમાં આપણે બહાર આવ્યા. નેહરુએ ભારતના ભાગલા પછી માઉન્ટબેટનને ગવર્નર જનરલ તરીકે ચાલુ રાખ્યા (એમાં તેમનો કથિત એડ્વિના પ્રેમ પણ જવાબદાર ગણાય) તે મોટી ભૂલ. પાકિસ્તાને એ ભૂલ કરી નહીં. જ્યારે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને આક્રમણ કર્યું ત્યારે માઉન્ટબેટનની સલાહથી ભારત સંયુક્ત રાષ્ટ્રોમાં ગયું અને કાશ્મીરનું કોકડું કાયમ માટે ગૂંચવાઈ ગયું. એ વખતે ગાંધીજીએ પણ કહેલું કે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને આ પ્રશ્ર્ન ઉકેલવો જોઈએ. આમાં મધ્યસ્થીની જરૂર જ ક્યાં છે? એ તો ઠીક પણ કાશ્મીર માટે કલમ ૩૭૦ લાવીને પણ નેહરુએ મોટી ભૂલ કરી. (બલૂચિસ્તાનની ભૂલ અંગે તો ૨૧મીના અંકમાં આ લેખકની કોલમ ‘સિક્કાની બીજી બાજુ’માં આપણે જોઈ ગયા છીએ.) આ કલમથી કાશ્મીરમાં બહારની કોઈ વ્યક્તિ સ્થાયી થઈ શકતી નહોતી. આના કારણે કાશ્મીરમાંથી હિન્દુઓને સતત ભાગતા રહેવાની ફરજ પડી અને પરિણામે કાશ્મીર મુસ્લિમ આધિપત્યવાળું બની ગયું. નેહરુનો શેખ અબ્દુલ્લા પ્રેમ પણ ભારતને બહુ નડી ગયો. અબ્દુલ્લાને તેઓ પોતાના લોહીના ભાઈ (બ્લડ બ્રધર) કહેતા. મહારાજા હરિસિંહનું રાજ્ય હતું ત્યારે શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરવાની ચળવળ ચલાવતા. એ વખતે ૧૯૪૬માં શેખ અબ્દુલ્લા માટે થઈને નેહરુ હરિસિંહના કાયદાનો ભંગ કરીને કાશ્મીર ગયેલા. હરિસિંહ તો પાકિસ્તાનના આક્રમણ પહેલાં સપ્ટેમ્બર ૧૯૪૭માં જ જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવવા તૈયાર હતા, પરંતુ નેહરુએ શરત મૂકી કે અબ્દુલ્લાને જેલમાંથી બહાર કાઢો પછી બધી વાત. પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે નેહરુ કેબિનેટની બેઠકમાં ફિલ્ડ માર્શલ સામ માણેકશાની હાજરીમાં રશિયાની વાતો કરતા હતા અને સૈન્યને કોઈ આદેશ નહોતા આપતા. છેવટે સરદાર પટેલે દરમિયાનગીરી કરી અને કડક ભાષામાં નેહરુને પૂછ્યું, તમારે કાશ્મીર જોઈએ છે કે પછી હાથમાંથી જવા દેવા માગો છો? નેહરુએ કહેવું પડ્યું: મારે કાશ્મીર જોઈએ છે. અને સરદાર પટેલે માણેકશાને કહ્યું, તમને આદેશ મળી ગયો છે. નેહરુ લાગણીશીલ હતા તેમ કહેવાય છે, પરંતુ શેખ અબ્દુલ્લાને તેમણે જે રીતે છાવર્યા તેમાં લાગણીનું તત્ત્વ કામ કરી ગયું કે લોહીના ભાઈનો નાતો? તે કહેવું અઘરું છે. તેમણે શરત મૂકી હતી કે કાશ્મીરના વડા પ્રધાન (કલમ ૩૭૦ના કારણે કાશ્મીર અલગ દેશ જ ગણાતો હતો) શેખ અબ્દુલ્લા જ બનશે. નેહરુની કાશ્મીરનીતિ અને શેખ અબ્દુલ્લા પ્રત્યેના આંધળા પ્રેમના લીધે તેમના જ એક પ્રધાન શ્યામાપ્રસાદ મુખર્જીએ રાજીનામું આપ્યું અને જનસંઘ સ્થાપ્યો. શ્યામાપ્રસાદ મુખજીનું કાશ્મીરમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું, પરંતુ જે નેહરુ લાગણીશીલ ગણાય છે તેઓ એક પણ વાર જેલમાં શ્યામાપ્રસાદને મળવા ગયા નહોતા. શેખને જેલમાં પૂરવાનું એક નાટક જ હતું કેમ કે શ્યામાપ્રસાદ મુખજીના નેતૃત્વમાં નેહરુની કાશ્મીર નીતિ સામે આંદોલન છેડાયું હતું તેના કારણે નેહરુ વિરોધી વાતાવરણ બનવા લાગ્યું હતું. આ જ રીતે બાબાસાહેબ આંબેડકરને પણ નેહરુ સાથે ગંભીર મતભેદો હતા જેના કારણે તેમણે નેહરુ મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. નેહરુને આધુનિક વિચારસરણીવાળા ગણાય છે, પરંતુ હકીકતે તેઓ તકવાદી વધુ હતા. નેહરુને કલમ ૩૭૦ લાવવી હતી જેનો આંબેડકરે વિરોધ કર્યો હતો. આથી નેહરુએ બંધારણ સભાના પ્રમુખ આંબેડકરની ઉપરવટ જઈને ગોપાલસ્વામી અયંગર નામના ખાતા વિનાના પ્રધાનને આગળ કર્યા. કૉંગ્રેસમાં પણ વિરોધ થયો તો નેહરુએ સરદાર પટેલને કૉંગ્રેસીઓને સમજાવવાની જવાબદારી સોંપી દીધી! આંબેડકર હિન્દુઓમાં ધરખમ સુધારા માટે હિન્દુ કોડ બિલ લાવ્યા. આનો પ્રચંડ વિરોધ થયેલો એટલે નેહરુએ તેને સમર્થન ન આપ્યું. આથી આંબેડકરે રાજીનામું આપ્યું હતું. જોકે બાદમાં નેહરુ અલગ-અલગ ખરડા કરીને આ સુધારાઓ લાવેલા, પરંતુ તેમણે મુસ્લિમોમાં આવા સુધારા કર્યા નહીં. ગાંધીજીની જેમ જ નેહરુ પણ મુસ્લિમ તુષ્ટીકરણની એક ખોટી પરંપરા પાડતા ગયા. નેહરુ જાતિ અને ધર્મથી પોતાને ઉપર ગણાવતા હતા તો પોતાને પંડિત કહેવડાવવાનું કેમ પસંદ કરતા હતા? તેમના વિશે એમ કહેવાય છે કે તેઓ જ્યોતિષમાં નહોતા માનતા, પરંતુ નેહરુનાં બહેન કૃષ્ણા હઠીસિંહે સંપાદિત કરેલા પુસ્તક ‘નેહરુસ લેટર્સ ટૂ હિઝ સિસ્ટર’માં નેહરુ તેમનાં દીકરી ઈન્દિરા ગાંધીને લખે છે કે રાજીવ ગાંધીની કુંડળી સારા જ્યોતિષ પાસે બનાવડાવી લેજે! બેંગલૂરુનાં જ્યોતિષ મેગેઝિન ‘એસ્ટ્રોલોજિકલ મેગેઝિન’ના તંત્રીને નેહરુના અંગત સચિવે પત્ર લખીને જણાવ્યું હતું કે વડા પ્રધાને મને તમને એ લખવા જણાવ્યું છે કે તેમનો જન્મ સમય નવેમ્બર ૧૮૮૯ના રોજ રાતના ૧૧.૩૦ વાગ્યાનો છે. નેહરુને તે વખતના આયોજન પ્રધાન ગુલઝારીલાલ નંદાએ તેમની જન્મકુંડળી એક જ્યોતિષને બતાવવા સમજાવેલા અને નેહરુ માની પણ ગયેલા, પરંતુ જ્યોતિષીએ કહેલું કે ચીન ભારત પર આક્રમણ કરશે એટલે નેહરુ પાછા વૈજ્ઞાનિક મિજાજમાં આવી ગયા હતા! નેહરુ લાગણીશીલ હતા કે મૂર્ખ હતા કે પછી તેમને વિશ્ર્વ નેતા બનવાની ખંજવાળ ઉપડેલી તે કહેવું મુશ્કેલ છે. તેઓ માનતા કે ભારત તો અહિંસામાં માનનારો દેશ છે. તેને સંરક્ષણ નીતિની શી જરૂર? ચીન પર તેમણે જે રીતે આંખો મીચીને ભરોસો કરેલો તે આપણને તેમને મૂર્ખ માનવા તરફ પ્રેરે છે. અમેરિકાના પ્રમુખ જોન કેનેડીએ ચીન પહેલાં ભારતને પરમાણુ પરીક્ષણ કરવા માટે ઉત્તેજન આપ્યું હતું, પરંતુ નેહરુએ કેનેડીના પોતાના હસ્તાક્ષરવાળો પત્ર અસ્વીકારી દીધો હતો. એટલું જ નહીં, ચીને તાઈવાન પર કબજો કર્યો તેનાથી તેની સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદમાંથી હકાલપટ્ટી થઈ. તેનું સ્થાન અમેરિકા ભારતને આપવા માગતું હતું, પરંતુ નેહરુ ચીનના ટેકે વિશ્ર્વ જમાદાર થવાના સપના જોતા હતા અને આથી ચીનને ખોટું ન લાગે તે માટે તેમણે ૧૯૫૦માં આ મહામૂલી ઑફર જતી કરી દીધી હતી! જોકે નેહરુ તો ચાલ્યા ગયા, પરંતુ તેમની વિશ્ર્વ નેતા બનવાની નીતિને, તેમની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિને, શહેરીકરણની નીતિને સહુ કોઈ અપનાવતા રહ્યા. અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના નેતા વડા પ્રધાન થયા ત્યારે તેમની નેહરુ સાથે સરખામણી થાય તે તેમને ગમતું હતું. થોડા સમય પહેલાં સુધી નરેન્દ્ર મોદીને પણ વિશ્ર્વ નેતા બનવાના ધખારા લાગતા હતા, પરંતુ ૧૨ ઓગસ્ટે કાશ્મીર પર સર્વપક્ષીય બેઠક પછી તેમણે પોતાની જાતને સમયસર વાળી લીધી છે અને બલૂચિસ્તાન-ગિલગીટ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો પ્રશ્ર્ન ઉપાડીને તેમણે પ્રશંસનીય યૂ ટર્ન લીધો છે. જોકે આર્થિક નીતિમાં તેઓ પણ સ્માર્ટ સિટી દ્વારા નેહરુની શહેરીકરણની નીતિ જ અપનાવી રહ્યા છે. આમ, નેહરુ ગયા પણ નેહરુત્વ છોડતા ગયા છે. નેહરુ ન હોત અને સરદાર પટેલ વડા પ્રધાન બન્યા હોત તો ચિત્ર જુદું હોત, પરંતુ હોની કો કૌન ટાલ સકતા હૈ! |
Monday, August 22, 2016
Inside the Aeroplane graveyard
Inside the aeroplane graveyard: Haunting images show the eerie tourist attraction where abandoned jets have been left to rot in Thailand
- A pair of MD-82 jetliners were formerly operated by Orient Thai Airlines and are now cut into sections
- They were abandoned in Bangkok after a business venture to convert them into a bar and venue failed
- Photographer Dax Ward visited the unconventional site, frequently visited by tourists, to capture them
- By Annabel Fenwick Elliott For Mailonline,www.dailymail.co.uk
- August 16th, 201
6
These images capture the derelict shells of two abandoned aeroplanes, left by a cash-strapped investor in Thailand to rot.
The pair of MD-82 jetliners, formerly operated by Orient Thai Airlines, are now at the mercy of the elements in Bangkok after a business venture to use them as a bar failed.
In March this year, 36-year-old Bangkok-based photographer Dax Ward visited the unconventional site, frequently visited by tourists, to take a peek inside the stripped aeroplanes.
These images capture the corpses of two abandoned areoplanes, left by a cash-strapped investor in Thailand to rot away
The pair of MD-82 jetliners, formerly operated by Orient Thai Airlines, are now at the mercy of the elements in Bangkok after a business venture to use them as a tourist attraction failed
In March this year, 36-year-old Bangkok-based photographer Dax Ward visited the unconventional site to take a peek inside the stripped aeroplanes
Mr Ward, a technology teacher who refers to his photography as a hobby, explains: 'The planes were supposedly placed there few years ago by a foreign investor who wanted to create a special outdoor bar using the fuselage as a stage for the bands and service rooms for the bar crew.
'The project was a fiasco and the foreign investor left the site as it is.
'As far as I know, there are currently no plans to move them, although the land upon which they rest is quite expensive.'
As the registration numbers of the two planes have been painted over, it is hard to decipher when the planes were operated or retired.
The interiors of the plane have been mostly stripped away to reveal the bare bones of the giant crafts, but the carpeting, overhead bins and bathrooms remain intact.
Echoing the destruction of a plane crash, oxygen masks, safety manuals and other debris are also scattered about the hollowed out craft.
Echoing the destruction of a plane crash, oxygen masks, safety manuals and other debris are also scattered about the hollowed out craft
Mr Ward explains: 'The planes were supposedly placed there few years ago by a foreign investor who wanted to create a special outdoor bar using the fuselage as a stage for the bands and service rooms for the bar crew
'It is very eerie in the graveyard,' he says.
'There are children's toys and other personal objects scattered around, left by people who have stayed there for whatever reason, almost making it feel like a crash site.
There are children's toys and other personal objects scattered around, left by people who have stayed there for whatever reason, almost making it feel like a crash site
'In Thai culture places like this are often seen as haunted, even if no one has actually passed away at the location.'
Visiting tourists are charged 300 baht (£6.60) per person and the site is looked after by a lady who lives on the site with her extended family in some converted fuselages.
Ward added: 'Thailand is a country that flourishes with culture, and such dynamic cultures tend to also include a deeply-rooted spiritual dimension.
'It's is filled with ghost stories and superstitions regarding spirits and locations which are haunted by them.'
Mr Ward said: 'The project was a fiasco and the foreign investor left the site as it is - as far as I know, there are currently no plans to move them, although the land upon which they rest is quite expensive'
The interiors of the plane have been mostly stripped away to reveal the bare bones of the giant crafts, but the carpeting, overhead bins and bathrooms remain intact
Visiting tourists are charged 300 baht per person and the site is looked after by a lady who lives on the site with her extended family in some converted fuselages
He added: 'These can arise from someone actually dying on the site, especially from a violent self-inflicted death, or because they believe there are ghosts residing there to protect the place.
'These beliefs of a haunting can also arise simply because a place looks scary, which is why I think the graveyard would have such an image.'
Exploring supposedly haunted places might be too much to handle alone for some explorers, but Dax says he finds the experience almost meditative.
'I'm pretty happy exploring alone. Sometimes my girlfriend comes along with me and either takes photos herself or models.
'I think, although I really enjoy her company, being completely alone in certain places can be meditative and peaceful.
'Also, there is usually someone hanging around the locations, be it human or animal, so I am rarely completely alone.'
Mr Ward said: 'In Thai culture places like this are often seen as haunted, even if no one has actually passed away here'
He describes Thailand as being 'filled with ghost stories and superstitions regarding spirits and locations which are haunted by them'
He adds: 'These beliefs of a haunting can also arise simply because a place looks scary, which is why I think the plane graveyard would have such an image'
Delving into the depths of the aeroplanes was a refreshing experience for the photographer, who reflected on the rarity of the opportunity to see inside one.
He said: 'I'm not familiar with aeronautical design so it is interesting for me to see the different levels in the plane and to get a sense of it's actual size.
'It is a truly impressive feat in engineering and physics that allows for such large, heavy objects to be propelled through the sky at high speeds.
'Those of us that travel regularly get so used to aeroplane transit that we sometimes forget all that is involved in a single flight.'
Mr Ward notes: 'It is a truly impressive feat in engineering and physics that allows for such large, heavy objects to be propelled through the sky at high speeds'
Delving into the depths of the aeroplanes was a refreshing experience for the photographer, who reflected on the rarity of the opportunity to see inside one
Using a 360 degree imaging technique, Ward transforms the aeroplane graveyard into its very own little planetFriday, August 19, 2016
Half Faced Bangladeshi Fisherman
Fisherman whose face was destroyed by a TIGER says he is desperate for plastic surgery... because his disfigurement means no one will marry his daughter
- Hashmot Ali, 40, was attacked by the tiger in Bangladesh 20 years ago
- Took more than six hours to get him to hospital and little could be done
- Shunned by society and unable to attend public ceremony ever since
- But fears for daughter's future marriage motivated a drive for surgery
- By James Dunn For Mailonline,www.dailymail.co.uk
- August 17th, 201
6
A fisherman left with half a face after being attacked by a tiger is now desperate for surgery because he is worried it will stop his daughter finding a husband.
Hashmot Ali, 40, was attacked while fishing in the dangerous mangrove forests of southern Bangladesh and has lived with the horrible disfigurement ever since.
He has been shunned and humiliated by his society in the Sundarbans forest, unable to attend public ceremony or mix with other villagers.

The tiger took half his face off as he slept in a boat on a fishing expedition with colleagues and he was unable to get to hospital in time to get proper treatment
However, it is the desperate hope to find a good groom for his daughter that has motivated him to try and get help, after 20 years of dealing with daily humiliation.
His worry is fueled by the fact that the superstitious society shuns 'tiger widows' - women who have lost their husband's to common wild animal attacks.
Mr Ali lives in a region where people live off the forest, usually as fisherman, honey collectors - who smoke hives wearing virtually no protection from stings - or wood collectors.
While they are in the forest, their wives are expected to conduct rituals at home to ensure their husbands are safe.
If they lose their husbands to a wild animal, they are ostracised and oppressed as they are blamed for bringing the family bad luck.
Mr Ali started his life as a Fisherman, following in the footsteps of his father, but also used to hunt honey and collect wood.

He sometimes went into the forest for weeks at a time and aged 20, he joined a group of fisherman for a trip.
One night he was sleeping with his colleagues in a boat inside the forest canal after the long fishing day and a tiger attacked him in the middle of the night.
The big cat ripped half of his face off with a single strike of its claw while his fellow fisherman desperately tried to scare the tiger off as he screamed in agony.
He was in such extreme pain that he did not even know that a tiger was there, reeling in shock and unable to see in the dark and having lost one eye.
The tiger tried to pull him over the side of the boat but his colleagues started hitting the side of the boat with the paddle and managed to scare it away.
He now wants to have plastic surgery but it is totally unaffordable on his modest income so he is appealing for outside help
They had to row for six long hours in order to get Mr Ali back to a village, and he was then driven to hospital.
By then it was too late to give him proper treatment and all doctors could do was stop the bleeding and bandage up his face.
Despite the terrifying experience that left him horribly disfigured, he eventually went back to work in the forest, unable to find any other kind of work.
Since then, he has married and had children and now sells fish in the village, covering his face with a handkerchief.
He now wants to have plastic surgery but it is totally unaffordable on his modest income so he is appealing for outside help.
Thursday, August 18, 2016
The Hypnotic View of London's Gatwick Airport
The hypnotic view from above: Fascinating aerial photographs show London's Gatwick Airport as you've never seen it before
- These stunning photographs offer a rare unobstructed aerial view of the airport - from directly above it
- They were taken by renowned New York photographer Jeffrey Milstein... as he hung out of a helicopter
- The venture took a lot of organising, with air traffic controllers directing the helicopter around the jets
- By Ted Thornhill For Mailonline,www.dailymail.co.uk
- View Original
- August 11th, 2016
Most airline passengers will have seen London's Gatwick Airport as they take off and land – but it's normally a glimpse, and sometimes from between fingers for nervous fliers.
These stunning photographs offer rare unobstructed aerial views of the airport - from directly above it.
They were taken by renowned New York photographer Jeffrey Milstein on Wednesday as he hung out of a circling helicopter.
These stunning photographs offer a rare unobstructed aerial view of Gatwick Airport - from directly above it
The pictures were taken by renowned New York photographer Jeffrey Milstein on Wednesday as he hung out of a circling helicopter
Most airline passengers will have seen London's Gatwick Airport as they take off and land – but it's normally a glimpse, and sometimes from between fingers for nervous fliers
The images show the true scale of the operation at Gatwick Airport, which offers flights to destinations around the world
They show the amazing geometry of the airport – one of Europe's busiest – with aircraft of all sizes taxiing and waiting at boarding gates.
The images are truly hypnotic.
And needless to say, given how many planes the airport processes, especially at this time of the year, the venture took a lot of organising, with air traffic controllers carefully directing Milstein's helicopter around the jet planes.
Mr Milstein was harnessed to the helicopter and simply leaned out with the door open to take the pictures.
These images show the amazing geometry of the airport – one of Europe's busiest – with aircraft of all sizes taxiing and waiting at boarding gates
Such is the perspective that the aeroplanes look like mere toys as they trundle around the airport and wait at the gates
The images were commissioned to celebrate a landmark – Gatwick achieved the busiest single month in its 80 year history, with 4.6million passengers travelling through the airport in July, up 6.9 per cent on the same month last year
Gatwick is a major hub for easyJet, with British Airways and Virgin Atlantic also operating huge numbers of flights from the airport
Cathay Pacific will be commencing flights to Hong Kong from Gatwick in three weeks' time, with British Airways' service to Cape Town starting this autumn
They were commissioned to celebrate a landmark – Gatwick has just achieved the busiest single month in its 80-year history, with 4.6million passengers travelling through the airport in July, up 6.9 per cent on the same month last year.
The airport, which is awaiting a government decision on whether it can expand, said that long-haul routes grew 23 per cent collectively versus last July, 'against a backdrop of traffic growth stalling at other major European airports'.
It added: 'Recent months at Gatwick have also seen an increase in cargo volumes up 31% on average of every month of the last quarter. Gatwick expansion will support significant growth in cargo which is forecast to reach 1,070,000 tonnes by 2050. The growth in long haul markets will provide more opportunity for choice and competition within the air freight market.'
The airport, which is awaiting a government decision on whether it can expand, said that long-haul routes grew 23 per cent collectively versus last July
Gatwick said: 'Recent months at Gatwick have also seen an increase in cargo volumes up 31 per cent on average of every month of the last quarter'
Gatwick Airport, Chief Executive Officer, Stewart Wingate said: 'Gatwick's continued long-haul growth and strong cargo growth are the latest proof that competition in the London airports' market is working'
Wingate said: 'The brand new images we have revealed today provide a unique aerial perspective on the world's most-efficient single runway airport which is also in the premier league of airports with more than 50 long-haul routes'
Gatwick Airport, Chief Executive Officer, Stewart Wingate said: 'Gatwick's continued long-haul growth - up 23 per cent year-on-year - and strong cargo growth are the latest proof that competition in the London airports' market is working.
'Our continued success provides proof of the benefits a two runway Gatwick would deliver for Britain. Expansion of Gatwick, London's fastest growing long-haul gateway, would show London is open for business to the world.
Wingate insisted that the UK 'needs now more than ever before an airport expansion solution which can actually be delivered and that is Gatwick'
This incredible image shows an Emirates A380 dwarfing an easyJet plane nearby
Gatwick serves more than 220 destinations in 80 countries for more than 41 million passengers a year
'As the 41.7million passengers flying with us in the last year have seen, Gatwick is undergoing a massive transformation. The brand new images we have revealed today provide a unique aerial perspective on the world's most-efficient single runway airport which is also in the premier league of airports with more than 50 long-haul routes.
'This list of long haul routes from the airport is added to month in and month out with Cathay Pacific commencing flights to Hong Kong in just three weeks, joined by British Airways' service to Cape Town this autumn.
'Following the referendum, the UK needs now more than ever before an airport expansion solution which can actually be delivered and that is Gatwick - guaranteed growth, dramatically lower environmental impacts, and no taxpayer funding.'
What lies below: An easyJet plane trundles past one of Gatwick's air traffic control towers
A British Airways plane rolls past one of the terminal buildings, shot from above by Milstein in a circling helicopter
Mr Milstein's work has been exhibited in art galleries across America - and he has won dozens of awards
Milstein's helicopter circled at varying heights so that he could capture a variety of fascinating perspectives
Subscribe to:
Posts (Atom)