Pages

Sunday, February 28, 2016

સંસાર ભાવના- મહેન્દ્ર પુનાતર

સંસાર એટલે રાગ-દ્વેષનો સંગ્રામ
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


મનશુદ્ધિ, વિચારશુદ્ધિ અને કાર્યશુદ્ધિ દ્વારા જીવનપથને ઉજ્જવળ બનાવનારી બાર ભાવનાઓમાં અનિત્ય ભાવના અને અશરણ ભાવનાનો આપણે ખ્યાલ કર્યો. આ જગતમાં કશુ કાયમી નથી. બધુ નાશવંત છે. સમયની સાથે બધું વિલીન થાય છે. જીવન પણ ક્ષણ ભંગુર છે અને કોઈનું પણ શરણ કામ આવે એવું નથી. સુખ-દુ:ખ બધુ આપણે પોતે ભોગવવાનું છે. હવે ત્રીજી ભાવના છે સંસાર ભાવના. આ સંસાર શું છે? આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ? આપણું મુખ્ય ધ્યેય શું છે. જીવનને કઈ રીતે સાર્થક અને આનંદપૂર્ણ બનાવી શકાય વગેરે બાબતોનું ચિંતન ધર્મ સાધનામાં આવશ્યક છે.

આ સંસારમાં આપણે સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, માન-અભિમાન, સફળતા - નિષ્ફળતા અને આશા - નિરાશાથી અટવાયેલા છીએ. ક્રોધ, માન, માયા, લોભ અને પરિગ્રહના કારણે જીવનનું મુખ્ય ધ્યેય ભુલાઈ ગયું છે અને સાચો રસ્તો મળતો નથી. આસક્તિ, ઈચ્છા અને અપેક્ષાઓને કારણે સંસારનો રંગ વધુ ઘેરો બન્યો છે. આના કારણે આંતરિક વિકાસ અને આત્માનું કલ્યાણ સધાતું નથી. અંદર કચરો ભરેલો છે. એટલે સારું સાત્ત્વિક, જીવનને ઊંડા અંધારેથી પ્રકાશ તરફ લઈ જાય એવું કશું પ્રવેશી શકતું નથી. અંદરનો આ મેલ સાફ ન થાય ત્યાં સુધી ધર્મનો રંગ અંદર ઊતરી શકતો નથી. શરીર અને શરીર સંબંધી મોહ અને આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી જીવન પરિવર્તન શક્ય નથી. ધર્મનું યથાર્થ પાલન જ માણસને સાચા માર્ગે લઈ જાય છે. સ્વાર્થ, કપટ, લોભ અને લાલચ માણસને ન કરવાનું કરાવે છે. સંસારના આ બધા બંધનોમાંથી મુક્ત થવાનું એટલું સરળ નથી. સત્ય, અહિંસા, પ્રેમ, દયા અને કરુણા દ્વારા સદ્ગુણોનો વિકાસ થાય છે અને જીવન નિર્મળ બને છે. મનુષ્યની સૌથી નબળી કડી તેનો અહંકાર છે તેના કારણે સાચું જ્ઞાન અને સાચી સમજ ઊભી થતી નથી.

આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. આપણે ક્રોધથી છુટકારો મેળવવા માગીએ છીએ, રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માગીએ છીએ, પરંતુ આપણે તેને ભૂલી શકતા નથી એટલે સતત તે વસ્તુ આપણા મનમાં રહે છે અને તે વધુ ને વધુ આપણા મન પર અંકુશ જમાવે છે. કોઈ એક ધારાને ભૂલવી હોય તો બીજી મજબૂત ધારામાં જવું જોઈએ. નહીંતર તેને અતિક્રમાશે નહીં, જે વસ્તુ સબળ હોય તે ચિત્ત પર છવાઈ જાય છે. મન વિપરીતમાં રહેતું હોય છે, જ્યારે આપણે કોઈ વસ્તુ નહીં કરવાના સોગંદ ખાઈએ છીએ, વ્રત લઈએ છીએ કે મનસૂબો કરીએ છીએ ત્યારે તે વસ્તુ આપણને વધુ પકડે છે, કારણ કે નહીં કરવા માટે પણ તે વસ્તુને યાદ રાખવી પડે છે. તેનું રટણ કરવું પડે છે, જે વસ્તુ મન પર છવાઈ જાય છે તેને ભૂલવાનું મુશ્કેલ છે સિવાય કે તેના કરતા બીજી કોઈ સબળ વસ્તુ આપણા મન પર છવાઈ જાય. ધર્મનો રંગ જો સાચા અર્થમાં લાગી જાય તો આ બધા રંગો ઊતરી જશે.

ખોટાને દૂર કરવાની ઉતાવળ કરતા પહેલા સાચાને પકડવાની કોશિશ કરવી જોઈએ. સાચું પકડાઈ જશે તો ખોટું એની મેળે દૂર થઈ જશે અને નકામું તૂટતું જશે. નકારાત્મક વલણ પશ્ર્ચાત્તાપ, પીડા અને ઉદાસીનતા ઊભી કરશે. જે નથી છોડાતું તેનો અફસોસ રહેશે અને સાચાને પકડી શકાશે નહીં. સંસારને છોડવાની કોશિશ સાથે પરમાત્માને પામવાની અભિલાષા હોવી જોઈએ. ત્યાગની સાથે રાગની પક્કડ ઢીલી થવી જોઈએ. મનમાંથી મોહ દૂર ન થાય તો ત્યાગ વ્યર્થ બની જશે. આ સંસાર મનનો છે. જો મન ત્યાગી બની ગયું તો સંસારમાં રહેવા છતાં તમે સાધુ છો અને મનમાં રંગો ભરેલા હોય તો સાધુ થવા છતાં ત્યાગી બની શકાતું નથી. ત્યાગ અને રાગ બંને ભેગા થાય ત્યારે આત્મગ્લાની જન્મે છે અને અપરાધ ભાવ ઊભો થાય છે. શરીરની સાથે મન પર પણ અંકુશ હોવો જરૂરી છે.

જીવનમાં પ્રત્યેક સુખ સાથે દુ:ખ જોડાયેલું છે. સુખ ક્યારે દુ:ખ બની જશે અને દુ:ખ ક્યારે સુખમાં પરિણમશે તેનો ખ્યાલ આવતો નથી. આજે જે સુખ લાગે છે તે કાલે દુ:ખ પણ લાગે. બધુ આપણા મન પર નિર્ભર છે. સુખને આપણે છોડવા માગતા નથી. આપણે તેને જોરથી પકડી રાખીએ છીએ, જે વસ્તુને આપણે જોરથી પકડી રાખીએ છીએ તેને જલદીથી છોડવી મુશ્કેલ છે અને દુ:ખને આપણે છોડવા માગીએ છીએ એટલે દુ:ખ આપણને વળગીને રહે છે. સુખની જેમ દુ:ખનો પણ આપણે સ્વીકાર કરીએ તો દુ:ખ જેવું કશું રહેશે નહીં. મોટાભાગના દુ:ખો માનસિક છે તે આપણા મનના કારણે ઊભા થાય છે. સુખ અને દુ:ખ બંને સરખા છે. બંનેથી બચવાનું છે. સુખ અને દુ:ખ બંનેનો ભાવ ન રહે તો આસક્તિ છૂટી જશે. કોઈ પણ જાતનું વળગણ રહેશે નહીં. સુખમાં રહેવા છતાં સુખથી અલિપ્ત અને દુ:ખમાં રહેવા છતાં દુ:ખથી અલિપ્ત બંનેમાંથી કોઈ પણ આપણને વિચલિત કરી શકશે નહીં.

સંસાર એટલે રાગ-દ્વેષનો સંગ્રામ. ઘર, ક્ષેત્ર, પુત્ર, ધન વગેરેમાં માણસ અટવાઈ જાય છે. આમાંથી ‘હું અને મારું’ ભાવ ઉત્પન્ન થાય છે અને કર્મો બંધાય છે. પોતાના સુખ માટે બીજાને હાનિ પહોંચાડવી, કષ્ટ આપવું, વેરઝેર રાખવું અને હિંસામાં પ્રવૃત્ત રહેવાથી પાપકર્મો વધુ ઘેરા બને છે. ઈચ્છા, અપેક્ષા અને લાલસાના કારણે ગમે તેટલું મળે પણ સંતોષ થતો નથી. માણસ બધુ ભેગું કરતો રહે છે અને પરિગ્રહનું પાપ વહોરી લે છે.

અહંકારના કારણે માણસને સાચી વાત સમજાતી નથી. ધન, પદ અને પ્રતિષ્ઠા ભલભલાને બહેકાવી દે છે. ધન હોય ત્યારે લોકોના ટોળાં ઊમટે છે. પ્રશંસા કરે છે, હાજી હા કરે છે ત્યારે માણસને એમ લાગે છે કે તેના જેવો હોંશિયાર, ચતુર કોઈ નથી. અહંકારના કારણે છેવટે માણસનું પતન થાય છે. ધન અને સત્તાને જીરવી ન શકાય તો તે મુશ્કેલી ઊભી કરે છે. ભગવાન ઋષભદેવે પોતાના પુત્રોને જે ઉપદેશ આપ્યો હતો તેમાં તેમણે પોતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘હે પુત્રો અહંકારનો છુટકારો નીચે પ્રમાણેના પચીસ સાધનો દ્વારા થઈ શકે છે. વિવેકી ગુરુ, પરમાત્માના વિષયમાં ભક્તિ અને તત્પરતા, તૃષ્ણાનો ત્યાગ, સુખ-દુ:ખ દ્વન્દ્વોને સહેવા આ લોક અને પરલોકમાં સર્વત્ર દુ:ખ જ છે એવું જ્ઞાન, તત્ત્વ અને અતત્ત્વને જાણવાની જિજ્ઞાસા, તપ, કામ્ય કર્મનો ત્યાગ, પ્રભુ પ્રત્યે સમર્પણ, ધર્મકથાઓનું શ્રવણ, સત્સંગ, પ્રભુના ગુણોનું કીર્તન, પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમા, બધા સાથે સમભાવ, બાહ્ય અને આંતરિક ઈન્દ્રિયો પર વિજય, શરીર અને ગૃહ પ્રત્યેના અહ્મ ભાવનો ત્યાગ, આધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ, એકાંત, મન પરનો અંકુશ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રમાદનો ત્યાગ, બ્રહ્મચર્ય, વાણીમાં સંયમ, પરમાત્માનો ભાવયુક્ત અનુભવ, જ્ઞાન અને ધ્યાન યોગ સમાધિ.

ભગવાન ઋષભદેવે માણસે સંસારમાં કેવી રીતે રહેવું તેનો બોધપાઠ આપ્યો છે. માણસ આટલી બાબતનો ખ્યાલ રાખે તો તેનો અહંકાર ઓગળી જાય અને સાથે સાથે તે સહજ અને સરળ બની જાય, કર્મની નિર્જરા થાય અને સાચા સુખનો અનુભવ કરી શકે.

બધા માણસો સંસાર છોડી ન શકે પણ સંસારમાં રહીને પણ સાધુ બની શકાય. સંસાર છોડીને સાધુ બન્યા પછી પણ મનથી આ બધું ન છૂટે તો તેનો કોઈ અર્થ નથી. સંસારમાં રહેવા છતાં જે નિર્લેપ રહી શકે તે ખરા અર્થમાં સંત છે. કમળ કાદવમાં રહે છે પણ કાદવનો તેને સ્પર્શ થતો નથી. માણસ ભલે સંસારમાં રહે પણ તેના મનમાં સંસાર રહેવો જોઈએ નહીં.

આ સંસાર એટલે સાચું, ખોટું, સ્વાર્થ, લોભ, મોહ અને કપટ. કોઈ ને કોઈ રીતે માણસ આમાં ફસાયેલો છે. સ્વાર્થ અને લોભ આવે ત્યારે માણસ ન કરવાનું કરી બેસે છે. આમાંથી કઈ રીતે બચી શકાય તેનો માણસે વિચાર કરવો જોઈએ. સંસાર ભાવનાનો આ બોધ છે. ભગવાન મહાવીરે પ્રમાદ રહિત અને સર્વ હિતકારી વાણી બાબતે કહ્યું છે કે ‘સમજી વિચારીને સત્ય બોલવું જોઈએ. ગુસ્સામાં, ભયમાં અને લોભવશ ખોટું બોલાય તે સંભવિત છે. એટલે ક્રોધ, લોભ અને ભયથી દૂર રહેવું હિતાવહ છે.’ હસવામાં અને મશ્કરીમાં પણ અસત્ય ન બોલવું જોઈએ. વાણીનો સંયમ બહુ જરૂરી છે તેનાથી અનેક દોષોમાંથી બચી શકાય છે.

ઈસપને એક વખત પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી સારી વસ્તુ કઈ? ઈસપે કહ્યું: વાણીથી વધારે ઉત્તમ વસ્તુ સંસારમાં બીજી કોઈ નથી. વળી બીજી વાર પૂછવામાં આવ્યું કે સંસારમાં સૌથી વધારે ખરાબ વસ્તુ શું છે? તેમણે જવાબ આપ્યો કે સંસારમાં વાણીથી વધારે ખરાબ વસ્તુ બીજી કોઈ નથી. સાંભળવાવાળા અચંબામાં પડી ગયા. આ શું, પહેલા તો આપે કહ્યું કે વાણીથી વધારે ઉત્તમ કોઈ વસ્તુ નથી અને હવે કહો છો વાણીથી વધારે ખરાબ કોઈ વસ્તુ નથી!

ઈસપે શાંત ભાવે કહ્યું: આ બન્ને વાત બરાબર છે. વાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો તે સૌથી ઉત્તમ વસ્તુ છે અને વાણી જો કટુ હોય તો તે સૌથી ખરાબ વસ્તુ છે. વાણીથી શત્રુ પણ મિત્ર બની શકે છે. મધુર વાણી હોય તો જીવનમાં આનંદ, પ્રસન્નતા અને ખુશી ઊભી થાય છે. વાણી જો કટુ હોય તો લડાઈ, ઝઘડા અને સંઘર્ષમાં ઊતરવું પડે છે અને બીજાને દુ:ખ પહોંચે છે. વાણીના કારણે અનેક મહાભારતો સર્જાયા છે અને અનેક આહુતિઓ અપાઈ છે. વાણીમાં નમ્રતા છે અને અહંકાર પણ છે.

જીવનમાં સારું-નરસું, ગુણ-અવગુણ બધાનો આધાર આપણા પર છે. સંસારને સાચી રીતે ન સમજીએ અને આપાધાપીમાં ડૂબ્યા રહીએ તો દુ:ખ સિવાય બીજું કશું નથી. સંસાર અસાર છે. મૂળભૂત સારતત્ત્વ નથી એવું ચિંતન માણસને પારદર્શક બનાવે છે. સંસાર બંધન છે પણ કોઈએ આપણને બાંધી રાખ્યા નથી. આપણે મોહવશ થઈને જાતે બંધાઈ ગયા છીએ. આપણે બંધાઈએ નહીં તો કોઈ આપણને બાંધી શકે નહીં. કોઈને અંકુશમાં રાખવા માટે આપણે અંકુશમાં રહેવું પડે. જીવનનો બધો દોર આપણા હાથમાં નથી તેથી અહંકાર અને અભિમાન રાખવાથી જાતે જ દુ:ખી થવાનું છે. જ્યાં બંધન છે ત્યાં મુક્તિ નથી. સંસાર ભાવનાના ચિંતનનો આ મુખ્ય સાર છે.

(હવે પછી એકત્વ ભાવના)

Tuesday, February 23, 2016

The end of the courier?



The end of the courier? Self-driving 'ground drones' are heading to London to make deliveries across the capital

  • By Gian Volpicelli For Mailonline, Sarah Griffiths In Barcelona For Mailonline, www.dailymail.co.uk
  • February 23rd, 2016
The iconic mopeds of delivery drivers everywhere are set to be ousted by 'ground drones' that can navigate city streets by themselves.  
After more than 3,000 hours of testing in London, Starship Technologies' delivery bots are scheduled to start local deliveries in Greenwich next month. 
MailOnline tested the unnamed robots at Mobile World Congress in Barcelona.

Unlike robots designed to resemble humans, the Starship’s bot is purely functional with a large compartment to hold deliveries, the equivalent size of two grocery bags. MailOnline tested the unnamed robots at Mobile World Congress in Barcelona ( pictured)
The robot was invented by Skype co-founders Ahti Heinla and Janus Friis who hope their machine will be appealing for small businesses who could send up to 20lbs of goods to local customers.
Unlike robots designed to resemble humans, the Starship’s bot is purely functional with a large compartment to hold deliveries, the equivalent size of two grocery bags.  
Each six-wheeled  'ground drone' is almost completely self-driving. It is constantly connected to the internet, using 3G technology to find its way to the customer's address.
Walking on the pavement at about 4mph (3km/h), robots can complete local deliveries within five to 30 minutes from a local hub or retail outlet. 

 

Walking on the pavement at about 4mph (3km/h), robots can complete local deliveries within five to 30 minutes from a local hub or retail outlet. The bot's 'cargo trunk' (pictured) is sealed throughout the trip and only the customer can open it using a specific app upon the drone's arrival
After more than 3,000 hours of testing in London, Starship Technologies' delivery bots (pictured) are scheduled to start deliveries in Greenwich next month. Each six-wheeled 'ground drone' is almost completely self-driving. It is constantly connected to the web, using 3G technology to find its way to addresses
The scheme also costs between 10 to 15 times less than the cost of current last-mile delivery alternatives, Starship claims.
Keith Cornell, Senior Adviser at Starship told MailOnline: 'Trials will be in 14 cities if we get permission from councils. 
Greenwich council has already given us permission and this will be the launch location with robots arriving' next month'.

He explained that by the end of the year it's hoped the robots will be 98 per cent autonomous.
'It's the last two per cent that's expensive,' he added.
So instead, the company plans on having a human operator in charge of 100 bots in case they run into trouble, for example.
He confirmed the firm has retail partners lined up - 'names you'll recognise' - but these are currently under wraps. 
'Demand is not an issue,' he continued.
'The robot's designed to make life easier, so people might still go to the shops to buy flowers, for example, but could use them to carry heavy items such as potatoes home.
Integrated navigation and 'obstacle avoidance software' enable the robots to steer clear of pedestrians or to jump over kerbs and cobbles, for example.
However, human operators are ready to step in if an emergency should arise.
This includes if someone tries to steal the bot. 
If a thief attempts to tamper with the robot, or snatch it, the operator can take over - talking directly to the wrongdoer and sending police to the drone's location.
The drone's nine cameras can also capture the criminal's face.
In any case, the bot's 'cargo trunk' is sealed throughout the trip- only the customer can open it using a specific app upon the drone's arrival. 
Each six-wheeled 'ground drone' (pictured) is almost completely self-driving. It is constantly connected to the internet, using 3G technology. If a thief attempts to tamper with the robot, or snatch it, a human operator can take over- talking directly to the wrongdoer and sending police to the drone's location
One of Starship's main selling points is the battery-powered bot's (pictured) zero direct CO2 emission, as opposed to the pollution brought about but too many, short shopping car trips
The app will also allow shoppers to track the robot's location in real time.
One of Starship's main selling points is the battery-powered bot's zero direct CO2 emission, as opposed to the pollution brought about but too many, short shopping car trips. 
'Our vision revolves around three zeroes – zero cost, zero waiting time and zero environmental impact,' said Heinla, boss at Starship Technologies.
'We want to do to local deliveries what Skype did to telecommunications.'
For businesses, Starship's technology eliminates the largest inefficiency in the delivery chain, the last mile. 
Instead of expensive and time-consuming door-to-door delivery, retailers can ship the goods in bulk to a local hub, then the robot fleet completes the delivery to the shopper's door for a fraction of the cost.
'With ecommerce continuing to grow consumers expect to have more convenient options for delivery – but at a cost that suits them,' Heinla said.
'The last few miles often amounts to the majority of the total delivery cost.'
The Greenwich program will show whether the future of delivery will really have the shape of these robo-buggies. 
The trial is part of the €25 million EU 'Smart Cities' project, which experiments with new technologies to impoverish people's lives.
The debut follows months of technical testing all around London.
 *****************************************

ROBOT'S ANTI-THEFT MEASURES

If a thief attempts to tamper with the robot, or snatch it, a human operator can take over- talking directly to the wrongdoer and sending police to the drone's location.
The drone's nine cameras can also capture the criminal's face.
In any case, the bot's 'cargo trunk' is sealed throughout the trip- only the customer can open it using a specific app upon the drone's arrival. 
The app will also allow shoppers to track the robot's location in real time.
************************************************************

HOW THE GROUND-DRONE WORKS

Unlike robots designed to resemble humans, the Starship’s bot is purely functional with a large compartment to hold deliveries, the equivalent size of two grocery bags.
Each six-wheeled  'ground drone' is almost completely self-driving. It is constantly connected to the internet, using 3G technology to find its way to the customer's address.
Walking on the pavement at about 4mph (3km/h), robots can complete local deliveries within five to 30 minutes from a local hub or retail outlet. 
The scheme also costs between 10 to 15 times less than the cost of current last-mile delivery alternatives, Starship claims.
Integrated navigation and 'obstacle avoidance software' enable the robots to steer clear of pedestrians or to jump over kerbs and cobbles, for example.
 ***************************************************


Sunday, February 21, 2016

અશરણ ભાવના- મહેન્દ્ર પુનાતર

આયા હૈ સો જાયેગા રાજા, રંક, ફકીર કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બાંધ ચલે જંજીર
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


જૈન ધર્મમાં બાર ભાવનાઓને વૈરાગ્યના માર્ગ તરીકે લેખાવવામાં આવી છે. આ બાર ભાવનાઓના સતત ચિંતનથી માણસ સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશામાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાં જય-પરાજયનું કોઈ મહત્ત્વ નથી એની સમજ ઊભી થાય છે. હાર અને જીત જીવનનો એક ભાગ છે. પણ જુસ્સો અને હિંમત જળવાઈ રહેવી જોઈએ. આ બંનેનો સહર્ષ સ્વીકાર થવો જોઈએ. આ ભાવનાઓ મનમાં સાધી રાખવાથી જીવનનું, આત્માનું અને ધર્મનું સાચું સત્ય સમજાય છે અને જીવન શુદ્ધ અને ભયરહિત બને છે.

આપણે ગયા અંકમાં અનિત્ય ભાવનાનો ખ્યાલ કર્યો. સંસારની પ્રત્યેક વસ્તુ વિનાશી છે. તેના પ્રત્યે આસક્તિ રાખવાથી દુ:ખ સિવાય કશું હાથમાં આવતું નથી. માણસ પોતે કાયમના માટે અહીં રહેવાનો હોય એ રીતે સંચય કરતો રહે છે. માન-અભિમાનના પોટલા બાંધતો રહે છે અને પોતાના સુખ માટે બીજાને દુ:ખ અને કષ્ટ આપતા અચકાતો નથી. આનાથી કર્મની જાળ વધુ વિસ્તૃત થાય છે, પરંતુ માણસ જો સાચી વાત સમજે અને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ કરે તો એક મૂળભૂત વાત નજર સમક્ષ આવે છે કે ગમે ત્યારે અહીંથી જવાનું છે. તેથી ખોટા ઉધામા કરવાનો કોઈ અર્થ નથી. મૃત્યુ સામે કોઈનું કશું ચાલતું નથી. કોઈપણ માણસને ખબર પડે કે મૃત્યુ હવે સાવ નજીક છે તો તેના જીવનનું પરિવર્તન થઈ જાય. આપણને ખબર પડે કે એક અઠવાડિયા પછી ચોક્કસ આપણે આ ફાની દુનિયાની વિદાય લેવાની છે તો આપણે શું કરીએ? આ સમય કેવી રીતે પસાર કરીએ? એક સપ્તાહમાં તો માણસ પૂરેપૂરો બદલાય જાય. રાગ- દ્વેષ, માન-અભિમાન કશું રહે નહીં. જીવનમાં જે કાંઈ ખોટું કર્યું છે તેનો અફસોસ થાય. પણ આપણને આ જ્ઞાન થતું નથી. આપણે તો સમજીએ છીએ મૃત્યુ હજુ ઘણું દૂર છે. હમણાં ફિકર કરવાની જરૂર નથી. પણ મૃત્યુ ધીમે પગલે આપણને ક્યારે દબોચી દેશે તેનો ખ્યાલ આવતો નથી. આનો અર્થ એવો નથી કે આપણે ચિંતામાં જીવન જીવવું. પણ આનો અર્થ એ છે કે મોજથી, આનંદથી જીવવું, કોઈની આડે આવવું નહીં અને જિંદગી મળી છે તો થઈ શકે એટલું બીજાનું ભલું કરવું. લોભ, લાલચ રાખવા નહીં. મોહ અને આસક્તિ રાખ્યા વગર જીવવું. આમાં અનોખો આનંદ છે. આમાં સંસાર છોડવાની વાત નથી પણ સંસારમાં રહીને વિરક્ત બનવાનો બોધ છે. પ્રેમ, દયા અને કરુણાનો ભાવ રાખવાનો છે. માણસ દરેક જીવને પોતાના જેવો સમજે તો કોઈ દુ:ખ નથી. દરેકને જીવવું ગમે છે. બધાને જીવ વહાલો છે. મૃત્યુ કોઈને પસંદ નથી. બીજાને મારવાનો આપણને અધિકાર નથી. બીજાની હત્યા એ આપણી ખુદની હત્યા છે. તેનું સાચું જ્ઞાન માણસને થાય તો અહિંસા જીવનમાં આપોઆપ આવી જાય. હકીકતમાં પ્રેમ અને આનંદ થકી જ અહિંસાનો ઉદભવ  થાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં હિંસા સંભવિત નથી.

અનિત્ય ભાવના પછી હવે આપણે અશરણ ભાવનાનો વિચાર કરવાનો છે. માણસ ગમે તેટલો ધનવાન, શક્તિવાન હોય પણ મોત જ્યારે આવીને ઊભું રહે છે ત્યારે માણસ લાચાર બની જાય છે. કોઈ પણ વસ્તુ કે કોઈપણ સંબંધો તેને બચાવી શકતા નથી. બીમારીથી બચવા માટે ભલે નિષ્ણાત ડૉકટરો બોલાવે, મોંઘા ઉપચારો કરે, કીમતી ઔષધો મગાવે, શક્ય એટલા તમામ પ્રયાસો કરે પણ ઉપરવાળાનું તેડું આવે ત્યારે ગયા વગર છૂટકો નથી. ગમે તેટલા પ્રતિકાર કરો પણ મોત સામે ઝૂંકવુ પડે છે. ધન, દોલત, શક્તિ, સામર્થ્ય કશું કામ આવતું નથી. જીવન ક્ષણભંગુર છે અને તેને બચાવવા કોઈનું પણ શરણ કામ આવતું નથી. સુખ અને દુ:ખ આપણે પોતે ભોગવવા પડે છે. તે કોઈ આપી શકતું નથી અને લઈ પણ શકતું નથી.

આ સંસારમાં સૌ કોઈ સુરક્ષાકવચ શોધે છે. કોઈને ધનમાં, કોઈને પદમાં તો કોઈને પ્રતિષ્ઠામાં સલામતી દેખાય છે. આ બધા સાધનો અંત સમયે કામ આવતા નથી. આ સંસારમાં બધા આપણા છે, એમ માનીને રહેવું, તેમની સાથે સારા સંબંધો રાખવા, કોઈને ઓછું આવવા દેવું નહીં. આમ છતાં મનમાં સમજવું કે આમાં આપણું કોઈ નથી. એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. સિકંદર જેવા સિકંદરને પણ આખી દુનિયા જીતી લીધા પછી પણ સુરક્ષા કવચ પ્રાપ્ત થયું નહોતું. ભર જુવાનીમાં અંતિમ વિદાય લેવી પડી. કોઈ હકીમ કે ધનદોલત તેેને બચાવી શક્યા નહીં. તે મુઠ્ઠી બંધ કરીને આવ્યો હતો અને મુઠ્ઠી ખોલીને જવું પડ્યું. કબીરે જેમ કહ્યું છે તેમ...

‘આયા હૈ સો જાયેગા

રાજા, રંક, ફકીર

કોઈ સિંહાસન ચઢ ચલે

કોઈ બાંધ ચલે જંજીર.’

મૃત્યુ કોઈ ભેદભાવ રાખતું નથી. અહીં મારા તારાનો સંબંધ નથી. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને એક અર્થમાં અનિશ્ચીત પણ છે. કારણ કે ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. મૃત્યુને આપણે જોઈએ છીએ પણ બોધ થતો નથી. આપણે માનીએ છીએ કે મૃત્યુ બીજાનું છે આપણું નથી. આપણને હજુ ઘણીવાર છે. માણસ ૭૦ વર્ષનો હોય કે ૮૦ વર્ષનો હોય મૃત્યુ નજીક છે. એવો ખ્યાલ તેને આવતો નથી. જીવનનું આ રહસ્ય છે. આ અંગે ભય રાખવાની જરૂર નથી. પણ જે સમય બચ્ચો છે તેને આનંદપૂર્વક જીવવાની અને તેનો સદ્ઉપયોગ કરવાની વાત છે. મૃત્યુના આરે પહોંચેલો માણસ જે તે તેનો આનંદ માણવાના બદલે વધુ એકઠું કરવામાં પડ્યો છે. કશું છૂટતું નથી. રાગ- દ્વેષથી મુક્ત થઈ શકાતું નથી. માણસ એવું વિચારતો નથી કે આ બધું કોના માટે? દરેક માણસ મોહને વશ છે. જ્યાં પણ મોહ છે ત્યાં જીવ ચોંટી જાય છે અને બીજાને માટે જીવવાનું શરૂ થઈ જાય છે. પુત્રમાં મોહ હશે તો પુત્ર માટે જીવશે, પત્નીમાં મોહ હશે તો તેના માટે જીવશે પણ પોતાના માટે જીવી શકશે નહીં. સૌ કોઈ ભાગ્ય લઈને આવે છે. ગમે તેટલું છોડી જશો પણ ભાગ્ય અનુસાર તે ભોગવી શકશે. મૃત્યુ કેટલીક વખત બહુ નજીક આવી જાય છે. જેના પર આધાર હોય અને જેના પર મોહ હોય તેનું મૃત્યુ આપણા જીવનના એક હિસ્સાને તોડી નાખે છે. આપણે તેટલા પ્રમાણમાં મૃત્યુનો અનુભવ કરીએ છીએ. પ્રેમ અને આનંદ વગરનો માણસ તો ક્યારનો મરી ચૂકયો હોય છે. માત્ર તેનું શરીર હરતું-ફરતું હોય છે. આત્મા તો ચાલી ગયો હોય છે. માણસ બીજાના માટે જીવી શકે છે પણ બીજાના માટે મરી શકતો નથી. આ અંગેની એક કથા સમજવા જેવી છે...

એક યુવક સાધુ-મહાત્મા પાસે આવ્યો અને કહ્યું: મારે દીક્ષા લેવી છે, પરંતુ મારો પરિવાર મારા વગર જીવી શકે તેમ નથી. તેઓ મને ખૂબ જ ચાહે છે. મારા માટે મરીફીટવા પણ તૈૈયાર છે.

મહાત્માએ કહ્યું: આ તારો ભ્રમ છે. આ સંસારમાં સૌ કોઈ પોતાના સ્વાર્થ માટે જીવે છે અને તેના માટે આવું બધું કરે છે. તને ખાતરી ન થતી હોય તો હું કહું એ પ્રમાણે કર. તને આ અંગે પ્રતીતિ થઈ જશે.

યુવકે કહ્યું: આપ કહો તે પ્રમાણે હું કરવા તૈયાર છું. મહાત્માએ કહ્યું: હું તને યોગિક ક્રિયા શીખવું છું. જેનાથી તું શ્વાસને રોકીને થોડો સમય અચેતન રહી શકીશ. અંદર તારો શ્વાસ ચાલતો હશે પણ તારું શરીર જડ બની જશે. તું મૃત્યુ પામ્યો હોવાનો ડોળ કરજે અને પછી શું બને છે તે ચૂપચાપ સાંભળ્યા કરજે. એ સમયે હું પણ ત્યાં આવી પહોંચીશ.

મહાત્માના ક્હ્યા મુજબ સવારે ઊઠીને યુવાન એકાએક નીચે પડી ગયો અને તેના શ્વાસ અટકી ગયા. પરિવારના લોકો સૌ ભેગા થઈ ગયા. કોઈએ કહ્યું: હાર્ટએટેક આવી ગયો  છે. બાજુમાંથી તાબડતોબ ડૉકટરને બોલાવાયા. ડૉકટરે નાડી તપાસીને કહ્યું: ખેલ ખલાસ. ઘરમાં રોકકળ થરૂ થઈ ગઈ. સમાચાર મળતા સાધુ મહાત્મા પણ ત્યાં આવી પહોંચ્યા. માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અમે ખર્યું પાન હતા અમને ભગવાને કેમ ઉઠાવી લીધા નહીં. પત્નીએ વિલાપ કરતાં કહ્યું: આના કરતાં હું મરી ગઈ હોત તો સારું હતું. ભાઈ-બહેનોએ અમે તારા વિના કેવી રીતે જીવી શકીશું. પરિવારના લોકોએ મહાત્માને કહ્યું: કાંઈક કરો. આનો જીવ બચાવી લો. તેના વગર અમે અસહાય બની જઈશું. અમારા માટે જીવવા જેવું રહેશે નહીં.

સંતે કહ્યું: હવે માત્ર એક ઉપાય છે. આના બદલે તમારામાંથી કોઈ મરવા તૈયાર થાય તો આનો જીવ પાછો આવી શકે. બોલો તમારામાંથી કોણ જવા તૈયાર છે. સૌ એક બીજાની સામે જોવા લાગ્યા.

પત્નીએ પાણી પહેલા પાળ બાંધી લીધી. તેણે કહ્યું: હું જાઉં તો આ મારા નાના છોકરાવનું શું થાય? તે મા વગર કેમ જીવી શકે? પિતાએ કહ્યું: હું ઘરનો વડીલ છું. આખા ઘરની જવાબદારી મારા પર છે. માતાએ કહ્યું: મારા પતિની તબિયત સારી રહેતી નથી. હું જાઉં તો તેની સંભાળ કોણ રાખે? તેઓ મારા વિના એક ડગલું પણ ભરી શકતા નથી. ભાઈ-બહેનોએ કહ્યું: અમે તો જીવનમાં હજુ કશું ભોગવ્યું નથી. આમ સૌ છટકવાનો પેંતરો કરવા લાગ્યા.

મહાત્માએ કહ્યું: ઠીક વાંધો નહીં આને બદલે હું ઉપર ચાલ્યો જાઉં, બીજું શું?

બધા ગેલમાં આવી ગયા અને કહ્યું: તમે ખુશીથી જાવ. તમારી આગળ પાછળ કોઈ રડવાવાળું નથી. એક માનવ જીવ બચાવ્યાનું તમને પુણ્ય મળશે.

મહાત્માએ યુવાનનો હાથ દબાવ્યો અને યુવાન ઊભો થઈ ગયો. મહાત્માએ તેને કહ્યું: બોલ, આમાં તારું કોણ છે? કોઈ તારા માટે જીવતું નથી. સૌ પોતપોતાના માટે જીવે છે.

આ જગતમાં કોઈનું પણ શરણ કામ આવતું નથી. કોઈની પર આધાર રાખવાની જરૂર નથી. સૌ કોઈ પોતાના માટે જીવે છે. મોહને વશ હોય તો બીજાના માટે પણ જીવવાનું શરૂ કરી દે છે, પરંતુ બીજાને માટે કોઈ મરવા તૈયાર થતું નથી. કર્મો અનુસાર જે કાંઈ આવે તે આપણે એકલાએ ભોગવવાનું છે. આમાં કોઈ ભાગીદાર બની શકતું નથી. એ અશરણ ભાવનાનો બોધ છે.

(હવે પછી સંસાર ભાવના)

Tuesday, February 9, 2016

બોલીવૂડની બીજી બાજુ: ઊજળા પડછાયા, કાળો રસ્તો - સંજય છેલ


અંદાઝે બયાં - સંજય છેલ


ટાઇટલ્સ: ઇમોશનલ બ્લેકમેઈલ એ રેશમમાં વીંટેલ હત્યા છે (છેલવાણી)

દૃશ્ય-૧, ૨૦૧૧-૧૨

ફિલ્મી પાર્ટીમાં,એક છોકરી ટૂંકા કપડાંમાં પ્રવેશે છે.મિત્રોનાં ગ્રુપમાંથી પીઠ પર સ્હેજ ધબ્બો મારે છે.છોકરી ચીસ પાડી ઊઠે છે.ફ્રેંડ,‘સોરી’કહે છે.ત્યારે છોકરી કહે છે,‘રોજ ચાર-ચાર કલાક જિમ્નેશિયમમાં કસરત કરું છું એટલે આખું શરીર દુ:ખે છે!’તો ફ્રેંન્ડઝ એને પૂછે છે,‘ચાર-ચાર કલાક કસરત કરવાની શું જરૂર છે?’પેલી છોકરી ભીની આંખે કહે છે,"જિમમાં આટલી કસરત નહીં કરું તો મને થાક નહીં લાગે..થાકીશ નહીં તો રાત્રે ઊંઘ નહીં આવે..ઊંઘ નહીં આવે તો બીજે દિવસે ચહેરો સૂજી જશે.ચહેરો સૂજી જશે તો કામ નહીં મળે અને કામ નહીં મળે તો અત્યારે જેમ આખો દિવસ ઘરમાં ગાંડાની જેમ બેઠી રહું છું,રાતે પડખાં ઘસું છું એવું જ ચાલ્યાં કરશે..બે વર્ષથી એક દિવસ પણ શૂટિંગ નથી કર્યંુ.લખનઊથી મમ્મીનાં ફોન આવે છે તો ‘બિઝી છું’ કહીને તરત મૂકી દઉં છું જેથી એ મારાં અવાજ પરથી સચ્ચાઇ પકડી ના પાડે સૌ ચૂપ થઇ જાય છે..એ બધાંની પણ લગભગ આ જ કથા છે.ઝંખવાયેલાં મેકઅપ અને આવતીકાલની ઉજળી આશા સાથે એ સૌ અંધારિયા રસ્તે નીકળી પડે છે.

દૃશ્ય-૨, ૧૯૫૦થી ૬૦

મુંબઇના ખાલી ફ્લેટમાં મોતીલાલ નામનો મહાન એકટર, એક જમાનાના હીરો ચંદ્રમોહન સાથે શરાબ પી રહ્યો છે.આજે ચંદ્રમોહન પાસે પૈસો કે કામ નથી.મોતીલાલે પણ ફિલ્મો પ્રોડયુસ કરીને કરીને બહુ માર ખાધો છે.બેઉ નામશેષ સ્ટાર્સ વેદનાનાં તાપણાં પાસે બેઠા છે..આવી ઉદાસ સાંજો એમનું રોજનું રૂટીન છે..પણ આજે ચંદ્રમોહન ‘વેટ-૬૯’ નામની મોંઘી શરાબ એકલો એકલો પી રહ્યો છે.મોતીલાલને નવાઇ લાગે છે કે દિલદાર ચંદ્રમોહન એને એક પેગ પણ ઓફર નથી કરી રહ્યો? મોડી રાત્રે મોતીલાલ જવાં નીકળે છે ત્યારે ચંદ્રમોહન એને ભેટીને કહે છે:"સોરી યાર,મેં તને એકપણ પેગ ઓફર ન કર્યો..કારણકે સાચું કહું?વેટ-૬૯ની મોંઘી વિદેશી શરાબની બોતલમાં હું દેશી દારૂ ભરીને પી રહયો હતો!એ તને ઓફર કઇ રીતે કરું?’થોડા દિવસો પછી ચંદ્રમોહન,એકપણ રૂપિયા વિનાં સડક પર મરી જાય છે."ઝિંદગી ખ્વાબ હૈ..ખ્વાબ મેં જૂઠ કયા ઔર ભલા સચ હૈ ક્યા?’ગીત ગાનારો મોતીલાલ પણ ઝિંદગીને ખ્વાબની જેમ જીવીને દેવાદારની હાલતમાં મૃત્યુ પામે છે.

દૃશ્ય-૩

૧૯૭૦-૮૦

દેશ મુખર્જી, બંગાળથી મુંબઇ ફિલ્મલાઇનમાં કલા-નિર્દેષક બનવા આવેલો.રહેવા માટે ઘર નહોતું એટલે એણે એક અજીબ ઉપાય શોધ્યો. ૧૦ વર્ષ સુધી એ મુંબઇની સાયન હોસ્પિટલમાંના મોર્ગ કે મુર્દાઘરમાં મડદાંઓ વચ્ચે,ઠંડાગાર ઓરડામાં રોજ રાત્રે ચૂપચાપ સૂઇ જતો.જીવતાં માણસોએ એને સાથ ના આપ્યો તો પછી એણે મડદાંઓ વચ્ચે હુંફ શોધી લીધી! કદાચ એ મડદાંઓ સાથે વાતો કરતો હશે,‘ડોન્ટ વરી,તમારી વચ્ચે આવીને હું સૂઇ જાઉં એ પહેલાં એકવાર મારું સપનું પૂરું કરીશ’

દૃશ્ય-૪

૧૯૯૭-૯૮

દીપક નામનો હિંદી સાહિત્ય,અંગ્રેજી ફિલ્મોનો અભ્યાસુ યુવાન મારી સાથે ‘નુક્કડ’ જેવી અમુક સિરિયલોનાં એપિસોડ લખતો.એણે ૭-૮ ફિલ્મોની સ્ક્રિપ્ટ એણે લખેલી..દિવસે સિરિયલો લખે,રાત્રે ફિલ્મ સ્ક્રિપ્ટનાં ડ્રાફટ બનાવે,વચ્ચે વચ્ચે ડાયરેક્ટર પ્રોડયુસરને ત્યાં ધક્કા ખાય.પેંઇગગેસ્ટ તરીકે રહીને દિવસમાં એક જ વાર જમે. આંખમાં સપનાંઓનું ભાથું લઇને ૧૦ વર્ષ ઝઝૂમ્યો..એક દિવસ અચાનક મને એનો ફોન આવ્યો,‘યાર,બોલીવૂડમાં કંઇ થાય એમ નથી..હું અમેરિકા જઇ રહ્યો છું,ત્યાં એરપોર્ટ પર ટોઇલેટ સાફ કરવાની નોકરી મળે એમ છે!’હું કાંઇ કહેવા જાઉં એ પહેલાં ફોન મૂકી દે છે.અઠવાડિયા પછી ફરી અચાનક ફરી એનો ફોન આવે છે,‘હમણાં અમેરિકાની ફલાઇટ પકડી રહ્યો છું.મારી સાથેનાં મુસાફરો ખુશ છે કારણકે એ લોકો અમેરિકામાં નોકરી-ધંધા માટે હોંશેહોંશે જઇ રહ્યા છે,પણ હું તો હારીને જઇ રહ્યો છું,હું પરાજિત સિપાહી છું..આજે ૧૦ વર્ષ પછી બોલીવૂડમાં લોકો મારો ફોન નથી ઉપાડતાં,મને જોતાંવેત બારણા બંધ કરી દે છે.તને ખબર છે,આ ક્ષણે હું દિલમાં શું પ્રાર્થના કરી રહ્યો છું?એજ કે હે ઇશ્ર્વર,મારી અમેરિકાની ફલાઇટ હવામાંજ બ્લાસ્ટ થઇ જાય કે દરિયામાં પડી જાય..કારણકે મારે હારીને નથી જવું..’એનો ફોન કપાઇ જાય છે.એ કપાયેલાં ફોનની ખામોશી,એકસાથે એક હજાર વીંછીના ડંખ જેટલી પીડા આપે છે..

‘બંદીની’ફિલ્મના બંગાળી લેખક જરાસંધે, જેલર તરીકેના અનુભવો પર એક કિતાબ લખેલી,જેના ગુજરાતી અનુવાદનું નામ છે:"ઉજળાં પડછાયા,કાળી ભોંય’.બોલીવૂડની ડાર્કસાઇડ માટે એ કેવું ફીટ છેને? તમે કહેશો: સો વ્હોટ?આવી અગણિત સંઘર્ષકથા વરસોથી બોલીવૂડમાં ચાલ્યાં જ કરે છે.પણ ના,બોલીવૂડ એક લોહીયાળ લોહચુંબક છે..આખા દેશમાંથી સૂટકેસમાં સપનાંઓ ભરીને જુવાનો અહીં આવીને વસે છે.એક ફલેટમાં ૬-૬-૭-૭નાં ટોળાંમાં રહે છે.હજારોના ખર્ચે ફોટા પડાવીને,ફિલ્મી ઓફિસોમાં કલ્લાકો બેઠાં રહે છે.દરેક એપિસોડમાં પૂજાપાઠ દેખાડનારાં નિર્માતાઓ પાણી પણ નથી પૂછતાં.સ્ટ્રગલરો પેટે પાટાં બાંધીને મોંઘા કપડાં લે છે,આખો દિવસ સ્ટુડિયોમાં ધક્કા ખાય છે.રાત્રે એકલતાનાં ઓશિકાંને વળગીને સૂઇ જાય છે.ફરી સવારે ઊઠીને‘કોઇ સપનાં લ્યો,કોઇ સપનાં’ બોલતાં બોલતાં શહેરમાં નીકળી પડે છે.બાંદ્રાથી અંધેરીની સેંકડો ઓફિસોની આસપાસ હજારો સ્ટ્રગલરો માખીની જેમ મંડરાય છે,આવે છે,જાય છે.એક ટાઇટેનીક તૂટે તો એક સદી પછી પણ સેંકડો લોકો આંસુ સારે છે પણ અહીંયાં તો ટેલેન્ટની અનેક ટાઇટેનીકો રોજ અપમાનની ચટ્ટાનોથી ટકરાઇને ડૂબ્યાં જ કરે છે પણ કોઇ પૂછતુંયે નથી.લેખકો-નિર્દેશકો પોતાનાં વરસો લગાવીને,માગી ભીખીને પૈસા લાવીને પોતાનાં સપનાની ફિલ્મો બનાવે છે,રિલીઝ કરવાં ધક્કા ખાય છે અને લોકોની ગાળો ખાય છે

નવી છોકરીઓ માટે ‘ક’કળાનો ‘ક’નહીં પણ ’ક’ કોમ્પ્રોમાઇસનો ‘ક’ હોય છે.નવાં છોકરાંઓ માટે ‘ચ’-ચાન્સનો ‘ચ’ નહિં પણ ચમચાગીરીનો ‘ચ’ હોય છે!બોલીવૂડમાં માત્ર ભભકો નથી પણ ભૂખમરો છે,ગ્લેમર નથી પણ ગંદકી છે...આજની અવગણના અને ભાવિનો અંધકાર છે.ઠેરઠેર તૂટેલાં સપનાંઓની કાંચ જેવી કરચ છે...જે હરપળ આંખોમાં ચૂભ્યાં કરે છે અને કલાકારને એ જંપવા નથી દેતી.ફિલ્મલાઇનને બહારથી જોનારાં લોકોને આ બધું કયારેય નહીં સમજાય.એ લોકો પાસે તો બોલીવૂડનાં લોકો પર કેવળ શંકા હોય છે અને ચકાચૌઁધને લીધે બધાંને સુખી કે ઐયાશ બેસે છે

બોલીવૂડમાં લાખ્ખોમાંથી એક શાહરુખ બને છે એવી ખબર હોય છે તોય સૌ જીવતરનો જુગાર રમે છે...પરંતુ ‘મારોય ચાન્સ લાગશે’એવું અરીસા સામે બોલનારાંને એક દિવસ અરીસો સાચી ઉમ્મર દેખાડી દે છે...પછી મોટાભાગની નિષ્ફળ છોકરીઓ થાકી હારીને કોઇ બદસૂરત માલદારને પરણી જાય છે કે પછી અમીરની રખૈલ બનીને રહી જાય છે.હારેલાં છોકરાંઓ દિવસે જિમમાં ટ્રેનર બને છે.કોલસેંટરમાં રાતે જાગે છે કે પછી ગે-મસાજપાર્લરનાં સ્ટાફ બની બેસે છે.નિષ્ફળ લેખકો સસ્તી જાહેરાતોમાં કોપીરાઇટરો બની જાય છે કે સિરિયલોમાં બીજાનાં નામે લખે છે.ડિરેકટર બનવા આવેલાઓ ટીવી ચેનલોમાં સલાહકાર બની જાય છે.પણ એ સૌ પાછાં જતાં નથી કારણકે એ બધાં કયા મોઢે પાછાં જાય?મુંબઇ,એક વિશાળ અજગરની જેમ એમને ગળી જાય છે પણ કમબખ્તી એ છેકે એ પૂરેપૂરું ચાવી ને મારી પણ નથી નાખતું...એ બધાંની અંદર મરેલાં સપનાઓ ઊંડેઊંડે કયાંકને કયાંક જીવતાં જ હોય છે...એક ચાન્સની અમીટ આશામાંને આશામાં ઉમરિયા બીતી જાય છે.એ ગ્રેડનો કલાકાર બી-ગ્રેડની ફિલ્મનાં પોસ્ટરમાં પોતાનું નામ-ચહેરો શોધે રાખે છે અને એમનાં પર વાંકદેખા વિવેચકો પત્રકારો કે ચેટચતુરો લઘુશંકા કરીને જતાં રહે છે!

બોલીવૂડ એટલે માત્ર પાર્ટીઓ થિરકતી છોકરીઓ,પૈસા ફેંકીને કમાવેલું નામ,અંડરવર્લ્ડની અફવાઓ,કેટરીનાનાં અફેર,દીપિકાની કમર...આવી બાલિશ છાપ મુંબઇ બ્હારનાં લોકો પર હોય છે કારણકે એમણે તૂટેલાં સપનાંઓની કાંચ જેવી કરચ અનુભવી નથી.હે વાચક, બીજીવાર બોલીવૂડનાં લોકો વિશે લખાયેલ ક્રૂર ટીકા કે ગલગલિયાં કરતી વાતો તુંચ વાંચે તો પેલાં ભાંગેલા કલાકારો માટે દિલમાં સ્હેજ ભીનાશ રાખીને વિચારજે,કારણકે સપનાં ભાંગવાનો અવાજ નથી આવતો!

Monday, February 8, 2016

જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલ સમાન - મહેન્દ્ર પુનાતર


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


એક પ્રાચીન કથા છે. શિષ્યને અંતિમ દીક્ષા આપવાની હતી ત્યારે ગુરુએ તેને કહ્યું તું પંદર વર્ષથી મારી સાથે છે તને જે જ્ઞાન આપવાનું હતું તે મેં આપી દીધું છે. હવે હું તને મારા શ્રીમંત મિત્ર પાસે મોકલું છું. તેની પાસે પુષ્કળ ધન અને વાડી-બંગલા છે. ગમે ત્યાં સુધી તું ત્યાં રોકાજે અને પછી પાછો ફરજે. તે તને કાંઈક આપશે અને જે મળે તે લેતો આવજે. તેના પરથી તને પ્રબુદ્ધ જાહેર કરવામાં આવશે. લેવામાં અચકાતો નહીં. તેની પાસેથી ઘણું લેવા જેવું છે. તને લેતા આવડશે તો તારો ઉદ્ધાર થઈ જશે.

શિષ્ય આ શ્રીમંત શેઠ પાસે ગયો. શેઠે તેનું ભવ્ય સ્વાગત કર્યું અને પોતાના બાગબગીચાથી સજ્જ વિશાળ બંગલામાં ઉતારો આપ્યો. અહીં કોઈ વસ્તુની કમી નહોતી. શેઠ એશોઆરામ અને મોજશોખથી રહેતો હતો. રોજ રાતે મહેલમાં નાચગાનની મહેફિલ થતી હતી. મનને તરબતર કરે એવાં પીણાઓ, નૃત્ય કરતી સુંદરીઓ, સ્વાદિષ્ટ વ્યંજનો જાણે કે સ્વર્ગ ખડું થયું હોય એવું સુંદર વાતાવરણ હતું. જે માગો તે હાજર થતું હતું.

શિષ્ય આ બધું જોતો રહ્યો. શેઠના સુખની તેને ઈર્ષા થવા લાગી. તેના મનમાં રાગ ઊભો થયો. તેને થયું સંન્યાસને બદલે આ બધું મળી જાય તો બેડો પાર થાય. અહીં બધાં સુખો છે. આમ વિચારતો વિચારતો તે સુખનો અભિલાષી બનતો ગયો.

એક દિવસ બંગલાના બગીચામાં ફરતા ફરતા શેઠે કહ્યું: આપ ઘણા દિવસથી અહીં પધાર્યા છો. તમારા સત્સંગનો લાભ મળ્યો છે. અહીંના વાતાવરણથી આપ વાકેફ થયા છો. હવે મારી ઈચ્છા છે કે હું તમને મારી પાસે જે કાંઈ છે તે ભેટ આપી શકું. આપ તેનો સ્વીકાર કરશો તો મને ઘણો આનંદ થશે. તમો અહીં આવો તેની હું આતુરતાથી રાહ જોતો હતો. હવે આમાંથી તમારી ઈચ્છા હોય તે માગી લો. શિષ્યે મનમાં વિચાર્યું બરાબરનો મોકો છે. તેનો લોભ અંદરથી સળવળી રહ્યો હતો. તેને થયું આ બધું મળી જાય તો કેવું સારું. આમ છતાં તેણે ખાતરી કરી લેવા પૂછયું: હું માગું તે તમે આપશો? શેઠે કહ્યું: તમે મારી તમામ સંપત્તિ માગી લેશો તો પણ હું તે આપીશ. જે કાંઈ જોઈતું હોય તે નિ:સંકોચ માગી લો. હું આપવા માટે આતુર છું. હું આ બધા વચ્ચે રહું છું પણ એમાં કશું મારું નથી. આ બધું ઐશ્ર્વર્ય બહાર છે. મારી અંદર કશું નથી. એટલે જે ઈચ્છા હોય તે બેફિકર માગી લો.

શિષ્યને થયું માગવાનું જ છે તો ઓછું શા માટે માગવું? શેઠ કોઈપણ જાતના ખચકાટ વગર માગું તે આપી દેશે તો પછી જલસા અને નહીં આપે તો શેઠની કસોટી થઈ જશે. આમ બંને બાજુ આપણું પલ્લું નમેલું છે. એવો વિચાર કરીને તેણે કહ્યું: શ્રેષ્ઠીવર્ય આપ આપવા માટે તૈયાર હો તો આપની પાસે જે છે તે બધું માગી લઉં છું. આપની તમામ સંપત્તિ, કારોબાર, વાડી-બંગલા બધું મારું. આપ પહેરેલે કપડે આ બંગલો અને સંપત્તિ છોડીને ચાલ્યા જશો.

શેઠે કહ્યું: તથાસ્તુ. મને તમારી વાત મંજૂર છે. હું આપનો અનુગૃહિત છું. છેલ્લાં ૩૦ વર્ષથી હું તમારી પ્રતીક્ષા કરી રહ્યો હતો. વ્યર્થને લઈને હું બેસી ગયો હતો અને આ બધી જંજાળ ઊભી કરી હતી. મને તેમાંથી છૂટકારો મળતો નહોતો. આપે મને આમાંથી મુક્તિ અપાવી છે. તમને જેણે અહીં મોકલ્યા છે તે મારા પણ ગુરુ છે. છેલ્લાં ૩૦ વર્ષથી હું દીક્ષા માટે રાહ જોઈ રહ્યો છું પણ મારી બધી સંપત્તિ સંભાળવા માટે કોઈ લાયક માણસ મળતો નહોતો. હવે આપ આવી ગયા અને હું બોજામાંથી મુક્ત થયાનો અહેસાસ અનુભવી રહ્યો છું.

શેઠની વાત સાંભળીને શિષ્ય વિચારવા લાગ્યો બાબત શું છે? હું જે પ્રાપ્ત કરવા માગું છું તે શેઠ છોડવા માગે છે અને આ માટે તેમણે ૩૦ વર્ષ સુધી રાહ જોઈ છે. શેઠ ત્યાગ માટે ઉત્સુક છે અને હું લોભ અને માન-માયાની જાળમાં ફસાઈ રહ્યો છું. શેઠ જે મેળવવા માગે છે તે તો મને ક્યારનું મળી ગયું છે. તેની પાસે આનું મૂલ્ય શું છે? મને જે સંપદા મળી છે તેની સામે આ બધા દુન્યવી સુખોની શી વિસાત છે. શિષ્યના મનમાં ઝબકારો થયો, તે જાગી ગયો અને શેઠના ચરણો પકડી લીધાં અને કહ્યું: હું મૂર્ખ છું. મને માફ કરો. આપે મને સન્માર્ગે વાળ્યો છે. મારે કશું જોઈતું નથી. મને જે કાંઈ જોઈતું હતું તે ક્યારનું મળી ગયું છે. આપે મારા સંપૂર્ણ મન, ઈચ્છા અને લાલસાનો અંત આણ્યો છે. થોડી વાર માટે મારું મન ડગમગી ગયું હતું. હવે હું સંપૂર્ણ હોંશમાં છું અને અહીં હવે વધુ વાર રોકાઈ નહીં શકું અને તમારી પાસેથી આ મહામૂલો બોધ લઈને જાઉં છું.

યુવાન શિષ્ય પોતાના ગુરુ પાસે પાછો પહોંચ્યો અને બધી વાત કરી ત્યારે ગુરુએ કહ્યું: તારી અંતિમ દીક્ષા પૂરી થઈ છે. હવે તને ક્યારેય કોઈ ગુલામ નહીં બનાવી શકે. હવે તું સજાગ, જાગૃત અને મુક્ત બન્યો છે. હું બધું નિહાળી રહ્યો હતો. તે જ્યારે તેમની તમામ સંપત્તિની માગણી કરી ત્યારે મારું હૃદય રડી પડ્યું હતું. મને થયું આ મૂર્ખ પર કરેલી વર્ષોની મહેનત એળે ગઈ છે, પણ તેં તારી જાતને સંભાળી લીધી અને આ મોહમાંથી બહાર નીકળી ગયો ત્યારે મને અત્યંત આનંદ થયો હતો. હવે તું મારો શિષ્ય છે એમ કહેવાને લાયક બન્યો છે.

ધન, દોલત, સત્તા અને સંપત્તિ સામે ભલભલા ઝૂકી જાય છે. આ નશો જ એવો છે જે માણસને બહેકાવી નાખે છે. સાધુ-સંતો પણ તેનાથી સંપૂર્ણપણે અળગા રહી શકતા નથી, પરંતુ તેમાંથી સાચું સુખ અને શાંતિ કોઈને મળ્યા હોય એવું સાંભળ્યું નથી.

ઘણા લોકોની પાસે પૈસા છે. મોટા મહેલો છે. આપણે જેની ઈચ્છા કરીએ છીએ અને જે આપણી પહોંચમાં નથી એવું બધું એમની પાસે છે. જરા નિરીક્ષણ કરીએ શું તેઓ બધા સુખી છે? તેમને જે મળ્યું છે તેનાથી તેમને સંતોષ છે?

તેઓ આપણા કરતાં કદાચ વધુ સુખ-સગવડતા ધરાવતા હશે અને એટલો જ અસંતોષ હશે. જેટલું સુખ હશે એટલું અંદર દુ:ખ ધરબાયેલું હશે. ધન-દોલત અને પૈસાથી સુખને સુખ જ મળતું હોય તો આ બધાને કોઈ જાતનું દુ:ખ હોય જ નહીં. આટલું ઐશ્ર્વર્ય હોવા છતાં તેઓ ચેનથી ઊંઘી શકતા નથી. કોઈ શ્રીમંત માણસના કુટુંબમાં બટવારા થાય ત્યારે પ્રેમ અને શાંતિથી થતા નથી. યાદવાસ્થળી રચાય છે. કરોડોની મિલકત ભાગમાં આવતી હોવા છતાં અંદરોઅંદર કેટલી હુંસાતુંસી, ખેંચતાણ અને લડાઈ ચાલતી હોય છે. નાની એવી વસ્તુ પણ કોઈ જતી કરવા તૈયાર થતું નથી. આ સ્વાર્થનો સંઘર્ષ છે. કેટલી વ્યથાઓમાંથી તેઓ પસાર થાય છે. કેટલીક વખત વાત કોર્ટ સુધી પહોંચે છે. સંબંધો બગડે છે અને પછી જે મળે છે તેનું મૂલ્ય રહેતું નથી. આવો પૈસો શા કામનો? જેના માટે લોહી-ઉકાળા કરવા પડે એવું થોડું મળે કે ન મળે શું ફરક પડે છે?

માણસને સાચી સમજણ, સાચું જ્ઞાન અને સાચો અનુભવ પોતાના જીવનમાંથી મળે છે. અનુભવ વગરનું જ્ઞાન નકામું છે. જીવનમાં સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, જય-પરાજય આ બધી ઘટનાઓ કાંઈકને કાંઈક બોધપાઠ આપી જાય છે. કેટલાક માણસો જલદીથી ગ્રહણ કરી લે છે તો કેટલાક માણસો આખી જિંદગી વીતી જાય પણ કશું શીખતા નથી અને ભૂલોનું પુનરાવર્તન કરતા રહે છે.

જીવનમાં સુખી બનવાના ઉપાયો બહુ સહેલા છે, પરંતુ તેનો અમલ બહુ દુષ્કર છે. મન બહુ ચંચળ છે જંપવા દેતું નથી. મન જે નથી કરવાનું તેમાં વધુ રસ ધરાવતું હોય છે. તે વિપરીતમાં ચાલતું હોય છે તેને દબાવવું મુશ્કેલ છે. નહીં કરવાની બાબતમાં તે વધુ રસપૂર્ણ બને છે. જે વસ્તુ, ઘટનાને આપણે ભૂલવા માગીએ છીએ તેને તે વારંવાર યાદ કરે છે અને જે યાદ રાખવા માગીએ છીએ તેને તે ભૂલી જાય છે. સતત યાદ રાખવાનું અને સતત ભૂલવાનું બહુ કઠિન છે. સ્મૃતિ અને વિસ્મૃતિ વચ્ચે માણસ ફંગોળાયા કરે છે. સ્મૃતિ તેનો કેડો છોડતી નથી અને વિસ્મૃતિ તેને સતાવ્યા કરે છે. કડવી યાદો મનમાં ઘર કરીને બેસી જાય છે અને તે રાગ અને દ્વેષને જલતા રાખે છે.

માણસની આ મોટી નબળાઈ છે, બધાં વેરઝેર આના કારણે છે. કોઈએ આપણા માટે સારું કર્યું હોય, સાથ આપ્યો હોય, આંગળી ચીંધી હોય અને ભલું કર્યું હોય તે આપણે જલદીથી ભૂલી જઈએ છીએ, પરંતુ કોઈએ કટુ વચનો કહ્યાં હોય તે ભુલાતાં નથી. અપમાન, માનહાનિ અને તિરસ્કાર કદી ભુલાતો નથી. રાગદ્વેષ અને અહંકાર મનમાંથી નીકળી જવો જોઈએ તેને બદલે તે વધુ ઘેરો બનતો જાય છે. મનને, ઈચ્છાઓને અંકુશમાં રાખવાનું બહુ મુશ્કેલ છે.

માણસ પાસે બધું હોય, પરંતુ સંતોષ અને આનંદ ન હોય તો બધું વ્યર્થ છે. લોભ અને લાલચ ન કરવાના કામો કરાવે છે. સંત કબીરે જેમ કહ્યું છે તેમ...

"ગૌધન, ગજધન, બાજધન

ઔર રતનધન ખાન,

જબ આવે સંતોષ ધન

સબ ધન ધૂલ સમાન

Sunday, February 7, 2016

“°°°°असहिष्णुता “-बी. जयमोहनजी

     (लेख बी. जयमोहन  जी
              की कलम से)


‘सत्ता’  का असली अर्थ मुझे तब समझ में आया जब  दिल्ली में मुझे 1994 में  “संस्कृति सम्मान” पुरस्कार मिला .वहां स्थित इंडिया इंटरनेशनल सेंटर (IIC) में  मैं दो दिनों तक रुका था.वैसे भी सूचना और संस्कृति मंत्रालयों से मेरा जुडाव तो था ही ,परन्तु इंडिया इंटरनेशनल सेंटर (IIC) वो जगह है जहाँ सत्ता सोने की  चमकती थालियों में  परोसी जाती है.

 इंडिया इंटरनेशनल सेंटर (IIC) एक शांत, और भव्य बंगले में  स्थित है जिसमे हरे भरे  लॉन , उच्च स्तरीय खाने और  पीने की चीजों के साथ शांति से घूमते हुए वेटर हैं , ऊपर वाले होंठो को बगैर पूरा खोले ही मक्खन की तरह अंग्रेजी बोलने वाले लोग हैं , लिपिस्टिक वाले होठों के साथ सौम्यता से  बालों को सुलझाती हुई महिलायें हैं, जो  बिना शोर किये हाथ हिलाकर या गले मिलकर शानदार स्वागत करते हैं.

मैं अब तक कई  अच्छे होटलों में रुक चूका  हूँ  लिकिन IIC  जैसी सुविधा  मुझे अब तक किसी जगह देखने को नहीं मिली.

भारत सरकार द्वारा इंडिया इंटरनेशनल सेंटर (IIC) की स्थापना एक स्वायत्त  संस्था के रूप में स्वछन्द विचारधारा और संस्कृति के के उत्थान के लिए की गयी. और जहाँ तक मेरी याददाश्त ठीक है तो मुझे याद हैं की मैं उस शाम डॉ करन सिंह जो इंडिया इंटरनेशनल सेंटर (IIC) के प्रमुख रह चुके हैं ,उनसे मिला था.

मैंने  उन सब बुद्धिजीवियों को वहा देखा जिनके बारे में मैं अंग्रेजी साहित्य और पत्रिकाओं के माध्यम से जानता था. यू.आर.अनंतमूर्ति वहां पिछले चार सालो से  एक स्थायी स्तम्भ की तरह जमे हुए थे . गिरीश कर्नाड  वहां कुछ दिनों से रह रहे थे. प्रीतिश नंदी, मकरंद परांजपे  , शोभा डे जैसे जाने कितने  लेखक ,पत्रकार और विचारक IIC के कोने कोने में दिख  रहे थे .

  ये सच है की उस दिन मैं बिलकुल ही अभिभूत था . गिरीश कर्नाड को देखते ही मेरी अर्धांगिनी अरुनमोझी  दौड़ के उनके पास गयीं थीं और उनको अपना परिचय  दिया था .मुझे पता चला की नयनतारा सहगल यहाँ प्रतिदिन “ड्रिंक करने” के लिए आया करतीं थीं. मैंने उस दिन भी उन्हें देखा था .साथ ही मुझे ये भी महसूस हुआ कि  राजदीप सरदेसाई और अनामिका हकसार भी , जिन्हें मेरे साथ ही पुरस्कार दिया गया था , वहां रोजाना आने वालों में से ही थे.

बंगाली कुरता और कोल्हापुरी चप्पलें पहने हुए इन लोगों की  आँखों पर छोटे छोटे शीशे वाले चश्मे थे .सफ़ेद बालों और खादी साड़ियों में लिपटी महिलाओ में से एक की तरफ इशारा करते हुए उन्होंने बताया था की ये कपिला वात्स्यायन हैं .उन्होंने ये भी बताया था की पुपुल जयकार भी आयेंगी . जिधर भी मुड़ो वहां बस साहित्यिक बाते और कला से सम्बंधित वार्तालाप ही नजर आ रहे थे .

इस जलसे से मुझे थोड़ी सिहरन सी होने लगी थी ,वहां की अत्याधुनिक बुद्धिजीविता  के दर्शन ने मुझे अलग थलग सा कर दिया .वेंकट स्वामीनाथन जिनसे उसके अगले दिन मुलाकात हुई थी उन्होंने मेरी बेचैनी के भाव को भांप लिया. उन्होंने कहा –“ इस भीड़ का तीन चौथाई भाग महज कौवों का झुण्ड है. विभिन्न “पॉवर सेंटर्स  “ के पैरों तले रहकर  ये अपना जीवन निर्वाह करते हैं. इसमें से ज्यादातर लोग  सिर्फ सत्ता के दलाल हैं . बड़ी कोशिश इतने सारे लोंगों में से  सम्मान और आदर के लायक सिर्फ एक या दो लोग ही मिलेंगे और ये लोग इस वातावरण को सहन  न कर पा सकने की स्थिति में स्वयं  कुछ  देर बाद यहाँ से निकल लेंगे."

 लेकिन ये वो लोग हैं हैं  जो हमारे देश की  संस्कृति का निर्धारण करते हैं .एक निश्चित शब्दजाल का प्रयोग करते हुए ये किसी भी विषय पर रंगीन अंग्रेजी में घंटे भर  तो बोलते हैं परन्तु इकसाठवें मिनट में ही इनका रंग फीका पड़ना शुरू हो जाता है .

वास्तव में ये किसी चीज के बारे में कुछ नहीं जानते”.  वेंकट स्वामीनाथन ने कहा. “ सेवा संस्थानों और सांस्कृतिक संस्थानों के नाम इनके पास चार पांच ट्रस्ट होते हैं और ये उसी के सम्मेलनों में भाग लेने के लिए इधर उधर ही हवाई यात्रायें करते रहते हैं. एक बार कोई भी सरकारी सुविधा या आवास मिलने के बाद इन्हें वहां से कभी नहीं हटाया जा सकता .अकेले दिल्ली में करीब पांच हज़ार बंगलो पर इनके अवैध कब्जे हैं.और  दिल्ली में ही इनकी तरह एक और पॉवर सेण्टर  JNU भी है. वहां की भी कहानी यही है .”

तो सरकार  खुद इन्हें हटाती क्यों नहीं ? मैंने कहा .उन्होंने कहा “पहली बात तो सरकार इस बारे में सोचती ही नहीं .क्यों की नेहरू के ज़माने से ही ये लोग इसे चिपके हुए हैं .ये लोग एक दुसरे का सपोर्ट करते हैं.अगर कभी किसी आईएएस अधिकारी ने इन्हें हटाने की कोशिश भी की तो ये सत्ताधारी लोगों के पैर पकड लेते हैं और  बच  जाते हैं”.

 “इसके अलावा एक और बात है” . वेंकट स्वामीनाथन ने कहा. “ये महज एक परजीवी ही नहीं हैं अपितु स्वयं को प्रगतिशील वामंथी कहकर अपनी शक्ति का निर्धारण करते हैं “  आपने देखा की नहीं. “हाँ”- मैंने  आश्चर्य चकित होते हुए कहा.

“दुनिया भर में विभिन्न प्रकार के सेमीनार में उपस्थित होने के कारण ये दुनिया भर में जाने जाते हैं .ये बहुत ही अच्छे तरीके से एक दुसरे के साथ बंधे हुए हैं .दुनिया भर के पत्रकार भारत में कुछ भी होने पर इनकी राय मांगते हैं .इन्ही लोगों ने ही कांग्रेस को एक वामपथी आवरण दे रखा है, उस हिसाब से अगर आप देखते है तो इन पर खर्च की गयी ये धनराशि तो बहुत ही कम है.”उन्होंने कहा. “ये सरकार के सिर  पर बैठे हुए जोकर की तरह हैं और कोई भी इनका कुछ नहीं कर सकता. और ये भारत की कला , संस्कृति और सोच का निर्धारण करते हैं.”

मैं अपने मलयालम पत्रकार मित्रों  के साथ अकसर इंडिया इंटरनेशनल सेंटर (IIC) में रहा हूँ .उनके लिए लिए IIC  अफवाहों  को उठाकर  “न्यूज” में बदल देने वाली जगह है. इसमें कोई रहस्य नहीं कि शाम ढलते ही इनके अन्दर अल्कोहल इनके सर चढ़कर बोलता है.

लेकिन मुझे उन लोगों पर दया आती है जो इन “बुद्धिजीवियों” द्वारा किसी अंग्रेजी अखबार के बीच वाले पेज पर परोसे गए “ ज्ञान के रत्नों” पर हुई राजनैतिक बहस में भागीदारी करते हैं.इन बुद्धिजीवियों को  वास्तव  में वास्तविक राजनीति का जरा भी ज्ञान नहीं होता . ये बस अपने उथले ज्ञान के  आधार पर जरुरत से ज्यादा चिल्लाते हैं और  अपने नेटवर्क द्वारा प्रदत्त स्थान में मुद्दे उठाते हैं. बस .

       इनके बारे में लिखते हुए जब मैंने ये कहा की बरखा  दत्त और कोई नहीं  बल्कि एक दलाल है सत्ता की , तो मेरे अपने ही मित्र मुझसे एक “प्रगतिशील योद्धा” की  छवि आहत करने को लेकर झगड़ बैठे.पर मेरा सौभाग्य था की कुछ दिन के अन्दर ही बरखा दत्त की  टाटा  के साथ की गयी दलाली  नीरा रडिया  टेप के लीक होने पर प्रकाश में आई(इस केस का क्या हुआ .क्या किसी को पता है ?). ऐसे भीषण खुलासे भी  बरखा दत्त  को उसके पद से एक महीने के लिए भी नहीं हटा सके .ये स्तर  है इनके शक्ति का .

लेकिन अब , स्वतंत्र भारत के इतिहास में पहली बार किसी ने इस चक्रव्यूह को तोड़ने की हिमाकत की है .चेतावनियाँ पिछले छह महीने से ही इन्हें दी  जाती रही है.पिछले हफ्ते सांस्क्रतिक मंत्रालय ने इन्हें नोटिस भेजने का निश्चय किया.इन बुद्धिजीवियों द्वारा “असहिष्णुता” की आग फैलाने का कारण यही है शायद.

 उदाहरण  के लिए पेंटर  जतिन दास, जो की बॉलीवुड एक्टर नंदिता दास के पिता हैं ,इन्होने पिछले कई सालों से दिल्ली के जाने माने एरिये में एक सरकारी बंगले पर कब्ज़ा कर रखा है.सरकार ने उन्हें बंगले को खाली करने का नोटिस दे दिया .यही कारण हैं की नादिता दास लगातार अंग्रजी चैनलों पर असहिष्णुता के ऊपर बयानबाजी कर रही है और  अंग्रेजी  अखबारों (जो की इन लोगों के नेटवर्क द्वारा ही पोषित है ) में कॉलम  लिख रही  हैं .

मोदी जैसे एक मजबूत आदमी , ने भी मुझे लगता  है की गलत रँग  पर हाथ रख दिया है.ये तथाकथित बुद्धिजीवी बेहद शक्तिशाली तत्व हैं.मीडिया के द्वारा ये भारत को नष्ट कर सकते हैं .ये पूरी दुनिया की नजर में ये ऐसा  दिखा सकते हैं कि जैसे भारत में खून की नदियाँ बह रही हों  .ये विश्व के बिजनेसमैन लॉबी  को  भारत में निवेश करने से रोक सकते हैं.टूरिस्म इंडस्ट्री को बर्बाद कर सकते हैं .सच्चाई ये है की इनके जैसी  भारत में कोई दूसरी शक्ति ही नहीं हैं .भारत के लिए इनको सहन करना अनिवार्य है. और इनके प्रति मोदी जी की असहिशुणता बेहद खतरनाक है ..सिर्फ उनके लिए ही नहीं बल्कि देश के लिए भी.

(नागर कोल के रहने  वाले बी. जयमोहन  जी एक जाने माने साहित्य आलोचक, समकालीन तमिल और मलयालम साहित्य के बेहद प्रभावशाली लेखकों में से एक हैं. “असहिष्णुता” पर लिखे उनके एक लेख का ये हिन्दी अनुवाद  है।)