| માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એના પરથી એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
ઉદ્યોગો,
વેપાર કે કંપનીઓ ચલાવવા મૅનેજમેન્ટના જે આધુનિક સિદ્ધાંતો બનતા જાય છે એ
સિદ્ધાંતો જિંદગીના મૅનેજમેન્ટ માટે કેટલા ઉપયોગી બને? મૅનેજમેન્ટનું એક
સોનેરી સૂત્ર છે: કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન નથી હોતું. પ્રશ્ન ઊભો
થાય તો એનું નિરાકરણ લાવવા અત્યાર સુધી જે વિચારો કારગત નીવડ્યા હોય એ જ
વિચારોનો આધાર રાખવો પણ મૂર્ખાઈ છે. બિઝનેસ અને જિંદગી - બેઉનું મૅનેજમેન્ટ
થઈ શકે એવા અનેક વિચારો દેશી તેમ જ વિદેશી મૅનેજમેન્ટ પંડિતો પાસેથી મળતા
રહે છે:
સૂરજ ચમકતો હોય ત્યારે જ ગળતું છાપરું રિપેર કરી લેવું જોઈએ. આપણી સૌથી મોટી મુસીબત એ છે કે સંઘર્ષના સમયે જ આપણે સંઘર્ષ કરવાનો છોડી દઈએ છીએ. માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એના પરથી એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે. વૃક્ષ કુહાડીને કહેતું હોય છે કે મારું લાકડું તારો હાથો બન્યું ત્યારે જ તો તું મને કાપે છે. ટેન્શનના સમયે પણ કામ કરતા રહેવા માટે યાદ રાખવું જોઈએ કે અંતે તો જિંદગી ઉલ્લાસમય છે, ઘોર અસલામતીભરી નહીં. છરીનો ઘા રુઝાઈ જતો હોય છે, જીભનો નહીં. સુખી થવાના બે જ માર્ગ છે: કાં તો ઈચ્છાઓ ઘટાડીએ, કાં ઈચ્છાઓ સંતોષવાના માર્ગ વધારીએ. ખોટું કામ કરવાનો સાચો રસ્તો કોઈ નથી. કાયમી આનંદ જેવું કશું હોતું નથી, જે હોય છે તે આનંદની ક્ષણો જ હોય છે. જે વ્યક્તિ કકળાટ કરવાને બદલે બહાદુરીપૂર્વક હસતાં પોતાનાં તમામ માનસિક - ભૌતિક દુખદર્દ સહન કરે છે એ સૌના આદરને પાત્ર બની જાય છે. જેને કારણે તમારા કામમાં અને તમારી જિંદગીમાં આનંદ વધે એવી જ વાતો વિચારો અને એવી જ વાતો બોલો. કોઈપણ કામ કરતી વખતે વિચારવાનું પણ રાખો, કારણ કે તમારે માત્ર અત્યારની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવાનું, ભવિષ્યમાં આવી શકનારી સમસ્યાઓ વિશે પણ સજાગ રહેવાનું છે. મિત્રને પણ તમારી ખાનગી વાતને ખાનગી રાખવાનો ભાર સોંપતા પહેલાં બે વાર વિચાર કરો. જે કૂંજો વારંવાર કૂવા પાસે જાય છે તે અંતે ફૂટી જાય છે. કોઈક વાત વિશે સો ટકા ખાતરી રાખવા માટે કાં તો એ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ અથવા બિલકુલ ન હોવી જોઈએ. કોઈકનો સાથ લેવા એની સાથે ચાલો. નવા મિત્ર પર નહીં, જૂના શત્રુ પર ભરોસો રાખો. કશુંક પસંદ નથી એવું કહેતાં પહેલાં એનો અનુભવ લઈ જુઓ. એક વાત યાદ રાખો કે કોઈક તમને નકારી કાઢે છે ત્યારે એ તમને ભવિષ્યમાં આવનારી વધારે ખરાબ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે. મોટી સમસ્યાઓમાં મોટી તક છુપાયેલી હોય છે. જિંદગીમાં જે કંઈ મળ્યું છે એનાથી સંતોષ માનો, કારણ કે આટલું પણ તમને તમારી લાયકાત કરતાં વધુ મળ્યું છે. દોષ વિનાના માણસો શોધવા જઈશું તો મિત્ર ક્યારેય નહીં મળે. ગુસ્સામાં, આવેશમાં કે નશામાં જે બોલાઈ જતું હોય છે તે અગાઉ ક્યારેક વિચારેલું જ હોય છે. કટોકટીના બે અર્થ થતા હોય છે: એક - ખતરો અને બે - તક. સત્યનું તીર તાકાતાં પહેલાં એનું ફણું મધમાં બોળી લેવું. જિંદગીમાં તમે કંઈ પણ મેળવી શકશો, જો એને માટે બધું જ ગુમાવવા તૈયાર હશો તો. કોઈને ચૂપ કરી દેવાથી એનું પરિવર્તન કરી શકાતું નથી. બીજાને દગો દેતી વખતે તમે તમારી જાતને પણ દગો આપો છો. કબૂલાત કરી લીધા પછી પાપનું રૂપાંતર સત્યમાં થઈ જતું હોય છે. જ્યારે કંઈ પણ કરો તોય એનો અર્થ ન સરે એમ હોય ત્યારે કશુંય ન કરો. કૂવો ખાલી થઈ ગયા પછી જ તરસની કિંમત સમજાતી હોય છે. મધમાખીની જેમ જેમના મોઢામાં મધ હોય છે એમની પૂંછડીમાં ડંખ હોય છે. દરેક અસંતોષનું કારણ સરખામણી હોય છે. જે માણસ પહેલી ભૂલ કરીને એને સુધારી નથી લેતો એ બીજી ભૂલ પણ કરે છે. તમને પાડી નાખે એવા ઘોડા કરતાં તમારો સામાન ઊંચકતો રહે એવો ગધેડો સારો. જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં. ભૂલ કરવા કરતાં મોડું કરવું સારું. જીવનસાથીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જીવનમાં આવનારા આનંદ અને દુ:ખનો અડધોઅડધ હિસ્સો તમારા પોતાને કારણે આવવાનો છે. જિંદગીનાં બે જ લક્ષ્ય હોઈ શકે: એક - જે જોઈએ છે તે મેળવવું. અને બે - એ મળી ગયા પછી એને માણવું. બહુ ઓછા લોકો આ બીજા લક્ષ્યને સાકાર કરી શકે છે. કીડી માટે વરસાદનાં થોડાંક ટીપાં પણ પૂર સમાન છે. દરેક સમસ્યા સાથે એનો ઉકેલ જન્મતો હોય છે. કપડાંની જેમ કારકિર્દી પણ અલગ અલગ માપકદની પહેરી જોયા પછી જ બંધબેસતી આવે છે. જે થવાની ધારણા રાખી હોય એ જ થતું હોય છે. ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાયા પછી જ તમારા પર પારધીઓની નજર પડતી હોય છે. |
Thursday, November 27, 2014
જિંદગીનું મૅનેજમેન્ટ - સૌરભ શાહ
Monday, November 24, 2014
Saturday, November 15, 2014
સ્ત્રી વિષે સેંકડો શબ્દોમાંથી થોડાક - ચંદ્રકાંત બક્ષી
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
સ્ત્રી
વિષે સેંકડો શબ્દો પુરુષોએ બનાવેલા શબ્દકોશોમાં છે અને એ શબ્દો દ્વારા
સ્ત્રીનું સમાજમાં કેવું સ્થાન હતું એ પણ સમજ પડે છે. એક વાર બ્રહ્મચારી
અટલ બિહારી વાજપેયીએ શ્રીમતી ઈન્દિરા ગાંધીને કહ્યું: લેડીઝ ફર્સ્ટ! અને
શ્રીમતી ગાંધીએ પ્રતિઘાત કરતાં હોય એવો ઉત્તર આપ્યો: આયમ અ વુમન, નોટ અ
લેડી! આનો ગુજરાતી અનુવાદ કરવો હોય તો કહેવાય કે હું બાનુ નથી, હું સ્ત્રી
છું! સ્ત્રી શબ્દની મૂળ ધાતુ ‘સૃ’ છે જેના પરથી વિસ્તૃત, વિસ્તૃતિ વગેરે
શબ્દો આવે છે અને એ પ્રજનનના અર્થમાં છે. સ્ત્રી અક્ષરમાં જે ત્રણ લીટીઓ છે
તે સાત્ત્વિક,
રાજસિક અને તામસિક ગુણો બતાવે છે. બીજો પણ એક શબ્દ છે ‘સ્ત્યે’ જે સ્ત્રીથી સંબંધિત છે, અને એનો અર્થ થાય છે: ગર્ભ ધારણ કરવાવાળી. સ્ત્રીવિષયક નવા નવા શબ્દો પુરુષલેખકો ઉપજાવતા જાય છે. મમ્મીને માટે લેટેસ્ટ શબ્દ છે મા, અને સાસુને માટે ફેશનેબલ શબ્દ છે: મમ્મી-ઈન-લો. સપત્ની શબ્દ ભૂલથી લગ્નની કંકોતરીઓમાં વપરાય છે. આપ સપત્ની પધારશો એટલે આપ આપની બીજી પત્નીને લઈને આવશો. સાચો શબ્દ સપત્નીક હોવો જોઈએ. ધર્મપત્ની છે, પણ ધર્મપતિ નથી, જે હવે બદલાતા સમાજમાં આપણી આસપાસ જ દેખાઈ રહ્યો છે. વિદેશી શબ્દ લિવ-ઈન આપણે ત્યાં મૈત્રીકરારરૂપે આવી ગયો છે પણ લિવ-ઈનમાં એક પતિવ્રત છે જ્યારે મૈત્રી કરારમાં બહુ પતિવ્રત હોઈ શકે છે. તલાકકરાર હજી ગુજરાતમાં આવ્યો નથી પણ ૨૪ વર્ષો સુધી પરણેલા રહેવાની ભૂલ ૨૫મે વર્ષે પણ સુધારી લેવાની સમજદારી આવતી જાય છે. અને ૨૫મે વર્ષે પતિ પરમેશ્ર્વર હોય એ ઠીક છે પણ ૫૦મે વર્ષે પરમેશ્ર્વરને પતિ શામાટે માનવો જોઈએ? એ વર્ષે તો સ્ત્રી સ્વયં અધિપતિ બની ચૂકી હોય છે. સ્ત્રીની મનોવૃત્તિ સમજવાનું કામ હંમેશાં કઠિન રહ્યું છે પણ એ મનોવૃત્તિ પર મહાભારતનો એક પ્રસંગ પ્રકાશ ફેંકે છે. પાંચ પાંડવો અને દ્રૌપદી વનમાં વિહાર કરી રહ્યાં હતાં અને અર્જુને ભૂલથી એક વૃક્ષનું ફળ તોડી નાખ્યું જે વૃક્ષ વર્ષે એક જ વાર ફળ આપતું હતું. એ ફળ ખાઈને એક ઋષિ એક પૂરું વર્ષ જીવી લેતા હતા. આ ફળ તોડવાથી ઋષિ કોપાયમાન થશે અને શાપ આપશે તો બધાનો વિનાશ થઈ જશે, એ ભયથી બધા જ આતંકિત હતા. શ્રીકૃષ્ણ આવ્યા અને એમણે કહ્યું કે અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ સાચેસાચું કહી દો તો ફળ ફરીથી વૃક્ષને ચોંટી જશે. યુધિષ્ઠિરે ધૈર્યની વાત કરી, ભીમે મૃત યોદ્ધાઓની વિધવાઓનાં આંસુઓ ન જોવાની વાત કરી, અર્જુને ધર્મનું અનુસરણ કરવાની વાત કરી, નકુલ અને સહદેવે બૌદ્ધિક વ્યાખ્યાઓની વાત કરી. શ્રીકૃષ્ણે દ્રૌપદીને પૂછયું અને દ્રૌપદીએ પોતાના મનમાં શું ચાલે છે એ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો, આગ્રહ થયો ત્યારે દ્રૌપદીએ કહ્યું: મને એક ફીલિંગ થઈ રહી છે કે એક ૬ઠ્ઠો એમના જેવો જ પાંડવ હોવો જોઈએ...! માટે સ્ત્રી શતરૂપા અથવા સો રૂપોવાળી કહી છે. પુરુષ વિષયક શબ્દોમાં બહુ વૈવિધ્ય નથી. સુક્ધયા છે, સુવર નથી. દેવર એટલે દ્વિતીય વર, અને સ્ત્રી માટેનો એક સંસ્કૃત શબ્દ દેવૃકામા પણ છે. અર્થ થાય છે: દેવરની ઈચ્છાવાળી! વર એટલે શ્રેષ્ઠ અને એ જ ગોત્રનો શબ્દ છે વરિષ્ઠ. વર એ પસંદ કરવાની વાત છે. પરિવાર શબ્દ પરિ+વૃ એટલે ઘેરનાર, લપેટી લેનાર પરથી આવે છે. ભર્તા એટલે ટેકો આપનારો, અને પતિ એટલે રક્ષક. ભાષ્યકાર મમ્મટે ઉપપતિ નામનો શબ્દ વાપર્યો છે. નર એટલે નેતા, દોરી જનારો અને નર શબ્દની ધાતુ નૃ છે. ક્ધિનર એટલે કિમ નર: જેમાં નર તો નથી એવી શંકા જાય છે. સન્નારી (સદ્+નારી) છે પણ સન્નર નામનું પ્રાણી નથી. મન પરથી માનવ, અને પું પરથી પુરુષ. મહાભારતના શાંતિપર્વમાં એવું છે કે ઘરને ઘર કહેતા નથી, સ્ત્રી જ ઘર કહેવાય છે. દામ્પ એટલે પણ ગૃહ, એના પરથી શબ્દો દમ્પતી, દામ્પત્ય વગેરે આવે છે. સ્ત્રીવિષયક શબ્દોનો એક સાગર વહી રહ્યો છે, અને એ સાગર વહાવનારા અલબત્ત, પુરુષો છે. સહોદર અને સહોદરા એટલે એક જ ઉદરમાંથી પ્રકટેલાં. ભગિનિ પણ ભગ અથવા યોનિ સાથે સંબંધિત હશે. જાયા એટલે એ સ્ત્રી જેનામાં એનો પતિ ફરીથી જન્મ લે છે. સંભોગ એટલે સમાન ભોગ, જેમાં ઉભય પક્ષે સમાન ભોગ છે. ઉપભોગ નહીં. શૃંગાર શબ્દ શૃંગ અથવા શિખર પરથી છે. વ્યભિચાર એટલે વિ+અભિચાર, ખોટો અભિચાર, આલિંગન એટલે લિંગથી લિંગનું મિલન. નગ્નિકા એટલે એ સ્ત્રી કે બાલિકા જે હજી ઋતુમાં આવી નથી. અક્ષતયોનિ એટલે વર્જીન, જેની યોનિને ક્ષતિ પહોંચી નથી. કાન્તા એટલે જેના વિના રહી શકાતું નથી. સ્વૈરિણી એ સ્ત્રી છે જે એની ઈચ્છા પ્રમાણે જાય છે. દારા: હંમેશાં બહુવચનમાં વપરાય છે અને એનો અર્થ થાય છે, જે ભાઈઓને તોડે છે એ. પત્ની અથવા પત્નીઓ. દાર એટલે વિદારણ કરાવવાવાળી. વિદારણ એટલે ખોલાવવું, ફાડવું. વનિતા એ છે જેનું વચન કે સંવનન કરવામાં આવ્યું છે. અપ્સરા જલદેવી હતી, અપ એટલે પાણી. એક અર્થ એ પણ છે કે આડી લાઈને સરકી જનારી. કામસૂત્રમાં ૪ પ્રકારની સ્ત્રીઓનું વર્ગીકરણ છે: પદ્મિની, ચિત્રિની, શંખિની અને હસ્તિની. શંખિની એ ખૂબસૂરત, કામભોગપ્રધાન સ્ત્રી હતી, આપણે આજે એનો ખોટો અર્થ કરીએ છીએ. વેશ્યા મૂળ વૈશ્યા હતી અને વ્યવસાય કરતી હતી એ દરેક સ્ત્રી વૈશ્યા હતી અને એ શબ્દ બદનામ ન હતો. બાકી ગણ પરથી ગણિકા, ગણવધૂ હતાં. અને એ જ પ્રકારના શબ્દો હતા: નગરવધૂ, કુલવધૂ, જનવધૂ અને જનપદ કલ્યાણી, જે સર્વભોગ્યા હતી. શ્યામાનો મલ્લિનાથે કરેલો અર્થ હતો. શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડીઆપનારી સ્ત્રી. કાલિદાસની આદર્શ સ્ત્રી તન્વીશ્યામા હતી, પાતળી અને કાળી. ક્ધયા શબ્દ કન પરથી આવે છે. કન એટલે ઈચ્છવું, જે સ્ત્રી ઈચ્છા કરે છે એ, અને સામાન્ય રીતે એ ૧૧ વર્ષ ઉપરની હતી. તરુણીનું મૂળ તૃ છે, ઓળંગવું, આરપાર જવું. જેણે બાલ્યાવસ્થા ઓળંગી લીધી છે. દુહિતા એટલે પુત્રી, ગાયો દોહનારી. જનની એ છે જે જનન કરે છે, જન્મ આપે છે. પત્ની મૂળ યજ્ઞવિધિમાં વપરાતા ‘પત્ની સંયાજ’ શબ્દ પરથી આવે છે, ધીરે ધીરે માત્ર પત્ની શબ્દ રહી ગયો. ભાર્યા એટલે ભરણપોષણ યોગ્ય, અને બૈરું જેવો ફાલતુ ગુજરાતી શબ્દ આ ભાર્યા પરથી આવ્યો છે એવું અનુમાન છે. વિધવામા ધવ એટલે પતિ, તેજ, પુષ્ટિ. સંસ્કૃ ‘ધ’ અને પ્રાકૃત ‘ધવ’ બન્નેનો અર્થ થાય છે: ધવડાવવું. વિટાન એટલે પ્રેમીઓ કારણ કે વિટપ એટલે ઝાડની ડાળી. સદ્ય: સ્નાતા એટલે નાહીને તરત આવેલી, પ્રોપિતભર્તૃકા એ છે જે પતિની રાહ જોઈ રહી છે. અનુદરાનો મતલબ કમર વિનાની, અસૂર્યમ્પશ્યા એટલે? જેને સૂર્ય પણ જોઈ ન શકે. અરુંધતી, જે માર્ગ રૂંધતી નથી અને અનસૂયાને અસૂયા નથી, જે બીજાનું સારું જોઈને ઈર્ષ્યા કરતી નથી. પ્રમદા એટલે જેને વધારે મદ છે, માનિની એટલે જેને વધારે માન કે ગૌરવ છે. આપણા પૂર્વજોએ સ્ત્રીઓ માટે સેંકડો શબ્દ બનાવ્યા છે. લવ કરી લીધા પછી પણ એમની પાસે ઘણો સમય રહેતો હશે. દરેક સાસુને કૌસલ્યા અને દરેક વહુને સીતા બનવાનો અનુરોધ કરનારા નિર્દોષ, સિમ્પલ મુરારીદાસ હરિયાણીઓના કાળમાં જીવવાનો આ ફાયદો છે, હવે આપણે માટે કાન્તાઓ રહી નથી (કાન્તા - જેના વિના રહી શકાતું નથી). |
Monday, November 10, 2014
Glass Walkway of London's Tower Bridge
Must have a head for heights! London's Tower Bridge unveils £1m glass walkway with dizzying views 140ft above River Thames
- London's newest tourist attraction provides a bird's eye view from one of the world's most famous bridges
- The £1m glass platform stretches across the bridge's high-level walkways - 140ft above the Thames
- It is the most significant change to the Tower Bridge Exhibition since it opened in 1982
- The west walkway floor opened on Monday and the east walkway opening is set for December 1
- Providing a never-before-seen view of London life, the glass floor panels weigh over 1,000 pounds each
By
Chris Kitching for MailOnline
and
Carol Driver for MailOnline
Published:
11:31 GMT, 10 November 2014
|
Updated:
12:05 GMT, 10 November 2014
These
are the dizzying sights from London’s newest tourist attraction, which
gives visitors a bird’s eye view from one of the world’s most famous
bridges.
The
120-year-old, Grade 1 listed Tower Bridge has unveiled a £1m glass
platform that stretches across its high-level walkways – nearly 140ft
above the River Thames.
While
testing visitors’ nerves the floor offers a spectacular view of the
bridge lifts and is the most significant change to the Tower Bride
Exhibition since it opened in 1982.
+15
Walking on air: A visitor crosses Tower Bridge's new £1m glass walkway after it was unveiled on Monday
+15
Do look down: The view of the River Thames, pedestrians and vehicles from high above
+15
Bird's eye view: The glass walkway
gives visitors a never-before-seen look at London life from one of the
world’s most famous bridges
+15
Long way down: The glass floor panels weigh over 1,000 pounds each and required a 20-strong team to install
+15
Up high: The glass platform stretches across Tower Bridge Exhibition's high-level walkways – nearly 140ft above the River Thames
+15
Nerves of steel: Tower Bridge
Exhibition attracts 600,000 visitors a year and the glass walkway is
expected to boost those numbers
+15
Never-before-seen views: A boat passes under Tower Bridge's new glass floor after it was unveiled on Monday
At 36ft long and 6ft wide, the west walkway floor opened on Monday and the east walkway opening is set for December 1.
Providing
a never-before-seen view of London life, the glass floor panels weigh
over 1,000 pounds each and are so large and heavy that a 20-strong team
was needed to install them.
From
high above visitors can watch the buzz of activity below as buses and
pedestrians cross the historic bridge, boats sail under it and bascules
are raised beneath their feet.
+15
Are you brave enough? While testing visitors’ nerves the glass floor offers a spectacular view of the bridge lifts
+15
New attraction: The glass walkway is the most significant change to the Tower Bridge Exhibition since it opened in 1982
+15
Buzz of activity: The west walkway floor opened on Monday and the east walkway opening is set for December 1
+15
Spectacular: From high above visitors have a spectacular vantage point as bascules are raised beneath their feet
+15
Floating: The view from the roadside looking up to the new glass floor 138ft above the River Thames
+15
Feeling squeamish? Journalists capture the view from the newly-installed glass floor at the Tower Bridge Exhibition
+15
Hello down there: Visitors can watch buses and pedestrians cross the historic bridge as boats sail under it
+15
London icon: Tower Bridge stretches across the River Thames and is a favourite attraction for tourists to the city
Tower
Bridge Exhibition attracts about 600,000 visitors a year and the
installation, provided by the City of London Corporation, is expected to
lead to an increase in visitor numbers.
Taking
eight years to construct, Tower Bridge was officially opened in 1894 by
the Prince and Princess of Wales (the future King Edward VII and Queen
Alexandra).
The
price of admission is £9 for adults, £3.90 for children (aged five to
15), £6.30 for students and £6.30 for seniors (over 60), although
family, group and online discounts are available.
Sunday, November 9, 2014
Jesus married prostitute
Jesus married prostitute Mary Magdalene and had two children, 'lost gospel' claims
- New book 'The Lost Gospel' claims Mary Magdalene was original Virgin Mary
- It is based on manuscript found in British Library dating back 1,450 years
- Professor Barrie Wilson and writer Simcha Jacobovici translated text
- They claim there was an assassination attempt on Mary's two children
- Church of England has dismissed claims comparing it to Dan Brown's work
By
Jenny Awford for MailOnline
Published:
11:54 GMT, 9 November 2014
|
Updated:
12:00 GMT, 9 November 2014
Jesus
married his 'soul-mate' Mary Magdalene and they had two children
together, a lost gospel dating back 1,450 years has revealed.
The
ancient manuscript has also brought to light a previously unknown plot
on Jesus' life 13 years before his crucifixion and an assassination
attempt on Mary Magdalene and their children.
Professor
of religious studies Barrie Wilson and historical writer Simcha
Jacobovici discovered the text in the British Library and spent months
translating it for their new book.
+3
Jesus revealing himself to Mary
Magdalene after the resurrection in painting by Antonio Allegri da
Correggio titled Noli me Tangere. It has been claimed that Jesus and
Mary Magdalene were married
Further
details of 'The Lost Gospel: Decoding the Sacred Text that Reveals
Jesus' Marriage to Mary Magdalene' will be released on Wednesday,
including the names of the two children.
The
book also elaborates on Jesus's alleged connections to top political
figures in the Roman Empire such as Emperor Tiberius and his best
friend, the soldier Sejanus.
Based
on The Dead Sea Scrolls, the Gnostic writings and now the
newly-translated manuscript, the book controversially claims the
original Virgin Mary was Jesus's wife, not his mother.
But
the Church of England claims the work shares more in common 'with Dan
Brown (author of the Da Vinci Code) than Matthew, Mark, Luke or John.'
+3
Writers of new book 'The Lost Gospel'
claim that Mary Magdalene and Jesus had two children together, they are
believed to be portrayed in Da Vinci's The Last Supper
It
provides the first translation from Syriac into English of ancient
manuscript, The Ecclesiastical History of Zacharias Rhetor (of
Mytilene).
This
has been at the British Museum and then the British Library for nearly
170 years and will lead some to question why it was not translated
before now.
Syriac
is a dialect of Middle Aramaic that was once spoken across much of the
Fertile Crescent and Eastern Arabia and first appeared in the first
century AD.
Mary
Magdalene was a prominent figure at the two most important moments in
the story of Jesus - the crucifixion and the resurrection.
+3
Mary Magdalene played a prominent role
in the two most important moments of Jesus' life, portrayed in Pieta by
Sir Anthony van Dyck
She
is remembered in popular culture as a prostitute and was portrayed by
the Catholic Church as the ideal penitent because she supposedly
anointed the feet of Jesus.
But,
although she is mentioned in each of the four gospels in the New
Testament, it does not once allude to the fact that she was a prostitute
or a sinner.
'The Lost Gospel' is not the first account to claim that Jesus of Nazareth married Mary Magdalene.
Nikos Kazantzakis made the same suggestion in his 1953 book The Last Temptation of Christ.
And
Dan Brown picked up on the ancient and persistent undercurrent in
Christian thought that Jesus and Magdalene were in fact a couple in the
plot of his best-selling thriller The Da Vinci Code.
The Church of England has claimed the book has more in common with Dan Brown's book The Da Vinci Code than the gospels
It
explores an alternative religious history whose central plot is that
the Merovingian kings of France were descended from the bloodline of
Christ and Mary.
In 2012 a fragment of ancient papyrus was also discovered which is thought to support the explosive suggestion.
The
centre of the Coptic document contains the bombshell phrase where
Jesus, speaking to his disciples, says 'my wife', which researchers
believe refers to Magdalene.
'The Lost Gospel' is a follow up to controversial New York Times bestseller The Jesus Family Tomb.
This
tells the story of the discovery of the Talpiot Tomb and makes an
argument that it is the tomb of Jesus Christ and his 'family.'
Mary Magdalene's name gives up the first real clue about her and suggests she came from a town called Magdala.
There is a place today called Magdala, 120 miles north of Jerusalem on the shores of the Sea of Galilee.
She
is considered a saint by the Roman Catholic, Eastern Orthodox,
Anglican, and Lutheran churches with a feast day of 22nd July.
The British Library will not endorse the new book and its conclusions, saying: 'It is not for us to comment.'
Diarmaid Mac-Culloch, professor of the history of the church at Oxford University, said: 'It sounds like the deepest bilge.'
'I'm very surprised that the British Library gives these authors houseroom.'
Saturday, November 8, 2014
શાસ્ત્રોમાં સ્ત્રી-ચંદ્રકાંત બક્ષી,
| સપત્નીથી ઉપપતિ સુધી: શાસ્ત્રોમાં સ્ત્રી |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
લગ્નની
મોસમમાં લગ્નપત્રિકાઓ આવવી જરૂરી છે. એક નિમંંત્રણપત્રિકામાં પ્રેમથી
લખ્યું હતું: આપ સપત્ની પધારશો. આમંત્રણ આપનાર સજ્જનનો આશય સ્પષ્ટ અને
સ્વચ્છ હતો પણ આ વાક્ય જરા ગડબડ પૈદા કરે એવું હતું. ‘સપત્ની’ એટલે શોક્ય
અથવા સૌત અથવા બીજી સ્ત્રી, ઉપપત્ની, મિસ્ટ્રેસ. ‘સપત્નીક’ એટલે પત્નીની
સાથ. સંસ્કૃતમાં ‘સપત્ન’ શબ્દ પણ છે અને એનો અર્થ થાય છે: શત્રુ, વેર.
એટલે આદેશ મુજબ એક સપત્ની, ખાસ કરીને લગ્નની સીઝનમાં, દરેક ‘સુજ્ઞ શ્રી’ને
હોવી જોઈએ...
ઘણા બધા શબ્દો, ધર્મના અને દૈનિક વ્યવહારના, આપણી સમજ બહારના હોય છે. હિંદુ ધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. રાધાકૃષ્ણને એક વાર ચીનની માદામ સુનયાત સેનને આવકાર આપતાં હિંદુ દામ્પત્ય સમજાવ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટેની સાધના માટે સ્ત્રી અને પુરુષ સમાન ભાગીદાર ગણાય છે, પણ સ્ત્રીને ‘ગૃહિણી’ કહી છે, એટલે કે ઘરની ઉપરી અથવા હેડ. બીજો શબ્દ છે ‘સચિવ’ એટલે ડાહી સલાહકાર અને ત્રીજો શબ્દ છે ‘સખી’ એટલે સારી મિત્ર. ‘આમંત્રણ’ અને ‘નિમંત્રણ’માંથી કયો શબ્દ સાચો છે? બંનેના અર્થો વિશે પ્રાચીન સંસ્કૃત વ્યુત્પત્તિભેદ પાડે છે. આમંત્રણ સામાન્ય રીતે ભોજન માટે હોય છે, એનો સ્વીકાર પણ કરી શકાય. નિમંત્રણનો અસ્વીકાર કરાતો નથી, એનો સ્વીકાર કરવો જ પડે છે. નિમંત્રણ એ યજ્ઞ કે શ્રાદ્ધ માટેના પ્રસંગે ઉપસ્થિત રહેવાની પ્રાર્થના હતી અને એનો અસ્વીકાર અધર્મ હતો. હવે તમને જ્યારે લગ્નની ‘નિમંત્રણપત્રિકા’ આવે ત્યારે આ વાતનો ખ્યાલ રહે અને બીજી એક વાત: નિમંત્રણ પાસે રહેનાર માટે હોય છે, જ્યારે આમંત્રણ દૂર રહેનારને અપાય છે. સંસ્કૃતમાં સેક્સભેદ બહુ સ્પષ્ટ છે. નિત્ય શબ્દ આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ. ‘નિત્ય આકાશ’ કહેવાય છે, પણ પૃથ્વી વિશે લખવું હોય તો ‘નિત્યા પૃથ્વી’ લખાય છે. સ્ત્રીની ચામડી ‘ત્વચા’ છે, અને પુરુષની ચામડી ‘ત્વક’ છે. માછલી માટે સંસ્કૃતમાં ‘મત્સ્ય’ શબ્દ વપરાય છે. પણ એનો નારીશબ્દ પણ છે: ‘મત્સી’. આપણે ગુજરાતીમાં માછલો શબ્દ મત્સ્ય માટે વાપરતા નથી. જે કોયલ ગાય છે એ નર છે અને એને માટે શબ્દ છે ‘કોકિલ’, પણ સ્ત્રીકોકિલને માટે શબ્દ છે: ‘પિકી’. કાગડાને માટે જે શબ્દ છે એ છે ‘કાક’ અને કાગડી માટેનો શબ્દ છે: ‘કાકી’. આપણી ભાષાની કાકીઓએ સાવધાન થઈ જવા જેવો આ શબ્દ છે. સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે માટે એમાં સત્ત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે, એવું એક વિધાન છે. પણ મૂળ આ શબ્દનો સંકેત માતૃત્વ તરફ છે. મૂળ ધાતુ છે ‘સ્ત્યૈ’ અને એનો અર્થ છે ગર્ભધારણ કરવાવાળી. નર અને નારીનો આ અર્થભેદ એટલો તીવ્ર છે કે ‘નર’ એટલે દોરી જનારો અથવા નેતા. નારી શબ્દ નર પર આધારિત છે એટલે સ્ત્રીસ્વાતંત્ર્યવાળી સ્ત્રીઓને અર્થ સમજ્યા પછી આ શબ્દ બહુ નહીં ગમે. મજાની વાત એ છે કે પાઈનએપલ તથા અનનાસમાં પણ સેક્સભેદ છે. રાજા પાઈનએપલ મોટું હોય છે, એ બહુ જ રસદાર હોય છે જ્યારે રાણી પાઈનએપલ નાનું હોય છે, પણ બહુ મીઠું હોય છે. પથ્થરોમાં પણ સેક્સ છે. શિલ્પશાસ્ત્રીઓ કહે છે કે મંદિરના કામ માટે નપુંસક એટલે કે ખોખરો અવાજ કરનારો પથ્થર વપરાય છે, શિવલિંગ માટે ઘન અવાજ કરનારો પુલ્લિંગ પથ્થર ઉપયોગમાં લેવામાં આવે છે. પણ મધુર અવાજ કરનાર સ્ત્રીલિંગ પથ્થર શિવલિંગનું થાળું બનાવવા માટે વપરાય છે... ડૉ. પ્રભુદયાલ અગ્નિહોત્રીએ પાણિનિના કાલથી પતંજલિના સમય સુધી ‘પત્ની’ શબ્દ આવતાં સુધીમાં જે પરિવર્તનો આવ્યાં એના પર પ્રકાશ નાખ્યો છે. ‘જનની’ એટલે માતા, જે જનન કરે છે, જન્મ આપે છે. પત્ની માટે ‘જાયા’ શબ્દ પણ હતો, અર્થાત્ જેમાં સંતાન ઉત્પન્ન કરી શકાય, પણ પત્ની શબ્દ આવ્યા પહેલાં ‘દાર’ શબ્દ મળે છે. આ શબ્દ ‘દૃ’ ધાતુથી બન્યો છે. દાર એટલે વિદારણ કરાવવાવાળી અથવા જેના દ્વારા વિદારણ કરાવવામાં આવે. વિદારણ એટલે ફાડવું, રૌંદવું, ખોલાવવું, કષ્ટ આપવું. યજ્ઞમાં સાથે ભાગ લેનારી સહધર્મિણી ‘પત્ની’ કહેવાતી હતી. ‘પત્ની સંયાજ’ અથવા યજ્ઞવિશેષના સંબંધમાં જ પત્ની શબ્દનો પ્રયોગ થતો હતો. ધીરે ધીરે આ પત્નીસંયાજની પ્રથા સામાન્ય ઘરોમાંથી અદૃશ્ય થતી ગઈ, પણ પત્ની શબ્દ રહી ગયો. પત્ની શબ્દ પતિ પરથી બને છે, એવું ડૉ. અગ્નિહોત્રીનું મંતવ્ય છે. પત્નીના ભરણપોષણનો ભાર પુરુષ પર રહેતો હતો માટે એ ‘ભાર્યા’ પણ કહેવાતી હતી. આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં સ્ત્રીઓ વિશે લખેલાં વાક્યો આજે કદાચ બહુ સંબદ્ધ ન હોઈ શકે એ સ્વાભાવિક છે પણ સ્ત્રીનું એક વ્યક્તિ તરીકે આપણા સમાજમાં શી રીતે ઉત્થાન થયું એ સમજવા માટે એ દિવસોની વાતો સમજવી જરૂરી બની જાય છે. શુક્રનીતિના ત્રીજા અધ્યાયમાં સૂચના આપી છે: ન બાલં ન સ્ત્રિયં ચાતિલાલયેત્તા ડયેન્ન ચ (બાળક તથા સ્ત્રીને અતિ લાલન કે અતિ તાડન ન કરવું). આગળ વધારે સ્પષ્ટ સૂચના છે જેમાં કહ્યું છે કે ષોડશાબ્દાત્પરં પુત્ર (સોળ વર્ષ પછી પુત્રને) અને દ્વાદશાબ્દાત્પરં સ્ત્રિયં (બાર વર્ષપછી સ્ત્રીને) દુષ્ટ વાક્ય કહીને ટોકવાં નહીં અને બહુ સમય સુધી પીડવાં નહીં? એટલે સ્ત્રીને અતિ લાલન, તાડન, પીડન પર પૂર્વજોએ નિષેધમૂક્યો છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાંથી સ્ત્રીનો મનોવૈજ્ઞાનિક કહી શકાય એવો અભ્યાસ મળે છે અને આજની જીવનદૃષ્ટિએ એનું મૂલ્યાંકન થઈ શકે છે. જુદા જુદા ગ્રંથોએ જુદી જુદી વાતો લખી છે. સુશ્રુતના આયુર્વેદના ગ્રંથમાં લખ્યું છે કે પુરુષ રપ વર્ષ સુધી અને સ્ત્રીએ ૧૬ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું. સ્ત્રીએ ઋતુમતિ થયા પછી ત્રણ વર્ષ સુધી વધારે ગુણવાળા પુરુષની રાહ જોઈ, જો એવો વર ન મળે તો સરખા ગુણવાળા ‘વર’ (અર્થ થાય છે શ્રેષ્ઠ)ને પરણવું. લગ્નની મૌસમ ચાલી રહી છે અને આમંત્રણો અને નિમંત્રણો બંને આવી રહ્યાં છે અને ‘સપત્ની’ની જેમ વેદકાલીન એક શબ્દ ‘ઉપપતિ’ પણ ઉમેરવો પડે એવું હવામાન છે. ઉપપતિ એટલે બીજો કે એક્સ્ટ્રા પતિ. જૂના જમાનાના લોકો આપણે ભ્રમમાં છીએ એવા જૂના નથી. સ્ત્રીનીપસંદગી કરતી વખતે માનવધર્મશાસ્ત્રે સૂચવેલો એક ગુણ મને વધારે ગમ્યો છે, અને એ છે: નાજુક દાંતવાળી. જે સ્ત્રી સાથે આખી જિંદગી ગુજારવાની છે એનાં દાંત નાજુક હોય તો લગ્નજીવન સુખી થાય છે...! |
Subscribe to:
Posts (Atom)


