જીવનમાં સંપૂર્ણતા માટે નહીં શ્રેષ્ઠતા માટે કોશિશ કરવી જોઈએ | |||
સુખનો પાસવર્ડ - આશુ પટેલ હમણાં ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રકશન’ પુસ્તક હાથમાં આવ્યું. એ પુસ્તકના લેખક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને નાની નાની સલાહ આપતી ડાયરી લખી હતી. પુત્રને આપેલી સલાહો પરથી એમને પુસ્તક તૈૈયાર કરવાનો વિચાર આવ્યો. આ પુસ્તક જેક્સન બ્રાઉને પોતાના પુત્રને જ અર્પણ કર્યું છે. જેક્સન બ્રાઉને બહુ સરળ શબ્દોમાં પુત્રને શીખામણો આપી છે. આજના સમયમાં પિતા-પુત્ર વચ્ચે સંવાદ ઘટતો જાય છે. ત્યારે જેક્સન બ્રાઉનના પુસ્તકની કેટલીક સલાહ વાંચવા જેવી છે. * જીવનમાં કંઈ પણ કરે ત્યારે સંપૂર્ણતા માટે નહીં, શ્રેષ્ઠતા માટે કોશિશ કરજે. * પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એનું કામ બિલકુલ નજીવું લાગતું હોય. * એવી રીતે જીવજે કે તારા પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે તેઓ તને યાદ કરે. * વિચારો મોટા કરજે, પણ નાના-નાના આનંદ માણી લેજે. * ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની કોશિશ કરજે. * જેમને એ વાતની ક્યારેય જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારું કરવાની આદત કેળવતો રહેજે. * બીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. બીજા લોકોને એમનું મહત્ત્વ ભાસે એવું કરવાની તક શોધતો રહેજે. * તારા કુટુંબને તું કેટલો પ્રેમ કરે છે એ દરરોજ શબ્દો વડે, સ્પર્શ વડે અને તારી વિચારશીલતા વડે દર્શાવતો રહેજે. * હારમાં ખેલદિલી બતાવજે, જીતમાં ખેલદિલી બતાવજે. કોઈની પણ પ્રશંસા જાહેરમાં કરજે પણ ટીકા ખાનગીમાં કરજે. * તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે, ભલે પછી એ નાનકડું ફુલ હોય. * આપણાથી સહેજ જેટલું થઈ શકે એમ છે એવું લાગે માટે કશું જ નહીં કરવું એમ નહીં રાખતો. જે થોડુંક પણ તારાથી થઈ શકે એ કરજે જ. * કોઈ પણ વિશે ક્યારેય આશા સમૂળગી છોડી દેતો નહીં. ચમત્કારો દરરોજ બનતા હોય છે. * તુચ્છ લાગે છે એને પારખી લેતા અને પછી અવગણતા આવડવું જોઈએ
|
Saturday, May 4, 2013
પુત્રને નાની નાની સલાહ - આશુ પટેલ
Labels:
આશુ પટેલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment