Monday, November 9, 2015

Bolivian Superstition !!!

Bring out your dead...dress them up and put cigarettes in their mouths:  Bolivians decorate skulls dug from graves for indigenous religious festival to bring good luck and blessings

  • The Day of the Skull takes place every year in Bolivia on November 8
  • Some skulls are handed down through generations but many are taken from abandoned graves
  • They are decorated and taken to a cemetery in La Paz a week after All Saints Day
  • The skulls are cared for by the faithful who believe they give them protection 
  • The Roman Catholic Church disapproves of the practice but recognises it to maintain its influence in the South American country
To many it would seem macabre but to the faithful in Bolivia’s capital La Paz, it is a celebration steeped in spiritual significance.
The Day of the Skull mixes Andean pre-Hispanic beliefs with Roman Catholicism - even though the Church disapproves of the display where skulls are dressed up with flowers, hats and sunglasses and cigarettes are put in their mouths.
Many of the skulls have been handed down through generations but some have been taken from unnamed abandoned graves.
On display: The human skulls or 'natitas' are displayed outside the Cementario General chapel in La Paz, Bolivia. They are surrounded by offerings of coca leaves, flower petals and cigarettes

Lit up: Many of the human skulls on show are kept in people's houses during the year, and dusted off for the big day. They receive blessings and are decorated with offerings 

Tradition: Thousands of people attend the celebrations of the Day of the Skull in La Paz, Bolivia. They are greeted by the priest inside the General Cemetery chapel in the tradition which marks the end of the Catholic All Saints holiday
The Roman Catholic Church does not endorse the practice believing that it stems from pagan origins. However ever since an uproar 15 years ago when the cemetery's parish refused to open its doors to believers, the parish allows believers to take part in the blessing ceremony.
The skulls, or 'natitas,' are kept in people's homes, where believers give them names and keep them in glass cases or on makeshift altars.
The skulls are usually not of family members but of strangers, often recovered from unnamed, abandoned graves or purchased. 

Held tight: The skulls, known in Spanish as 'natitas' have been handed down through generations. However many are from unnamed, abandoned graves
Blessings: People hold the skulls as they wait to be greeted by the priest inside the chapel. The skulls are used as amulets and are believed to offer protection. There is a mixture of Catholic and indigenous traditions in Bolivia
Spiritual ceremony: The Day of the Skulls is an integral part of the country in South America where the traditions and cultures of the Aymara, Quechua and other groups remain strong
Devotion: Candles and other offerings are placed in front of the skulls. Some are the remains of family members that have been exhumed, while others may have been given to them by friends. Often, the skulls have been stolen from secret cemeteries and passed down for generations




Strong belief: The chapel in the main cemetery of La Paz was filled with hundreds of people trying to place their skull in the best position for the annual ceremony to honour the 'natita' tradition

Decorated: Glasses and flowers adorn the skulls, which are kept in people's houses during the year. Many Bolivians keep the skulls of close relatives at home as a talisman which they then have blessed once a year during the macabre festival

Devotee: The skulls are kept in urns of wood or glass, or in toy boxes and decorated with garlands of nardos, which is a curative plant with white, fragrant blossoms. Some skulls wear hats or caps inscribed with a name

Protection: The tradition of The Day of Skulls is thought to stem from the pre-Columbian custom of keeping skulls as trophies. Their display symbolises death and rebirth

In memory: The day begins with songs and prayers by mariachi bands, with much singing and dancing in the cemetery gardens. The celebrations are a mixture of the sombre and the festive



Offerings: The Bolivian church considers the Day of the Skull a pagan cult, but chooses to recognise it as a way of retaining its influence in the indigenous-majority country
Standing on ceremony: The skulls are taken for blessings at church and although there is no mass held, devotees have the skulls blessed before taking part in the festivities
Ancient Andean beliefs holds that people have seven souls, and one stays with the skull.
Believers think this soul has the power to visit people in their dreams, heal and provide protection. This is the thinking behind the various decorations on the skulls, which act as a sign of gratitude.
The belief in 'natitas' is deeply rooted in poor neighbourhoods and among rural migrants, but isn't popular among Bolivia's middle class.


Sunday, November 8, 2015

‘અભય’ ધર્મનો મૂળભૂત આધાર- મહેન્દ્ર પુનાતર

સમય અને ક્ષેત્ર બે મહત્ત્વનાં તત્ત્વો ‘અભય’ ધર્મનો મૂળભૂત આધાર
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


એક સૂફી સંતને કોઈએ પૂછયું કે તમે આટલા પ્રસન્ન કેમ છો? તેનું રહસ્ય શું છે? સંતે કહ્યું, મેં એક નિયમ બનાવ્યો છે. સવારમાં જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સામે બે વિકલ્પ હોય છે. આજનો દિવસ સુખમાં વિતાવવો કે દુ:ખમાં. હું સુખનો વિકલ્પ પસંદ કરું છું. દુ:ખ મારે શા માટે પસંદ કરવું જોઈએ? અને મારો આખો દિવસ સુખમાં જાય છે. ગમે તે થાય પણ આપણે દુ:ખી થવું નથી એવું નક્કી કરી નાખીએ તો દુ:ખ રહેતું નથી. આપણે આનંદમાં રહેવાનું પસંદ કરીએ અને દરેક બાબતને સુખરૂપ માનીએ તો દુ:ખ કે આ અંગેની ફરિયાદ રહેશે નહીં અને પ્રસન્નતાની ઘટના બન્યા કરશે અને દુ:ખી થવાનો વિચાર કરીશું તો અણગમતી ઘટનાઓ બન્યા કરશે. કેટલાક માણસો સમસ્યા આવ્યા પહેલા જ તેના વિચારો કરીને દુ:ખી થયા કરે છે. આપણું જેવું મન હશે એવી ઘટના બન્યા કરે છે અને આપણા જેવા ભાવ હશે તેવાં પરિણામો દેખાશે. જીવનમાં સારા ભાવો અને રચનાત્મક અભિગમ હશે તો ખરાબને સારામાં પરિણમતા વાર નહીં લાગે. દુ:ખ આવે તે પહેલાં રોદણાં રોવા બેસી જઈએ તો તેનો કોઈ ઉપાય નથી. દુ:ખ કરતાંય દુ:ખની ધારણા આપણને વધુ પરેશાન કરે છે.

માણસ દુ:ખી છે તેનું કારણ કે તે એક યા બીજા ભય હેઠળ જીવી રહ્યો છે અને વધુ સલામતી કવચ શોધ્યા કરે છે. માણસને ધનમાં, પદમાં, સત્તામાં એટલા માટે રસ છે કે તેમાં તેને વધુ સુખ અને સલામતી નજરે પડે છે. ધન વધતું જશે એમ ડર પણ વધતો જશે. કશા પણ ભૌતિક સુખો ચિંતા વગરના હોતાં નથી. આપણે સુખની પણ કિંમત ચૂકવવી પડે છે. આ પ્રકારના સુખોથી શું મળ્યું તેના કરતાં શું ગુમાવ્યું તેનો વિચાર કરવાનું મહત્ત્વનું છે. પણ આપણે એક વખત નક્કી કરી નાખીએ જીવનમાં જે કાંઈ બને મારે ડરવું નથી અને દુ:ખી થવું નથી. જે કાંઈ બનશે તે મને સ્વીકાર્ય છે, એવો મનસૂબો થઈ જાય તો કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ પરેશાન કરી શકશે નહીં. માણસ પ્રસન્ન રહેવું હશે તો નિર્ભય બનવું પડશે. ભગવાન મહાવીરે પણ ‘અભય’ને ધર્મનો મૂળભૂત આધાર ગણાવ્યો છે. જેનામાં હિંમત છે, સાહસવૃત્તિ છે. તેઓ ધર્મના માર્ગનું અનુસરણ કરી શકે છે. સાચું બોલવામાં, અહિંસાનું પાલન કરવામાં અને પ્રમાણિકતામાં પણ હિંમત જોઈએ. ગમે તેવા ઉપસર્ગો આવ્યા પણ મહાવીર પ્રભુ કશાથી ડર્યા નહોતા અને પોતાના માર્ગથી વિચલિત થયા નહોતા.

આ જગતમાં બે પ્રકારના ધાર્મિક માણસો છે એક ભયના કારણે ધાર્મિક બન્યા છે. દુ:ખના કારણે અને સુખની આશાએ ધર્મ તરફ વળ્યા છે. ભય આવે ત્યારે માણસ શરણ શોધે છે. અને ધાર્મિક બની જાય છે, કારણ કે ધર્મમાં શાતા છે. સધિયારો છે. દુ:ખમાં અને વધુ પડતા સુખમાં પ્રભુ યાદ આવે છે. સુખમાં રહેલાં લોકોને પણ સુખ હાથમાંથી છટકી તો નહીં જાયને તેની ભીતિ રહેલી છે. આ સગવડિયો ધર્મ છે. બીજા કેટલાક લોકો જેેમણે અભય બનીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. આ પ્રકારના લોકો આત્યંતિક વિકાસ સાધીને પરમાત્મા સુધી પહોંચી શકે છે. આપણા સાધુુ મહારાજો, આચાર્યો અને મહાત્માઓ ધર્મમાં લીન એટલા માટે રહી શકે છે કારણ કે તેમને કોઈ જાતનો ભય નથી. સંસારમાં ભય હોય છે. સાધુુતામાં ભય હોતો નથી. એટલે તેઓ સત્યના માર્ગે ચાલી શકે છે.

કોઈ પણ વસ્તુ મનથી કરીએ અને તેમ કરવાની ફરજ પડે એ બંનેમાં ફરક છે. માણસ ચોરી કરી શકતો નથી એટલે પ્રામાણિક બની જાય. બેઈમાની કરી શકતો નથી એટલે ઈમાનદાર બની જાય છે, જૂઠ બોલતા પકડાઈ જવાનો ડર છે એટલે સત્યવાદી બની જાય. આ તો ચાલાકી છે. ખોટું કામ કરવામાં પણ હિંમત જોઈએ. તક મળતી નથી ત્યાં સુધી માણસ પ્રામાણિક રહે, ઈમાનદાર રહે, સાચો રહે એ તો મુખવટો છે. ગમે તેવો ચહેરો ધારણ કરો પણ સમય આવ્યે અસલી ચહેરો પ્રગટ થઈ જાય છે.

માણસ પાપ કરતા અચકાય છે, કારણ કે તેના પરિણામોની ચિંતા છે. નર્કનો ડર છે. એક વખત નિશ્ર્ચિત થઈ જાય કે આમાં કશું થવાનું નથી. પકડાવાનો કોઈ ડર નથી તો માણસ ચોરી કરતા અચકાશે નહીં. બેઈમાની કરતા ખચકાશે નહીં. માણસની નીતિમત્તા કાયદાના ડરના કારણે રહેલી છે. પોતાની આબરૂના કારણે રહેલી છે. લોકો આપણા વિશે શું ધારશે તે બીક રહેલી છે. સમાજનો ડર રહેલો છે. ભયના કારણે જે લોકો ધર્મને અનુસરે છે તેનો ધર્મ લાંબો સમય ટકતો નથી, કારણ કે આ ઉપરની વ્યવસ્થા છે, અંદરનો ભાવ નથી. ઉપર ચડાવેલો રંગ જલદીથી ઊતરી જાય છે.

ધાર્મિક દેખાવું જરૂરી નથી. ધાર્મિક બનવું જરૂરી છે. ધર્મ જીવનમાં ઊતરે અને આચરણ બદલાય તો જ તેનો અર્થ સરે. આંતરિક પરિવર્તન દ્વારા આત્મા સુધી પહોંચાય છે. આમાં ભીતરનું પરિવર્તન મહત્ત્વનું છે. ભગવાન મહાવીરે આત્માને સમયનું નામ આપ્યું છે. આપણે સમયને ગુમાવીએ છીએ તો આત્માને પણ ગુમાવીએ છીએ. સમય જો સંભાળી લીધો તો આત્માને પણ સંભાળી લીધો. જીવનમાં સમય અને ક્ષેત્ર આ બે મહત્ત્વનાં તત્ત્વો છે. મહાવીર પ્રભુએ કહ્યું છે, ‘કાલ નિર્દય છે અને શરીર દુર્બળ છે.’ આ સત્યને સ્મરણમાં રાખવું જોઈએ. શરીર ક્ષણભંગુર છે અને સમય કોઈની રાહ જોતો નથી. સમયને આપણી બિલકુલ ચિંતા નથી એ તો એનું કામ કર્યે જાય છે. સમય આપણને સુવિધા આપતો નથી અને આપણી મરજી મુુજબ સાથ પણ આપતો નથી. આપણે સમયની સાથે ચાલવું પડે છે. આપણા હોવા, ન હોવા સાથે સમયની ધારાને કશો ફરક પડતો નથી.

એક તણખલું નદીમાં વહી રહ્યું છે. નદીને તેની સાથે શું લેવાદેવા. જો તણખલું એમ માને કે નદી મારે સહારે વહી રહી છે તો પછી કહેવાનું શું? કેટલાય એવા માણસો છે જેઓ એમ માની રહ્યા છે કે બધું એમના લીધે ચાલી રહ્યું છે. હું ન હોત તો આમ ન થાત તેમ ન થાત. ગાડા નીચે કૂતરું ચાલી રહ્યું હોય અને તે માને કે આખા ગાડાનો ભાર તેના પર છે એના જેવી આ વાત છે. કુટુંબમાં, સમાજમાં અને ધર્મમાં કેટલાક માણસો પગદંડો જમાવીને બેેસી જાય છે અને બધો કારભાર પોતાના કારણે ચાલી રહ્યો છે એમ માને છે. માણસનો આ અહંકાર છે.

એક ગામમાં એક ડોશી રહેતી હતી. તેેની પાસે એક કૂકડો હતો. કૂકડો સવાર પડ્યે અવાજ કરતો અને સૂરજ ઊગતો. ડોશી એમ માનતી હતી કે એનો કૂકડો અવાજ કરે છે એટલે સૂરજ ઊગે છે. એક દિવસ ગામના લોકો સાથે વાંકું પડતા ડોશીએ કહ્યું, હું મારા કૂકડાને લઈને જતી રહીશ પછી તમને ખબર પડશે. સૂરજ ઊગશે નહીં અને તમે બધા હેરાન-પરેશાન થઈ જશો. હું જે ગામમાં જઈશ ત્યાં મારો કૂકડો અવાજ કરશે અને ત્યાં સૂરજ ઊગશે.

ડોશી તો કૂકડાને લઈને ગામ છોડી ગઈ અને જે ગામમાં ગઈ ત્યાં સવાર થયું અને કૂૂકડાના અવાજની સાથે સૂરજ ઊગ્યો. ત્યારે ડોશીએ કહ્યું: હવે મારા ગામના લોકોને ખબર પડશે કે મારી શું કિંમત હતી?

કેટલાક લોકો એમ માને છે કે બધું તેમના વિના અટકી જશે. આ તેમનો ભ્રમ છે. આપણે હોઈએ કે ન હોઈએ દુનિયા ચાલવાની છે. આપણા વગર કશું અટકવાનું નથી. આ સત્ય સમજાય તો ખોટી જંજાળ છૂટી જાય.

આપણે ખ્યાલ કરીએ કે જે વસ્તુ સાથે આપણે જોડાઈ જઈએ છીએ તે વસ્તુ આપણા મન પર છવાઈ જાય છે અને એવો ભાવ ઊભો થાય છે. આપણે જે કાંઈ છીએ તે આપણા મનનું પરિણામ છે. અંદરનો જેવો ભાવ હોય એવું આપણને દેખાય છે. સુખ અને દુ:ખ, સારું અને નરસું, પ્રિય અને અપ્રિય આપણા મન અને ભાવ પર નિર્ભર છે. કોઈને એક વસ્તુ સારી લાગે તો બીજાને ખરાબ લાગે. વસ્તુ તો તેની તે જ હોય છે પણ બંનેનાં મન જુદાં છે.

જીવનશુદ્ધિ અને મનશુદ્ધિ એ છે કે જ્યાં કોઈ જાતનું તાદાત્મ્ય નથી કોઈ જાતનો લગાવ નથી. ન સુખનું, ન દુ:ખનું, ન દેહનું, ન મનનું એવું કોઈ વળગણ નથી. જીવનમાં જે પણ આવે તેનો સ્વીકાર છે. હું કાંઈ નથી, મારું કાંઈ નથી. હું કર્તા નથી અને કર્તાનો અનુમોદક પણ નથી. હું કોઈ વસ્તુને લઈને તો આવ્યો નથી અને કોઈ વસ્તુને સાથે લઈને જવાનો નથી એવું પરમજ્ઞાન એ વીતરાગનો માર્ગ છે.

Saturday, November 7, 2015

ગુજરાતી વિદ્યાર્થી: અંગ્રેજી શીખવું પડશે! - ચંદ્રકાંત બક્ષી



ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે. માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના લેખનમાં ભૂલો વાક્યે વાક્યે ઊભરાતી હોય છે


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ગુજરાતની યુવાપેઢી માટે એક સમસ્યા છે, ડિગ્રી મળે છે પણ અંગ્રેજી લખતાં કે બોલતાં તકલીફ પડે છે. ઉપાધિ લેવાની બાબતમાં ગુજરાતનો ગુજરાતી વિદ્યાર્થી શિક્ષિત છે, પણ અંગ્રેજી બોલવાની બાબતમાં એ દીક્ષિત નથી. ભાષા શીખવા માટે ત્રણ આંગળીઓ, કાન અને આંખની જરૂર પડે છે. લખવા માટે ત્રણ આંગળીઓ જોઈએ, વાંચવા માટે બે આંખો જોઈએ, અને સાંભળવા માટે બે કાન જોઈએ. બોલવાની ક્રિયા એ ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ સાંભળ્યા પછીની પ્રતિક્રિયા છે. માતા બોલે છે, બાળક સાંભળે છે, અને એવો અવાજ કરવાની કોશિશ કરે છે. એ વાણી કે વાચાનો જન્મ છે. ભાષા શીખવાનો ક્રમ પણ સ્પષ્ટ છે, પહેલાં બોલવું, પછી વાંચવું અને છેલ્લે લખવું આવે છે. આપણે મુંબઈમાં મરાઠી બોલી લઈએ છીએ, કદાચ બાળબોધ લિપિને કારણે થોડું વાંચી પણ લઈએ છીએ, પણ લખી શકતા નથી. આપણે કલકત્તામાં બંગાળી બહુ સરસ બોલી લઈએ છીએ, એક શબ્દ પણ વાંચી શકતા નથી, કારણ કે લિપિ તદ્દન જુદી છે, અને બંગાળીમાં પત્ર લખી શકે એવા ગુજરાતી ભાગ્યે જ કલકત્તામાં મળશે. ભાષા શીખવા-સમજવા માટે કાન સૌથી મહત્ત્વપૂર્ણ અવયવ છે. બાળક પાસેથી મોટાઓએ આ શીખવાનું છે. બાળક ચાર-પાંચ વર્ષનું થાય ત્યાં સુધી જરૂરી શબ્દો, પોતાના અંતરંગ ભાવો વ્યક્ત કરવા માટે, બહુ જ આસાનીથી વાપરતું થઈ જાય છે. બોલવાનું પ્રથમ આવે છે, વાંચવા-લખવાનું પછી આવે છે. તદ્દન નિરક્ષર વ્યક્તિ પણ બોલી જરૂર શકે છે, એના પ્રત્યાયન કે કમ્યુનિકેશનમાં કોઈ ફર્ક પડતો નથી.

ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવતી વખતે આ બુનિયાદી નિયમ ભૂલી જવાયો છે. માટે અંગ્રેજી બાર, સોળ, અઢાર વર્ષો સુધી ભણાવ્યા પછી પણ ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીને અંગ્રેજી બોલતાં ફાવતું નથી, અંગ્રેજીના લેખનમાં ભૂલો વાક્યે વાક્યે ઊભરાતી હોય છે, અને એનું અંગ્રેજી વાચન લગભગ નથી.

આજની સ્પર્ધામાં આ સ્થિતિની ચિંતા થવી જોઈએ, સેમિનાર ભરાવા જોઈએ, ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીનું અંગ્રેજી સુધારવા માટે ક્રેશ-કોર્સ પ્રકારના અભ્યાસક્રમોની શરૂઆત થઈ જવી જોઈએ. હિંદુસ્તાનના જોબમાર્કેટમાં ઊભા રહેવું હશે તો અંગ્રેજી પર પ્રભુત્વ જોઈશે. અંગ્રેજી વિના ઉદ્ધાર નથી.

અંગ્રેજી કોમ્પ્યુટરની, વ્યવહારની, વ્યાવસાયિક આદાન-પ્રદાનની પ્રમુખ ભાષા બની ગઈ છે એ સ્વીકારવું પડશે. ગાળો બોલવાની હિન્દીમાં જે મજા આવે છે એ અંગ્રેજીમાં નથી, પણ પ્રેમ કરવાનું અંગ્રેજીમાં જરા વધારે ફાવે છે, ‘મેરી જાન’માંથી સડેલા તમાકુવાળા પાનની ગંદી બદબૂ આવે છે, પણ ‘માય લવ’ કે ‘સ્વીટહાર્ટ’ કે ‘ડાર્લિંગ’માંથી શેમ્પેઈનની અને પરફ્યૂમની માદક ખુશ્બૂ આવે છે. આ પણ ઘણાં કારણોમાંનું એક કારણ છે કે અંગ્રેજી ભાષા શા માટે જરૂરી છે!

ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે આજે અંગ્રેજીમાં અજ્ઞ રહી જવું અઘરું કામ છે! અમારા જમાનામાં (૧૯૪૮માં હું પાલનપુરથી મેટ્રિક થયો હતો, બીજા વર્ષથી એસ.એસ.સી. શરૂ થયું હતું. એ મેટ્રિકની છેલ્લી પરીક્ષા હતી.) દેશી, પછાત સ્કૂલોમાં પાઠમાળા દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવતું હતું. દેશી નિશાળો, દેશી માસ્તરો, દેશી પાઠ્યપુસ્તકો, અને અમે ભણનારા દેશી, અને ભણવાનું ખોટું અંગ્રેજી! પછી કલકત્તાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બેલ્જિયમ અને અંગ્રેજી ફાધરોનું અંગ્રેજી ચાર મહિના સુધી માથાની ઉપરથી જતું રહેતું હતું. એક અક્ષર સમજાતો ન હતો. એ પછી ઝનૂની પ્રક્રિયા શરૂ થઈ, પહેલા આવવાની, બિકોઝ વી આર બ્લડી ગુજ્જુઝ! પહેલાં ‘લર્ન’ કર્યું હતું. એ બધું ‘અન-લર્ન’ કરવાનું હતું અને પછી ‘રિ-લર્ન’ કરવાનું હતું. ઓલ ઈન્ડિયા રેડિયો પરથી મેલવીલ ડિ’મેલોના ન્યૂઝ સાંભળતા રહ્યા, જો રેડિયો પર પકડાય તો બી.બી.સી. સાંભળવા માંડ્યા. ફૂટપાથો પરથી જૂનાં ‘રિડર્સ ડાયજેસ્ટ’ (૪ આના) અને ‘ટાઈમ’ (ર આના) ખરીદતા રહ્યા. અંગ્રેજી સુધારવાનું એક બાકાયદા અભિયાન શરૂ કરી દીધું.

આજની પેઢી નસીબદાર છે કે ટીવી છે, બી.બી.સી. છે, સી.એન.એન. છે, ડઝનો ચેનલો ચોવીસે કલાક વરસી રહી છે, કાનથી સાંભળીને અંગ્રેજીના ઉચ્ચાર શીખી શકાય છે. અને સંસ્કૃત આધારિત આપણી ભાષાઓનું સુખ એ છે કે આપણે ગમે તે ઉચ્ચાર આપણી લિપિમાં લાવી શકીએ છીએ: પ્યીરીઅડ, જીઓ-ગ્રાફી, જુએલરી આદિ. એક એવી સ્થિતિ આવતી હોય છે જ્યારે વિદ્યાર્થીની જિંદગીમાં ‘ટીચિંગ’ ઓછું થતું જાય છે અને ‘લર્નિંગ’ વધતું જાય છે. શીખવવાની મર્યાદા છે, હવે સ્વયં શીખતા રહેવાનું છે.

આપણી ગુજરાતી ભાષા જે રીતે લખાય છે એ રીતે જ બોલાય છે, પણ અંગ્રેજીમાં એવું નથી. વિશ્વભાષા છે એટલે એનામાં એક લચીલાપણું આવી ગયું છે. અમેરિકામાં મેં કોરીઅનને ‘હોત’, આફ્રો-અમેરિકન કાળાને ‘હાત’ અને ગોરાને ‘હોટ’ બોલતાં સાંભળ્યા છે. આપણે હોટ (ગરમ) ઉચ્ચારણ શીખ્યા છીએ. રશિયામાં ‘ટેન-પ્લસ-ટુ’નો ઉચ્ચાર મેં ટેન-પ્લુસ-ટુ સાંભળ્યો છે. રશિયનો જેવું લખાય છે એમ જ બોલે છે: પબ્લિકને પુબ્લિક, હીઅરને હીર! ફ્રાંસમાં અંગ્રેજી ‘ધિ’નો ઉચ્ચાર ‘ઝિ’ અને ‘ધિસ’નો ‘ઝિસ’ લગભગ સર્વત્ર મેં સાંભળ્યો છે. અમેરિકનો સામાન્ય રીતે દરેક ‘એ’નો ઉચ્ચાર એવો જ કરે છે: ‘પાસપોર્ટ’ને ‘પેસ-પોર્ટ’. જર્મનો ‘એ’નો ઉચ્ચાર ‘આ’ જેવો કરે છે: હાન્સ! અને જેવું લખ્યું હોય એવું જ બોલાય છે: લુફ્ટહાન્સા, કિંડરગાર્ટન. આપણે ત્યાં તમિળ ‘યેવરી’ (એવરી), અને પંજાબી ‘સિલક’, ‘મિલક’ (સિલ્ક, મિલ્ક) બોલે જ છે! બંગાળીમાં ‘વ’નો ઉચ્ચાર ‘બ’ થાય છે. એક બંગાળી કર્મચારી એના લગ્નના આમંત્રણ માટે એના બોસ પાસે જઈને કહેવા લાગ્યો: સર, ટુ-નાઈટ... યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! બોસ ગભરાયો: ચેટરજી ...! અને ચેટરજી છોડે એમ ન હતો: નો સર! ટુ-નાઈટ યૂ હેવ ટુ કમ ટુ માય બેડિંગ! ઉચ્ચારણમાં ‘વેડિંગ’નું ‘બેડિંગ’ બની શકે છે...!

બોલવામાં ભૂલ કરતા રહેવાની હિંમત હોય તો ભાષા માટે જીભ તરત છૂટી જાય છે. નાનો બાબો કહી દે છે: આઈ એમ બાથિંગ! અને એને ભૂલ કરવાની શર્મ નથી, એટલે એ ભાષા તરત શીખી લે છે. આપણને જરા સમય લાગે છે. ઉચ્ચારણનાં પુસ્તકોમાં લખે છે કે સાઉથ ઓફ લંડનના ઉચ્ચારો સ્ટાન્ડર્ડ ગણાય છે. આપણે ત્યાં એ વિશે બહુ ચિંતા નથી. સોનિયા ગાંધીનો ખરો ઉચ્ચાર સૉનિયા (‘સૉરી’નો સૉ, પહોળો ઉચ્ચાર) છે, પણ બધા જ સાંકડો સોનિયા ઉચ્ચાર કરે છે! અને એક વાર વર્ષો પહેલાં દૂરદર્શનની એક ચકમકી ઉદઘોષિકાએ ગુજરાતના નેતાનું નામ કહ્યું હતું: મિસ્ટર શંકર વી. ઘેલા! આપણા પ્રિય શંકરસિંહબાપુની અસર ક્યાં સુધી પહોંચી શકે છે?