Pages

Saturday, January 26, 2013

.. યાદી ઝરે છે આપની -કિશોર વ્યાસ

.
ટૂંકા જીવનપટ પર વિશાળ સર્જનપટ બિછાવી ગયેલા રાજવી કવિ કલાપીની જન્મજયંતિએ તેમને સ્મરણાંજલિ
કિશોર વ્યાસ

‘નવાં શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની,

અહા! ગુજરાતમાં ટહુકે અલગ કેકા કલાપીની’

૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪. લાઠીના દરબારગઢ તેમ જ શહેરમાં ઘેર ઘેર તોરણો બંધાયાં હતાં, ડેલીએ ઢોલશરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતા હતા, પ્રસંગ પણ એવો જ હતો. લાઠીના રાજા તખ્તસિંહજીને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો. ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્યું સૂરસિંહ. એ સૂરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ ‘કલાપી’. આજે એમની ૧૩૯મી જન્મજયંતી છે. જેમનું જીવનપટ માત્ર ૨૬ વર્ષ, પણ સર્જનપટ વિશાળ છે તેવા આપણા રાજવી કવિ ‘કલાપી’ માટે કવિતા ઉપનિષદ સમાન હતી. કવિતા જ ભૂખ અને એ જ તરસ, એ જ એમનો વૈભવ, વાસના, સાધના અને ઉપાસના બની રહી! પિતા ૧૮૮૬માં દેવ થયા. ૧૮૮૮માં માતા રામબા મૃત્યુ પામ્યાં ત્યારે તો આખું લાઠી રાજ્ય ખળભળી ઊઠ્યું, કારણ કે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું.

તેઓ ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં.

કલાપીની સૂચના હતી કે પહેલાં રોહાવાળાં રમાબા પોંખાય, પરંતુ રાજરમતના કારણે પહેલાં પોંખાયાં આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને. રમાબા ધૂંધવાઈ ઊઠ્યાં અને ત્યાં જ રોપાયાં રાજખટપટનાં બીજ અને દોરાઈ કલાપીની આયુષ્યરેખા! બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી ‘મોંઘી’ સાથે રાજકોટમાં બંગલામાં રહેવાનું રાખ્યું, સ્વરૂપવાન રમાબા તરફ સૂરસિંહજીનો વધારે ઝુકાવ હતો. આનંદીબા તેમને ભોળાં લાગતાં. અને... મોંઘી...?

વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્બર, લાઠી. દરબારગઢનો વિશાળ ચોક. લગ્ન પછીનો ઉત્સવ. સૂરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. કંઠ અને ગીતના બોલ તેમના હૃદયને સ્પર્શી જાય છે. જાણવા મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે. મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઊભરાયો. મોંઘીને થોડા જ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહીં પણ સરસ્વતીચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી. જોકે, તેમનાં પ્રેમકાવ્યોમાં તો સ્નેહરાગિણી રમાબા જ હતાં.

મોંઘી યુવાનીમાં પ્રવેશી. ૧૮૯૩-૯૪નું વર્ષ. મોંઘીનાં મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સૂરસિંહજી ખૂબ જ પ્રભાવિત થયા અને કહ્યું: ‘આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના. શોભના, મેં તને જેમ વાંચી છે, તેમ હવે તું મને વાંચ. તને મેં માટીમાંથી પિંડ અને પિંડમાંથી પૂતળી બનાવી, હવે તું બની મારી શોભના!’ એ સાથે ઠાકોરસાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્યભાવ પ્રણયભાવમાં પલટાય છે અને સર્જાય છે ‘પ્રણય ત્રિકોણ.’

સૂરસિંહજી ગાઈ ઊઠે છે:

‘મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી,

એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો!,!’


૧૮૯૨થી તેમનું સાહિત્ય સર્જન ખીલતું જોવા મળે છે. એ જ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્રવ્યવહારનો પ્રારંભ થતાં ધીરે ધીરે તેમનું સાહિત્યવર્તુળ વધતું જાય છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી તેમના જ્ઞાનગુરુ હતા. તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્તનો સમાવેશ જોવા મળે છે. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર, મિલ્ટન, ગટે જેવા લેખકોને પણ ભરપૂર વાંચ્યા. તેમાંથી પ્રેરણા મેળવીને ‘માળા અને મુદ્રિકા’ અને ‘નારી હૃદય’ જેવી નવલકથાઓ લખી, પરંતુ તેમના સર્જનનું ખરું પ્રેરકબળ તો તેમનું જીવન જ બની રહ્યું અને તેમણે માત્ર ૨૬ વર્ષના આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ, ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યા.

૨૧ વર્ષની ઉંમરે તેમને લાઠીનું રાજ્યપદ સોંપાયું અને કલાપી લાઠીના રાજા બન્યા. ૧૮૯૪થી ઊર્મિ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુથી રસપ્રચુર તેમનું સાહિત્ય સર્જન વિશ્ર્વઐક્યનાં દર્શન કરાવે છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહીં, છતાં પણ તેમની પ્રજાવત્સલતા ‘ગ્રામ્ય માતા’ કાવ્યમાં ઊભરી આવે છે.

આવા ઋજુ હૃદયના રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્ર્વાસ છે. એક તરફ રમાબાની રાજખટપટ વધતી જાય છે અને સૂરસિંહજી શોભનામય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હૃદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબા પતિને સ્પષ્ટ કહી દે છે કે શોભનાનો હાથ છોડી દો, પરંતુ સૂરસિંહજીનો જવાબ હતો: ‘રમા, મારા પ્રેમનો પડઘો હવે શોભના જ ઝીલી શકે તેમ છે, હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવા હું તેની સાથે લગ્ન કરીશ.’ રમાબાએ કહ્યું: ‘એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન થવા નહીં દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે... ના, એ નહીં બને.’ કવિ હૃદય જખ્માયું અને સરી પડ્યા આ શબ્દો:

‘તુને ન ચાહું, ન બન્યું કદી એ,

તેને ન ચાહું, ન બને કદી એ,

ચાહું છું તો ચાહીશ બેયને હું,

ચાહું નહિ તો નવ કોઈને હું.’


રમાબા પર જાણે વીજળી પડી. સૂરસિંહજી મહાબળેશ્ર્વર ગયા કે તેમણે શોભનાને રામજી ખવાસ સાથે પરણાવી દીધી. ભગ્ન હૃદયના કલાપીની કલમેથી આંસુ ઝરતી રચના સરી પડે છે:

‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!’


શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર કવિનો કાવ્યવિલાપ વધી ગયો. હવે જોવા મળે છે, પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી! વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી! કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે. અને:

‘દુ:ખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતા,

ફના ઈશ્કે સદા થતાં હવે હું આજ પરવાર્યો!’


બસ, પછી તો પ્રજાનાં દુ:ખો સાંભળે અને પોતાનાં દુ:ખો કવિતામાં ઉતારે. પ્રણયની વેદનામાંથી ‘પ્રવીણ સાગર’ પ્રગટે અને ‘કેકારવ’ પણ ગુંજે.

૧૮૯૬-૯૭નો સમય. ભાવનગરમાં તેમનો કાવ્યસંગ્રહ છાપવા માટે જાય છે. મિત્ર બાલુ સંગ્રહને ‘મધુકરનો ગુંજારવ’ નામ આપવાનું સૂચન કરે છે. કવિ પૂછે છે: બાલુ, પણ આમાં હૃદયનો ગુંજારવ ક્યાં છે? આખરે તખલ્લુસ ‘કલાપી’ અને સંગ્રહનું નામ ‘કલાપીનો કેકારવ’ રાખવાનું નક્કી થયું. બસ, ત્યારથી એ કવિ ‘કલાપી’ તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા. પણ... શોભનાના વિરહના અગ્નિમાં શેકાઈ રહેલા કલાપીને શોભના પત્ર દ્વારા નરકાગારમાંથી છોડાવવા વિનંતી કરે છે. પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે: ‘હું શોભનાને દુ:ખી થવા નહીં દઉં, હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ.’ કલાપીના આ નિર્ણયથી રાણીવાસ સહિત દરબારગઢ હચમચી ગયો. ૧૮૯૮માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરા ફરે છે. કવિ કાન્તને પત્ર લખીને કલાપી જણાવે છે કે દર્દ વધતા મારે આ સાહસ કરવું જ પડ્યું છે.

રમાબા કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા ધમપછાડા કરે છે, પણ તેમના હાથ હેઠા પડે છે. કલાપી ખુશ હતા. લગ્નથી પણ સંતુષ્ટ.

એક દિવસ મણિલાલના અવસાનના સમાચાર મળતાં કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેના સાત વર્ષના સંબંધમાં કલાપીએ સાત જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યંુ હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવા કહ્યું હતું. એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યા અને તેમની યાદમાં લખ્યું:

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીંએ આંખથી યાદી ઝરે છે આપની!’


૮મી જૂન, વર્ષ ૧૯૦૦. શોભનાના સાંનિધ્યમાં કલાપી. રમાબાના મહેલમાં જતાં પહેલાં: ‘શોભના, આ રાજપાટ છોડીને એવા રાગમાં રંગાઈ જાઈએ કે આપણાં સર્વે કર્મો, કર્મો ન રહે. બસ, શોભના, ચાલ હું જાઉં, રમા રાહ જોતી હશે, જવું જ પડશે. ફરજ છે.’ ‘સુખે સિધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો,’ શોભનાએ વિદાય આપતાં કલાપીને કહ્યું. પણ તેને ક્યાં ખબર હતી કે કાળના ગર્ભમાં શું છુપાયું છે!

‘આવી ગયા રામ!’ રમાબાએ તેમના ઓરડે કલાપીને આવકાર આપતાં કહ્યું. આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે, તમને એ ભાવેને!’ ‘રમા, તમે સાંભળ્યુંને કે હું રાજપાટ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું, તમે આવશોને મારી સાથે?’ ‘ના, રામ, હું પ્રતાપસિંહને યુવરાજપદે જોવા માગું છું. અને રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો,’ એમ કહી રમાબાએ આગ્રહ કરીને કે ગણતરીપૂર્વક ત્રણ પેંડા ખવડાવી દીધા. થોડી જ ક્ષણોમાં કલાપી બેચેની અનુભવવા લાગ્યા. તેમણે રમાબાને કહ્યું, ‘અચાનક આ અસુખ? હવે તો પેટમાં ચૂંક આવે છે. રમા, મને કંઈક થાય છે:

‘ધીમે ધીમે મૂરછા મુજ મગજને ચુંબન કરે,

અહા! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે.’


રમા, મને લાગે છે કે,

‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’

ઝેર, હળાહળ ઝેર! શરીરમાં ફેલાતું જાય છે. વૈદ્યરાજે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાના કરેલા સૂચનને રમાબા સૌના આશ્ર્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકનાં શહેરોથી ડૉક્ટરને આવતાં કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્ર્વાસ લેતાં કહે છે:

‘હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!’


અને ૯મી જૂન, ૧૯૦૦ના રોજ એ સૂરતાની વાડીના મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી!

Tuesday, January 22, 2013

પૈસો કે મનગમતું કામ.-સૌરભ શાહ


કેટલામું રસગુલ્લું ખાધા પછી મીઠાશનો સ્વાદ ઘટવા માંડે છે?
સૌરભ શાહ

પૈસો કે મનગમતું કામ. માણસનું લક્ષ્ય આ બેમાંથી કયું હોવું જોઈએ? જિંદગીમાં વેળાસર આનો જવાબ મળી જાય તેઓ બાકીનું જીવન સુખેથી ગાળી શકે અને જેઓ બીજો વિકલ્પ પસંદ કરે છે એમનું જીવન વધારે સુખી બની જાય છે.

પૈસાના મહત્ત્વ વિશે અને પૈસાની નિરર્થકતા વિશે સ્પષ્ટતા હોય તો બીજી અનેક ગૂંચ ઉકેલાઈ જાય. ખાવાપીવા અને રહેવા પૂરતી કમાણી થતી હોય એ પછી પૈસો શું કામનો? એકવીસ ઈંચનું જૂનું ટીવી ફેંકીને બત્રીસ ઈંચનું એલસીડી લેવા માટે પૈસો જોઈએ છે. ભવિષ્યમાં માંદગી આવી પડે તો સારવાર માટે પૈસો જોઈએ છે. નાના ફલેટમાંથી મોટામાં જવા માટે, દીકરીનાં લગ્ન માટે, દીકરાઓને ધંધો કરવા માટે, યુરોપમાં વેકેશન ગાળવા માટે, ચારને બદલે ચાળીસ જોડી કપડાં માટે પૈસો જોઈએ છે.

જોઈએ છેવાળી યાદીઓ કયારેય પૂરી થતી નથી
. જિંદગી પૂરી થઈ જાય છે. જાત પર ત્રાસ કરીને, જીવન સાથે સમાધાનો કરીને જે કંઈ ભેગું કર્યું એમાંથી થોડુંઘણું ભોગવ્યું, ન ભોગવ્યું અને બાકીનો એંઠવાડ વિલમાં લખીને વારસદારો માટે મૂકી જવાનો આ એક વિકલ્પ છે. સુખી થવા માટે પૈસાને લક્ષ્યમાં રાખીને જિંદગી ગોઠવી દેવાથી આપણે સલામતી મહેસૂસ કરતા થઈ જઈએ છીએ. આસપાસના લોકો, કુટુંબીઓ, મિત્રો, સમાજ - બધા પૈસો હશે તો તમને માન આપશે.

પણ આપણે કયારેય એવો સવાલ જાતને પૂછયો નહીં કે આવું માનપાન મેળવીને કરવાનું શું? દીકરીના લગ્નમાં મહેમાનો પાછળ ગજા બહાર ખર્ચ કરી લીધા પછી સાંભળવા મળતાં વખાણોની આવરદા કેટલી?

જિંદગીના પહેલા દસ લાખમાંથી જેટલો આનંદ મળે છે એટલો આનંદ એ પછીના દસ લાખમાંથી નથી મળતો.

રસગુલ્લા જેવું જ પૈસાનું છે. એક, બે, ત્રણ, ચાર... કેટલા ખાઈશું? પછી સ્વાદ ઘટતો જશે અને આઠમું, બારમું કે પંદરમું રસગુલ્લું ખાધા પછી બેસ્વાદ બનવા માંડશે.

પૈસાને પણ, અર્થશાસ્ત્રમાં જેને ઘટતા તુષ્ટિગુણનો નિયમ કહે છે તે લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ લાગુ પડે છે. પૈસાનું સેચ્યુરેશન પોઈન્ટ છે. મારું સેચ્યુરેશન પોઈન્ટ તમારા સેચ્યુરેશન પોઈન્ટ કરતાં ઉપરનીચે હોઈ શકે. દરેકની પોતાની પરિસ્થિતિ અને માનસિકતા હોય એ પ્રમાણે પેલું પોઈન્ટ ઉપરનીચે થાય.

જિંદગીનો હેતુ પૈસા કમાવાનો ન હોય પણ મનગમતું કામ કરવાનો હોય ત્યારે ઘણાં સમીકરણો બદલાઈ જાય. મનગમતું કામ કરતા હોઈએ ત્યારે થોડાક રસગુલ્લા ખાધા પછી એને ઘટતા પુષ્ટિગુણનો નિયમ લાગુ નથી પડવાનો. મનગમતા કામની બાબતમાં ક્યારેય સેચ્યુરેશન પોઈન્ટ નહીં આવે. અને કામ કરતાં રહીશું એટલે પૈસા તો આવવાના છે. બે પૈસા કદાચ ઓછાવત્તા આવશે, પણ આવવાના તો ખરા. એટલા પૈસામાંથી લોકો ઈમ્પ્રેસ થઈ જાય એવી મોંઘી ગાડી નહીં આવે, સસ્તી તો આવશે. અને એય નહીં આવે તો છેવટે રિક્ષા, બસ, ટ્રેનમાં જવાઆવવા જેટલા ભાડાના ખર્ચા તો નીકળી જ શકવાના છે.

જિંદગીમાં અગત્યનું શું છે? કોઈ પણ ભોગે પૈસો કમાઈને સાહબીમાં રહેવાનું? કે પછી મનગમતું કામ કરતાં રહીને બે ટંક પૂરતું કમાઈ લેવાનું?

આ બધા વિચારો વારંવાર આવતા રહે છે પણ ‘ઇન્ડિયન ઓશન’ બૅન્ડ વિશે જાણ્યા પછી વધારે તીવ્રતાથી આવ્યા. રૉક મ્યુઝિક આપણો સબ્જેક્ટ નહીં. એટલે ‘ઈન્ડિયન ઓશન’નું કશું સાંભળેલું નહીં, એના વિશે પણ કંઈ સાંભળેલું નહીં. પણ થોડાક મહિનાઓ પહેલાં મિત્રોએ મને આ બૅન્ડના સંગીતનો પરિચય કરાવ્યો.

છેક ૧૯૯૦થી આ બૅન્ડ પાશ્ર્ચાત્ય અને ભારતીય સંગીતનું ફ્યુઝન કરીને સંગીતપ્રેમીઓને જલસા કરાવે છે. કમર્શ્યલ સફળતા મળે તે પછી જ ક્રિયેટિવિટીનો કદર થતી હોય એવા જમાનામાં ‘ઈન્ડિયન ઓશને’ માર્કેટના તમામ નિયમો-રિવાજોના ભુક્કા બોલાવીને ડાયરેકટ ચાહકોના દિલમાં વાસ કર્યો છે. ૧૯૯૩માં ‘ઈન્ડિયન ઓશન’ નામે જ પહેલું આલ્બમ બહાર પડ્યું. એ પછી ડિઝર્ટ રેન, કન્ડિસા, ઝીની અને ખજૂર રોડ આવ્યાં. સાંભળતી વખતે શ્રોતા ટ્રાન્સમાં ઉતરી જાય, મંત્રમુગ્ધ બની જાય, નશો ચડી જાય એને.

સુસ્મિત સેન, અશીમ ચક્રવર્તી, રાહુલ રામ અને અમિત કિલમ - આ ચાર ‘ઇન્ડિયન ઓશન’ના વાદકો. અશીમ ત્રણ વર્ષ પહેલાં અકાળે ગુજરી ગયા. આ બૅન્ડનો ઈતિહાસ સાંભળો તો ફરહાન અખ્તરવાળી ‘રૉકઓન’ ફિલ્મ યાદ આવી. (બાય ધ વે, રાહુલ દેવ બર્મન વિશેના પહેલા જ લેખમાં મારે ઉલ્લેખ કરવો હતો. ‘રૉકઓન’નો પણ લખાઈ ગયું હતું ‘રૉકસ્ટાર’.)

ગાઈવગાડીને પાઈની પેદાશ નથી થવાની અને ઘડીભરની નવરાશ નથી મળવાની એવી ખાતરી હોવા છતાં ચિક્કાર આર્થિક સંઘર્ષ વચ્ચે ‘ઇન્ડિયન ઓશન’ના કલાકારો જિંદગી માટે કડવા થયા વિના પોતાનું કામ કરતા રહ્યા. ઈન્દ્રજિત દત્તા નામનો ગિટારિસ્ટ શરૂનાં વર્ષોમાં સાથે રહ્યો પણ પૈસાની ભીડને કારણે બૅન્ડ છોડી દીધું. આજની તારીખે ઈન્દ્રજિત જાહેરમાં અફસોસ કરે છે કે બૅન્ડ નહોતું છોડવું જોઈતું.

જિંદગીમાં જે કરવું છે તે નથી કરતા અને પછી વાંક બીજાઓનો કાઢીએ છીએ. 


જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી ન  શકાય. મોટાભાગની મૂંઝવણો અને ગૂંચો તો સમય પસાર થતાં ઢીલી પડતી જાય છે અને આપોઆપ ઉકલી જાય છે.

પણ પૈસા કમાવા છે કે મનગમતું કામ કરવું છે એ વિશેનો ડાયલેમા એક એવી દ્વિધા છે જેનો ઉકેલ મોટી ઉંમરેય મળતો નથી. અથવા તો એમ કહીએ કે ઉકેલ તો મળી જાય છે. પણ એ સોલ્યુશનને સ્વીકારીને એનો અમલ કરવાની હિંમત નથી ચાલતી.

‘ઈન્ડિયન ઓશન’ બેન્ડ તો એક દાખલો છે. પૈસાને બદલે પૅશનને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવાતી હોય ત્યારે એનું કેટલું સુંદર પરિણામ આવે એનો જીવતો જાગતો દાખલો છે.

પૅશનનો મતલબ એવો નથી થતો કે તમે માત્ર વિચાર્યા કરો કે દીવાસ્વપ્નો જોતા રહો કે હું જિંદગીમાં ક્યારેક આ મનગમતું કામ કરીશ, પેલું કામ કરીશ. નાને પાયે, રોજ, સતત કામ શરૂ થઈ જવું જોઈએ.


એક વાત જિંદગીમાં મને બહુ વહેલી સમજાઈ ગઈ હતી તમારી આડે કોઈ નથી આવતું અને બીજું તમારી કોઈ પણ મુસીબત માટે બીજાનો વાંક ક્યારેય કાઢવાનો નહીં.

તમારે જે કરવું હોય તે કરતાં તમને તમારી જાત સિવાય બીજું કોઈ રોકનારું નથી હોતું
. તમે જે બંધનોની વાત કરો છો તે તમારાં માની લીધેલાં બંધનો છે, વળગણો છે. તમે એ બંધનોથી છૂટી ન શકતા હો તો એનો મતલબ એ કે તમને તમારી પૅશન કરતાં મોટું વળગણ એ બંધનોનું છે. તમારે એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી ટ્રેકિંગ માટે જવું છે તો એ માટે છ મહિના ટ્રેનિંગ લેવી પડવાની. ઘર-પતિ કે પત્ની-બાળકો-રોજગારથી ટેમ્પરરી પણ મુક્ત ન થઈ શકતા હો તો એનો અર્થ એ કે ટ્રેકિંગ કરતાં મોટું પૅશન તમને આ બધી વાતોનું છે. તો પછી જાતને કોસવાનું બંધ કરીને કબૂલ કરો કે હા, ભાઈ મારા માટે ઘર-ફેમિલી મેમ્બર્સ-પૈસા કમાવા વગેરેનું મહત્ત્વ વધારે છે, ટ્રેકિંગનું ઓછું. અને કબૂલ કર્યા પછી મારાથી ક્યારેય ટ્રેકિંગ પર જવાતું નથી એવાં રોદણાં રડવાનું બંધ કરી દેવાનું, જાત સાથે પણ એવી વાત નહીં કરવાની.

મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકરે એમના સિંગાપોરના અનુભવની વાત કરી. ભરચક ટ્રાફિકવાળો રસ્તો ઓળંગવાનો હતો. સિગ્નલ પાસે પાંચ-સાત મિનિટ ઊભા રહ્યા. મોટરિસ્ટો માટેનું ગ્રીન સિગ્નલ ક્યારેય લાલ થાય જ નહીં. છેક પંદર-સત્તર મિનિટે ખબર પડી કે અહીં પગે ચાલનારાઓએ સિગ્નલ પડે એની રાહ જોવાની નથી હોતી. રસ્તો ક્રોસ કરવો હોય તો જાતે જ બટન દબાવી દેવાનું. આપણા માટેની બત્તી ગ્રીન થઈ જશે અને ગાડીવાળાઓને લાલ સિગ્નલ મળી જશે. કેટલું સહેલું.

આપણે રાહ જોઈને ઊભા રહીએ છીએ કે ક્યારે કોઈ આપણા માટે અનુકૂળતા કરી આપે, સંજોગો આપણી ફેવરના થાય પછી મનગમતું કામ શરૂ કરીએ. હકીકત એ છે કે મનગમતું જે કામ કરવું છે તે શરૂ કરી દેવાનું. રસ્તો આપોઆપ ખૂલતો જશે.

બીજી વાત. તમારા કોઈ પણ વાંકગુના વિના બીજા કોઈએ તમને જાણી જોઈને કૂવામાં ધકેલ્યા હોય તોય તમારી આ પરિસ્થિતિ માટે બીજાનો દોષ નહીં કાઢવાનો. કોઈ તમને કૂવામાં ન નાખે એ માટે તમારે સાવધ રહેવાની જરૂર હતી. ગાફેલ રહ્યા એટલે કોઈએ તમારી સાથે બદતમીજી કરી. તમારા પોતાનામાં એટલી તાકાત કે ચબરાકી નહોતી કે પેલો ધક્કો મારતો હતો ત્યારે ટેબલ્સ ટર્ન કરીને તમે એને પણ કૂવામાં પાડો અથવા તો એથીય આગળ એને જ અંદર નાખો અને તમે બહાર રહો.

બીજાનો વાંક નહીં કાઢવાનું સૌથી મોટું કારણ એ કે વાંક જેનો હોય તે અત્યારે આ પરિસ્થિતિમાં તો તમે પોતે જ છો. બીજાનો વાંક કાઢવાથી કંઈ તમે એમાંથી બહાર આવી જવાના નથી. ઊલટાનું કદાચ સેલ્ફ-પિટીમાં સરી પડશો અને જે પરિસ્થિતિ માટે તમે કારણભૂત નથી એમાંથી તમને ઉગારવાની જવાબદારી પણ તમારી નથી એવું વિચારીને તમારે પોતે જે પ્રયત્નો કરવાના હોય તે નહીં કરો.

બીજાનો વાંક નહીં કાઢવાનો એનો મતલબ એ નથી કે તમારે તમારી જાતને કોસ્યા કરવાની, પોતાના માટે ઊણપત અનુભવવાની. હું જ નકામો છું, મારામાં કંઈ અક્કલ જ નથી, લોકો દર વખતે મારો ગેરલાભ લઈ જાય એવું વિચાર્યા કરશો તો તમારા જેવો લૂઝર બીજો કોઈ નહીં.

પણ કોઈ મને આગળ આવવા દેતું નથી, બધાને મારી બહુ ઈર્ષ્યા થાય છે, દરેક જણ મને કોઈને કોઈ રીતે નડતું જ રહે છે, મારી કોઈને કદર જ નથી, બધાએ મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે, એકેએક જણ સ્વાર્થી છે, કોઈનું ભલું કરવાનો જમાનો રહ્યો જ નથી... આવું વિચાર્યા કરવાથી આપણે હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ એટલું જ નહીં ધીમે ધીમે પાછળ ખસતા જઈએ છીએ અને એક તબક્કે કાળની ગર્તામાં ખોવાઈ જઈએ છીએ.

તો હવે આટલી વાત નક્કી. એક તો, પૈસો પૈસાની જગ્યાએ છે, લક્ષ્મી વંદનીય છે. પણ મનગમતું કામ કરવાની પ્રાયોરિટી પહેલી છે. બીજું, તમારે જે કરવું છે તે કરવા માટે કોઈ તમારે આડે નથી આવતું, તમારા પોતાનામાં જીદનો અભાવ હોય તો કોઈ શું કરે? અને છેલ્લે, મારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સર્જાય તો પણ મારે બીજી કોઈ વ્યક્તિનો વાંક નથી કાઢવાનો, મારે પોતે જ પ્રયત્નો કરીને એમાંથી બહાર આવવાનું છે. બસ, હવે કરો જલસા.

Monday, January 21, 2013

સચોટ વનલાઈનર- આશુ પટેલ

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

આજે મહાન બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની કેટલીક વિચારકણિકાઓ વાચકો સાથે શેર કરવી છે. શરદબાબુ તરીકે અમર બની ગયેલા આ સાહિત્યકાર અદ્ભુત કૃતિઓ રચી ગયા છે. એ પુસ્તકોમાં અનેક સચોટ વનલાઈનર મળી આવે છે. જોઈએ આવા જ કેટલાક સચોટ વાક્યો.

* * *

મશ્કરી કરવા જતા ક્યારેક મુખમાંથી મહાન સત્ય પ્રકટ થઈ જાય છે.

* * *

તમામ ઘટનાઓનું કારણ જણાવવાનો આગ્રહ માણસમાં એક ઉંમરે હોય છે.

* * *

શ્ર્વાનની પૂંછડીની જેમ જ માણસનો સ્વભાવ કદી બદલાતો નથી.

* * *

એક ભૂલને છૂપાવવા બીજી ભૂલ કરવાથી એનો ભાર ઘટવાને બદલે વધે છે.

* * *
 ઝેર ખાવું સહેલું છે પણ ખોટી ટીકા હજમ કરવી મુશ્કેલ છે.

* * *

ઘનઘોર જંગલોની જેમ કેટલાક માણસોના હૃદયમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી શકતું નથી.

* * *

જાનવરની સાથે કંઈ દલીલબાજી થઈ શકતી નથી, એનો રસ્તો બીજો છે.

* * *

લાંબા સમયથી દૃઢ થઈ ગયેલી માન્યતા પર આઘાત લાગે ત્યારે માણસ તે સહી શકતો નથી.

* * *

મોટું નામ આપવા માત્રથી કોઈ પણ વસ્તુ ખરેખર મોટી થઈ જતી નથી.

* * *

એવોય સમય આવે છે જ્યારે માણસ ખરેખર મરણની ઈચ્છા કરે છે.

* * *

માનવ મન અમુક સ્થિતિમાં બિલકુલ સંકોચ વિના અને બિલકુલ સહજ રીતે જુઠ્ઠાણું સર્જી શકે છે.

* * *

જેને તળિયે કાદવ જ હોય એ પાણી ઉલેચવાનું કામ ડહાપણભર્યું નથી.

* * *

કેટલાક લોકો નવા જૂતાનો તીક્ષ્ણ ડંખ અંદરખાનેથી સહન કરવા છતાં બહારથી જૂતા પહેરવાના આનંદનો ડોળ કરે છે.

* * *

છૂટ મળતાં માત્ર કૂતરાં જ માથે ચડી બેસે છે એવું જ નથી, માણસને ય યાદ કરાવવું પડે છે.

* * *

માગ્યા પહેલા માથે પડીને આપીએ તો સ્વમાની માણસનું અપમાન કર્યું કહેવાય.

* * *

દિલ હોય તો દિલને દુ:ખ થાય. 

* * *

માત્ર શબ્દોથી જ બધી વાતોનો અર્થ સમજાતો નથી.

* * *

બહારથી ઈંડાનું કવચ તોડીને અંદરના જીવને છૂટો કરવા જઈએ તો એ જીવ છૂટો થતો નથી, મરી જાય છે.

* * *

બહુ દુ:ખ પામ્યા સિવાય કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી.

* * *

જેનું મન બીજાના હાથમાં ચાલ્યું જાય છે, એનાથી મોટો અભાગી માણસ દુનિયામાં બીજો કોઈ નહીં હોય.

* * *

અનુમાનની વિરુદ્ધ કોઈ દલીલ ના હોઈ શકે.

* * *

દર્દ છુપાવવાથી મટી જતું નથી.

* * *

કોલસાને ધોઈને તેનો રંગ બદલી શકાતો નથી, તેને તો અગ્નિમાં બાળવો પડે છે.

* * *

બધા સુખને એક ચોક્કસ સીમા હોય છે.

* * *

વાઘની સામે બે હાથ જોડીને ઊભા રહેવામાં કોઈ લાભ નથી. જીવ તો જવાનો તે જશે જ ઉપરથી અપમાન થાય તે વધારાનું.

* * *

ઘણી વખત અનિચ્છાએ જમવું એ મરણથી પણ અધિક દુ:ખદ હોય છે.

* * *

થોડા શોકમાં જે હિંમત હારી જાય તે ભારે શોકને નોતરું આપે છે.

એક જ ઘરનાં રોગનાં જંતુ એક માણસને મારી નાખે છે અને બીજાને સ્પર્શ પણ કરતાં નથી.

* * *

જેને લોભ નથી, જેને જરૂર નથી, તેને મદદ કરવા જવું એના જેવી બેવકૂફી બીજી કોઈ નથી.

* * *

મહત્ત્વાકાંક્ષા શરૂઆતમાં દુ:ખ દે છે, પણ જો માણસ અડગ રહે તો સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી.

* * *

પોતાના પર વીતે એની રાહ ન જોવાય. બીજાને માથે વીતી હોય એના પરથી પણ ઘણું શીખવાનું હોય છે.

* * *

અનુમાન ઉપર આધાર રાખી કેસનો નિર્ણય થઈ શકે નહીં.

* * *

અન્યાયથી કંઈ એક જ પક્ષને નુકસાન થતું નથી. બંને પક્ષ નુકસાન પામે છે. 

Friday, January 18, 2013

પુરુષોના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક એ સ્ત્રીના હાથમાં છે - સંજય વોરા


‘સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ, છ ગણી સાહસિકતા અને આઠ ગણી કામેચ્છા હોય છે’
સ્પોટ લાઈટ - સંજય વોરા

દિલ્હીમાં થયેલી ગેન્ગરેપની ઘટનાને પગલે આપણા સમાજમાં સ્ત્રીની ભૂમિકા બાબતમાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. એમ કહેવાય છે કે ઈશ્ર્વરે સ્ત્રીને ઘડ્યા પછી હાથ ધોઈ કાઢ્યા અને પછી કોઈ પ્રાણીને ઘડવાની હિમ્મત જ કરી નહીં. એમ પણ કહેવાય છે કે જે પુરુષ સ્ત્રીને સમજવાની કદી કોશિશ જ નથી કરતો તે જગતનો સૌથી સુખી પુરુષ હોય છે. એક ચિંતકે કહ્યું છે કે, ‘હું જ્યારે એમ કહું છું કે, ‘હું સ્ત્રીને ઓળખું છું’ તેનો અર્થ એવો થતો હોય છે કે, ‘હું સ્ત્રીને નથી ઓળખતો.’ હું જે કોઈ સ્ત્રીને જોઉં છું તે મારા કોયડા જેવી હોય છે. મને લાગે છે કે એ પોતાની જાત માટે પણ કોયડા જેવી હોય છે.’ મોન્ટેગ નામના વિચારકે ત્યાં સુધી કહ્યું છે, ‘જો પતિ બહેરો હોય અને પત્ની આંધળી હોય તો લગ્ન દીર્ઘજીવી બને છે.’

સ્ત્રીનાં લક્ષણોનું ખૂબ જ સારગર્ભિત વર્ણન કરતાં ચાણક્ય લખે છે, ‘સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે, છ ગણી સાહસિકતા હોય છે અને આઠ ગણી કામેચ્છા હોય છે’ મનુસ્મૃતિમાં ભલે કહ્યું, કે ‘સ્ત્રીની બુદ્ધિ તેની પાનીમાં છે’ ચાણક્ય સ્ત્રીની બુદ્ધિની બાબતમાં ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે. આ કારણે જ તેણે કહ્યું છે કે, ‘સ્ત્રીમાં પુરુષ કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે.’ આ કારણે જ કહેવામાં આવ્યું છે કે, ‘જે કર ઝુલાવે પારણું, તે જગત ઉપર રાજ કરે છે.’ કહેવાયું છે કે, ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ વ્યવહારુ બુદ્ધિ બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની બરોબરી કરી શકે નહીં. સાહસિકતાની બાબતમાં પણ સ્ત્રી પુરુષ કરતાં ઘણી આગળ છે, એમ ચાણક્ય કહે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પુરુષ જ્યારે હિમ્મત હારી જાય છે, ત્યારે સ્ત્રી ઠંડા દિમાગથી રસ્તો શોધે છે.

સ્ત્રીની કામવાસના પુરુષની કામવાસના કરતાં આઠ ગણી હોય છે. એવું વિધાન કરીને ચાણક્યે કામશાસ્ત્રનું રહસ્ય ખોલી કાઢ્યું છે. પુરુષની કામવાસના લાકડાના અગ્નિ જેવી હોય છે, જે જલદી પ્રજવલિત થાય છે અને શાંત પણ જલદી થાય છે. તેની સરખામણીએ સ્ત્રીની કામવાસના બકરીની લિંડીમાંથી પેદા થતાં અગ્નિ જેવી હોય છે, જેને પ્રગટ થતાં વાર લાગે છે અને શાંત પડતા પણ વાર લાગે છે. જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય ત્યાં બેસવામાં પણ જોખમ છે.’ સ્ત્રીની સરખામણી લતા (વેલી) સાથે કરવામાં આવી છે, જે નજીકના કોઈ પણ વૃક્ષ (પુરુષ) ઉપર ઢળી પડે છે.

સ્ત્રીઓની અક્કલ અને સાહસિકતાની પ્રશંસા કર્યા પછી હવે ચાણક્ય સ્ત્રીઓ પ્રત્યે કોઈ પણ જાતના દ્વેષભાવ વિના સ્ત્રીઓમાં રહેલા સ્વાભાવિક દોષોની યાદી આપે છે. આ દોષો તમામ સ્ત્રીઓમાં હોય છે, એવું નથી, પણ મોટા ભાગની સ્ત્રીઓમાં આ સાત પ્રકારના દોષ વધુ-ઓછા પ્રમાણમાં હોય છે, એમ ચાણક્ય કહે છે. આ સાત અવગુણોમાં (૧) જૂઠું બોલવું, (૨) વિચાર્યા વિના સાહસ કરવું, (૩) માયાકપટ કરવાં, (૪) મૂર્ખતા, (પ) વધુ પડતો લોભ, (૬) ગંદકી અને (૭) નિર્દયતાને ગણાવવામાં આવ્યા છે. સ્ત્રી પોતાની ઉંમરથી માંડીને પોતાના પતિની આવક બાબતમાં જેટલી સહેલાઈથી જૂઠું બોલી શકે છે, એટલી સહેલાઈથી પુરુષો જૂઠું બોલી શકતા નથી.

સ્ત્રીને સ્વચ્છતાની અને દયાની દેવી તરીકે ચીતરવામાં આવી છે, પણ ચાણક્યનું નિરીક્ષણ અલગ જ વાત કહે છે. ચાણક્યના મતે સ્ત્રીઓ ગંદકીપ્રિય હોય છે અને ક્રૂર હોય છે. સ્ત્રી ભલે દયાની દેવી જેવી દેખાતી હોય, પણ તે જ્યારે વીફરે ત્યાર કોઈની નથી રહેતી. આ કારણે જ નાગ કરતાં નાગણને અને વાઘ કરતાં વાઘણને વધુ ખૂનખાર માનવામાં આવે છે. મહાભારતમાં દ્રૌપદીએ દુ:શાસનની છાતીનું રક્ત પીવાના સોગંદ લીધા હતા અને તેણે જ્યારે આ રક્તનું પાન કર્યું ત્યારે જ તેને સંતોષ થયો હતો. દહેજના મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીને ત્રાસ આપનારી તેની સાસુ અથવા નણંદ જ હોય છે. સાસુ અને નણંદ ભેગાં મળીને પરણેલી સ્ત્રીને સળગાવી નાખે તેવા કિસ્સાઓ પણ બને છે. થોડા સમય પહેલાં મારિયા સુસાઈરાજ નામની ટીવી અભિનેત્રીએ પોતાને રોલ ન આપનારા નિર્માતાનું પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને કાસળ કાઢી નાખ્યું હતું.

સ્ત્રીના સ્વભાવમાં જ માયા અને કપટ ભરેલાં હોય છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘સ્ત્રીચરિત્રને કોઈ પારખી શકતું નથી.’ ચાણક્ય સ્ત્રીઓના માયાવી સ્વભાવ બાબતમાં અફલાતૂન નિરીક્ષણ રજૂ કરતાં કહે છે, ‘સ્ત્રીઓને કોઈ વ્યક્તિ માટે ખરો પ્રેમ નથી હોતો. તેઓ વાતચીત એક વ્યક્તિ સાથે કરતી હોય છે, બીજી વ્યક્તિ ઉપર તેમની નજર હોય છે અને મનમાં રટણ તો તેઓ કોઈ ત્રીજી વ્યક્તિનું જ કરતી હોય છે. આ જ સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ છે. કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે સ્ત્રી તેને એકલાને જ પ્રેમ કરે છે, તો તે મૂર્ખ છે. આવા પુરુષને સ્ત્રી કઠપૂતળીની જેમ નચાવે છે.’ સ્ત્રી કદી પોતાના મનોભાવોને સરળતાથી વ્યક્ત નથી કરતી, પણ રિસાઈને, ઝઘડીને, છણકો કરીને કે કટાક્ષ કરીને પોતાનું ધાર્યું કામ કઢાવી લે છે.

ચાણક્ય પોતે પણ એવું નથી માનતા કે દુનિયાની બધી જ સ્ત્રીઓમાં આ દુર્ગુણો હોય છે. આ કારણે જ તેમને પવિત્ર સ્ત્રીઓની પ્રશંસા કરતાં લખ્યું છે કે, ‘જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધન-વૈભવથી સંતુષ્ટ હોય તેના માટે અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.’ પુરુષના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક તે સ્ત્રીના હાથમાં છે. ચાણક્યે સફળ પત્નીનાં લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે, ‘જે હૃદયને આનંદ પમાડે તેને જ પત્ની કહેવાય.’ દુનિયાના કેટલા પુરુષો આટલા નસીબદાર છે? ચાણક્ય કહે છે કે, ‘કુલટા સ્ત્રી પતિ માટે મૃત્યુ સમાન છે.’ સ્ત્રીની કસોટી ક્યારે થાય? ચાણક્ય કહે છે કે, ‘દરિદ્રતા આવે ત્યારે.’ પતિને દરિદ્રતા આવે ત્યારે કુલટા સ્ત્રી પતિનો સાથ છોડીને કોઈ અન્ય પુરુષના સંગમાં ચાલી જાય છે, પણ સતી સ્ત્રી પોતાના પતિના દુ:ખમાં ભાગીદાર બને છે અને તેને દરિદ્રતામાંથી બહાર લાવવામાં સહાય કરે છે.

ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, ‘પુરુષો થાકીને લગ્ન કરે છે, પણ સ્ત્રીઓ કુતૂહલને કારણે લગ્ન કરે છે. છેવટે બંને પસ્તાય છે.’ બીજા એક વિચારકે કહ્યું છે કે, ‘સારી સ્ત્રીઓ કોઈ કારણ વિના ગુસ્સે થઈ જાય છે અને કોઈ નિમિત્ત વિના રાજી થઈ જાય છે.’ ડિઝરાયલીએ તો એમ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સ્ત્રીએ સુખી થવું હોય તો લગ્ન કરવાં જોઈએ, પણ પુરષે સુખી થવું હોય તો કદી લગ્ન કરવાં જોઈએ નહીં.’ ફ્રોઈડ જેવા મનોવિજ્ઞાનીએ કહ્યું કે, ‘મારા ૩૦ વર્ષના સંશોધન પછી પણ એક સવાલનો જવાબ મને નથી મળતો કે, ‘સ્ત્રીને શું જોઈએ છે?’ ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, ‘સ્ત્રીને પ્રેમ કરો, પણ તેને સમજવાની કોશિશ કદી ન કરો.’ પોલેન્ડની કહેવત છે કે, ‘લગ્ન પહેલાં સ્ત્રી રડે છે, લગ્ન પછી પુરુષ.’

Sunday, January 13, 2013

sitar legend Pandit Ravi Shankar’s first wife-Annapurna Devi



LEGENDARY LOSS

In 2000, late sitar legend Pandit Ravi Shankar’s first wife, the reclusive Annapurna Devi, discussed her torturous marriage with Man’s World’s Alif Surti, but only through handwritten notes. Mirror reproduces the rare interview



    In the Hindustani classical music fraternity, Annapurna Devi’s genius is part of a growing mythology. The daughter of the great Ustad Allauddin Khan, the sister of Ustad Ali Akbar Khan and the divorced wife of Pandit Ravi Shankar, she is considered to be one of the greatest living exponents of both the surbahar and the sitar.
    The tragedy is that her music is lost to the world. Four decades ago, following problems with Ravi Shankar, she took a vow never to perform in public. Since then she has lived as a virtual recluse, rarely stepping out of her Mumbai residence. She is 74, but has never made a recording. No outsider has seen her play in almost 50 years, except for George Harrison, who in the 1970s was allowed the rare opportunity of sitting through her daily riyaz, that too following a special request from the then Prime Minister Indira Gandhi. Annapurna Devi’s virtuosity, however, is attested by the accomplishments of her students, among whom are some of the greatest musicians of this country — Nikhil Banerjee, Hariprasad Chaurasia, Nityanand Haldipur, Basant Kabra, Amit Bhattacharya, and Amit Roy.
    Annapurna Devi’s aloofness from the world extends to not even taking phone calls. The only time she has spoken to the press has been through her students. For this article she made the concession of letting the writer into the house, but did not allow a face to face meeting. She later answered a written questionnaire on a variety of subjects including her hurt at the manner in which Ravi Shankar chose to portray their marriage and the death of their only son Shubho in his autobiography Raga Mala. “I am aware of the false and fabricated stories about me regarding what happened in my married life…,” she says at one point, “…I think Panditji is losing his sense of propriety or his mental balance, or that he has turned into a pathological liar.”
    Annapurna Devi’s sixth floor flat at South Mumbai’s Akashganga Apartments bears her name plate and a plastic plaque which says, “Please ring the bell only three times. If no one answers, kindly leave your card/letter. Thank you for your co-operation.” I ring the bell once and the door is opened by a smiling Rooshikumar Pandya (“He is all the time laughing-laughing,” the liftman tells me). A psychology teacher at a Montreal College, Pandya came to Mumbai in the early 1980s to take music lessons from Annapurna Devi and never went back. He married her in 1984. Most visitors to the house don’t get past his room, just across from the main door. However, tonight one of her students,
Atul Merchant, takes me through the passage into the ‘forbidden zone’.
    We pass the kitchen, where Annapurna Devi herself cooks and cleans, as she keeps no servants in the house. But even while she is busy in the kitchen, her ears, Atul claims, monitor the students playing in the drawing room. Nothing escapes her ears. “Once,” recalls Atul, “her student, sarodist Basant Kabra, was practising Raag Bihaag. All of us sitting near him couldn’t discern any mistake, until Maa yelled from the kitchen, ‘Nishad ka taraf besura hai, sunai nahin deta kya?’” Across the bottom of the kitchen door is a small wooden partition, which was kept, I am later told, for her dachshund Munna. It’s been twenty years since Munna reached the big kennel in the sky but the partition symbolises her affection for him and immortalises his memory.
    Straight ahead is a door, which is firmly shut. “Maa is meditating,” Atul says simply and guides me into the drawing room cum taalim room. Alongside a wall is a row of sitars of different sizes in their sheaths. We come into a large drawing room opening out through sliding doors on to the Arabian Sea. Near the centre of the room is a wellworn chattai. “This is where Dakhinamohan Tagore, Nikhil Bannerjee, Aashish Khan, Hariprasad Chaurasia, Nityanand Haldipur, Basant Kabra and every one of Maa’s students has sat and learnt from her. And this round cane munda is where Maa sits while teaching,” Atul says. One instantly perceives that the air in the room is extraordinarily dense with silence. There is a sense of an involuntary freezing of the chattering mind. Around the room are paintings and bronze busts of Allauddin Khan, her father and guru, and her legendary surbahar. But it is a small framed sketch in the corner that catches my eye. “That was drawn by Shubho when he was young,” Atul informs me. It is hypnotic. A stark black graphic depicting a series of doors leading you into them. It’s eerie.
    Later, I spoke to one of Annapurna’s senior students of Shubho’s illustration. He quickly remarked, “It sucks you in, doesn’t it?” Shubho is Annapurna and Ravi Shankar’s son who died under tragic circumstances in 1992.
ANNAPURNA’S STORY Young Ali Akbar was practising his latest lesson on the sarod. His younger sister Annapurna was playing hopscotch outside their family house in Maihar, 160 miles outside Benares. It was sometime in the 1930s. “Bhaiya, Baba ne aisa nahin, aisa sikhaya,” said Annapurna, who stopped playing and started singing Baba’s lesson flawlessly. And she hadn’t even been given music lessons by Baba. Allauddin Khan had trained his elder daughter, but music had caused marital problems in her conservative Muslim husband’s house. Hence he was not going to make the same mistake with his younger daughter. “I was so involved in the music,” Annapurna recalls, “that I didn’t notice Baba returning and watching me. I was most afraid when I suddenly felt his presence.
    But instead of scolding me, Baba called me in his room. He perceived that I had a
genuine interest in music, that I loved it and I could do it. This was the beginning of my taalim.” Her taalim had begun, as was compulsory for all students, with vocal Dhrupad training. Then, she was taught the sitar. One day, her father asked her if she would like to shift to the surbahar, a larger and more difficult cousin of the sitar, but ultimately a more rewarding instrument. As she recalls, “He said, ‘I want to teach my Guru’s vidya to you because you have no greed. To learn you need to have infinite patience and a calm mind. I feel that you can preserve my Guru’s gift because you love music. However, you will have to leave sitar, an instrument liked by the connoisseurs as well as the commoners. Only listeners who understand the depth of music or who intuitively feel music, on the other hand, will appreciate the surbahar. The commoner might throw tomatoes at you. So what is your decision?’ I was dumfounded. ‘I will do as per your aadesh,’ was my simple response.”
    Around this time, Uday Shankar’s younger brother, eighteen-year-old Robindra Shankar (he changed his name to Ravi Shankar around 1940), came to learn at Maihar. At that time, Annapurna was a shy thirteen-year-old and, in the words of
Ravi Shankar, “very bright and quite attractive, with lovely eyes and a brighter complexion than Alubhai’s (Ali Akbar Khan).” Their marriage was not a love marriage. “I was brought up by Ma and Baba in an ashram-like atmosphere at Maihar. There was no question of my getting attracted to Panditji. Ours was an arranged marriage and not a love marriage,” Annapurna Devi says with finality.
    Pandit Ravi Shankar too writes in his latest autobiography, Raga Mala, “There was no love or romance or hanky-panky at all between Annapurna and myself, despite what many people thought at that time. I do not know how she truly felt about the match before marriage, although I was told that she had ‘agreed’.” And on the morning of May 15, 1941, Annapurna was converted to Hinduism and the same evening they were married according to Hindu rites. Connoisseurs and music critics believe that she is a more gifted musician than either Ravi Shankar or Ali Akbar. As Ustad Amir Khan would later point out, “Annapurna Devi is 80 per cent of Ustad Allauddin Khan, Ali Akbar is 70 per cent and Ravi Shankar is about 40 per cent.” Ali Akbar himself agrees in his oft-quoted statement: “Put Ravi Shankar, Pannalal (Ghosh) and me on one side and put Annapurna on the other and yet her side of the scale will be heavier.”

    Annapurna claims this was what led to the discord in their marriage. Says she, “Whenever I performed, people appreciated my playing and I sensed that Panditji was not too happy about their response. I was not that fond of performing anyway so I stopped it and continued my sadhana.” It is no secret that it was this marriage that was the basis of Hrishikesh Mukherjee’s popular film Abhimaan, where a famous singer (Amitabh Bachchan) and his shy wife (Jaya Bachchan) have problems in their marriage when her popularity soars above his. Mukherjee in fact, discussed the story with Annapurna Devi before he embarked on the film. However, while in the movie the couple gets back together to live happily ever after, in real life Ravi
Shankar and Annapurna Devi’s marital discord got worse and they eventually divorced. To save her marriage, Annapurna Devi says she took a vow before an image of Baba and Goddess Shardama never to perform in public again. But even a sacrifice as great as this didn’t save her marriage.
    Ravi Shankar recalls the issue a little differently. In a recent television interview he said, “As long as we were married I used to force her to play along with me and give programmes… But after that she didn’t want to perform alone. She always wanted to sit with me. And after we separated she didn’t want to perform… She maybe doesn’t like to face the public or she is nervous or whatever but it is of her own will that she has stopped. This is very sad because she is a fantastic musician.”
    Madanlal Vyas, who was Ravi Shankar’s student and the music critic for The Navbharat Times for 36 years, gives another perspective. “After the concerts people used to surround Annapurna Devi more than him, which Panditji could not tolerate. He was no match for her. She is a genius. Even Baba, the unforgiving and uncompromising Guru called her the embodiment of Saraswati. What higher praise than this?”
    Unfortunately, her music is lost to the world. There are very few people who remember watching her in concert. There is only one recording of her playing in existence: a rare, private recording from one of their jugalbandi performances which was made from the speaker placed outside the door when the auditorium was filled. Apart from Ravi Shankar, and her current husband, Rooshi Pandya, the only person who has heard her play since she withdrew from public life is the Beatle George Harrison. The story goes that when he was here in the 1970s with violinist Yehudi Menuhin, the then Prime Minister Indira Gandhi asked them if she could do anything. Menuhin said he wanted to ask for something impossible — could Mrs Gandhi get Annapurna Devi to play for him? After much persuasion, a reluctant Annapurna Devi agreed, not to a special performance, but to allow them to sit in on her daily riyaz. On the appointed day, however, Menuhin had to rush back home on account of an illness in the family. Harrison thus became the lucky one to see her play.
SHUBHO’S STORY Shubhendra Shankar was born on March 30, 1942, to the newly married Ravi Shankar and Annapurna. Within eight weeks of his birth, he was diagnosed to be
suffering from a rare, painful condition due to an intestinal obstruction. Though he was cured within a month, staying awake all night with a crying child after more than ten hours of sitar lessons every day, Ravi Shankar says in his autobiography, put the first strains on their marriage. “…Because of that trouble, Shubho had now developed the habit of not sleeping in the night. It continued for the next year or so, and gradually I saw Annapurna’s personality changing. For both of us it was extremely strenuous, and our tempers would fray. At that time I too wouldn’t stand any nonsense, and we would get angry together. I had not known before, but found out that she had her father’s temper. She would tell me off — ‘You have married me only for music! You don’t love me! You had all these beautiful women!’ She was becoming insanely jealous of any other woman I talked to. Whenever I returned from a programme in another city, she would accuse me of having affairs there. It was like an obsession.”
    Shubho, meanwhile, was showing interest in painting and had a private tutor appointed to teach him. He was also being taught to play the sitar by his father. When the family shifted to Bombay he joined the Sir JJ School of Art, although he never completed the course. His father was already a star and constantly busy, either on tour playing concerts or travelling to do music for films and ballets, so his musical education was taken over by Annapurna Devi.
    In Bombay, however, the marriage took a turn for the worse when Annapurna discovered that Ravi Shankar was having an affair with Kamla Sastri (later Chakravarty), a dancer from his brother’s company.
Upset, she went back to her father’s house in Maihar taking Shubho with her, coming back only after Kamla was married off to film director Amiya Chakravarty. But things were never the same again for Ravi Shankar and Annapurna. In 1956, she left for two years and by 1967 they had separated for good.
    Through all this Shubho’s riyaz continued with his mother. Her rigorous teaching method made sure that he developed proficiency in playing long alaaps with beautiful meends. He had also mastered the sapta taan; a skill that experts say Ravi Shankar lacks. How Panditji came to discover Shubho, the sitarist is part of a legend in itself. One day, the story goes, Ravi Shankar was at a recording studio in Bombay for some minor recording where he heard a little sitar piece.
    Astonished, he asked who the musician was, because though the sitar was unmistakably a variation of his gharana, which
Baba Allauddin Khan had developed, the player was neither Nikhil Banerjee nor himself. The studio recordist laughed and said, “Surely you’re joking, Panditji. Don’t you recognise your own son playing?” Pandit Ravi Shankar called Shubho to his hotel room and Shubho played what he had learnt for him. When the performance was over, Panditji asked the audience, “Don’t you think he’s brilliant?” Everyone agreed. Then Panditji added, “Don’t you think he should start performing now?”
    And once again, everyone nodded in assent. So Panditji suggested Shubho should come to the US and start sharing the stage with him. Dazzled by his father’s charisma and also by the lure of the West, Shubho, who had grown up cocooned within his mother’s spartan lifestyle and his art classes, became insistent that he wanted to go to America with his father.
His mother asked him to complete his taalim, which he was due to within two years, before performing on stage. But he didn’t agree. As a final offer, Annapurna asked him to study hard for six months, and then he was free to go wherever he wanted. But Shubho was adamant. It was at this point that the famous ‘sleeping pills episode’ occurred.
    In Raag Mala, Pandit Ravi Shankar writes: “When I was staying in Bombay sometime in early 1970, I received an SOS call at my hotel from Shubho, asking me in a feeble voice to come home and take him away. I didn’t know what was happening and was terrified by his tone of voice, so I rushed to the flat in Malabar Hill, which I had not visited in the threeand-a-half years since I left for good. There I saw Shubho lying down and looking ill.
He clung on to me desperately, like a little boy, and begged me to take him away with me to America, as he could no longer stand the hot temper and harshness of his mother — not only in connection with music but in general too. Coming from a man of 28, this both melted my heart and angered me. I did not want to make a scene and managed to control myself even as Annapurna was shouting in fury, ‘Yes, take him away! I don’t want him!’ After we left I learnt that Shubho had taken 8-10 sleeping pills in an attempt to end his life. Fortunately, the doctor had arrived just in time and emptied Shubho’s stomach completely.”
    This was, for many years, the official version of the story. The rest was always dismissed by Pandit Ravi Shankar as the fabrication of Annapurna’s overzealous disciples. But now, for the first time, Annapurna herself says on record that father and son concocted this episode. In fact, in the interview with Man’s World
she has been particularly vicious on Ravi Shankar: “I am aware of the false and fabricated stories about me regarding what happened in my married life,” she says, “I have been quiet about it because I thought of Baba while he was alive. I didn’t want to hurt him in any way so I put up with the injustice and suffering. However, now I feel that the world should know my side of at least the Shubho part of the story.
    I think Panditji is losing his sense of propriety or his mental balance or that he has turned into a pathological liar. He has exemplified the English proverb: ‘No fool like an old fool.’ It would be nice if he would devote all his time to teaching his shishyas instead of wasting his time and energy in such frivolous pursuits. His shishyas would be grateful for his gift and India would be richer with talents.
    That year when Panditji came to Mumbai, he learnt that Shubho was playing very well. He called him and after listening to him, initially underplayed Shubho’s artistry and then suggested to Shubho that he should now go with his father. The people of Panditji’s circle pointed out that Shubho was taiyar and that he could play anything and that he should tour with his father. According to Shubho, Panditji had added, ‘Your mother and I have studied under the same Guru so I could also teach you.’ My response was, ‘He is right but he would not have the time for it. Please stay here and continue your taalim for one-and-a-half years more. After that you can go anywhere you like. I would not stop you because by then, you would be ready to take on the world.’
    This is when Panditji and Shubho hatched the plan about Shubho’s taking sleeping pills — a stage-managed drama to malign me and to take him away from me. Shubho was immature at the time and hence unwittingly became a party to his father’s plot. I think he realized this later and stopped communicating with his father a few months before his untimely and possibly preventable death. Let me share with you what did happen… When I was told that Shubho had taken sleeping pills, I immediately called a doctor who examined him and confirmed that nothing was wrong with him. We also searched for an empty bottle or any other telltale signs but nothing was found. As a matter of fact Shubho himself called his father at that time and told him to take him away as per their plan. My only plea to Panditji at that time was, ‘You have ruined my life and now you are ruining your son’s life. Why?’ His only answer was, ‘It is because of you.’
    Till today I have not understood his motives for interrupting Shubho’s taalim. Maybe it was because of the rumours making the rounds that Shubho was going to be a better player than Panditji and this was my revenge against Panditji. I don’t understand how people can think like that. If Shubho, or anybody for that matter, becomes a good musician the credit goes to Baba. Our music is his gift.
    I know Panditji is very image conscious. Maybe he feels that the recently published book on me has made some dent in his image and his articles are an attempt to salvage his image and assuage
his guilt for the gross injustice he did to his son. Shubho realised this during the last months of his life and refused to see his father. Shubho could have been a great artiste; he was close to it. If he had continued his taalim he would have played great music. But a combination of factors prevented it.”
    The fact remains that given his prodigious talent, Shubho never achieved the heights he ought to have in America. Within a week, his father fixed him up with a small apartment and a Ford Mustang and within two years of his arrival in America, he played with his father at New York’s prestigious Carnegie Hall. But gradually, he lost interest in playing the sitar. Never a strong-willed person, he developed a passion for junk food and Coca-Cola and ended up doing odd jobs to make ends meet. For a while he even worked in a liquor store to earn extra money. He stopped playing the sitar for almost eight years. He married Linda and had two children, Som and daughter Kaveri.
    After eight years, he began playing the sitar again with Panditji and returned to India for a few concerts. On this trip, which was to be his last visit to India, he also met his mother again. Sarodist Suresh Vyas, one of her senior students, recalls, “Picture this scene: mother and son meet again after twenty years. For all these years there has been no communication between the two. He comes in, does pranam. His mother says: ‘Ae Shubo, aesho, aesho. How are your children? How is your wife?’ This goes on for two minutes. After that he says, ‘Maa, ami shikhu (I want to learn).’ She replies, ‘Fine. Your sitar is still there. Take it and sit down.’ And the mother begins to teach the son again. As if nothing has happened!”
    Music critic Madanlal Vyas recalls, “Father and son had played together at the Sawai Gandharva Festival in Pune in 1990. We got the news in Bombay that Shubho was besura. Not just one music critic but a few others also said the same. Later, I heard the recording of the concert and found it was absolutely untrue. But by then the news had spread…I did get the feeling that there was a campaign to demoralize him — there were stories that his microphone was tampered with. Whether it was planned or not, I don’t know. But I am certain that Shubho was an extraordinarily talented musician. I remember hearing him play around the same time at a private concert on Nepean Sea Road. He played Raag Des, and so beautifully I have never heard anyone else play, before or since. After the concert when I spoke to him, he said he had learnt it from Maa just that morning!”
    “During that visit, it was obvious that he was defeated and broken down,” Atul Merchant remembers. “We tried to convince him to stay on in India and complete his sitar education but he said it was too late now.” Shubho returned to the US, and in his last few months cut himself off from everyone. He contracted bronchial pneumonia and died prematurely at a US hospital on September 15, 1992.
LIFE WITH MAA It has been over 50 years since any outsider has heard Annapurna Devi play her surbahar. Those who have the temerity to request her to play are put off with a simple “Mujhe kuch nahi aata (I don’t know how to play at all).” Even her closest students are taught through singing, much the same way as she had corrected her brother years ago. She begins her own riyaz on the surbahar late at night and goes into the wee hours of the morning. Her students swear that after she has played a certain raag, the entire house gets inexplicably perfumed with the fragrance of sandalwood. In a private correspond
ence she wrote about this phenomenon. “Sometimes while practising at night, I suddenly have a sensation that I am surrounded by the fragrance of flowers. Baba used to say that this is one of the ways in which Shardama makes her presence felt. He also said that whenever that happens, don’t think you’re great or anything. Instead, such experiences should make one feel more humble in the presence of the divine.”
    For the rest of the day, her life is no different from that of any woman. “Her day begins at six in the morning,” sarodist Suresh Vyas reveals, “when she wakes up to take in the milk, not very different from any Indian housewife. She sleeps barely two-three hours. She cooks, cleans the house, and even washes her own clothes because her father had told her in her childhood that one should never let anyone else wash one’s clothes. So even if she is sick she makes sure that no one else washes her clothes but herself. As for her cooking, Prof Pandya and I joke that when it comes to accomplishment, there is a close tie between her cooking and her music. And she’s true to her name. No one who enters the house is allowed to leave without eating.”
    In her free time, her students say, she listens to old Hindi film songs on the radio or to other music, even contemporary music. She liked AR Rahman’s first album Roja. A recent addition is cable TV. Her students still keep her busy, though advancing age has meant that she has now stopped accepting new students. “I think it is only partially true,” her husband Rooshi Pandya says, “to say that she keeps aloof and away from people. While it is true that she does not meet people socially, as far as music is concerned she is very much involved with her students and their progress. Teaching music takes up most of her time. The rest of the time she spends doing her puja, riyaz and household work and all this does not allow her the luxury of socialising. This is her choice, her lifestyle and she is comfortable with it.”
    One hears she has a fondness for pigeons like her father. “Oh yes,” Suresh Vyas says, “Every afternoon, she feeds hundreds of pigeons on her balcony. And mind you, she recognises each one of them. Once or twice, when I went over in the afternoon to drop something, I saw her feeding them. She would point to one and say, ‘This one is very mischievous, he doesn’t allow her to eat.’ In fact,
I think that’s her biggest expenditure in the month. As far as I know, she eats very little, though none of us have ever seen her eat. A recent addition to her family is a crow, who comes on the kitchen window and refuses to eat unless Maa feeds him with her own hands. And he loves malai, so Maa saves malai for him.” Then of course, there was Munna. Munna was arguably the world’s first canine connoisseur of music. The dachshund who was Annapurna Devi’s best friend during some of her lowest days had an unerring ear for music. Those who were there recall that whenever any of her students — Nikhil, Shubho or Hariprasad Chaurasia — played particularly well, Munna would run and sit in their lap. “So hers is not a lonely life?” I ask Suresh Vyas. “Not at all, she’s very content in her own world. Though she’s unhappy at another level.
    She’s unhappy at the declining standards in music today. It hurts her when she sees unripe musicians tempted by quick money and fame. This saddens her deeply,” he says. “Look at it this way: because we are so close to Maa, we see her as a human being with all the human frailties, but if we step back, there is another, much larger picture.
    “She was born and trained in an era when musicians lived under the sheltering umbrella of royal patronage. A musician had to please just one person, who was more often than not his student too. But she lives now and teaches music to a generation that plays music for the public to earn its livelihood. So that purity, the flight of excellence in music, is vanishing in favour of crowd-pleasing antics. Maa represents the vital last link in that chain. She doesn’t play for the crowds. And she trains us in music in the same exacting way her father had taught her and her father’s father had taught him. Otherwise, if you look around, there is no one else to maintain that tradition.”
EPILOGUE So eventually, I never did meet her. But if I had what could I have described? The sound of her voice? The colour of her sari or her complexion? What could I have fathomed from those trivialities? She answered my questions on paper; and from her students and critics and her correspondence I pieced together the story of the greatest surbahar player you never heard. Except for some old pictures, I have no living vision to remember her by. But the one image that lingers in my mind as if I had seen it with my own eyes is Annapurna Devi feeding her pigeons on her sun-washed balcony. Perhaps because the pigeons enjoy the freedom she herself chooses not to have. Perhaps because her father too did the same, and in some secret way she pays a tribute to her father every time she feeds them, chides them and sends them off. And perhaps also because of something her father had said in his last days: “When a pigeon flies, his wings beat in taal… You can count the matras if you don’t believe me. And such a sweet voice… God has invested such a treasure of music in each of his creations that man can take armfuls away but never exhaust it. Goddess Saraswati has given me a little too. But not as much as I would have liked. Just when I began to draw something from the ocean of music, my time was up. This is the trouble, when the fruit of a man’s lifelong labour ripens… Who can understand God’s ways? But one thing I have understood a little. There is a fruit, the custard apple. I like it very much. I eat it and throw the seeds outside the window. And one day I look and there’s another tree of the same fruit. With new fruits on its branches. I eat it and others enjoy it too. This music also is like that. It is not the property of one, it belongs to so many.”

Daughter of Ustad Allauddin Khan Annapurna Devi was married to Pandit Ravi Shankar according to Hindu rites on May 15, 1941, after she converted to Hinduism


Ustad Allauddin Khan with son Ali Akbar (right) and disciple Ravi Shankar

Shubhendra Shankar was born on March 30, 1942, to the newly married Ravi Shankar and Annapurna. Within eight weeks of his birth, he was diagnosed to be suffering from a rare, painful condition due to an intestinal obstruction. He died in 1992

Rape -EXTRA ORDINARY ISSUE

Pritish Nandy

No shades of grey here



    There’s no sex in rape. No love. No pleasure. Except that which comes from inflicting pain. There’s no pride either, the pride that comes from killing someone for what you believe in. Rape doesn’t even empower you because power comes from defeating an enemy stronger than you. To inflict pain on someone weaker is an admission of cowardice, particularly when you attack her in a pack. So why do so many rapes, gangrapes take place every day, every few minutes in this country we so proudly call our own? And, as we all know, 85 per cent rapes are not even reported out of shame or fear of reprisal. Even when they are, in 50 per cent cases the police don’t file FIRs. As for Dalits, no one so much as raises an eyebrow when they are raped or killed. And when law makers and law enforcers do it, the State machinery goes into overdrive to deny it.
    In short, a rape doesn’t occur every 20 minutes as we claim. It occurs every 2 to 3 minutes. As for molestation, it’s nonstop. There are women I know who claim they face it every
day, the moment they step out of their homes, and at times even at home. Crimes against women are not about statistics. There is a tragic inevitability about them. Women in India flirt with danger, not with men. What’s more humiliating, they have to hear homilies from those who inflict violence on them on how they ought to dress, walk, talk, behave and go to work.
    Obviously something is wrong. Either with us or our women who we love to rape, molest, kill. If numbers are any indicator, it would appear there’s no place for love, romance or even pleasurable sex in our relationships. How is that possible when so much of our religion, our culture, our literature celebrate love? Are our novels fake? Our movies too? Our music? Our poetry? Did Kalidas fake it? Have we been hiding a conflict for centuries? We worship so many goddesses. We respect our mothers, our sisters and
yet when we have daughters we sulk for days on end. Our abuses are all vulgarly sexist.
    I guess the problem lies in hypocrisy. We lie about all things all the time. As a nation we live in constant denial. Or else the highest planning body would not argue that an urban Indian can get by on Rs 32 a day. We talk of GDP growth, FDI in retail, economic reforms but we can’t get the simple things right. Safety for women. Drinking water. Public toilets. Shelters for the homeless. Swift justice. And you can’t just blame the Government for it. They are a bunch of incompetent idiots, true. But even when they do some things right, we are the first to destroy them. We must be the only nation in the world that loves to vandalise its own heritage. The same guy who stabs his girlfriend when she turns him away, scrawls her name with the same knife all over a historic temple wall.
    Our disconnect is not only with women but with nature, wild life, street animals, children, forests, rivers, seas, hill stations, parks. Everything in fact. All things exist only to be
raped, plundered, beaten or despoiled. You can make laws stronger. You can blame the system. You can demand the death penalty. You can ask for a ban on item numbers. You can demand censorship on Facebook and Twitter. But till we, as a people, learn how to respect what we have, nothing will ever change.
    Fear does not make the world better. Hope could. And we can only hope for a better, safer India if we stop blaming others and show more courage and self-esteem. The truth is if one of us had stopped that fateful night and picked up the girl who lay bleeding on the street for two hours, taken her to hospital, she would be alive today. We didn’t. We didn’t care enough. Not all the outrage, not all the candlelight marches can hide that simple, tragic fact — Rape is awful. Indifference is infinitely worse.
    (Views expressed by columnists in Bombay Times
    are their own, and not that of the paper
.)

કેન્સર તથા અન્ય અસાધ્ય રોગો -સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ


સમજુ માણસોએ બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીથી દૂર રહેવું

હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી

શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, ઊલટી, ઝાડા જેવી તકલીફો સર્જાય છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો થઈને ગાડી પાછી પાટે ચડી જાય છે

સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

‘તબીબી ક્ષેત્રે હિંસા’ પુસ્તકમાં ડૉ. મનુ કોઠારી તથા ડૉ. લોપા મહેતા લખે છે કે સ્ત્રીઓની ફૅશન જેમ બદલાતી રહે છે એમ સતત કંઈક નવું બજારમાં મૂકવાની ઘેલછાથી દવાઓ પણ બદલાતી રહે છે. આ બદલાતી દવાઓ કંઈ મેડિકલ ક્ષેત્રની પ્રગતિની નિશાની નથી. દવા બનાવનારી કંપનીને પહેલેથી જ પોતાની પ્રોડક્ટની પોકળતાની ખબર હોય છે. ડૉક્ટરો સુધી આ પોકળતાની માહિતી પહોંચે ત્યાં સુધીમાં તો દવા કંપની એ દવાને પાછી ખેંચીને બીજી બે દવા બજારમાં મૂકી દે છે... આટલું કહીને ડૉક્ટર કોઠારી અને ડૉ. મહેતા એક ધણું અગત્યનું વિધાન કહે છે: ‘દવા બનાવવા અને વેચવાનો ઉદ્યોગ એક અનોખો છે જેમાં શોષણ કરવાની પ્રવૃત્તિને પણ પરોપકારની ઉમદાવૃત્તિનું મહોરું પહેરાવાય છે.’

બ્રિટિશ મેડિકલ જર્નલના ૧૯૯૭ના એક અંકમાં તંત્રીલેખના શબ્દો ટાંકીને આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યાં સુધી તમારી પાસે એવું વજૂદ કે એવા પુરાવા ન હોય કે તમારી તપાસ કે ડાયગ્નોસિસને લીધે દર્દીનું વહેલું નિદાન કરવાથી એને ફાયદો થવાનો છે ત્યાં સુધી કોઈ પણ બીમારી માટે નિયમિત આગોતરી તપાસ કરતા રહેવું અયોગ્ય છે.’

પ્રોસ્ટેટના કૅન્સરની બાબતમાં આ વિધાન થયું છે. અમેરિકામાં આ વિધાન થયું છે. અમેરિકામાં પ્રોસ્ટેટના કૅન્સરની નિયમિત આગોતરી તપાસ કરાવવાનું ચલણ શરૂ થયા પછી એ કૅન્સરના પ્રમાણની નોંધ રાતોરાત વધી ગઈ. બાયોપ્સી અને શસ્ત્રક્રિયા વડે પ્રોસ્ટેટને દૂર કરવાનો આંક એકદમ ઉપર જતો રહ્યો.

આ ડૉક્ટરબેલડી દૃઢપણે માને છે કે હૃદયરોગનો હુમલો, પક્ષાઘાત કે બ્લડપ્રેશરમાં થતો ઉંમર સહજ વધારો જેવા રોગો માનવદેહની રચનાના કાર્યક્રમમાં જ સમાયેલા છે... સંધિવાનો રોગ એ સમગ્ર શરીરના તાંતણાના માળખામાં ઉંમર સહજ થતા ફેરફારોનું સ્વરૂપ છે. ભીંડો કેવો ઘરડો થઈ જાય છે, તેવી જ રીતે શરીરના તાંતણાની ઉંમર સાથે કુણાશ ઘટતી જાય છે. હૃદયની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય ત્યારે સંધિવા રોગીને મદદરૂપ નીવડે છે. સાંધાના દુખાવાથી વ્યક્તિની દોડાદોડી ઘટી જાય છે જેથી કરીને હૃદય પર ક્યારેય અતિ શ્રમ પડતો નથી. કૅન્સર, હૃદયરોગ અને હાઈ બીપી જેવા અન્ય રોગની જેમ ડાયાબિટીસ પણ મનુષ્યદેહના કાર્ય અને એની રચનાના અંતર્ગત કાર્યક્રમનો એક સ્વતંત્ર પ્રસંગ છે. એને માતાપિતામાં ડાયાબિટીસ હતો કે નહીં એની સાથે કંઈ લેવાદેવા નથી. જન્મથી માંડીને જીવનના કોઈ પણ તબક્કે આ પ્રસંગ ભજવાય છે.

આ ડૉક્ટરો સમજાવે છે કે માનવ શરીરનું અખૂટ ડહાપણ શરીરને માંદામાંથી સાજા કરવા માટે તાવ, દુખાવો, શરદી, માથાનો દુખાવો, ઊલટી, ઝાડા જેવી તકલીફો ઊભી કરે છે. આને કારણે શરીરની પ્રક્રિયામાં ઉચિત ફેરફારો કરીને ગાડીને પાછી પાટે ચડાવવાનો ઈરાદો હોય છે. દવા બનાવનાર કંપનીઓ આવી તકલીફોને શરીર પર થયેલા ત્રાસદાયક આક્રમણ તરીકે બદનામ કરે છે અને ટપલું મારીને તકલીફને દબાવી દેવાનું કહે છે. આવી દરેક તકલીફ એ શરીરના શાણપણની નિશાની છે.

આ ડૉક્ટર લેખકોનું એક અન્ય પુસ્તક છે: ‘જીવન, મરણ અને તબીબી ક્ષેત્ર! વાસ્તવિક નજરે.’ આ પુસ્તકમાં હૃદયરોગ, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ વિશેના એક પ્રકરણમાં તેઓ કહે છે: ‘હૃદયરોગના હુમલાને અટકાવવા કે એના ઉપચાર માટે કોઈ પણ અકસીર દવા આધુનિક તબીબીશાસ્ત્ર પાસે નથી. આ કથન કોઈ પણ સામાન્ય માણસને ગળે ઊતરવું કઠિન છે. હકીકતે (હૃદયરોગ માટે) જે કંઈ દવાઓ વપરાય છે એ સર્વેની શરીરમાં અન્યત્ર ઠેર ઠેર વ્યાપક અનિચ્છનીય આડકતરી અસરો જોવા મળે છે. માટે જ તો ડૉક્ટરો નિતનવી દવાઓનો વપરાશ કરતા હોય છે. હૃદયરોગનો હુમલો શું છે, શેને કારણે છે એની જ ખબર ન હોય તો તેના પર અસરકારક રામબાણ દવાની આશા કેવી રીતે સેવી શકાય?

બાયપાસ સર્જરી વિશે લેખકોનું કહેવું છે કે આ શસ્ત્રક્રિયાને કારણે હૃદયના જ્ઞાનતંતુઓ છેદાઈ જતાં હૃદય દ્વારા દુખાવાનો સંદેશો મગજ સુધી પહોંચી શકતો નથી. હૃદયના જે ભાગમાંથી દુખાવાની ફરિયાદ થતી હતી તે ભાગ શસ્ત્રક્રિયા કરવાથી પૂરેપૂરો મરી જાય છે એટલે જ ત્યાંથી પછી દુખાવો શરૂ થતો નથી. દુખાવો શાંત થઈ જવાથી દર્દી અને ડૉક્ટર બેઉ શસ્ત્રક્રિયાની અકસીરતા પર વારી જાય છે. હકીકતમાં આંગણાં મોકળાં મૂકી ખાળે ડૂચા મારવામાં આવે છે.

આ મૂલ્યવાન પુસ્તકમાં ડૉક્ટર લેખકોએ નિખાલસ બનીને સ્પષ્ટ સલાહ આપી છે: સૌ અભણ અને સાક્ષર વ્યક્તિઓને અમારી એક જ સલાહ છે કે ભલે (હૃદયરોગનો) ઉપચાર (જેવા કે) બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી તમને તર્કસુસજ્જ દેખાતાં હોય પણ એ ઉપચારો હૃદય માટે તેમ જ તમારા મગજ માટે નુકસાનકારક છે. હૃદયરોગ નિષ્ણાત અને હૃદય શસ્ત્રક્રિયા નિષ્ણાત અત્યારે વાવ પર ચઢી બેઠા છેે અને એના પરથી ઊતરવા તૈયાર નથી, કારણ કે તે બહાદુરીને કારણે જ પૈસાના ધોધનો બદલો મળે છે તે તરત જ અટકી પડે. હૃદય ધમનીનો એક્સ-રે દ્વારા અભ્યાસ, કોરોનરી એન્જિયોગ્રાફી અને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી - આ ત્રણેય આજે દુનિયાભરમાં વધુ બીજા રોગો બક્ષનાર ત્રિપુટી છે. એક સમજુ માણસે પોતાના હૃદયની ધમનીની માળા પર કોઈને હાથ લગાડવા દેવો નહીં, પછી ભલેને એ ખૂબ આધુુનિક લેઝર હોય કે ટીમર હોય કે રોટર હોય કે જે કંઈ હોય, અને તે વાપરનાર ડૉક્ટર ભલે ને કોઈ દેવનો દીકરો દેખાતો હોય.

આ પુસ્તકનું ‘દેહદાન અને અંગદાન! કેટલી ભ્રમણા, કેટલું સત્ય’ પ્રકરણ પણ વાચકની આંખ ઉઘાડનારું છે. લેખકો કહે છે કે ઈ.સ. ૧૯૬૧થી આજ સુધીના અમારા શેઠ જી. એસ. મેડિકલ કૉલેજના અનુભવ પરથી કહી શકીએ કે કોરોનરની પરવાનગીથી અમને જરૂરી હોય એટલા બિનવારસ મૃતદેહો મળી રહે છે. બીજું, માણસના મર્યા પછી એના દેહની માલિકી એની પોતાની રહેતી નથી. કાયદેસરના વારસદારો એના માલિક બને છે. માટે વારસદારોની ઈચ્છા પ્રમાણે મૃતદેહનો નિકાલ થઈ શકે.

ડૉક્ટરલેખકો અંગદાન વિશે કહે છે કે આંખ પરના પડદા કોર્નિયા લોહી વગર આખી જિંદગી ટકે છે છતાં ૫૦ ટકા વ્યક્તિઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરેલી કોર્નિયા ટકતી નથી. તબીબી શલ્યચિકિત્સકો આજ સુધી સફળતાપૂર્વક એક ચોરસ ઈંચની ત્વચા પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શક્યા નથી તો પછી મૂત્રપિંડ, હૃદય, યકૃત અસ્થિમજ્જાની તો વાત જ શું કરવી?

ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતાનું ચોથું પુસ્તક (પ્રથમ પુસ્તક કૅન્સર વિશેનું) ‘જીવન, ઘડપણ, રોગ અને મૃત્યુ’ વાંચીને કોઈ પણ વ્યક્તિ રોગના ડરથી, વૃદ્ધાવસ્થાના ભયથી અને મૃત્યુના ખૌફથી મુક્ત થઈ જાય એવી એવી વાતો એમાં લખેલી છે. આ પુસ્તક વાચીને વાચક પોતાની જીવનશૈલીને અનુરૂપ જીવન જીવતો થઈ જાય, લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિકલેઈમની જંજાળમાંથી છૂટી જાય અને બેશક, રેગ્યુલર ચૅકઅપ, દવાઓ તથા ડૉક્ટરો - ઈસ્પિતાલોથી સાવધ થઈ જાય. મેડિકલ ક્ષેત્રની સીમાઓ ક્યાં અને કેટલી છે તથા તબીબી ક્ષેત્રના વ્યાપારીકરણનો ભોગ ન બનવાની સૌ કોઈને સ્વતંત્રતા છે એવી સમજ ફેલાવવાનું કામ આજના યુગના ઋષિ સમાન ડૉ. મનુ કોઠારીએ ખૂબ સમજદારીથી અને વિશ્ર્વસનીયતાથી કર્યું છે. વંદન.

Friday, January 11, 2013

પત્રકારત્વ નું રાજકારણ-ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

Mumbai Samachar - મુંબઈ સમાચાર
મોહન ભાગવત શું બોલ્યા અને આપણે શું વાંચ્યું
 

અંબાણી બ્રધર્સ છૂટા પડયા એ સમયગાળાની આ વાત છે. ગુજરાતના એક પત્રકારે મોરારિબાપુના આ મુદ્દા વિશે પ્રતિભાવ માગ્યા. બાપુએ ફોન પર આવ્યા વિના કહેવડાવ્યું કે મારે આ વિશે કશું જ કહેવાનું ન હોય. બીજે દિવસે ન્યૂઝ છપાયા જેમાં મોરારિબાપુના મોઢામાં કેટલાક શબ્દો મુકાયા જે તેઓ બોલ્યા જ નહોતા. એ ગાળામાં હું અમદાવાદ રહેતો. બાપુ એ દિવસે ત્યાં જ હતા. એમણે ફોન કરીને મને મળવા બોલાવ્યો. તેઓ વ્યથિત હતા. એમણે ન આપેલા ઈન્ટરવ્યૂએ વાતનું વતેસર કરી નાખ્યું હતું. ખુદ કોકિલાબેન અંબાણીએ બાપુને ફોન કરીને કહ્યું કે તમે આવું કેમ બોલ્યા. મોરારિબાપુએ એક પત્ર તૈયાર કરાવ્યો, ખુલાસો કરતો. કે ભઈ, મેં આવો કોઈ ઈન્ટરવ્યૂ આપ્યો જ નથી. મને વંચાવ્યો. મેં કહ્યું, બાપુ આ પત્ર ન મોકલવો જોઈએ? કેમ? કારણ કે તમે મોકલશો તો જરૂર છપાશે પણ એનું મથાળું શું હશે એ હું તમને અત્યારથી કહી આપું: ‘મોરારિબાપુ ફેરવી તોળે છે’!

બાપુ હસી પડયા. પત્ર ફાડી નાખ્યો. કોઈ તમને કાદવમાં ઘસડી જવા માગતું હોય તો કંઈ આપણાથી ત્યાં પહોંચી ન જવાય.

લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનના હિંદુ મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે ત્યાં ગયા હતા. ભારત સરકાર વતી અને પાકિસ્તાન સરકારના સત્તાવાર મહેમાન તરીકે. પાકિસ્તાની પ્રમુખ કે વડા પ્રધાન ભારત આવે ત્યારે પ્રોટોકોલના એક ભાગરૂપે જેમ એમને ગાંધીજીની સમાધિએ રાજઘાટનાં દર્શન કરવા લઈ જવામાં આવે એમ અડવાણીને પણ મોહમ્મદઅલી ઝીણાની કબરનાં દર્શને લઈ જવામાં આવ્યાં. ત્યાં સત્તાવાર ફૂલની ગોળાકાર રિધ મૂકીને અડવાણી પાંચ-દસ સેકંડ  ઊભા રહ્યા. નથી માથું ટેકવ્યું, નથી પગે પડયા, પણ આપણા મીડિયાએ ચગાવ્યું કે અડવાણી મથ્થા ટેક કે આયે! એટલું જ નહીં, અડવાણીએ જે પ્રવચન ત્યાં આપ્યું તેને તોડીમરોડીને એ રીતે ભારતમાં પેશ કરવામાં આવ્યું કે જાણે અડવાણી ઝીણાના ચાહક હોય! મેં એ મૂળ પ્રવચનની નકલ નવી દિલ્હીથી મેળવીને એનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ કરાવીને પ્રગટ કર્યો ત્યારે અનેક ગુજરાતી વાચકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા. વિશ્ર્વસનીય ગણાતા અંગ્રેજી મીડિયાએ કઈ હદ સુધી મૂળ પ્રવચન સાથે ચેડાં કર્યાં હતાં તે જાણીને લોકોને આઘાત લાગ્યો.

આજે અહીં બે લેટેસ્ટ ઉદાહરણોની વિગતે વાત કરવી છે. રાષ્ટ્રીય સેવક સંઘની વિચારધારા સાથે કોઈ સહમત હોય, ન હોય, સહેજ પણ પ્રોબ્લેમ નથી. જેમ કૉન્ગ્રેસની કે સામ્યવાદીઓની કે મુસ્લિમ લીગની સેક્યુલર વિચારધારા સાથે અમુક લોકો સહમત હોય, અમુક ન હોય.

પણ મેં કોઈ દિવસ જોયું નથી કે કોઈ હિન્દુવાદી પત્રકારે સેક્યુલર નેતાઓના પ્રવચનને મારીમચડીને છાપ્યું હોય. વારંવાર તમે જોશો કે સેક્યુલર પત્રકારો હિન્દુ નેતાઓને બદનામ કરવા એમના શબ્દોને તોડીમરોડી, તદ્દન જુઠ્ઠા સંદર્ભોમાં નાખી, સાવ ઊંધાચતા કરી નાખે, છાપે અને એટલું જ નહીં જે વિચારો પ્રગટ થતા જ નથી તેની ટીકા કરવા ટીવી પર ચર્ચાસભાઓ થાય, પેલા હિંદુવાદી નેતાને મારીઝૂડીને અધમૂઓ કરી નાખવામાં આવે અને બીજા દિવસે વળી નેશનલ પેપરો લાંબા... લાંબા તંત્રીલેખો લખીને બાકી જે કંઈ બચ્યું હોય તે પણ સાફ કરી નાખે.

આર.એસ.એસ.ની કે હિન્દુવાદી વિચારધારા સાથે સંકળાયેલી વ્યક્તિઓની ટીકા કરવી હોય તો પહેલાં એમના મૂળ વિચારોનું તમે અક્ષરશ: વાચકો સુધી રિપોર્ટિંગ કરો. પછી ટીકા કરો. પણ આ લોકોને ટીકા કરવામાં નહીં બદનામી કરવામાં રસ હોય છે. હિન્દુત્વની બદનામી, ભારતીય સંસ્કૃતિની બદનામી.

આર. એસ. એસ.ના સરસંઘચાલક મોહન ભાગવત આદરણીય વ્યક્તિ છે, ભણેલાગણેલા અને સંસ્કારી છે. એમણે આ એક અઠવાડિયામાં જે પ્રવચનો કર્યાં એમાંનાં ઉપરાછાપરી બે પ્રવચનોને સેક્યુલર મીડિયાએ ચગાવ્યાં. એક પ્રવચનમાં એમણે કહ્યું કે બળાત્કારો ભારતમાં નહીં, ઇન્ડિયામાં થાય છે અને બીજા પ્રવચનમાં એમણે કહ્યું કે લગ્ન તો કૉન્ટ્રાકટ છે અને પત્ની પતિની સંભાળ લેવા માટે કરારબદ્ધ છે. આવી હેડલાઈનો પછી પ્રવચનમાંનાં છૂટક વાકયો, સંદર્ભ વિના, તોડીમરોડીને મૂકવામાં આવ્યાં. તમે અંગ્રેજી વર્તમાનપત્રો વાંચતા હશો કે ટીવીની ન્યૂઝ ચેનલો જોતા હશો તો તમને મનમાં જરૂર એવી લાગણી થઈ હશે કે આ ભાગવત કેવી જુનવાણી અને તદ્દન વાહિયાત વાતો કરે છે, આર. એસ. એસ. તો છે જ સાવ જરીપુરાણી સંસ્થા, આજના મૉડર્ન યુગમાં આવી જર્જરિત વિચારોવાળી સંસ્થાની શું જરૂર છે.

પણ જો તમે મોહન ભાગવતના મૂળ પ્રવચન સુધી જવાની કોશિશ કરી હશે તો તમને ખ્યાલ આવશે કે એમના વિચારોમાંના શ્ર્વેત રંગને બિલકુલ શ્યામ બનાવીને તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ બંને પ્રવચનો નેટ પર ઉપલબ્ધ છે, યુટયુબ પર પણ છે અને ન્યૂઝ ભારતી ડોટ કોમ  પર પણ વાંચવા મળશે. 


ઝી ન્યૂઝે કહ્યું: ‘મોહન ભાગવત કહે છે કે સ્ત્રી (લગ્નના) કરારથી બંધાયેલી છે.’ ઈન્ડિયન એક્સપ્રેસે હેડલાઈન બનાવી: ‘પતિની દેખભાળ કરવા માટે સ્ત્રી કરારબદ્ધ છે.’ ઈન્ડિયા ટુડેએ કહ્યું: આરએસએસ ચીફ મોહન ભાગવતનું એક ઔર (ઊંબાડિયું): કહે છે કે ‘સ્ત્રીઓ માત્ર ઘરરખ્ખુ હોવી જોઈએ અને પુરુષોએ કમાવું જોઈએ.’ સીએનએન આઈબીએને કહ્યું: ‘આરએસએસ ચીફ કહે છે કે વિમેન શુડ બી જસ્ટ હાઉસવાઈવ્ઝ’ એન્ડ મેન ધ અર્નિંગ મેમ્બર્સ.’ એનડીટીવી કહે છે: ‘સ્ત્રીઓ ઘરેલુ કામ કરવા સર્જાયેલી છે: આરએસએસ ચીફનું એક ઔર આઘાતજનક વિધાન.’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લખ્યું: ‘મેરેજ ઈઝ લાઈક કૉન્ટ્રાક્ટ બિટવીન હસબન્ડ એન્ડ વાઈફ: મોહન ભાગવત.’

આ તમામ આદરણીય, પ્રતિષ્ઠિત, લોકપ્રિય અને વિશ્ર્વસનીય ગણાતાં મીડિયાએ પોતપોતાના રિપોર્ટ્સમાં આથીય વધુ તોડફોડ કરેલા પ્રવચનના ટુકડાઓ મૂક્યા. હિન્દુસ્તાન ટાઈમ્સ સહિત કેટલાકે તો એડિટોરિયલો છાપીને તંત્રીલેખોમાં ભાગવતના જુનવાણી અને સ્ત્રી વિરોધી માનસનો ઊધડો લીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક જેવી તદ્દન નકામી સંસ્થાનાં ચીફ કેવો બકવાસ કરે છે એવું આપણને લાગે એ હદ સુધીની મોહન ભાગવતની ટીકાઓ થઈ.

તો મિત્રો, મોહન ભાગવતે કહ્યું શું? ન્યૂઝભારતી ડૉટ કોમ પર આ પ્રવચન જેમણે હજુ સુધી નથી વાંચ્યું કે યુટ્યુબ પર નથી જોયું એમના લાભાર્થે આરએસએસના સરસંઘચાલકના આ ‘વિવાદાસ્પદ’ પ્રવચનને અહીં ટાંકવાની રજા લઉં છું. હવે પછીના શબ્દો મોહન ભાગવતના છે:

"છેલ્લાં ત્રણસો વરસથી માણસ અહંકારી બનીને વિચાર કર્યા કરતો થઈ ગયો છે કે હું જે કહું છું તે જ સત્ય છે. આવું વિચારતો થયો એટલું જ નહીં એમાં માનતો પણ થઈ ગયો. માણસનો અહમ્ એટલો વધી ગયો કે એ કહેવા લાગ્યો કે જો પરમેશ્ર્વર હોય તો એણે મારી ટેસ્ટ ટ્યૂબમાં હાજર થવું પડે, તો જ હું માનું... તો આવી સ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે પ્રશ્ર્ન થયો કે આ દુનિયા શું છે, આત્માપરમાત્મા બેકારની વાતો છે. જે કંઈ છે તે બધું જ ભૌતિકતાનો ખેલ છે. આ સૃષ્ટિમાં કોઈનો સંબંધ કોઈની સાથે નથી, જે કંઈ છે તે બધું જ સ્વાર્થ પ્રેરિત અને સ્વાર્થ આધારિત છે. આ એક સોદો છે, થિયરી ઓફ કૉન્ટ્રાક્ટ, થિયરી ઓફ સોશ્યલ કૉન્ટ્રાક્ટ. તે ત્યાં સુધી કે પત્નીનો પતિ સાથે સોદો નક્કી થઈ જાય છે. એને તમે લોકો વિવાહ સંસ્કાર ભલે કહેતા હો પણ એ એક સોદો છે (આખું પ્રવચન સાંભળવાની/વાંચવાની ધીરજ હશે તો સમજાશે કે ભાગવતજી પશ્ર્ચિમી સંસ્કૃતિ પર પ્રહારો કરી રહ્યા છે. એ પોતે શું માને છે તે હવે આવશે: (સૌ. શા.) તું મારું ઘર સંભાળ, મને સુખ આપ. હું તારા ભરણપોષણની ગોઠવણ કરી આપું છું. અને તને સુરક્ષિત રાખીશ. અને એટલે પતિને કારણે ઘર ચાલે છે. અને જ્યાં સુધી પત્ની કહ્યું માને છે ત્યાં સુધી પતિ એને કૉન્ટ્રાકટરૂપે રાખે છે, જ્યારે પત્ની કૉન્ટ્રાક્ટ પૂરો નથી કરી શકતી ત્યારે એને છોડી દો. કોઈ કારણસર પતિ કૉન્ટ્રાકટ પૂરો નથી કરી શકતો તો એને છોડી દો. બીજો કૉન્ટ્રાક્ટ કરવાવાળો શોધો. આમ જ ચાલે છે, બધી વાતોમાં સોદાબાજી જ થઈ ગઈ છે. પોતાના વિનાશનો ભય સર્જાય ત્યારે જ બીજાની રક્ષા કરવાની. પર્યાવરણને શુદ્ધ રાખો, નહીં તો શું થશે? મનુષ્યનો વિનાશ થઈ જશે. માણસનો વિનાશ ન થવાનો હોય તો પર્યાવરણની કોઈને પડી નથી. એટલે જ એક તરફ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના અને બીજી તરફ ફેકટરીની ગંદકી નદીમાં છોડવાની - બેઉ એકસાથે ચાલ્યા કરે છે...

"સર્વે ભદ્રાણિ પશ્યન્તુ શું કામ? કારણ કે જો એવું નહીં થયું તો બહુ મોટો સંહાર થશે, ડરને કારણે... અને ડર ઝાઝું ટકતો નથી. આટલું મોટું રશિયા હતું, ૭૦-૭૨ સાલ સુધી એનાથી લોકો ડરતા રહ્યા. પણ પછી લોકોએ ડરવાનું છોડી દીધું. મરેલી મરઘી આગથી કેવી રીતે ડરે? એટલે ભયપૂર્વક એક વૈભવનું જે દૃશ્ય ઊભું કર્યું હોય તે ઝાઝું ટકતું નથી...

"આની સામે આ વિષયમાં ભારતના વિચારો શું કહે છે? એ કહે છે કે આવું નથી, મારા ભાઈ, દુનિયા સંબંધો પર આધારિત છે. દેખીતી રીતે બધા ભલે અલગ અલગ લાગે પણ બધા જ એક (સૂત્રે બંધાયેલા) છે. એમ કહો કે એક જ અનેકરૂપે પ્રગટ થયા છે. એટલે બધા એકમેકથી જુદા લાગે છે. વિશ્ર્વમાં કોઈ પણ જગ્યાએ બનતી નાનીસરખી અર્થહીન ઘટના પણ આખા વિશ્ર્વના કારભાર પર કોઈકને કોઈક રીતે તો અસર કરતી જ હોય છે. સારી ઘટનાઓ બની તો એનું પરિણામ સારું આવશે, નહીં બની તો નહીં આવે. કોઈકનો વિનાશ થઈ રહ્યો હોય તો તે તમારો પોતાનો વિનાશ છે. તમે એની સાથે જોડાયેલા છો, તમે એનું જ એક અંગ છો. કોઈ પણ મનુષ્ય આ સૃષ્ટિથી અલગ નથી.

"તમારા પોતાના ચિત્તમાં અભ્યાસપૂર્વક ધીરે ધીરે આનું મનન કરજો, જોજો, સમજજો, એની સાથે એકત્વ સાધજો, અને પછી એની સાથે જ રહેવાનો પ્રયત્ન કરજો. જે વ્યક્તિ આ રીતે એકત્વ સાધવાનો પ્રયત્ન કરે છે અને એમાં થોડીઘણી પણ સફળતા મેળવે છે એને ખ્યાલ આવે છે કે આ બધું જ મારું છે, બધામાં હું જ છું. એ પછી કયું કામ કેવી રીતે કરવાનું એનું કૌશલ્ય એનામાં આવે છે. ગીતામાં કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ્. એ પોતાનું જીવન તો સુખમય બનાવે જ છે, બીજાઓ માટે પણ સુખકારક નીવડે છે. પોતાના વિકાસથી એ આખી દુનિયાનો વિકાસ કરે છે અને આખી દુનિયાના વિકાસ દ્વારા પોતાનો વિકાસ કરે છે. દુનિયામાં કોઈ સંઘર્ષ નથી રહેતો. દુનિયામાં કોઈ તૃષ્ણા નથી રહેતી. દુનિયામાંથી દુ:ખ ઓસરી જાય છે. આપણે ત્યાં ભારતમાં જેટલી વિચારધારાઓ જન્મી છે એ સૌએ આ જ કહ્યું છે, શબ્દો માત્ર જુદા છે.

સરસંઘચાલક મોહન ભાગવતની આ ઉમદા ફિલસૂફી કૉન્વેન્ટ એજ્યુકેટેડ સેક્યુલરવાદીઓને હાય-ફન્ડા લાગે અને આ વાતો એમના માથા પરથી બાઉન્સ થઈને જાય એ શક્ય છે, પણ ન સમજાય તો એનું રિપોર્ટિંગ નહીં કરવાનું. જે વિચારનો ભાગવતજીએ વિરોધ કર્યો છે, લગ્ન માટેની પાશ્ર્ચાત્ય મેન્ટાલિટીનો, એ વિચારો જાણે ભાગવતજીના પોતાના છે એવું રિપોર્ટિંગ તમે કરો, અને કરો એટલું જ નહીં આવા વિચારો કરવા બદલ તમે દિવસરાત ટીવી પર, તંત્રીલેખોમાં એમને ધીબેડો ત્યારે કોનું કૅરેકટર ઉઘાડું પડે છે? મોહન ભાગવતનું કે મીડિયાનું?

આ લગ્નવાળી વાતના આગલા દિવસે મોહન ભાગવતે કહ્યું કે બળાત્કારો ‘ઈન્ડિયા’માં બને છે ‘ભારત’માં નથી બનતા. આ વિધાન પર પણ એમના પર ઘણી મોટી પસ્તાળ પડી હતી. એમણે ખરેખર શું કહ્યું હતું તે વાંચવા જેવું છે. તમને થશે કે મીડિયાની મૂર્ખામી પર હસવું કે મીડિયાની બદમાશી પર ક્રોધિત થવું. તમે જ નક્કી કરજો.


જાવેદ અખ્તર એક આદરણીય અને જવાબદાર સર્જક છે પણ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના પ્રવચનની મીડિયામાં તદ્દન ઊંધી રજૂઆત થઈ તે જાવેદસા’બ જેવા અનેકના ગળે ઊતરી ગઈ. જાવેદ અખ્તરે તો મૂળ પ્રવચનમાં શું હતું ને શું નહીં એની તપાસ કર્યા વિના, માત્ર અંગ્રેજી મીડિયાની હેડલાઈનોના આધારે સ્ટેટમેન્ટ પણ ફટકારી દીધુ: ‘ફરી એકવાર પુરવાર થઈ ગયું કે તમામ જમણેરીઓની માનસિકતા એકસરખી જ હોવાની. એ લોકો સ્ત્રીઓને ધિક્કારતા હોય છે અને એમનો આદર કરવાને બહાને એમને ધાકમાં રાખીને ગુલામ બનાવી દે છે.’

કાશ, જાવેદ અખ્તર જેવા માણસે દ્વેષયુકત સેક્યુલરિઝમનાં ચશ્માં છોડીને તટસ્થ બનીને મોહન ભાગવતના પ્રવચનના શબ્દો સુધી જવાની કોશિશ કરી હોત. ખેર, સામ્યવાદીઓ અને હિંદુત્વદ્વેષીઓ પાસેથી આવી તટસ્થતાની આશા જ રાખવી નકામી.

મોહન ભાગવતે કહ્યું કે બળાત્કારો ‘ઇન્ડિયા’માં થાય છે ‘ભારત’માં નહીં એવી હેડલાઈનો ઉછાળીને ટીવીના ચશ્મિસ્ટ પંડિતો મનફાવે એમ કમેન્ટ્સ ફેંકવા લાગ્યા. કોઈએ પૂછયું પણ નહીં કે ભાઈ, જરા સંભળાવો તો ખરા આખું પ્રવચન કે કયા સંદર્ભમાં આ બોલાયું છે.

અસામના સિલ્ચર શહેરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેના વાર્તાલાપમાં મોહન ભાગવતને દિલ્હીના બળાત્કારના સંદર્ભમાં પ્રશ્ર્ન પૂછાયો જેના જવાબમાં એમણે કહ્યું:

"ઈન્ડિયામાં જે આ બની રહ્યું છે, વધી રહ્યું છે તે બહુ ખતરનાક છે અને અશ્ર્લાદ્ય (ટીકાને પાત્ર) છે. પણ આવું ભારતમાં નથી થતું. એ ઇન્ડિયામાં થાય છે. જયાં ઈન્ડિયા નથી, કેવળ ભારત છે ત્યાં આવી વાતો નથી બનતી, આજે પણ જેમણે ભારત સાથેનો નાતો તોડયો એમણે આ કર્યું. કારણો અનેક છે. પ્રમુખ કારણ એ પણ છે કે આપણે નાનમતાને ભૂલી ગયા, સંસ્કારોને ભૂલી ગયા. માનવતા અને સંસ્કાર કેવળ પુસ્તકો વાંચવાથી નથી આવી જતાં, પરંપરાને લીધે આવે છે. પરવરિશથી આવે છે, પરિવારમાંથી આવે છે. પરિવાર આપણને શું શીખવાડે છે એમાંથી આવે છે.

"દુનિયાની મહિલાઓ તરફ જોવાની દૃષ્ટિ વાસ્તવમાં શું છે? દેખાય છે કે મહિલા પુરુષ માટે ભોગવવાની વસ્તુ બની ગઈ છે. પરંતુ તે લોકો એવું બોલશે નહીં. બોલશે તો બબાલ થઈ જશે. પણ જરા ઊંડા ઊતરીને જોશો તો લાગશે કે એ લોકોનો વ્યવહાર એવો જ છે જાણે મહિલા કોઈ ઉપભોગની ચીજ હોય. એ એક સ્વતંત્ર જીવ છે એટલે એને સમાનતા આપવામાં આવે છે પણ ભાવ એ જ ઉપભોગવાળો હોય છે. આપણે ત્યાં એવું નથી હોતું. આપણે કહીએ છીએ કે મહિલા જગતજનની છે. કન્યાઓને ભોજન કરાવાય છે આપણે ત્યાં કારણ કે એ જગતજનની છે ઉત્તર ભારતમાં આજે પણ
કન્યાઓ પગે પડવા આવે ત્યારે વડીલો એમને ચરણસ્પર્શ કરવા દેતા નથી કારણ કે એ જગતજનનીનું રૂપ છે. ઊલટાનું લોકો એના પગે પડતા હોય છે. મોટા મોટા નેતાઓ પણ આવું કરતા હોય છે. એમની સામે કોઈ નમસ્કાર કરવા આવે તો ના પાડીને પોતે સામેથી ઝૂકીને નમસ્કાર કરતા હોય છે. એ લોકો હિન્દુત્વવાદી ન હોય તો પણ આવું કરતા હોય છે કારણ કે આ જ કૌટુંબિક સંસ્કાર છે. આ સંસ્કાર આજના તથાકથિત એફલ્યુઅન્ટ પરિવારોમાં નથી જોવા મળતા. ત્યાં તો કરિયરિઝમ છે. પૈસા કમાઓ, પૈસા કમાઓ એ સિવાય બીજા કશા સાથે કોઈ લેવાદેવા નથી.

"આજના શિક્ષણે આ સંસ્કારોને બહાર હાંકી કાઢવાની હોડ લગાડી છે. શિક્ષણ વ્યક્તિને સુસંસ્કૃત બનાવવા માટે હોય છે. પરંતુ આજે એવું દેખાતું નથી. શિક્ષણ માનવત્વમાંથી દેવત્વ તરફ લઈ જવાવાળું હોવું જોઈએ. પરંતુ શિક્ષણ સંસ્થાઓમાંથી એવા શિક્ષણને લગભગ હટાવી દેવામાં આવ્યું છે. સમાજમાં મોટા માણસોએ જે આદર્શો રાખવાના હોય એ આદર્શો નથી રખાતા. આ પરિસ્થિતિ બદલાવી જોઈએ. કડક કાનૂન જરૂર હોવા જોઈએ. એમાં કોઈ બેમત નથી. ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ. એમાં પણ કોઈ બેમત નથી. ફાંસીની થતી હોય તો થાય. વિદ્વાન લોકો એ વિશે વિચારીને નક્કી કરે. પણ કેવળ કાયદાઓથી અને સજાની જોગવાઈઓથી વાત નથી બનતી. સડક પરના ટ્રાફિક માટે કાનૂન તો છે પણ વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે? પોલીસ હોય ત્યાં સુધી લોકો કાયદાને માન આપે છે. કયારેક તો પોલીસ હોય તોય કાનૂનનો ભંગ થાય છે. જેટલું મોટું શહેર અને જેટલા સંપન્ન અને સુશિક્ષિત લોકો એટલા ટ્રાફિકના નિયમો વધારે તૂટે છે.

"કાનૂન અને વ્યવસ્થાની સિસ્ટમ જો ચલાવવી હશે તો માણસે પાપભીરુ બનવું પડશે અને એના માટે સંસ્કારોનું હોવું બહુ જરૂરી છે. આપણી સંસ્કૃતિના સંસ્કારોને ફરીથી જીવિત કરવા પડશે. શિક્ષણમાં જો એ કામ થઈ શકે તો પરિસ્થિતિ બદલી શકીશું. ત્યાં સુધી કડક કાનૂન, કડક સજાઓ આવશ્યક છે.

"મહિલાઓને જોવાની આપણી દૃષ્ટિ માતૃશક્તિ જ છે. એ ભોગવસ્તુ નથી, દેવી છે. પ્રકૃતિની નિર્માત્રી છે. આપણા સૌની ચેતનાની પ્રેરક શક્તિ છે અને આપણને સઘળુંય આપનારી માતા છે. આ દૃષ્ટિ આપણે જયાં સુધી સૌમાં લાવતા નથી ત્યાં સુધી આનો અંત નહીં આવે. કેવળ કાનૂન બનાવવાથી કામ નહીં ચાલે. કાયદો હોવો જોઈએ પણ સાથે સંસ્કાર પણ જોઈએ.

હવે આમાં ટીકા કરવા જેવું શું છે? ટીકા એટલા માટે થઈ કેમ કે એમણે ભારતીય સંસ્કૃતિની વાત કહી. અને સેક્યુલરે ડાયરેક્ટલી તો ભારતીય સંસ્કૃતિની વાત કરતાં કહે છે એટલે પછી ભાગવતજીના ‘ઈન્ડિયા’ અને ‘ભારત’વાળા વિધાનને મારીમચડી એનું તદ્દન જુઠ્ઠું અર્થઘટન કરી એમના પર ટીકાઓનો વરસાદ વરસે છે. રિયલ ટાર્ગેટ ભાગવતજી નથી, આરએસએસ પણ નથી, ખરું નિશાન ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાં ઉછરેલા આપણે સૌ છીએ.

તો હવે શું કરવાનું? મીડિયાનું પાણી ચાર ગળણે ગાળીને પીવાનું. બને તો ઉકાળીને, ઠારીને, કચરો ગાળીને પીવાનું.

Thursday, January 10, 2013

મીઠા સબ સે બોલીએ, તજીએ વચન કઠોર -જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મીઠા સબ સે બોલીએ, તજીએ વચન કઠોર
કટુ વાણી માણસને વીંધી  નાખે છે. શબ્દોના ઘા જલદીથી રુઝાતા નથી. વાણી સંબંધોને જોડે છે અને તોડે પણ છે. શબ્દો તીર જેવા છે, એક વખત છૂટ્યા પછી પાછા ખેંચી શકાતા નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મીઠા સબ સે બોલીએ

સુખ ઊપજે ચહુ ઔર

વશીકરણ યહ મંત્ર હૈ

તજીએ વચન કઠોર


ઐસિ બાની બોલીએ

મનકા આપા ખોય,

ઔરન કો શીતલ કરે

આપ હી શીતલ હોય

શબ્દ બરાબર ધન નહીં

જો કોઈ જાને બોલ

હીરા તો દામેં મિલે

શબ્દકા મોલ ન તોલ

કાગા કિસકા ધન હરા

કોયલ કિસકો દેત

મીઠા શબ્દ સુનાય કે

જગ અપના કર લેત


કબીર સાહેબ કહે છે બધાની સાથે પ્રેમથી અને મીઠાશથી બોલો. એનાથી ચોમેર સુખનું વાતાવરણ ઊભું થશે. કઠોર વચનનો ત્યાગ કરીને પ્રેમથી સૌને જીતી લો. મીઠી વાણી બીજાને વશમાં રાખવાનો મંત્ર છે. વાણી એવી નહીં હોવી જોઈએ જેમાં અહંકાર વ્યક્ત થતો હોય. જે લોકો મધુર વાણી દ્વારા બીજાને શાતા આપે છે તેને એવી જ ઠંડક અને શાતા પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ તેમના દોહામાં કહે છે શબ્દો જેવું કોઈ ધન નથી પણ આ વાત એ જ લોકો જાણી શકે જેમને શબ્દોની અને વચનોની કિંમત હોય. ધન હોય તો હીરા મળી શકે પણ શબ્દોની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે. શબ્દો અને વાણી માણસના જીવનને પરિવર્તિત કરી નાખે છે. શબ્દો માણસોને જોડે છે અને તોડે છે. એક કટુ વચન સંબંધોને વેરણછેરણ કરી નાખે છે. કઠોર વચનો કદી ભુલાતા નથી. કાગડા અને કોયલમાં રૂપ રંગમાં કોઈ ફરક નથી. ફરક માત્ર એટલો છે કાગડાની વાણી કર્કશ છે અને કોયલની વાણી મીઠી છે. મધુર અવાજથી કોયલ પ્રિય બની છે તેનો ટહુકો સાંભળવો ગમે છે. શબ્દોમાં મીઠાશ અને વાણીમાં મધુરતા હોય તો આ જગત તમારું છે.

કબીર સાહેબે થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે. માણસ પ્રેમ, સ્નેહ અને આ લાગણીના સંબંધોથી રંગાયેલો છે. ક્યાંય ને ક્યાંય સંવેદના પ્રગટે છે અને શબ્દો દ્વારા તે બહાર આવે છે. કુટુંબ અને સમાજમાં માણસ પરસ્પર સંબંધોથી સંકળાયેલો છે. મધુર વાણી દ્વારા સંબંધો વધુ સરળ બને છે. જીવન અને વહેવારમાં આપણે જો બોલવામાં ધ્યાન રાખીએ તો સંભવિત ઘર્ષણોને નિવારી શકાય.

કેટલાક માણસો ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તેવું બોલી નાખે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કટુ વાણી માણસને વીંધી નાખે છે. માણસનું સ્વમાન ઘવાય છે અને ઘા લાંબા સમય સુધી રૂઝાતા નથી. વાચા એ માણસને મળેલી અમૂલ્ય ભેટ છે. તેનો જો યોગ્ય ઉપયોગ થાય તો તે સંબંધોને ટકાવી રાખે છે અને દુરુપયોગ થાય તો સંબંધોનો વિચ્છેદ કરે છે.

આપણી આસપાસ એવા કેટલાય માણસો હોય છે જેઓ કામ ઓછું કરે છે પણ બોલે છે વધુ. તેમના હાથ કરતા તેમની જીભ વધુ ચાલે છે. તેઓ ગમે ત્યાં આડું અવળું બોલ્યા કરે છે. તેઓ બીજાની વાત સાંભળતા નથી અને બીજાને બોલવાનો મોકો આપતા નથી. તેમની જીભ કરવત જેવી હોય છે. ગમે તેને વેતરી નાખે છે. તેઓ સામા માણસને ગમશે નહીં, ખોટું લાગશે તેનો કદી વિચાર કરતા નથી અને બોલવામાં બફાટ કરી નાખે છે. આવા માણસોને કોઈ વતાવતું નથી. બધા તેનાથી દૂર ભાગે છે. ધર્મમાં મન, વચન અને કાર્યથી કોઈનું અહિત ન કરવું એવો સ્પષ્ટ આદેશ છે. આમાં વચનોનું અદકેરું મહત્ત્વ છે. શબ્દો બાણ જેવા છે એક વખત છૂટ્યા પછી તેને પાછા ખેંચી શકાતા નથી.

મન, મોતી અને કાચ એક વખત તૂટે પછી પાછા સાંધી શકાતા નથી. માણસે સમજી વિચારીને બોલવું જોઈએ. કાંઈ પણ કહેવાનું હોય ત્યારે ભાષામાં વિનય અને વિવેક હોવો જોઈએ. જીભથી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા રોજબરોજ થતી હોય છે. આ શબ્દ હિંસાને રોકવી જોઈએ. શબ્દોમાં પણ ભાવ ન હોય તો તે ખોખલા બની જાય. કોઈને પણ આપણે આવકારીએ કે તેનું સ્વાગત કરીએ ત્યારે શબ્દોમાં મીઠાશ સાથે ભાવ પણ હોવો જોઈએ. પરાણે પરાણે ‘આવો પધારો’ એવા શબ્દો નીકળે ત્યારે એમાં બરકત રહે નહીં. માણસના શબ્દોમાં રણકાર અને તેના ચહેરા પરના ભાવો પરથી તેનું મન કળી શકાય.

દરેક માણસમાં ઓછે વધતે અંશે થોડો અહમ્ અને અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, કોઈને સત્તાનો તો કોઈ વિદ્રતાનો નશો ચડેલો હોય છે. માણસનો અહમ્ ઘવાય છે ત્યારે વાણી દ્વારા પ્રગટ થાય છે. માણસો વાગબાણથી એકબીજાને છેદતા રહે છે. મહેણાં-ટોણાં, આડકતરા કટાક્ષો અને કડવી વાણી દ્વારા એકબીજાની માનહાનિનો દોર ચાલતો રહે છે, પરંતુ આ બધું સરવાળે દુ:ખમાં પરિણમે છે. ભાષામાં સરળતા, સહજતા અને સ્વાભાવિકતા રહેવી જોઈએ. તેમાં દંભ અને દેખાડો લાંબો સમય ટકે નહીં. આપણે મીઠું મીઠું બોલીએ પણ તેની પાછળનો આશય સામા માણસ પાસેથી કામ કઢાવી લેવાનો હોય કે તેને છેતરી લેવાનો હોય તો તે ઠગની ભાષા બની જાય છે.

કેટલાક માણસો વાતવાતમાં કહેતા હોય છે. આપણને સીધું અને સટ કહેવાની આદત છે. આપણે સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ. પણ સાચું શું છે તે તો પહેલા જાણીએ. આપણે કહીએ તે સાચું અને બીજા કહે તે ખોટું એમ આપણે જો માનીએ તો તે આપણો અહંકાર છે. સત્ય કડવું છે એ ભલે સાચું હોય પણ પરસ્પરના વહેવારમાં વાણી દ્વારા સત્યને મધુર બનાવી શકાય છે. આપણે કઈ રીતે કહીએ છીએ તેના પર આનો આધાર છે. વાણી માત્ર વિલાસ ન બને અને સાચા અર્થમાં વૈભવ બને તો પ્રેમનાં પુષ્પો ખીલ્યાં વગર રહે નહીં.

આખો દિવસ બકબક કરતા માણસોનો પણ તોટો નથી. તેઓ એક વખત બોલવાનું શરૂ કરે પછી તેમને અટકાવી શકાતા નથી. મહાન તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ પાસે એક યુવાન વકતૃત્વ કળા શીખવા માટે આવ્યો. તેણે કહ્યું મારે સારું બોલતા શીખવું છે. મારે વકતૃત્વ કળામાં પારંગત બનવું છે. આમ કહીને તેણે પોતાનો આખો ઈતિહાસ સંભળાવી દીધો.

એરિસ્ટોટલે તેને અટકાવીને કહ્યું: તને આ માટે વધુ સમય લાગશે અને તારે બમણી ફી ચૂકવવી પડશે.

યુવકે કહ્યું: કેમ હું બોલવામાં કાચો છું. એરિસ્ટોટલે કહ્યું, બિલકુલ નહીં. મારે તને વકતૃત્વકળા શીખવતા પહેલા ચૂપ રહેવાનું શીખવવું પડશે. બોલવાનું સહેલું છે પણ ચૂપ રહેવાનું મુશ્કેલ છે.

બોલવામાં ઉગ્રતા, આક્રમકતા કે ગરમ મિજાજ રાખવો નહીં. શાંતિ અને ધીરજથી આપણી વાત સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળીને પછી જ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું જોઈએ. દરેક માણસને પોતાના વિચારો અને ખ્યાલો છે. મતભેદ ભલે હોય પણ મનભેદ થવો જોઈએ નહીં. વાતવાતમાં ગુસ્સે થવાથી તેનું સારું પરિણામ આવે નહીં અને વાતાવરણ તંગ બને. કેટલાક માણસોનો સ્વભાવ જ એવો હોય છે તેઓ ધીમેથી શાંતિથી વાત કરી શકતા નથી. કોઈની વાત પૂરી ન થાય ત્યાં તેઓ જોરશોરથી કૂદી પડે છે અને ન કહેવાનું સંભળાવી દે છે. આવા માણસો પોતાનો બળાપો વ્યક્ત કરવાનો મોકો શોધતા હોય છે. કેટલાક માણસો વધુ પડતા ઢીલા હોય છે. તેમને વાતવાતમાં ખોટું લાગી જાય છે. તેઓ ભળતી પાઘડી પહેરી લે છે અને વાતનું વતેસર કરે છે. તેઓ કોઈ વાત ભૂલતા નથી અને અંદરને અંદર સળગતા રહે છે.

ઘણી વ્યક્તિઓ પૂર્વગ્રહથી પીડાતી હોય છે. કોઈ સારું બોલે તો પણ તેમને આડું લાગે છે. સંબંધોમાં જેટલી નિખાલસતા હોય તેટલું વધુ સારું ગેરસમજ થવાનો ભય ઓછો રહે. વર્તન અને વહેવાર બંને ચોખ્ખા હોવા જોઈએ.

આપણે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છીએ તેવું વર્તન આપણે દાખવવું જોઈએ. કોઈ સામે વાંધો પડ્યો હોય અથવા ગેરસમજ થઈ હોય તો જલદીથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. વિલંબ થાય તો વાત વધીને મોટી થઈ જશે. પાછળથી વાત કહેવી નહીં, બીજા સમક્ષ ઊભરો ઠાલવવો નહીં. કેટલાક માણસો બંને બાજુ ઢોલકી વગાડતા હોય છે. તેઓ તમને આમ કહેશે અને તમારી સાથે વાંધો પડ્યો હોય તેને કાંઈક જુદું કહેશે. આવા લોકો મીઠું-મરચું ભભરાવીને વાતને વધારતા હોય છે. બીજાને લડાવી મારવામાં તેમને આનંદ થતો હોય છે.

કોઈને કાંઈ કહેવું હોય, ઠપકો આપવો હોય તો બીજાની હાજરીમાં તેમ કરવું નહીં. બીજાની હાજરીમાં ટીકા થાય છે ત્યારે માણસ સહન કરી શકતો નથી, તેનું સ્વમાન ઘવાય છે. કોઈની પણ હાજરી ન હોય ત્યારે પ્રેમપૂર્વક વાત કરીને ખુલાસો કરી નાખવો જેથી વધુ ગેરસમજ થતી અટકી જાય.

દરેક માણસનો સ્વભાવ સરખો હોતો નથી. તેની બીજા કોઈ સાથે સરખામણી કરવી નહીં. તમારા કરતાં તો બીજા સારા એમ કહીને આપણે તે વ્યક્તિને દુ:ખ પહોંચાડીએ છીએ. કટુ વચન ઉચ્ચારતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. દ્રોપદીએ ‘આંધળાના પુત્ર આંધળા’ એવી કડવી વાણી ઉચ્ચારી ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ થયું ન હોત.

આપણી ક્યાંય બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માટે પણ વિલંબ કરવો નહીં. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને.’ પશ્ર્ચાતાપનું પુનિત ઝરણું જ્યારે દિલમાંથી વહેવા માંડે ત્યારે કોઈના પ્રત્યે કશું વેરઝેર રહેતું નથી.

ગમે તેટલું સારું બોલીએ પણ દાનત ખરાબ હોય તો ‘મુખ મેં રામ બગલ મેં છૂરી’ જેવું થાય. પ્રેમની ભાષામાં શબ્દો કરતાં ભાવનું વધુ મહત્ત્વ છે. ભાવ વગરની ભાષા અધૂરી છે. પ્રેમ અને ભાવ હોય ત્યાં ભાષા કલકલ વહેતાં ઝરણા જેવી બની જાય.