Pages

Wednesday, February 26, 2014

$10million of 19th century coins

California couple strikes gold after finding $10million of 19th century coins buried on their property

  • The lucky unnamed couple in their 40s stumbled on the historic find on their property last spring
  • The gold coins dating from 1847 to 1894 were stashed in eight cans along a trail the couple had walked for years
  • The once in a lifetime hoard is likely the most valuable ever found in the United States
By Associated Press
|
A Northern California couple out walking their dog in February 2013 on their Gold Country property stumbled across a modern-day bonanza: $10million in rare, mint-condition gold coins buried in the shadow of an old tree.
Nearly all of the 1,427 coins, dating from 1847 to 1894, are in uncirculated, mint condition, said David Hall, co-founder of Professional Coin Grading Service of Santa Ana, which recently authenticated them.
Although the face value of the gold pieces only adds up to about $27,000, some of them are so rare that coin experts say they could fetch nearly $1million apiece.
'I don't like to say once-in-a-lifetime for anything, but you don't get an opportunity to handle this kind of material, a treasure like this, ever,' said veteran numismatist Don Kagin, who is representing the finders. 'It's like they found the pot of gold at the end of the rainbow.'

Booty: A trove of rare Gold Rush-era coins unearthed in California last year by a couple as they walked their dog may be the greatest buried treasure ever found in the United States, worth more than $10millio
Booty: A trove of rare Gold Rush-era coins unearthed in California last year by a couple as they walked their dog may be the greatest buried treasure ever found in the United States, worth more than $10millio

One of the 1800s-era U.S. gold coins unearthed in California by two people who want to remain anonymous. The value of the "Saddle Ridge Hoard" treasure trove is estimated at $10 million or more
One of the 1800s-era U.S. gold coins unearthed in California by two people who want to remain anonymous. The value of the "Saddle Ridge Hoard" treasure trove is estimated at $10 million or more
David Hall, co-founder of Professional Coin Grading Service, poses with some of 1,427 Gold-Rush era U.S. gold coins, at his office in Santa Ana, Calif., Tuesday
A 19th century gold coin is shown in this undated handout photo courtesy of Kagin's, Inc.
Show and tell: David Hall (left), co-founder of Professional Coin Grading Service, poses with some of 1,427 Gold-Rush era U.S. gold coins, at his office in Santa Ana

Precious exhibits: Some of 1,427 Gold-Rush era U.S. gold coins are displayed at Professional Coin Grading Service in Santa Ana, Calif.
Precious exhibits: Some of 1,427 Gold-Rush era U.S. gold coins are displayed at Professional Coin Grading Service in Santa Ana, Calif.

California Gold Country: Near the center of the map is Sutter's Mill, the site of the 1848 find that started the Gold Rush. Hopeful prospectors flocked to the area east of Sacramento to the Nevada line and down through much of the Sierra Nevada range
California Gold Country: Near the center of the map is Sutter's Mill, the site of the 1848 find that started the Gold Rush. Hopeful prospectors flocked to the area east of Sacramento to the Nevada line and down through much of the Sierra Nevada range

Kagin, whose family has been in the rare-coin business for 81 years, would say little about the couple other than that they are husband and wife, are middle-aged and have lived for several years on the rural property where the coins were found. He first met the couple last April.
They have no idea who put the the coins there, he said.
The pair are choosing to remain anonymous, Kagin said, in part to avoid a renewed gold rush to their property by modern-day prospectors armed with metal detectors.
They are a self-employed couple in their 40s.
'The family and the attorneys researched who might have put them there, and they came up with nothing,' Kagin said.
'The nearest we can guess is that whoever left the coins might have been involved in the mining industry.'
They also don't want to be treated any differently, said David McCarthy, chief numismatist for Kagin Inc. of Tiburon.
'Their concern was this would change the way everyone else would look at them, and they're pretty happy with the lifestyle they have today,' he said.
They plan to put most of the coins up for sale through Amazon while holding onto a few keepsakes. They'll use the money to pay off bills and quietly donate to local charities, Kagin said.
Before they sell them, they are loaning some to the American Numismatic Association for its National Money Show, which opens Thursday in Atlanta.
 

This image shows one of the six decaying metal canisters filled with 1800s-era U.S. gold coins unearthed under the shade of a tree
This image shows one of the six decaying metal canisters filled with 1800s-era U.S. gold coins unearthed under the shade of a tree
Lucky find: A can containing 19th century gold coins is shown in the ground
Lucky find: A can containing 19th century gold coins is shown in the ground


What makes their find particularly valuable, McCarthy said, is that almost all of the coins are in near-perfect condition. That means that whoever put them into the ground likely socked them away as soon as they were put into circulation.
Because paper money was illegal in California until the 1870s, he added, it's extremely rare to find any coins from before that of such high quality.
'It wasn't really until the 1880s that you start seeing coins struck in California that were kept in real high grades of preservation,' he said.

The coins, in $5, $10 and $20 denominations, were stored more or less in chronological order, McCarthy said, with the 1840s and 1850s pieces going into one canister until it was filed, then new coins going into the next one and the next one after that.
The dates and the method indicated that whoever put them there was using the ground as their personal bank and that they weren't swooped up all at once in a robbery.
Although most of the coins were minted in San Francisco, one $5 gold piece came from as far away as Georgia.
Most of the coins were minted in San Francisco, but one $5 gold piece came from as far away as Georgia
Most of the coins were minted in San Francisco, but one $5 gold piece came from as far away as Georgia

The coins were store chronologically, with the 1840s and 1850s pieces going into one canister until it was filed, then new coins going into the next one and the next one after that. The dates and the method indicated that whoever put them there was using the ground as their personal bank
The coins were store chronologically, with the 1840s and 1850s pieces going into one canister until it was filed, then new coins going into the next one and the next one after that. The dates and the method indicated that whoever put them there was using the ground as their personal bank


Kagin and McCarthy would say little about the couple's property or its ownership history, other than it's in a sprawling hilly area of Gold Country and the coins were found along a path the couple had walked for years.
On the day they found them last spring, the woman had bent over to examine an old rusty can that erosion had caused to pop slightly out of the ground.
They found eight cans in total.
'Don't be above bending over to check on a rusty can,' he said she told him.
They are located on a section of the property the couple nicknamed Saddle Ridge, and Kagin is calling the find the Saddle Ridge Hoard. He believes it could be the largest such discovery in U.S. history.
One of the largest previous finds of gold coins was $1million worth uncovered by construction workers in Jackson, Tenn., in 1985. More than 400,000 silver dollars were found in the home of a Reno, Nev., man who died in 1974 and were later sold intact for $7.3million.
Gold coins and ingots said to be worth as much as $130million were recovered in the 1980s from the wreck of the SS Central America. But historians knew roughly where that gold was because the ship went down off the coast of North Carolina during a hurricane in 1857.
******************************

GOLD IN THEM THAR HILLS: 'SADDLE RIDGE GOLD HOARD' REVEALS A WEALTH OF CALIFORNIA HISTORY

CALIFORNIA GOLD RUSH 1848 - 1864
Sutter's Mill in Coloma, California - Site of the find that started the California Gold Rush
Sutter's Mill in Coloma, California - Site of the find that started the California Gold Rush

While the lucky California couple who discovered the $10million in gold coins won't reveal themselves, the shocking find illustrates the vivid, gold-lined history of the region.
The region where the ranch is located is known as California Gold Country.
It was in the region in 1848 that the California gold rush began when the precious metal was discovered at Sutter's Mill in Coloma near Sacramento.
Though it was just a few tiny nuggets, the find kicked off one of human history's largest migrations as gold hungry prospectors descended on the area from around the world.
Fast forward to today and the region's once booming population has shrunk considerably along with the ebb of the Gold Rush.
THE SADDLE RIDGE HOARD
Thought the Gold Rush ended some 150 years ago, the California couple stumbled upon a rich hoard.
The coins date from 1847 to 1894.
Those dates are one of the things that makes the coins so rare.
Because paper money was illegal in California until the 1870s, most coins minted before then are extremely worn.
However, coins in the Saddle Ridge Hoard--so named because that's what the couple named the area of their ranch where the treasure was found--are mostly in uncirculated mint condition.

*******************************

'THE GREATEST BURIED TREASURES EVER UNEARTHED IN THE U.S.'

Experts are lauding the Gold Country find as one of the most spectacular ever found in America and put its value at $10million or more. Some of the rarer coins could fetch $1million a piece.
Here are some of the other frontrunners for greatest American treasures:
Tennessee construction workers unearthed $1million in gold coins in 1985.
400,000 silver coins were found in a dead Reno, Nevada man's home in 1974 and fetched $7.3million.
Coins and ingots worth $130million were found in the 1980s in a ship that sunk off North Carolina, but that hefty hoard wasn't truly discovered...historians knew all along it was out there
********************************


સુખ પણ અજંપો લઇને આવે છે - મહેન્દ્ર પુનાતર

ધન, સત્તા અને સંપત્તિ માણસને બહેકાવી નાખે છે. મારી બુદ્ધિ, મારું ડહાપણ, મારી શક્તિ અને હું કાંઇક છું આ અભિમાન જંપવા દેતું નથી

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

આ જગતમાં આપણું કશું નથી. આપણે કશું સાથે લઇને આવ્યા નહોતા અને સાથે લઇને જવાના નથી. જીવનનું આટલું સત્ય જો આપણને સમજાઇ જાય તો બેડો પાર. જીવનમાં જે કાંઇ મળે તેનો સ્વીકાર કરવો જોઇએ. એેને પ્રભુની કૃપા સમજવી જોઇએ અને તેનો સદુપયોગ થવો જોઇએ. શક્તિ, ધન, સત્તા અને મદ માણસને બહેકાવી નાખે છે. આ બધું પ્રાપ્ત થયા પછી કેટલાક માણસોના મગજમાં રાઈ ભરાઇ જાય છે. તેને એમ થાય છે કે તેના જેવું કોઇ નથી. શરાબના નશા કરતાંય અહંકારનો આ નશો વધુ ખતરનાક છે. આમાં માણસને સારું અને સાચું દેખાતું નથી.

માણસનો સમય સારો આવે છે ત્યારે તેની સજ્જનતાની કસોટી થતી હોય છે. ધન અને સત્તા આવે ત્યારે માણસે નમ્ર બનવું જોઇએ. વૃક્ષ પર ફળો આવે છે ત્યારે તે લચી પડે છે. જીવનમાં આનાથી ઊલટું બને છે. માણસને થોડી એવી સફળતા મળે એટલે અધ્ધર ચાલવા માંડે છે. જે માણસ ઊંચે જોઇને ચાલે છે તેને ઠોકર ખાવાનો વારો આવે છે. ધન અને સત્તા કાયમ માટે ટકી રહેતાં નથી.

ધન અને સત્તા હોય ત્યારે આસપાસ લોકોનાં ટોળાં એકઠાં થતાં હોય છે અને પ્રશંસાનાં પુષ્પો વેરાતાં હોય છે. ઊંચા આસને બેસવા મળે છે. લોકો વાતવાતમાં હા જી હા કરતા હોય છે. આમાં મોટે ભાગે ખુશામત હોય છે. લોકો માણસને નહીં, પણ તેની પાસે રહેલી સત્તા અને સંપત્તિને માન આપે છે. આવું કહેવાતું સુખ ભોગવ્યા પછી તેની આદત પડી જાય છે. ક્યાંક જરાક માન ઓછું મળ્યું. સ્ટેજ પર સ્થાન ન મળ્યું, કોઇએ આવકાર ન આપ્યો , કયાંય નામનો ઉલ્લેખ ન થયો તો ખોટું લાગી જાય છે. દુ:ખ અને રોષ ઊભો થાય છે અને આ વાત મનમાં ખટકયા કરે છે. ધારણાઓ અને અપેક્ષાઓ દુ:ખદાયક છે. અપેક્ષા વગર સાહજિક રીતે આપણને જે કાંઇ મળે તેનો આનંદ અનોખો હોય છે, પણ લાયકાત વગરનું જે કાઇ મેળવીએ તે લાંબો સમય ટકે નહીં.
સંસારમાં એ જ માણસોને સાચી સફળતા અને સાચો વિજય મળે છે જેમણે પોતાના અહંકારને ઓગાળી નાખ્યો છે. બધું મળ્યા પછી પણ તે ઓ પોતાની જાતને અંકુશમાં રાખી શકે છે. જ્યારે કેટલાક માણસ અધૂરા છલકાતા ઘડા જેવા હોય છે. અભિમાન આ જગતમાં કદી કોઇનું ટકયું નથી.

ધન, કીર્તિ અને કામનાની એક મર્યાદા છે. માણસ આ મર્યાદા ઓળંગે તો જેનાથી તેઓ ઉંચા આવ્યા છે તે જ તેમના પતનનું કારણ બને છે. એક વખત ધન ચાલ્યું જાય એટલે કોઇ ભાવ પૂછતું નથી. મેળો ક્યાં વિખારાઇ ગયો તેની ખબર પડતી નથી. સગાંવહાલાં, મિત્રો પણ દૂર  ખસી જાય છે. જાણે કે ઓળખતા ન હોય. ધન ચાલ્યું જાય ત્યારે માણસોને મોઢું ફેરવતાં વાર લાગતી નથી. માણસે સમજવું જોઇએ કે જે માન મળે છે તે પોતાને નહીં પણ પોતાની તિજોરી અને ખુરશીને મળે છે. આમાં ગર્વ કે અભિમાન કરવાનું કોઇ કારણ નથી.

જીવનમાં આપણને જે કાંઇ મળે છે તેમાં અદૃશ્યપણે ઘણાનો હાથ રહેલો હોય છે. માત-પિતા, ભાઇઓ-બહેનો, મિત્રો, સ્નેહીઓએ આપણા વિકાસમાં કાંઇક ને કાંઇક મદદ કરી હોય છે. કેટલીક વખત અજાણ્યા માણસો પણ આપણને મદદરૂપ બની જાય છે. આ સંસારમાં એકબીજાની મદદ અને સહકાર વગર એક પગલું પણ ભરી શકાતું નથી. પણ આપણે આ ઉપકારને હંમેશાં ભૂલી જતા હોઇએ છીએ, જીવન તરફ અને આપણી સફળતા તરફ જરાક દૃષ્ટિ કરીએ અને વીતેલા સમયને યાદ કરીએ અને આપણે કયાં હતા અને કયાં પહોંચ્યા છીએ તેનો સાચો ખ્યાલ કરીએ તો માલૂમ પડશે કે જીવનના આ રાહ પર કેટકેટલાનો સાથ મળ્યો હતો. થોડું આત્મનિરીક્ષણ કરીએ. આ લોકોનો સમયસર સાથ મળ્યો ન હોત તો આપણે આટલી કઠિન લાંબી મંજિલ પસાર કરીને સફળતા હાંસલ કરી શકયા હોત? અગણિત લોકોનું આપણા પર અહેસાન છે. જીવન અને કારકિર્દીની શરૂઆતમાં આંગળી ચીંધનારનું પણ મહત્ત્વ છે. આવી નાની નાની વાતો જીવનમાં ભૂલાઇ જાય છે. સફળતાની મોટી સાંકળ પાછળ આવી નાની નાની કડીઓ બહું મહત્ત્વની હોય છે. માણસ બીજાએ કરેલા ઉપકારો ભૂલી જાય છે. પોતે બીજાને માટે સહેજ અમસ્તું કર્યું હોય તો ભૂલતો નથી. વારંવાર એ વાતને દોહરાવ્યા કરે છે.

માણસ સમજે છે કે આ બધું મેં ઊભું કર્યું છે. મારી બુદ્ધિ, મારું ડહાપણ, મારી શક્તિ અને હું કાંઇક છું. આ અભિમાન જંપવા દેતું નથી. નરસિંહ મહેતાએ જેમ કહ્યું છે તેમ ‘હું કરુ, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે.’

માણસ ડર અને ભયથી ગ્રસ્ત છે. મનના છાને ખૂણે કાંઇક ને કાંઇક ભય સતાવ્યા કરે છે. કોઇ માણસ એવો નથી જેને કોઇ પણ જાતનો ભય ન હોય. કોઇને આજીવિકાનો, કોઇને માનહમિનો, કોઇને ભવિષ્યની સુરક્ષાનો, કોઇને વિયોગનો તો કોઇને સંપત્તિના નાશનો ડર હોય છે. સત્તા, ધન અને સંપત્તિ એક વખત આવ્યા પછી જતી રહે છે ત્યારે ખૂબ આકરું લાગે છે. જીવનમાં જેટલો ભય વધુ એટલી સુરક્ષાની વધુ જરૂર પડે, ધન, સત્તા અને સંપત્તિ આ ભયને છુપાવવાનું આવરણ છે. માણસ આ બધામાં સુરક્ષા શોધે છે, પણ આ સુરક્ષા કવચ પાણીના પરપોટા જેવું છે. જેટલી આપણે દીવાલો ઉભી કરતા જઇએ તેટલા પરાધીન બનતા રહીએ છીએ. સુરક્ષાની સાથે ચિંતા છે. જે વસ્તુ સુરક્ષા માટે ઉભી કરીએ છીએ તે બોજારૂપ બની જાય છે. માણસ ધન એકઠું કરે છે. સુરક્ષા અને સલામતી માટે, પરંતુ ધન વધતું જાય છે એમ ચિંતાનો બોજ પણ વધતો જાય છે. ધન ઓછું હોય ત્યારે જીવન પાસે હોય છે. ધન વધારે થઇ જાય છે ત્યારે જીવન પણ દૂર થઇ ગયું હોય એવું લાગે છે.

જીવનના આ બધા ભયને દૂર કરવા માટે સાચી સમજની જરૂર છે. દૃષ્ટિ બદલો તો રાગ-દ્વેષ, ભય અને ક્રોધ ચાલ્યાં જાય. લાલસા અને તૃષ્ણા ન રહે. મમત્વ, લોભ, તૃષ્ણા અને આસક્તિ ન રહે તો ભય પણ નાબૂદ થઇ જાય. લોભ અને લાલસા માણસને ન કરવાનાં કામ કરાવે છે. ધન, પદ અને પ્રતિષ્ઠા જેને આપણે સુખ માનીએ છીએ તે સાચું સુખ નથી. સાચું સુખ તો કાયમ ટકી રહે છે. જે વસ્તુ ક્ષણિક છે તે સુખમય બની શકે નહીં. જે માણસ પોતાનાં સાધનોમાં સંતોષ અનુભવે છે, જેમની જરૂરિયાત ઓછી છે અને જેની આસક્તિ ઓછી છે એ માણસ સાચા અર્થમાં સુખી છે. ઈચ્છીત વસ્તુઓ મળી ગઇ હોવા છતાં કેટલાક માણસો વલોપાત કરતા હોય છે. દુનિયામાં સુખ વધતું જાય છે એમ અજંપો પણ વધતો જાય છે. દરેકને પોતાને મળેલું સુખ ઓછું લાગે છે. ઈચ્છાઓ કદી પરિપૂર્ણ થતી નથી. ઈચ્છાઓ અનંત છે. ઈચ્છાઓના  મૃગજળ માણસને ભટકાવે છે. વ્યક્તિગત અહંકાર જયારે પ્રબળ બને છે ત્યારે તે હિંસામાં પરિણમે છે. માત્ર કોઇનો જાન લેવાથી હિસા થતી નથી. મન અને વચનથી પણ હિંસા થતી હોય છે. કોઇને કટુ વચનો કહીને, કોઇના મનને દુભાવીને કોઇના પ્રત્યે રાગ-દ્વેષ રાખીને અથવા માનહાનિ કરીને હિંસા થતી હોય છે. ચિત્તમાં રહેલી આવી હિંસાત્મક લાગણીઓના કારણે આપણે સતત વેદના અનુભવતા રહીએ છીએ. આ આંતરિક સૂક્ષ્મ હિંસાના કારણે માંદગીનો, ગરીબીનો, મૃત્યુનો, એકલા પડી જવાનો ડર ઉભો થાય છે. આ તમામ પીડા આપણે તનથી નહીં, મનથી ભોગવીએ છીએ. મનમાં ચાલી રહેલી હિંસાનો જન્મ ઈચ્છાઓ અને વાસનાઓમાંથી થાય છે.

સુખ અને દુ:ખ બે અંતિમો છે. આ સમયે પ્રભુ યાદ આવે છે. એકમાં સુખ મેળવવાની ઈચ્છા છે અને બીજામાં સુખ ટકાવી રાખવાની આકાંક્ષા છે. ભક્તિમાં પણ સ્વાર્થ અને લોભ છે. ધર્મ આપણને સુખ-દુખ, સારું-નરસુ, શુભ-અશુભ એ દ્વંદ્વોમાંથી બહાર નીકળી જવાનાં બોધ આપે છે. સુખની સાથે દુ:ખ, સારા સાથે ખરાબ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. આમાં માત્ર એકની પસંદગી આપણે કરી શકતા નથી. એકની પસંદગી કરીએ તો બીજાનો સામનો કરવાનો રહે છે.

કાંઇ પણ સારું કરીએ ત્યારે તેનું અભિમાન નહીં હોવું જઇએ અને તેમાંથી કાંઇ મેળવવાની કે બદલાની આશા રાખવી જોઇએ નહીં. બદલાની આશા રાખીશું તો જે કાંઇ મળવાનું છે તે પણ નહીં મળે. સત્કાર્યો કર્યા પછી જેઓ અહંકાર રાખે છે, તેમાંથી કાંઇક મેળવવાની અપેક્ષા રાખે છે. તેઓ સત્કાર્યોના બોજા હેઠળ કચડાઇ જાય છે. માત્ર પાપનો બોજો નહીં, સત્કાર્યનો બોજો પણ માણસને ભારે પડે છે. ઘંટીના પડની જેમ ગળે વળગી જાય છે.

આપણે માણસો વાતવાતમાં ફુલાઇ જઇએ છીએ. નાનું એવું કાર્ય કર્યું હોય તો પણ ઢોલ-નગારાં વગાડીએ છીએ. એમાંથી જેટલો લાભ ઉઠાવી શકાય એટલો ઉઠાવીએ છીએ. કીર્તિ અને માનની અપેક્ષા રાખીએ છીએ. કોઇ પણ જાતની ઈચ્છા, અપેક્ષા વગર નિ:સ્વાર્થ ભાવે જે સેવા અને સત્કાર્યો થઇ શકે તેનું મૂલ્ય અપાર છે. ભલે એમાંથી બીજું કાંઇ ન મળે, પરંતુ મનનો સંતોષ અને મનની શાંતિ જરૂર મળશે. જીવનમાં કોઇ પણ જાતનું અભિમાન રાખવાનું સારું નથી. છેવટે બધું માટીમાં મળી જવાનું છે. કબીરે જેમ કહ્યું છે તેમ-

‘ખાખ મેં ખપી જાના બંદા માટી મેં મિલ જાના

મત કરો અભિમાના, એક દિન પવન સે ઉડ જાના

માટી ચૂનચૂન મહેલ બનાયા, મૂરખ કહે ઘર મેરા

નહીં ઘર તેરા, નહીં ઘર મેરા એક દિન જંગલ બીચ મેં ડેરા’

Sunday, February 23, 2014

Wonder-Dog

Proof that dogs really ARE our best friends: Meet Amber, the 'wonder-dog' who answers the phone, takes out the laundry and makes the bed

  • Helen Bree, 58, from Wallasey, Wirral, has cerebral palsy and MS
  • Says her poor health made her depressed, but her new dog Amber has transformed her life by helping with domestic tasks
  • The ginger-haired Labrador/golden retriever cross can pass clothes, take off shoes, collect a ringing phone and help with laundry
By Sarah Griffiths
|
Just two years ago, Helen Bree was at her lowest point and facing a bleak future.
Having been born with cerebral palsy and then diagnosed with progressive multiple sclerosis, poor health had finally forced her to retire from the job she loved after almost 30 years.
The independence she had relished – her own house and worldwide travel – suddenly seemed about to come to an abrupt end.


Amber, the ginger-haired Labrador/golden retriever cross, is credited with transforming Helen Bree's life by helping with domestic tasks such as collecting a ringing phone (pictured)
Amber, the ginger-haired Labrador/golden retriever cross, is credited with transforming Helen Bree's life by helping with domestic tasks such as collecting a ringing phone (pictured)

But then she met Amber, the ginger-haired Labrador/golden retriever cross, who turned the 57-year-old’s life around.
‘She’s been the best thing to happen to me in years and what I’d do without her, I really don’t know,’ Ms Bree said.

Amber has become her right hand, doing everything from passing her clothes each morning to taking off her shoes and socks at night.
‘At my request she goes to the bathroom to fetch my nightie and lifts my legs into bed using her nose,’ Ms Bree said.
‘She’s even learned to cover me up with the duvet and bring the ringing phone to me and she’s learning to take the dirty laundry out of the washing basket and pass it to me to put in the machine.’
When Ms Bree and Amber go shopping, they attract a lot of attention.

Ms Bree (pictured) was born with cerebral palsy and was then diagnosed with progressive multiple sclerosis, which forced her to give up her job. But her life has been improved by Amber, her aid dog
Ms Bree (pictured) was born with cerebral palsy and was then diagnosed with progressive multiple sclerosis, which forced her to give up her job. But her life has been improved by Amber, her aid dog
‘We're always stopped wherever we go, she’s such a talking point,’ Ms Bree said.
‘Although she’s a girl, she’s not a “shopping girl” at all but she puts up with it for me, and when we’re at the checkout she’ll turn and face me and back up so she keeps her eyes on me until I get to the till. 
‘That’s such a lot to ask of any animal, to walk backwards unseen into what they don’t know.
'It goes against their instincts, but she’ll do that for me.’
Ms Bree has had Amber for a year, after the Canine Partners charity matched them.
In that time, they have only spent two days apart.
In 2006, Ms Bree's health deteriorated and within two years she was confined to a wheelchair with MS. Amber now helps with chores including the laundry (pictured)
In 2006, Ms Bree's health deteriorated and within two years she was confined to a wheelchair with MS. Amber now helps with chores including the laundry (pictured)


‘She’s always by my side and she’s such good company, I couldn’t ask for any more,’ she said.
Although cerebral palsy has always made walking difficult for Ms Bree, she went to a mainstream school and after ‘O’ levels started work with the Health and Safety Executive, being awarded an MBE during her three decades of service.
But in 2006 her health deteriorated and within two years she was confined to a wheelchair with MS.
‘I had to retire from work in 2010 because of the fatigue, difficulty moving and other health issues,’ said Ms Bree, who lives in Wallasey, Wirral.
Amber has become her right hand, doing everything from passing her clothes each morning to taking off her shoes and socks at night
Amber has become her right hand, doing everything from passing her clothes each morning to taking off her shoes and socks at night

Ms Bree has had Amber for a year, after the Canine Partners charity matched them and they have only been apart for two days since
Ms Bree has had Amber for a year, after the Canine Partners charity matched them and they have only been apart for two days since

‘I would fall and be unable to get up, sometimes injuring myself and doing the simplest tasks like putting on socks, closing doors and shopping, took much longer.
‘My increasing pain and fatigue made me feel depressed to the point of crying at the end of the day,’ she added.
It was a TV programme in 2011 that showed the work of Canine Partners, which first gave her a bit of hope.
Enlarge  
Amber has learned to cover Ms Bree with a duvet, bring her a ringing phone and even take the dirty laundry out of a washing basket and pass it to her to put in the machine

Amber has learned to cover Ms Bree with a duvet, bring her a ringing phone and even take the dirty laundry out of a washing basket and pass it to her to put in the machine

The charity helps people with disabilities enjoy a greater independence through specially trained dogs as well as assisting the armed services providing assistance dogs to those injured while on active duty.
It believes the 'life transforming dogs provide practical, physiological, psychological and social benefits including increased independence and confidence as well as increased motivation and self-esteem'.
Ms Bree said: ‘I applied and a few months later I went to their centre to meet a potential match and was introduced to Amber.
'She was much more laid back about meeting me than I was about meeting her!
‘Waiting to see whether I'd been accepted as a potential match with her took me back to being a child waiting for my birthday, but we were matched just before Christmas last year and I went back for our two-week training course.’
Although cerebral palsy has always made walking difficult for Ms Bree, in 2006 her health deteriorated and within two years she was confined to a wheelchair with MS. Amber is able to pass her crutches to make life a little easier
Although cerebral palsy has always made walking difficult for Ms Bree, in 2006 her health deteriorated and within two years she was confined to a wheelchair with MS. Amber is able to pass her crutches to make life a little easier

Ms Bree's increasing pain and fatigue made her feel depressed to the point of crying at the end of the day but she says that life is easier with her  canine companion
Ms Bree's increasing pain and fatigue made her feel depressed to the point of crying at the end of the day but she says that life is easier with her canine companion
Ms Bree admits she needed far more coaching than Amber as the two negotiated their way around town and through shops.
‘The training was hard work for both of us as we got to know each other,’ she said.
‘I spent two weeks being given the basics of grooming, feeding, toileting my dog with the help of staff and trainers who showed me how to work with and care for her.’
It’s the domestic things which have made the most obvious difference to Ms Bree, but her relationship with Amber is about far more than just the practical.
‘She is gentle, kind, intuitive, hard-working and has been the best thing to come into my life. I love her dearly,’ she said.

A TYPICAL DAY, BY HELEN BREE

'Amber is with me 24 hours a day – she is my prized possession.
When I get up to go to the bathroom I am met by her - tail thrashing - this is my happy start to the day.  Even though I might have had little sleep or be in pain, this lovely greeting sets me up to start the day.  
Amber opens the door to the room were the iron is set up.  She will sit outside on the landing while I do my ironing and after finishing Amber closes the door for me. When I am unable to reach things she will pick them up or bring a grabber to me if I point and ask her to get it.  
Amber is learning to put the washing in the laundry basket.  I place the washing in the bag and Amber carries it to the top of the stairs for me to bring it down on the stair lift. When I get into my wheelchair she moves the washing bag into the kitchen and helps me fill the machine. 
It's the domestic things which have made the most obvious difference to Ms Bree, including opening doors (pictured), but her relationship with Amber is about far more than just the practical
It's the domestic things which have made the most obvious difference to Ms Bree, including opening doors (pictured), but her relationship with Amber is about far more than just the practical
After her breakfast, she will help me dress by passing my socks and clothes to me.  Then it’s time for our walk.  I carry chopped carrot for a treat, a whistle and ball. Amber loves to run for a ball and places it back into the chucker for me to throw again.  
When I put her vest on and her demeanour changes to working mode and we can go into shops to negotiate the aisles.  She picks up tins from of the shelves and passes them to me.  
We return back through the park so that Amber can stretch her legs and meet other dogs – I love to see her run full tilt - both of us enjoy this part of the day.  You can see the enjoyment she gets from it and her speed is so impressive.  
After tea, if I’m not going out, we will settle down to watch some TV before going to bed.  Usually by the end of the day I can be in quite severe pain and have a great deal of difficulty moving.
Amber is very responsive to my needs.  She carries my stick to me and proceeds to undo my laces, taking my shoes off and passing them to me.  She will tug my trousers off and pass them to me.  I ask her to retrieve my nightie from the bathroom, which she does, handing it to me.  
While I am sitting on the side of the bed, she will pass me the phone to set the alarm and will then help me lift my legs into bed by placing her nose behind my knee and flipping my leg up and into bed. Then she will place her front paws on the bed and tug the duvet. We settle down to sleep, with Amber snoring loudly.'

આપણું ગુજરાત, આગવું ગુજરાત: ગોધરાકાંડ અને પછી - ચંદ્રકાંત બક્ષી


ટીવીના કેમેરાને ગુજરાતની શાંતિ કરતા અશાંતિ બતાવવામાં વધારે રસ છે! કેટલાક અંગ્રેજી પત્રકારો, કેટલાક અંગ્રેજી કૉલમ લેખકો, કેટલાક તથાકથિત ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ (એટલે?) ગુજરાતદ્વેષી હતા, છે અને રહેશે!

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ફેબ્રુઆરી ૨૭, ૨૦૦૨ અને ગોધરા સ્ટેશનથી એકાદ કિલોમીટર આગળ સાબરમતી એકસપ્રેસ રોકીને એસ-૬, ૭ અને ૮ નંબરના ડબ્બાઓને આગ લગાવવામાં આવે છે. જે સ્ત્રીઓ અને બાળકો અને થોડા પુરુષોને જીવતા જલાવી દેવામાં આવ્યા એ હિન્દુ હતા. એમને પેટ્રોલ છાંટીને બંધ ડબામાં જીવતા ભૂંજી નાખનારા મુસ્લિમ હતા. એ ફેબ્રુઆરીની દર્દનાક ઘટના પછી કલાકો અને એક-બે દિવસો પસાર થઇ ગયા ત્યાં સુધી કોઇ કૉંગ્રેસી, કોઇ સ્યુડો- સેકયુલરીઓ, કોઇ સરકારી મુસ્લિમ જલી ગયેલા, જલીને ભડથું થઇ ગયેલા, નિરીહ, બેઝુબાં બાળકો કે તદ્દન નિર્દોષ સ્ત્રીપુરુષો માટે સહાનુભૂતિ કે સંવેદનાનો એક શબ્દ બોલ્યો નથી. આ પાશવી, વહશી, હૈવાની, બર્બર કૃત્ય માટે આ બધા ખામોશ રહ્યા અને એમની ખામોશી કાન ફાડી નાખે એવી દોષમુકત અને દંભી હતી. શા માટે? કારણ કે જીવતા જલાવી દેવાયેલા ૫૮ લોકો હિન્દુઓ હતા? કેસરી કફનીનો લપેટાયેલી બદબૂદાર લાશો ગુજરાતના સ્ટેશનો પર ઊતરી અને ૧૯૪૬- ૧૯૪૭ના રક્તરંજિત ઈતિહાસનો રિ-રન થઇ ગયો. ગુજરાતની પાંચ કરોડની જનતાનો રોષાગ્નિ ભડકી જવો સ્વાભાવિક હતો. ગુજરાતમાં અન્ય પ્રદેશો કરતાં રાજનીતિક સામાજિક જાગરૂકતા વધારે સચેત છે અને ગોધરાની હિંસાના ઉત્તરરૂપે અસરરૂપે, પરિણામરૂપે, પ્રત્યાઘાતરૂપે, આક્રોશરૂપે, હિન્દુ પ્રતિહિંસાનો ધમાકો થઇ ગયો. માણસ કયારે મરણિયો બને છે? જ્યારે પોતાના ધર્મ પર આક્રમણ થાય છે, જયારે પોતાની સ્ત્રી પર અત્યાચાર થાય છે જયારે પોતાના બાળકને આગમાં ફેંકવામાં આવે છે ત્યારે બધો જ તર્ક, બધો જ વિવેક બધું જ ઔચિત્ય, બધું જ સંતુલન ધુમાડો થઇને ઊડી જાય છે. દરેક પ્રજા પાસે આવી મન:સ્થિતિ માટે કહેવતો છે: જેવા સાથે તેવા.. શઠં પ્રતિ શાઠ્યં કુર્યાત.. સો ધ વિન્ડ રિપ ધ વ્હર્લ વિન્ડ.. વા દબાવો તો વંટોળિયો થાય! હજારો માણસો રસ્તાઓ પર મરવા કે મારવા ક્યારે આવી જાય છે? આ મોબ- સાઇકોલોજી શાંત દિમાગથી અભ્યાસ કરવાનો વિષય છે. આ ઉત્તેજના, આ ઉદ્વેગ, આ વિસ્ફોટ સ્વયંભૂ હતો, અન્દરુની હતો. ઈતિહાસને રબરથી ભૂંસી શકાતો નથી. પંડિત નહેરુએ સોવિયેત રશિયાના સર્વેસર્વા નિકિતા ક્રુશ્ર્ચોવને કહ્યું હતું, દીવાલ પરના ફોટાઓ ઊલટા કરીને દીવાલ તરફ ફેરવી નાખવાથી ઈતિહાસ બદલી શકાતો નથી! તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાએ કહ્યું: લઘુમતિ પર જુલમ કરો તો એ ક્રાઈમ બની જાય છે અને બહુમતી પર જુલમ કરો તો એ ક્રાઈમ નથી! કૉંગ્રેસીઓના દિમાગો ડહાપણના ભંડારો છે. રાજસ્થાન કૉંગ્રેસની અધ્યક્ષા ગિરિજા વ્યાસ ઉવાચ: (ગુજરાત) રાજ્યની ઈન્ટેલિજન્સ એજન્સીઓ જો નિષ્ફળ ન ગઇ હોત તો ગોધરા દુર્ઘટના ન બનત! (ગુજરાત) રાજય સરકારે પર્યાપ્ત પૂર્વહુકમો ઉપાડયા નહીં એટલે આ ઘટના ઘટી. શ્રીમતી ગિરિજા વ્યાસ જેવા વિચારવંત કૉગ્રેસીઓ માટે સંક્ષેપમાં બે-ત્રણ સીધા પ્રશ્ર્નો: કાશ્મીરની વિધાનસભા પર આતંકવાદી હુમલો. ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? હિંદુસ્તાનની લોકસભાના સંકુલમાં આવીને અંધાધૂંધ ફાયરિંગ કરી ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ, ઈન્ટેલિજન્સ એજન્સીઓ ક્યાં હતી? અને ન્યૂ યોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોશિંગ્ટનના પેન્ટાગોન પર ત્રાટકેલા આતંકવાદીઓ. એ વખતે વિશ્ર્વના શ્રેષ્ઠમાં સ્થાન હોય તેવુ અત્યંત સક્ષમ અમેરિકન ઈન્ટેલિજન્સ કયાં હતું. નાનકડા ગોધરા સ્ટેશનથી એક કિલોમીટર બહાર જંગલમાં ગુજરાત સરકારનું ઈન્ટેલિજન્સ સફળ હોવું જોઇએ એવો કૉંગ્રેસનો હઠાગ્રહ છે? ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે... જેવી ગુજરાતી કહેવત જે દશ્ય ખડું થઇ રહ્યું છે..? શ્રીમતી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, પ્રધાનમંત્રીઓ હતા ત્યારે એમની હત્યાઓ થઇ ત્યારે કૉંગ્રેસના રાજમાં ઈન્ટેલિજન્સ સફળ રહ્યું હતું કે નિષ્ફળ ગયું હતું?

ગુજરાતમાં ગોધરાકાંડ પછી જે પ્રતિશોધ અને પ્રતિહિંસા ફાટી નીકળ્યાં એ પણ એટલાં જ બર્બર હતાં. અને એ એટલા જ નિંદનીય છે. આ પ્રકારની વિસંવાદિતા, પ્રદેશ અને પ્રજાને પાછળ ફેંકી દે છે અને આજે ગુજરાત માટે શાંતિ એ પ્રાથમિકતા છે. પ્રમુખ પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અને ખાસ કરીને ગુજરાત જ્યારે કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે ખોટા તારણહારોથી સાચા ટપોરીઓ સુધી બધાં જ આખા હિન્દુસ્તાનમાંથી ‘શાંત રહો, શાંત રહો’ ના કૉરસમાં જોડાઇ જાય છે. કેટલાક દોઢ હોશિયારો ગુજરાતીઓને આ સમયે ગાંધીજી અને અહિંસાની યાદ અપાવી દે છે. ગાંધીના ગુજરાતમાં આવી અશાંતિ? આ દોઢ હોંશિયારો બુદ્ધ અને મહાવીરના બિહારમાં કે શ્રીરામ અને શ્રીકૃષ્ણના ઉત્તર પ્રદેશમાં કે ગુરુનાનક દેવના પંજાબમાં અશાંતિ થાય છે. ત્યારે શાંતિની અપીલો લઇને કેમ ઉતરી પડતા નથી? કારણ કે એ લોકો એક આંખ બંધ કરી સલામત અંતર રાખીને દૂરથી દૃશ્ય જોનારા ડાહી માના દીકરાઓ છે...! એક પ્રતિવાદ એ છે કે ચીન અને જાપાનની અત્યંત તેજ પ્રગતિ પાછળ કારણ એ છે કે ચીન અને જાપાનમાં ‘લઘુમતી’ નથી. ચીનમાં લોકશાહી નથી, એટલે વોટનું રાજકારણ નથી. આપણા ભારતવર્ષમાં લોકશાહી છે. સેક્યુલારિઝમ છે, વોટનું કટ્ટર જાતીય રાજકારણ છે. જ્યારે દેશની બહુમતીની એક બહુ મોટી બહુમતિને સતત અન્યાયબોધની ફિલિંગ રહ્યા કરે છે. ત્યારે એ સ્થિતિ જ્વાલામુખી જેવી છે, ઉપરથી શાંત, અંદરથી અશાંત! ગુજરાતમાં આટલી સખત પ્રતિક્રિયા શા માટે આવી એનું પૃથક્કરણ કરવું જોઇએ. અભ્યાસીઓએ વિચારવું જોઇએ કે આવી તીવ્ર પ્રતિશોધ ભાવના શા માટે પેદા થવી જોઇએ. સતહની નીચે એવાં કયો વિધ્વંસક પરિબળો છે, જે ગુજરાતને પ્રગતિ કરતા રોકે છે? ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૨ના ગોધરાકાંડ અને પછી ફાટી નીકળેલા અગ્નિકાંડ અને હત્યાકાંડની એક બહુ જ ખરાબ દુષ્પરિણામકારક અસર એ થશે કે મધ્યમવર્ગીય મુસ્લિમ, શિક્ષિત નોકરી પશા મુસ્લિમ, એ મુસ્લિમ કર્મચારી, જેને પોતાના બાળકોને પ્રામાણિક પરિશ્રમ કરીને એક ખુશહાલ ભવિષ્ય આપવું છે. એ મુસ્લિમ, જેને સુપરસોનિક તેજ ગતિથી દોડી રહેલા જગત સાથે કદમ મિલાવવા છે, એ મુસ્લિમ, જેને ભારતની મુખ્ય ધારાની સાથે સાથે વહેવું છે અને હિન્દુ સાથે મહોબ્બતથી જીવવું છે, એ મુસ્લિમ, અસલામતી ભાવથી પોતાના પછાત મુસ્લિમ વિસ્તારમાં ઘૂસી જશે અને દેશની મુખ્ય ધારાથી કપાઇ જશે. ગુજરાતમાં મુસ્લિમ વ્યવયસાયો, ઉદ્યોગો, દુકાનો, સંપત્તિઓના નાશને કારણે મુસ્લિમ અર્થતંત્રની કમર તૂટી ગઇ છે, એને આ એક અત્યંત ચિંતાનો વિષય છે અને વિષાદી સ્થિતિ છે. ગોધરાકાંડ અને પછી પ્રાપ્ત થયેલી દુ:સ્થિતિઓને કારણે મુસ્લિમ સમાજોમાં જે સામાજિક- આર્થિક ક્રાઇસીસ આવી ગઇ છે અને અને આવી રહી છે એ દેશહિતના દરેક પુરસ્કર્તા માટે અને ગુજરાત સહિતના દરેક પક્ષધર માટે ખરેખર ચિંતાનો વિષય છે. ગોધરાના થોડા મુઠ્ઠીભર કટ્ટર હેવાનોએ પૂરા ગુજરાતના મુસ્લિમોને દસ વર્ષ પાછળ ફેંકી દીધા છે.

ગુજરાતના ગોધરાકાંડમાં કદાચ દેશની ટીવી ચેનલોએ સૌથી નેગેટિવ ભૂમિકા ભજવી છે. સમાચારો માટે આપણી પાસે ચાર-પાંચ મુખ્ય અંગ્રેજી અને હિન્દી ચેનલો છે અને ચર્ચા કરવા માટે ન્યૂ દિલ્હીમાં ડઝનબંધ એરસપર્ટો માત્ર એક ફોન કરવાથી સ્ટુડિયોમાં લાઇનસર હાજર થઇ જાય છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ડો. પી. સી. એલેકઝાન્ડરે હિન્દી ‘નવભારત ટાઇમ્સ’ના ૫૦ વર્ષના ઉત્સવ પ્રસંગે વ્યંગમાં કહ્યું હતું કે, ટીવી માટે આ દેશમાં દરેક વિષયના એકસપર્ટ દિલ્હીમાં જ બેઠા છે. મુંબઇ, કોલકાતા, ચેન્નઇ કે અન્ય શહેરોમાં કોઇ એકસપર્ટ છે જ નહીં અને આ નવરાઓ અને એમને બાલિસ, બચકાના પ્રશ્ર્નો પૂછતી કોન્વેન્ટિયા બહેજામાં સતત બકબક કરતી રહેતી ખૂબસૂરત છાકરીઓની એક જુગલબંદી ટીવીની અગ્રેજી ચેનલોમાં જામી પડી છે! અને ગુજરાત વિશે પણ સ્પોટ-રિપોટિર્ંંગ થાય છે. ચર્ચાઓ થાય છે. આપણી પ્રજાને બદનામ કરતી હોય એવી ભાષા પણ કયારેક વપરાઇ જાય છે. ટીવીના કેમેરાને ગુજરાતની શાંતિ કરતા અશાંતિ બતાવવામાં વધારે રસ છે! કેટલાક અંગ્રેજી પત્રકારો, કેટાક અંગ્રેજી કૉલમ- લેખકો, કેટલાક તથાકથિત ‘સોશિયલ એક્ટિવિસ્ટ’ (એટલે?) ગુજરાતદ્વેષી હતા, છે અને રહેશે! અહીં ગુજરાતદ્વેષીને સ્થાને ‘હિન્દુદ્વેષી’ શબ્દ પણ વાપરી શકાય છે. માધવસિંહ સોલંકીથી ચીમનભાઇ પટેલથી કેશુભાઇ પટેલથી નરેન્દ્ર મોદી સુધી ગુજરાતના કયા મુખ્યમંત્રી માટે, કયા અંગ્રેજી પત્રકારે, ક્યારે અને કેટલું સારું લખ્યું છે? આ પણ સંશોધનનો વિષય છે.

ટેલિવિઝન એક અત્યંત સશક્ત માધ્યમ છે અને ટીવીની ન્યૂઝ ચેનલોનું ટેલિકાસ્ટ લગભગ દરેક મધ્યમવર્ગી પરિવારમાં રોજ રાત્રે પહોંચે છે. ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે આજ ચેનલોએ અદભુત કામ કર્યું હતું. અને પાકિસ્તાનના જનરલ મુશર્રફ આગ્રા આવ્યા ત્યારે અંગ્રેજી ટેલિકાસ્ટ એટલું બેહૂદુ અને એકપક્ષી હતું કે આપણને લાગે કે આપણે કોઇ પાકિસ્તાની ટીવી ચેનલ જોઇ રહ્યા છીએ. લગભગ દેશદ્રોહની સીમા સુધી પહોંચી જાય એટલું બધું પાકિસ્તાનતરફી કવરેજ આપણી અંગ્રેજી ચેનલોએ પાકિસ્તાનની સરમુખત્યારને આપ્યું હતું. ચૂંટણીમાં દરેક ચેનલ ‘એકિઝટ પોલ’ની પાછળ પડી ગઇ હતી અને ઉત્તર પ્રદેશમાં ૯૮ સીટો જીતી જનાર માયાવતીના બહુજન સમાજ પક્ષને બધી જ ચેનલો ભૂલી ગઇ હતી. કારણ કે બહુજન સમાજ પક્ષની પ્રતિનિધિઓ ટીવી પર ચર્ચા કરવા આવી નહોતી. અને ચોથે નંબરે આવેલી લંગડા ઘોડી જેવી કૉંગ્રેસની પ્રતિનિધિઓ દરેક ચેનલ-ચર્ચામાં ચિબાવલી સફાઇ પેશ કરતી રહેતી હતી. જનતાના મિજાજને સમજવામાં ટીવીની ચેનલો નિષ્ફળ ગઇ હતી.

કારગિલ યુદ્ધ સમયે ટીવીએ ખરેખર ઉત્તમ કામ કર્યું હતું અને યુદ્ધની વિભીષિકા આપણા દીવાનખંડમાં ખડી કરી દીધી હતી. ફેબ્રુઆરી -માર્ચ ૨૦૦૨ના ગુજરાતના ગોધરાકાંડ અને એ પછીના પ્રત્યાઘાતો પ્રસ્તુત કરવામાં આ જ અંગ્રેજી ચેનલોની સરાસર બદદાનત પર્દાફાશ થઇ ગઇ છે. સમસ્ત ગુજરાતમાં સ્થપાતી જતી શાંતિ કરતાં ખૂણેખાંચરેથી કયાંક થયેલી આગઝની જેવા સમસનીખેજ સમાચાર આપીને એ દૃશ્યને કેમેરાથી વિસ્તારમાં બતાવીને, ફરીથી કોમવાદ ભડકાવવાની કોઇ પદ્ધતિસર સાઝિશ હોય એવું સુજ્ઞ, શાંતિપ્રિય લોકોને લાગતું હતું. લગભગ દરેક અંગ્રેજી સમાચાર ચેનલ ગુજરાત વિશે તટસ્થ, નિષ્પક્ષ, પોઝિટિવ રિપોર્ટ આપીને, કોમી એખલાસ વધુ દૃઢ કરવાના અભિયાનમાં સહાયક થવાને બદલે અત્યંત અફસોસનાક નેગેટિવ ભૂમિકા ભજવી હતી. એ સ્પષ્ટ થઇ ગયું હતું. ગુજરાતી પ્રજાનો ધગધગતો આક્રોશ જૂઠા અને પ્રધાનત: ગુજરાતવિરોધી સમાચાર આપનારા અંગ્રેજી ટીવી અને અંગ્રેજી વર્તમાનપત્રો તરફ કેન્દ્રીત થાય એ એક કમનસીબ સ્વાભાવિક સત્ય હતું.

આપણે ત્યાં લોકશાહીનો અતિરેક છે. અમેરિકામાં પણ લોકશહી છે. પણ આવી સ્થિતિમાં અંકુશિત અને દેશપ્રેમી લોકશાહી છવાઇ જાય છે. ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વોંશિગ્ટનના પેન્ટાગોન પર આતંકવાદી હુમલાઓ પછી એક અમેરિકન ટીવી ચેનલે કટ્ટરવાદી કે આતંકવાદી કે આરબ દૃષ્ટિકોણ આપ્યા નથી. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશની કેબિનેટ સભ્ય અને અંતરંગ ગણાતી કેન્ડી રાઈસે માધ્યમોમાં સૂચના પણ આપી હતી કે એમણે અમેરિકાતરફી સમાચાર પ્રસારિત કરવા અને રક્ષામંત્રી રૂમ્સફેલ્ડે આગળ વધીને કહ્યું કે અમે જાણી જોઇને ‘ડિસઈન્ફર્મેશન’ અથવા ખોટી માહિતી આપી છે. હિન્દુસ્તાની લોકશાહી અમર્યાદ અને નિરંકુશ છે. મુશર્રફ હોય કે કોમી હુલ્લડો હોય આપણી ટીવી ચેનલો અને ખાસ કરીને કેટલાંક અગ્રેજી પત્રો અર્ધસત્ય અથવા અસત્યને સત્યના સ્વાંગમાં પ્રસ્તુત કરવામાં બિલકુલ સંકોચ અનુભવતાં નથી. દેશપ્રેમ એ કઇ બલાનું નામ છે? ગોધરાકાંડ અને એના પ્રતિ-આઘાતરૂપે પ્રકટેલી પ્રતિહિંસાંને જધન્ય અને નિંદનીય છે. ગુજરાતને શાંતિની જરૂર છે જે ક્રમશ: પણ ત્વરાથી આવતી જાય છે. દરેક વ્યક્તિ કે વિચારક, પક્ષ કે પત્રનો અત્યારે એક જ દાયિત્યધર્મ હોઇ શકે. અમન અને એખલાસની પુન: સ્થાપનાના અભિયાનમાં જોડાઇ જવું! અને સર્વે અત્ર સુખિન સન્તુ/ સર્વે સન્તુ નિરામયા/સર્વે ભદ્રાણિ પશ્યન્તુ/ મા કશ્ર્ચદ દુ:ખમ આપનુયાત...ના આદર્શ તરફ અગે્રસર થવું. સબ કો સન્મતિ દે ભગવાન... આ શબ્દો નરેન્દ્ર મોદીનું ‘આપણું ગુજરાત, આગવું ગુજરાત’ સાંભળવા માગે છે.

Thursday, February 20, 2014

વીસ વર્ષનાં મારાં લખાણોમાંથી- સૌરભ શાહ

હું સાચો હોઉં ત્યારે એ વાત કોઈ યાદ રાખતું નથી; ખોટો હોઉં ત્યારે કોઈ ભૂલતું નથી
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ત્રણ વાચકમિત્રોએ છેલ્લાં વીસ વર્ષનાં મારાં લખાણોનાં કટિંગ્સમાંથી મારી કૉલમોના લટકણિયારૂપે છપાયેલા મારી પસંદગીના ‘આજનો વિચાર’ની ફાઈલ બનાવીને ભેટ મોકલી છે. પાછળ નજર કરતાં મઝા આવી. આમાંના કેટલાક વિચારો મારા મૌલિક પણ છે, પરંતુ મોટા ભાગના વિચારો વિશ્ર્વના વિદ્વાન વિચારકોના અનુભવજગતનો નિચોડ છે. આ વિચારોમાંથી એક લેખમાં સમાઈ શક્યાં એટલાં વાક્યો પ્રસ્તુત છે:

મિત્રો જીવનના બગીચામાં ખીલેલા ફૂલ સમાન છે અને ભૂતપૂર્વ મિત્રો એ ફૂલોની સુગંધ.


તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે એટલા સારા તમે હોતા નથી; તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે એટલા ખરાબ પણ તમે હોતા નથી. 

હું સાચો હોઉં ત્યારે એ વાત કોઈ યાદ રાખતું નથી; હું ખોટો હોઉં ત્યારે એ વાત કોઈ ભૂલતું નથી. 

એક જણને મળેલો પગારવધારો બીજા માટે ભાવવધારો પુરવાર થવાનો છે. 

મિત્રો પર અવિશ્ર્વાસ મૂકવા કરતાં એમનાથી છેતરાવું વધારે સારું.

સત્ય હંમેશાં બે અંતિમોની વચ્ચે જ વસતું હોય છે, અસત્ય પણ.


કેટલાક માણસોમાં કૂતરાના બધા જ ગુણ હોય છે, વફાદારી સિવાય 

સ્વજન હોય તે પ્રેમ કરે, ન્યાય ન તોળે. 

આપણા સૌનું આકાશ એક પણ ક્ષિતિજો અલગ. 

તમારી પાસે જ્યારે કંઈ જ બચ્યું ન હોય ત્યારેય એક આવતી કાલ તો હોવાની જ. 

ઈતિહાસે શિખવાડ્યું છે કે રાષ્ટ્ર પાસે અને વ્યક્તિ પાસે જ્યારે વિકલ્પો ખૂટી પડે છે ત્યારે એનામાં ડહાપણ ફૂટી નીકળે છે.

કેટલાક માણસોના દિમાગમાં નિષ્ફળતાની રાઈ ભરાઈ જાય છે.


ખુશીની કે આનંદની પળ બહુ વાગોળવી નહીં, આવું થશે તો જ દુ:ખની પળ પણ લંબાશે નહીં.

નિયમિતતાના ચુસ્ત આગ્રહીઓ દરેક ભૂલ સમયસર કરતા હોય છે. 

આદર જ્યારે પ્રમાણભાન વિના આગળ વધી જાય છે ત્યારે આડંબર પ્રગટે છે, 

કાળજી જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે કાયરતા પ્રગટે છે, 

નીડરતા જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે નિર્લજ્જતા પ્રગટે છે 
અને 

નિખાલસતા જ્યારે પ્રમાણભાન વિના આગળ વધે છે ત્યારે તોછડાઈ પ્રગટે છે. 

જેમના માટે અણગમો હોય એમની સાથે રહીને કામ કરતાં પણ શીખવું જોઈએ. 

એકલપેટા હોવા કરતાં ઝઘડાળુ હોવું વધુ સારું. 

બિલકુલ ખામી વિનાનું હોય એવું એક પણ કામ ન કરવા કરતાં થોડીક ખામીવાળાં કેટલાંક કામ કરવાં સારાં.

આપણે જે કામ નથી કરી શકતા તે કરવાના પ્રયત્નોમાં જે કામ કરી શકીએ છીએ એની અવગણના કરીએ છીએ. 



સારા વિચાર રાખવા એ આંતરિક સૌંદર્યની નિશાની છે; જેની સાથે સુંદર વિચારો હોય છે તે વ્યક્તિ ક્યારેય એકલી નથી હોતી. 

સ્થિરતા કંઈ સ્થગિત થઈ જવાથી નથી મળતી. 

ટોચ પર પહોંચી શકાય છે પણ ત્યાં ટકી શકાતું નથી. 

શિખામણ ચુંબન જેવી છે- કિંમત કંઈ નહીં અને આપવાની ખૂબ મજા આવે. 

પ્રશંસા થાય ત્યારે કદાચ સંતોષ થતો હશે પણ એનાથી નવું કશું શીખવા નથી મળતું જ્યારે ટીકા કશુંક શિખવાડી જતી હોય છે. 

આંદોલનકારી એ નથી જે બૂમાબૂમ કર્યા કરે કે નદી ગંદી છે, ગંદી છે; આંદોલનકારી એ છે જે ગંદી નદીને સ્વચ્છ કરવાના કામે લાગી જાય.

નક્કી કરો: તમારે હંમેશાં સાચા પડવું છે કે પછી ક્યારેક આનંદમાં પણ રહેવું છે?


જવાબદાર વર્તમાનપત્રો માટે જરૂર હોય છે જવાબદારીભર્યા વાચકોની .

જેઓ કંઈ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે. 

હિંમત અને મક્કમતા ધરાવતી એક જ વ્યક્તિથી બહુમતી સરજાઈ જતી હોય છે. 

જિંદગીમાં ખરી મજા એવાં કામ કરવાની આવે છે જે કામ તમે ક્યારેય નથી કરી શકવાના એવું બીજા લોકો છાતી ઠોકીને કહેતા હોય છે. 

નિષ્ફળતાની ઈમારત બહાનાંના પાયા પર રચાતી હોય છે. 

લેખકમાં નવી વસ્તુને જાણીતી અને જાણીતી વસ્તુને નવી બનાવવાની શક્તિ હોય છે. 

લોકો એ યાદ રાખવાના નથી કે કોઈ કામ તમે કેટલી ઝડપથી કર્યું, યાદ એ જ રહેશે કે તમે એ કામ કેટલી સારી રીતે કર્યું.
તમારાં સંતાનોને તમે સારી રીતભાત શીખવવાના લાખ પ્રયત્નો કરશો છતાં તેઓ તમારી જ નકલ કરતાં રહેશે.


માણસની અડધી જિંદગી માબાપ સાથે એડજસ્ટ થવામાં અને બાકીની અડધી બાળકો સાથે એડજસ્ટ થવામાં વીતી જતી હોય છે. 

એક કાંકરે બે પક્ષી મારવામાં સફળતા ન મળે તો બે કાંકરે પણ એક પક્ષી તો મારી જ લેવું. 

લગ્ન એક આદર્શ અને ઉત્તમ ઘટના છે, દરેક વ્યક્તિના જીવનમાં આદર્શ અને ઉત્તમ ઘટનાઓ વારંવાર બનતી રહેવી જોઈએ. 

ચાળણી કયે મોઢે સોયને કહે કે તારામાં તો છિદ્ર છે. 

સારી સ્મરણશક્તિ એ જે નકામી વાતો ભૂલી શકે.

તમે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિમાં જો હું હોત તો હું સો ટકા ખોટું જ બોલ્યો હોત તો પછી આ સંજોગોમાં હું કેવી રીતે માનું કે અત્યારે તમે સાચું બોલી રહ્યા છો.


માણસોને પારખવા રહીશું તો એમને ચાહવાનો સમય જ બાકી નહીં રહે. 

બહાદુરી એટલે ભયનો સામનો, ભયની ગેરહાજરી નહીં.

સફળતા એટલે જે ગમે તે મળે; સુખ એટલે જે મળે તે ગમે.


ભગવાન જ્યારે છાપરું ફાડીને આપવા માગતા હોય ત્યારે છાપરાના રિપેરિંગ ખર્ચ વિશે જે ચિંતા કર્યા કરે તે ખરો નિરાશાવાદી, 


વિચારતાં શરમ ન આવતી હોય એ વાત કહેતા પણ શરમાવું ન જોઈએ અને જે વાત બીજાને કહેતાં સંકોચ થાય એ વાત વિચારતાં પણ સંકોચ થવો જોઈએ.

જિંદગીમાં ક્યારેય નિષ્ફળતા ન આવી હોય તો માનવું કે તમે ક્યારેય જોખમ નથી ઉઠાવ્યું.

પ્રેમ જેવું ક્યારેય કશું હોતું નથી; જે હોય છે એ તો વધુ સારા વિકલ્પોનો તત્કાલીન અભાવને કારણે સર્જાતો સંબંધ હોય છે. 


સતત ભયમાંથી નીપજતી અસલામતી જ આપણી પ્રગતિનો પાયો છે.
 

સામાજિક જવાબદારીઓના પ્રવેશથી જ પ્રેમમાં રહેલા રોમાન્સના તત્વની બાદબાકી થઈ જાય છે. 

પ્રેમનો સૌથી મોટો પુરાવો છે ભરોસો.

હોડીની રાહ જોવાય એવું ન હોય ત્યારે તરી નાખવું સારું. 

મોટા ભાગની વસ્તુઓથી આપણે વંચિત રહી જતા હોઈએ તો એનું મુખ્ય કારણ એ કે આપણે એની માગણી કરતા જ નથી.

મારા પૂર્વગ્રહો જ્યારે તમારા પૂર્વગ્રહો સાથે તાલ મિલાવે છે ત્યારે તમને મારા વિચારો તટસ્થ લાગવા માંડે છે, 


જે સંબંધ સૌથી વધુ સ્મૃતિઓ આપી શકે એ શ્રેષ્ઠ. 

જે માણસ ઈર્ષ્યા કરે છે તે પોતાનું જ વામણાપણું પુરવાર કરે છે. 

જે ગાંઠ છૂટી શકે એમ હોય એને કાપી શા માટે નાખવી. 

સૌપ્રથમ આર્થિક સલામતી મેળવી લો, પછી નીતિમત્તાભર્યું જીવન ગાળો. જેનો અમલ કર્યા પછી મનને સુખ મળે એ જ સાચી નીતિ. 

મજબૂરીથી ન બોલી શકનારાઓની ચુપકીદીમાં અને જાણીજોઈને મૌન રહેનારાઓમાં ઘણું મોટું અંતર હોય છે. 

મંદિરમાં આરતીના ઘંટારવનાં શુકન સંભળાય ત્યારે વિચારો કે ક્યાંક કોઈક તમને યાદ કરી રહ્યું છે. 

તમાચો અને ચુંબન સ્પર્શનાં બે અંતિમો છે.
આજનો વિચાર

તમારે જો કોઈપણ બાબતમાં સફળ થવું હોય તો એક નિયમને હંમેશાં આદર આપવો ઘટે: ક્યારેય તમારી જાત આગળ જુઠ્ઠું નહીં બોલવાનું.

-પાઉલો કૌએલો

એક મિનિટ!

ગર્લફ્રેન્ડ: મને એવી રીતે પ્રપોઝ કર જેવી રીતે આજ સુધી કોઈએ ન કર્યું હોય.

પપ્પુ: કુત્તી, કમીની, જલિલ, નીચ, પાપી-આઈ લવ યુ. મારી સાથે લગ્ન કરીને મને બરબાદ કરી નાખ, નાગીન. હવે તો હા કર, ચુડેલ.

મૅનેજમેન્ટના સિદ્ધાંતો- સૌરભ શાહ

‘જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં’
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

ઉદ્યોગો, વેપાર કે કંપનીઓ ચલાવવા માટે મૅનેજમેન્ટના જે સિદ્ધાંતો બનતા જાય છે એમાંના કેટલા સિદ્ધાંતો જિંદગી માટે પણ ઉપયોગી? એક જમાનામાં ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં મૃત્યુંજય અત્રેય નામના મૅનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની બોલબોલા હતી. મોટી મોટી કંપનીઓ લાખો રૂપિયાની ફી આપીને એ સીધાસાદા અને સરળ માણસની સલાહ લેતી. આ સલાહને અમલમાં મૂકી કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કરી શકતી. અત્રેય પાસે તેજસ્વી શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ હતું અને એમનુી બુદ્ધિપ્રતિભા ધારદાર હતી. અત્રેયની સોનેરી સલાહોમાંની એક સલાહ એવી છે કે 
કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન નથી હોતું. 
બીજી સલાહ: પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે એનું નિરાકરણ લાવવા અત્યાર સુધી જે વિચારો કારગત નીવડ્યા હોય એ જ વિચારોનો આધાર રાખવો એ નરી મૂર્ખાઈ છે.

આંતરરાષ્ટ્રીય મૅનેજમેન્ટ ક્ષેત્રે પીટર ડ્રકરનું બહુ મોટું નામ છે. ૨૦૦૫ની સાલમાં ૯૫ વર્ષનું આયુષ્ય ભોગવીને વિદાય લેનારા પીટર ડ્રકરનાં પુસ્તકોથી આજની તારીખેય કેટલાય બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ પ્રેરણા પામે છે. ભારતમાં પ્રમોદ બત્રાએ બિઝનેસના મૅનેજમેન્ટ ઉપરાંત લાઈફના મૅનેજમેન્ટ માટે પણ કામ લાગી શકે એવાં પુસ્તકો લખ્યાં છે તેમ જ દુનિયાભરમાંથી એવાં પ્રેરણાત્મક સૂત્રો ભેગાં કરીને એનું સંપાદન કર્યું છે જે દરેક સૂત્ર વિશે તમે કલાકો સુધી વિચારી શકો. એમની થોડીક વાતો:

સૂરજ ચમકતો હોય એ જ સમયે ગળતું છાપરું રિપેર કરાવી લેવું જોઈએ.


આપણી સૌથી મોટી મુસીબત એ છે કે સંઘર્ષના સમયે જ આપણે સંઘર્ષ કરવાનું છોડી દઈએ છીએ. 

માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એ જ એના વ્યક્તિત્વની સાચી ઓળખ છે. 

વૃક્ષ કુહાડીને કહેતું હોય છે કે મારું લાકડું તારો હાથો બન્યું એટલે જ તું અત્યારે મને કાપી શકે છે. 

ટેન્શનના સમયે પણ કામ કરતા રહેવા માટે યાદ રાખવું જોઈએ કે અંતે તો જિંદગી ઉલ્લાસમય છે, ઘોર અસલામતીભરી નહીં. 

મુસાફરી જેટલી કષ્ટદાયક હશે એટલી જ મંઝિલ આનંદમય લાગશે.

છરીનો ઘા રુઝાઈ જતો હોય છે, જીભનો નહીં. 

સુખી થવાના બે જ માર્ગ છે: કાં તો ઈચ્છાઓ ઘટાડીએ, કાં ઈચ્છાઓ સંતોષવાના માર્ગ વધારીએ.

ખોટું કામ કરવાનો સાચો રસ્તો કોઈ નથી.


કાયમી આનંદ જેવું કશું હોતું નથી, જે હોય છે તે આનંદની ક્ષણો જ હોય છે.

ખૂબ બધા પ્રેમમાં ખૂબ બધો ધિક્કાર પણ હોય એ સ્વાભાવિક છે.

જિંદગીનાં બે જ લક્ષ્ય હોઈ શકે: એક, જે જોઈએ છે તે મેળવવું અને બે, એ મળી ગયા પછી એને માણવું, બહુ ઓછા લોકો આ બીજા લક્ષ્યને સાકાર કરી શકે છે.

જે વ્યક્તિ હિંમતથી અને પારદર્શક રહીને પોતાનાં તમામ માનસિક-ભૌતિક દુ:ખદર્દ સહન કરે છે એ સૌના આદરને પાત્ર બની જાય છે. 


જેને કારણે તમારા કામમાં અને તમારી જિંદગીમાં આનંદ વધે એવી જ વાતો વિચારો અને એવી જ વાતો બોલો. 

કોઈ પણ કામ કરતી વખતે વિચારવાનું પણ રાખો કારણકે તમારે માત્ર અત્યારની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું નથી, ભવિષ્યમાં આવી શકનારી સમસ્યાઓ વિશે પણ સજાગ રહેવાનું છે. 

મિત્રને પણ તમારી ખાનગી વાત ખાનગી રાખવાનો ભાર સોંપતાં પહેલાં બે વાર વિચાર કરો. જે કૂંજો વારંવાર કૂવા પાસે જાય છે તે અંતે ફૂટી જાય છે.

કીડી માટે વરસાદનાં થોડાંક ટીપાં પણ પૂર સમાન છે. 


પોતાના અજ્ઞાનનું ભાન થવું એટલે જ જ્ઞાન તરફ પહેલું પગલું ભરવું. 

કોઈક વાત વિશે સો ટકા ખાતરી રાખવા માટે કાં તો એ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ અથવા બિલકુલ જાણકારી ન હોવી જોઈએ. 

દરેક સમસ્યા સાથે એનો ઉકેલ પણ જન્મતો હોય છે, આપણને એ ઉકેલના અસ્તિત્વની જાણ હોય કે ન હોય એ વાત અલગ છે. 

ભયનો સામનો કરવા માટે તરત જ એ પરિસ્થિતિ વિશે નિર્ણય લો, ભયને વધારવા માટે રાહ જોઈને નિર્ણય ઠેલ્યા કરો.

કોઈકનો સાથ લેવા માટે એની સાથે ચાલો.
ધીરજ રાખવાની કળા સફળતાનું રહસ્ય છે. 


નવા મિત્ર પર નહીં પણ જૂના શત્રુ પર ભરોસો રાખો. 

કશુંક ગમતું નથી એવું કહેતાં પહેલાં એનો સ્વાદ તો લઈ જુઓ. 

કપડાંની જેમ કારકિર્દી અને જીવનસાથી પણ અલગ અલગ માપકદનાં પહેરી જોયાં પછી જ બંધબેસતી જોડ મળી આવે છે. 

એક વાત યાદ રાખો કે કોઈ તમને નકારી કાઢે છે ત્યારે એ તમને આવનારી વધારે ખરાબ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે.

જે કામ અઘરું લાગે છે એ કરો, કારણકે તમે જે જાણો છો કે કરી શકો છો એના કરતાં અઘરું કામ હાથમાં લેશો તો જ તમારી પ્રગતિ થશે. 


જિંદગીના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર પગ મૂક્યા પછી જ ખબર પડે છે કે જીવન કેટલું વિશાળ અને ભર્યું ભર્યું છે. 

દરેક મોટી સમસ્યામાં મોટી તક છુપાયેલી છે. 

જિંદગીમાં જેટલું મળ્યું છે એ વિશે સંતોષ રાખો, કારણકે એ પણ તમને તમારી લાયકાત કરતાં ઘણું વધારે મળેલું છે

આપણે મગજમાં જેની કલ્પના કરી છે એ જ પરિસ્થિતિ તરફ જાણ્યે-અજાણ્યે આગળ વધતા હોઈએ છીએ.

દોષ વિનાના માણસો શોધવા જઈશું તો મિત્રો ક્યારેય નહીં મળે. 


જે થવાની ધારણા રાખી હોય એ થતું જ હોય છે. 

ગુસ્સામાં, આવેશમાં કે દારૂ પીધા પછીની અવસ્થામાં જે બોલાઈ જતું હોય છે તે અગાઉ ક્યારેક તો વિચારેલું જ હોય છે. 

એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ખૂલી જતો હોય છે. 

ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાય છે ત્યારે જ પારધીની નજર પડતી હોય છે.

કટોકટીના બે અર્થ થાય છે: એક, ખતરો અને બે, તક. 

સત્યનું તીર તાકતાં પહેલાં એનું ફણું મધમાં બોળી લેવું. 

કબૂલાત કરી લીધા પછી પાપનું રૂપાંતર સત્યમાં થઈ જતું હોય છે. 

ઉંદર જ્યારે બિલાડી સામે જીભડો કાઢે છે ત્યારે દર બાજુમાં જ હોય છે. 

બીજાને દગો દેતી વખતે તમે તમારી જાતને પણ દગો આપો છો. 

અંદરનો અવાજ ધીમેકથી પણ ના પાડતો હોય ત્યારે એની સાથે વધારે આનાકાની નહીં કરવાની.

જ્યારે કશુંય કરવાનો અર્થ સરે એમન હોય ત્યારે કશું જ ન કરો. 


વ્યક્તિ જ્યારે ખોટી હોય પણ કબૂલ ન કરતી હોય ત્યારે તે હંમેશાં ક્રોધે ભરાતી હોય છે, કાં રિસાઈ જતી હોય છે. 

માણસને પોતે કેટલો નાનો છે એનું ભાન થાય ત્યારે જ એ મહાન બનતો હોય છે.
 

‘હા’ અને ‘ના’ બે નાનકડા શબ્દો છે જેનાથી ઘણી મોટી મોટી વાતો બનતી હોય છે. 

જિંદગીમાં તમે કંઈ પણ મેળવી શકશો, જો એના માટે બધું જ ગુમાવવા તૈયાર હશો તો. 

બંધ મુઠ્ઠી રાખીને હાથ મિલાવી શકાતો નથી

કોઈને ચૂપ કરી દેવાથી એનામાં પરિવર્તન લાવી શકાતું નથી. 

જોખમ હોવા છતાં તમારી આસપાસના માણસો પર ભરોસો મૂકવો જ પડે. 

કૂવો ખાલી થઈ ગયા પછી જ તરસની કિંમત સમજાતી હોય છે.
 

ડર લાગતો હોય એ જ વાત કરશો તો ડર ભાગી જશે. 

જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં. 

ભૂલ કરવા કરતાં મોડું કરવું સારું. 

બીજાઓમાં જે ગુણો તમને ગમે છે તે તમારામાં પણ ખિલવવાના પ્રયત્ન કરો. 

જીવનસાથીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જીવનમાં આવનારા તમામ આનંદ અને દુ:ખનો અડધોઅડધ હિસ્સો આ પસંદગીને કારણે આવવાનો છે અને બાકીનો અડધો હિસ્સો તમારા પોતને કારણે આવવાનો છે. 

તમને પાડી નાખે એવા ઘોડા કરતાં તમારા સામાનનો ભાર ઊંચકતો રહે એવો ગધેડો સારો. 

દરેક અસંતોષનું કારણ સરખામણી છે. 

જેઓ સલામતીની શોધમાં હોય છે તેઓ મુક્તપણે જીવવાનો રોમાંચ ખોઈ નાખે છે.

આજનો વિચાર

હું મૃત્યુ પામીશ ને તું ફૂલો મોકલીશ,

જે હું જોઈ નહીં શકું

તો તું હમણાં જ ફૂલો મોકલને.

હું મૃત્યુ પામીશ ને તારાં આંસું વહેશે,

જેની મને ખબર નહીં પડે

તો તું અત્યારે જ થોડું રડને.

હું મૃત્યુ પામીશ ને તું મારી કદર કરીશ,

જે હું સાંભળી નહીં શકું

તો એ શબ્દો હમણાં જ બોલી નાખને.

હું મૃત્યુ પામીશ ને તું મારા દોષ ભૂલી જશે

જેની મને જાણ નહીં થાય

તો તું મને હમણાં જ માફ કરી દે ને.

હું મૃત્યુ પામીશ ને તને થશે કે

મેં એની સાથે થોડો વધારે સમય વીતાવ્યો હોત તો,

તો તું અત્યારે જ મને મળવા આવને.

- વિકાસ દેસાઈ

એક મિનિટ!

ભૂરાએ બૅન્ક લોન પર કાર લીધી ને હપ્તા ના ભર્યા એટલે બૅન્કવાળા કાર પાછી લઈ ગયા.

ભૂરાએ વિચાર્યું: આવી ખબર હોત તો લગ્ન પણ લોન લઈને જ કરતને.