રાત્રિ ભોજન એટલે શરીરને કષ્ટ અને ત્રાસ: જાતને સતાવવી એ પણ હિંસા છે |
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર
જૈન
ધર્મમાં રાત્રિ ભોજનનો નિષેધ છે. ભગવાન મહાવીરના વચનો છે. સૂર્યોદયની
પહેલાં અને સૂર્યાસ્ત બાદ શ્રાવકોએ, મુમુક્ષુઓએ, શ્રેયાર્થીઓએ તમામ
પ્રકારના ભોજન-પાન વગેરેની ઈચ્છા નહીં કરવી જોઈએ. મહાવીરના આ વચનોને આપણે
માત્ર અહિંસાના સંદર્ભમાં જ સમજ્યા છીએ, પરંતુ આમાં ઘણો વ્યાપ અને ગર્ભિત
અર્થ રહેલો છે. માત્ર જૈનોએ જ નહીં, પરંતુ તમામ મનુષ્યોએ રાત્રિ ભોજન કરવું
હિતાવહ નથી.અહિંસાની દૃષ્ટિએ વિચારીએ તો રાતે અંધારું થતા સૂક્ષ્મ જીવો,
કિટાણુઓ, પતંગિયાઓ વગેરે ભોજનમાં પડવાનો અને આ રીતે હિંસા થવાનો સંભવ છે.
જૈન ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે. એટલે આ મૂળભૂત હેતુ તો રહેલો જ છે. કેટલાક
લોકો એવી દલીલ કરે છે કે પહેલાના સમયમાં વીજળી નહોતી, લાઈટ નહોતી, પ્રકાશ
નહોતો એટલે જીવજંતુઓ ભોજનમાં પડવાનો સંભવ હતો, પણ હવે રાતે વીજળીનો પ્રકાશ
હોય છે, અજવાળું હોય છે. ઘરમાં દિવસ કરતા વધુ રોશની હોય છે એટલે જીવજંતુ
ભોજનમાં પડવાનો સંભવ રહેતો નથી, પણ કેટલાક જીવો સૂર્યાસ્ત પછી જ બહાર નીકળે
છે, વિચરે છે, તે નરી આંખે દેખાતા નથી. અજવાળું હોય કે અંધારું તે ભોજનમાં
જવાનો પૂરો સંભવ છે. આવા અસંખ્ય સૂક્ષ્મ જીવો ભોજનમાં જાય છે. સૂર્યનો
તડકો અને પ્રકાશ હોય છે ત્યાં સુધી આ પ્રકારના જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો હોય
છે, પરંતુ સૂર્યાસ્ત થતા ધાડાબંધ તેમનું આગમન થાય છે, એટલે રાત્રિ ભોજનમાં
હિંસા થવાની જ છે.
રાત્રિ ભોજન નહીં કરવાનું હિંસાનું કારણ તો છે જ, પરંતુ મહાવીર ભગવાને પ્રકૃતિના નિયમો અનુસાર જીવનના મૂળભૂત તત્ત્વોને સમજીને પોતાના પર થતી હિંસાને રોકવા માટે પણ રાત્રિ ભોજન નહીં કરવા પર ભાર મૂક્યો છે. મહાવીરના ધર્મ અને જીવન અંગેના સિદ્ધાંતો વૈજ્ઞાનિક પૃથક્કરણ પર રચાયેલાં છે. ઉકાળેલું પાણી પીવું એવું જૈન ધર્મે સદીઓથી કહ્યું છે. આજે વિજ્ઞાન અને આરોગ્ય વિભાગો આ જ વાત લોકોને સમજાવી રહ્યા છે. જૈન ધર્મના આહારના જે નિયમો છે એ પ્રકૃતિ, આરોગ્ય અને સ્વાસ્થ્યના પાયા પર રચાયેલાં છે. એમાં ધર્મ તો છે જ પણ સાથે જીવન સંકળાયેલું છે. હવે આપણે પાછા રાત્રિ ભોજનના નિષેધની મૂળ વાત પર આવીએ આ માટે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટનાને સહી અર્થમાં સમજવી પડશે. સૂર્યોદયની સાથે જીવન વિસ્તરે છે. સવાર થતાં પશુ-પક્ષીઓ જાગી જાય છે. નિસ્તેજ પડેલા છોડવાઓમાં અને ઝાડપાનમાં ચેતન આવે છે. ફૂલો ખીલે છે, પક્ષીઓ કલરવ કરે છે અને આકાશમાં ઊંચી છલાંગ લગાવે છે. રાત્રિ દરમિયાન થંભી ગયેલી તમામ પ્રવૃત્તિઓ સવારે શરૂ થઈ જાય છે. સમગ્ર ચૈતન્ય ધબકી ઊઠે છે. જીવન પ્રસરવા અને ફેલાવા લાગે છે, નવી તાજગી ઊભી થાય છે. સૂર્યોદયનો અર્થ સૂર્ય ઊગે છે એટલો નથી સાથે જીવન પણ જાગી જાય છે. સૂર્યાસ્તનો અર્થ છે જીવનનું સમેટાઈ જવું, સંકોચાઈ જવું, પ્રવૃત્તિઓ થંભી જવી. દિવસ છે જાગરણ અને રાત્રિ છે વિશ્રામ. શ્રમ અને વિશ્રામના આ આયામમાં દિવસે શ્રમ છે એટલે શક્તિની, ભોજનની આવશ્યકતા રહે છે. રાત્રિ વિશ્રામ છે એટલે ભોજનની જરૂરિયાત રહેતી નથી. સૂર્યાસ્ત પછી કરેલું ભોજન દિવસ દરમિયાનના ફેલાવાને સમેટી લેવામાં બાધારૂપ બને છે, કારણ કે ભોજન પણ એક શ્રમ છે અને તેમાં વધુ ઊર્જાનો ઉપયોગ થાય છે. શરીરને જ્યારે વિશ્રામની જરૂર હોય છે ત્યારે તેને શ્રમ આપીએ છીએ. ભોજન લીધું એટલે ભોજનનું કાર્ય પૂરું થઈ ગયું એમ આપણે સમજીએ છીએ, પણ શરીરનું ખરું કામ ભોજન લીધા પછી શરૂ થાય છે. શરીરમાં શ્રમ શરૂ થઈ જાય છે. શરીરના કણ કણ આ ભોજનને પચાવવાના કામમાં લાગી જાય છે. તમામ શક્તિઓ પેટ તરફ કેન્દ્રિત થાય છે. રાત્રે ભોજન લીધા પછી બહાર વિશ્રામ હોય છે. આરામ હોય છે અથવા સૂવાની તૈયારી થતી હોય છે, પરંતુ શરીરની અંદર અવિરત શ્રમ અને ખળભળાટ શરૂ થઈ જાય છે. આના કારણે સરખી ઊંઘ થતી નથી, વિચારોના ઘોડા દોડ્યા કરે છે. આખી રાત પડખા બદલવા પડે છે અને વહેલી સવારે આ ખળભળાટ બંધ થાય છે ત્યારે પથારીમાંથી ઊઠવાનું મન થતું નથી અને શરીર કોથળા જેવું બની જાય છે. રાતે પેટમાં ઠાંસીને ભરેલા ભોજનને પચાવવા માટે ઊર્જા દોડતી હોય અને અંદર ભારે હલચલ હોય ત્યારે બહાર શાંતિ અને આરામ કઈ રીતે ઊભો થઈ શકે? સૂર્યોદયની સાથે પ્રાણવાયુની માત્રા પણ વધે છે. ભોજન પચાવવા માટે તે જરૂરી છે. રાત્રિ દરમિયાન કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે, જે ભોજનને પચાવવામાં બાધારૂપ બને છે. આ વૈજ્ઞાનિક કારણ છે. બેચેની અને અનિદ્રાનું કારણ કસમયે પેટમાં પડેલું ભોજન છે. રાત્રે સ્વપ્નો આવવા, અસુખ અનુભવવું, ઘડીએ ઘડીએ ઊંઘ ઊડી જવી, ઊંઘમાં ઝબકી જવું, ભય ઊભો થવો, ધબકારા વધી જવા, આ બધાનું કારણ રાત્રિ ભોજન છે, જે સમયે શરીરને સંપૂર્ણ આરામની જરૂર હોય છે ત્યારે આપણે તેને શ્રમમાં ધકેલી દઈએ છીએ. શરીર બેચેન હશે તો મન પણ બેચેન રહેવાનું છે. શરીરનો કામનો સમય વીતી ગયો હોય ત્યારે આપણે તેને કામ આપીએ છીએ. શારીરિક પ્રકૃતિ વિરુદ્ધની આ પ્રક્રિયા છે. એટલે તેનો પ્રતિભાવ પણ એ જ રીતે ઊભો થવાનો. રાત્રિ ભોજન લીધા પછી સવારે ઊઠતી વખતે સ્ફૂર્તિ રહેશે નહીં, કારણ કે શરીરે આખી રાત ભોજન પચાવવામાં શ્રમ કરેલો છે. વિશ્રામ વગર શરીરમાં તાજગી કેવી રીતે આવે? સૂર્યાસ્ત પહેલા ભોજન લીધું હશે તો ઊંઘ પણ બરાબર આવશે અને સવારમાં સૂર્યોદય પછી નાસ્તો કરવાની પણ અનોખી મજા આવશે. જ્યારે આપણે સરખી રીતે ભોજન કરવું જોઈએ ત્યારે કરતા નથી. દિવસ દરમિયાન ઉતાવળમાં આમતેમ લુસપુસ ખાઈને ચલાવી લઈએ છીએ અને રાત્રે ડિનર વખતે આપણું અસલી ભોજન શરૂ થાય છે. ભોજનની દિવસ કસર રાત્રે પૂરી કરી નાખીએ છીએ. આના કારણે શરીર ઢીલું અને સ્ફૂર્તિ વગરનું બને છે. દિવસમાં ભોજન માટે નિરાંતનો સમય નથી ભોજન સાથે ઘણા કામો ચાલતા રહે છે. ભોજનની સાથે ટેલિફોનની ઘંટડી વાગતી હોય છે. દુકાનો ચાલતી હોય છે. વિચારોના ઘોડા દોડતા હોય છે, કાને સતત મોબાઈલ વળગેલો હોય છે. ભોજન ગળે ઊતરે પણ તેનો રસ અનુભવી શકાતો નથી. રાત્રિ ભોજન કરીને આપણે શરીરને કષ્ટ અને ત્રાસ આપીએ છીએ. ભગવાન મહાવીરે કહ્યું છે ‘પોતાની જાતને સતાવવી એ પણ હિંસા છે.’ શરીર સાથે આપણે દુર્વ્યવહાર કરી રહ્યા છીએ. સૂર્ય ઊગવાની સાથે સવારે ભોજનની જરૂરત છે. આ જીવન અને શક્તિ માટે અનિવાર્ય છે. સૂર્યાસ્ત પહેલાં ભોજનની ક્રિયાઓ પૂરી થઈ જવી જોઈએ. દિવસમાં શ્રમ કરવાનો છે એટલે શક્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવી જોઈએ. રાત્રે શક્તિની નહીં પણ આરામની જરૂરત રહે છે એટલે ભોજનની આવશ્યકતા રહેતી નથી. સૂર્યાસ્ત પહેલાં પેટ ભોજનથી મુક્ત થઈ જવું જોઈએ. તો રાત્રિ શાંતિથી પસાર થશે, નિદ્રા ગાઢ બનશે અને સવારમાં ગુલાબી તાજગીનો અનુભવ થશે. જેવું ભોજન પેટમાં પડે છે કે તુરત આપણું મસ્તક ઢીલું પડી જાય છે. મસ્તકની ઊર્જા પેટમાં પહોંચી જાય છે. સુસ્તી માલૂમ પડે છે અને જરા આડા પડવાનું મન થાય છે. મન વિક્ષુબ્ધ બને છે. સાધનાના માર્ગે જવાવાળા માણસોનું મન શાંત અને સ્થિર હોવું જોઈએ. સાધુ-સંતો રાતે ભોજન કરતા નથી. રાત્રિ ભોજનના કારણે તમામ શક્તિઓ ભોજનને પચાવવાના કામમાં લાગી જાય છે એટલે માનસિક સંતુલન અને એકાગ્રતા ઊભી થતી નથી. ધ્યાન માટે પણ વિશ્રામની જરૂર છે. માણસની જિંદગીનો ત્રીજો ભાગ નિદ્રામાં જાય છે. આ નિદ્રાને, મન જો શાંત હોય તો ધ્યાનમાં બદલી શકાય છે એટલે રાત્રિ ભોજન સાધક માટે બાધક બને છે. શરીરનું કામ ભોજનથી શરૂ થાય છે તેને બીજી કોઈ જરૂરત નથી. મન જો સતર્ક ન હોય તો શરીર ભોજન પાસે જ અટકી જાય છે. ભોજનથી જે ઉપર ઊઠી શકે છે તે શરીરથી પણ ઉપર ઊઠી શકે છે. સાધક માટે એક વખત ભોજન લેવું પર્યાપ્ત છે. એક વાર ભોજન લીધા પછી તેને પચાવતા ૬ થી ૮ કલાક નીકળી જાય છે. બપોરે લીધેલું ભોજન સાંજ સુધીમાં પચી જાય છે અને પેટ ભોજનથી સંપૂર્ણપણે મુક્ત બને છે. મન અને ચિત્ત શાંત બને છે. રાત્રિ ભોજન કરવાનું નથી એટલે તેનો અર્થ એવો નથી કે સૂર્યાસ્ત પહેલાં ઠાંસી ઠાંસીને ખાઈ લેવું અને પાણી પી લેવું. જેટલું ઓછું ભોજન હશે એટલી પેટને વહેલી મુક્તિ મળશે અને શરીરને ઓછો શ્રમ પડશે. શરીરને ઓછો શ્રમ પડશે તો નિદ્રા વધુ ઘેરી અને ગાઢ બનશે. વાસનાને પણ ભોજન સાથે સંબંધ છે ભોજન ઓછું હશે તો વાસનાઓ અને ઈચ્છાઓ પણ શાંત બની જશે. મહાવીર પ્રભુએ કહ્યું છે કે ‘હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભોજનથી જે જીવ વિરક્ત રહે છે તે નિર્દોષ અને પાપરહિત બને છે.’ |
Pages
▼
Sunday, October 25, 2015
રાત્રિ ભોજન- મહેન્દ્ર પુનાતર
Friday, October 23, 2015
શયન વિધિ
♣ સુર્યાસ્ત બાદ 1 પ્રહર(લગભગ 3 કલાક) પછી ઊંઘવું.
♣ વાળા પછીનું વાળું - પરિવાર ભેગો કરી ઘરના વડીલ પ્રવચનની વાતો સંભળાવે, જેથી સંતાનોમાં ધર્મના સંસ્કાર પડે, પ્રવચન શ્રવણનો રસ જાગે અને દેવગુરુની મહિમા વધે.
♣ લગભગ 10 વાગે સૂવું અને 4 વાગે ઉઠવું, યુવાનોને 6 કલાકની ઉંઘ પુરતી છે.
♣ સુવાની મુદ્રા - ઉલ્ટા સોયે ભોગી, સીધા સોયે યોગી; ડાબા સોયે નીરોગી, જમણા સોયે રોગી.
♣ સુતાં સાત અને ઉઠતા આઠ નવકાર ગણવા. સાત ભયને દૂર કરવા સાત નવકાર અને આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવાના.
સાત ભય :- ઇહલોક ભય, પરલોક ભય, આદાન(ચોરી)નો ભય,અકસ્માત ભય, વેદના ભય,મરણ ભય,અશ્લોક(અપયશ)નો ભય .આઠ કર્મ :-જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય,વેદનીય, મોહનીય,આયુષ્ય,નામ,ગોત્ર,અંતરાય.
♣ સોનાનું કોડિયું રૂપાની વાટ, આદીશ્વરનું નામ લેતા સુખે જાય રાત.
♣ નવકાર તું મારો ભાઈ, તારે મારે ઘણી સગાઇ, અંત સમયે યાદ આવશોજી, મારી ભાવના શુદ્ધ રાખશોજી.
♣ કાને મારે કુંથુનાથ, આંખે મારે અરનાથ,નાકે મારે નેમિનાથ, મુખે મારે મલ્લીનાથ, સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પર્શ્વનાથ, જ્ઞાન મારા ઓશીકે, શીયલ મારે સંથારે, ભર નિંદ્રામાં કાળ કરું તો વોસિરે વોસિરે વોસિરે. "આહાર, શરીરને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવેતો વોસિરે, જીવું તો આગાર" આ રીતે શરીરના અંગોમાં પરમાત્માની સ્થાપના કરવી.
♣ સૂતી વખતે શ્રી નેમિનાથ - પાર્શ્વનાથ પ્રભુના સ્મરણથી દુ:સ્વપ્નોનો નાશ થાય છે.શ્રી ચંદ્રપ્રભસ્વામીના સ્મરણથી સુખનિંદ્રા અને શાંતિનાથ પ્રભુના સ્મરણથી ચૌરાદી ભયનો નાશ થાય છે.(આચારોપદેશ)
♣ દિશા જ્ઞાન :- દક્ષિણ દિશામાં પગ રાખીને ક્યારેય સૂવું નહિ, યમ અને દુષ્ટ દેવોનો વાસ હોય છે. કાનમાં હવા ભરાય, માથામાં લોહી ઓછુ પહોંચે, સ્મૃતિભ્રંશ, મોત અને મોત જેવી બીમારીઓ થાય. આ વાત વૈજ્ઞાનિકો અને વાસ્તુશાસ્ત્રીઓએ પણ જાહેર કરી છે.
પુર્વમાં માથું રાખીને સુવાથી સન્માર્ગે લઇ જનારી બુદ્ધિ મળે. પશ્ચિમમાં માથું રાખીને સુવાથી ચિંતા વધે, દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી આરોગ્ય - ધનની પ્રાપ્તિ થાય. ઉત્તરમાં માથું રાખીને સુવાથી મૃત્યુ અને બિમારીઓ આવે.(હિતોપદેશ માલા)
પ્રાફ શિર:શયને વિદ્યા, ધનલાભ્શ્વ દક્ષીણે ।
પશ્ચિમે પ્રબલા ચિંતા, મૃત્યુંહાનીસ્તથોત્તરે ।।
♣ માથું અને પગ તરફ દીવો રાખવો નહિ.ડાબી કે જમણી બાજુએ ઓછામાં ઓછો પાંચ હાથ દૂર દીવો રાખવો જોઈએ.
♣ સૂતી વખતે માથું ઓછામાં ઓછુ દીવાલથી ત્રણ હાથ દૂર હોવું જોઈએ.
♣ પગની પાસે ખાંડણી કે સાંબેલું રાખવું નહિ.
♣ સાંજના સમયે(સંધ્યાકાળે) ઉંઘ લેવી નહિ.
♣ શય્યા(ગાદલા) પર બેઠા બેઠા ઉંઘ લેવી નહિ.
♣ ઘરના ઉંબરા ઉપર માથું રાખીને ઉંઘ લેવી નહિ.
♣ હૃદય ઉપર હાથ મૂકીને છતના પાટ (નાટ) નીચે અને પગ ઉપર પગ ચઢાવીને સૂવું નહિ.
♣ સુર્યાસ્ત પહેલાં સૂવું નહિ.
♣ પગની સામે શય્યા ઉંચી હોય તો અશુભ છે. એટલે પગ નીચે કાંઈ રાખવું નહિ.
♣ શય્યા ઉપર બેસીને ખાવું અશુભ છે. (બેડ ટી પીવાવાળા સાવધાન!)
♣ સૂતા સૂતા ભણવું નહિ.
♣ સૂતા સૂતા તમાકુ ખાવું નહિ. (તમાકુ ક્યારેય ખાવું નહિ)
♣ કપાળ ઉપર તિલક રાખીને સૂવું નહિ, તે અશુભ છે.
♣ પથારી ઉપર બેસીને સુડી આદિ કોઈપણ અસ્ત્રોથી સુપરીના ટુકડા કરવા નહિ.
♣ ઊંઘના પાંચ પ્રકાર :- જલ્દી જાગે તે નિંદ્રા, મહેનતથી જાગે તે નિંદ્રા-નિંદ્રા, બેઠા-બેઠા કે ઉભા-ઉભા ઊંઘે તે પ્રચલા.(ઘોડાને આ નિંદ્રા હોય છે.) ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલા-પ્રચલા, દિવસે વિચારેલું રાત્રે ઊંઘમાં કરે તે થીણદ્ધિનિંદ્રા. થીણદ્ધિ ઉંઘ વાળો જીવ પ્રાય: નરકમાંથી આવેલો અને નરકમાં જનારો હોય છે .
♣ ડાબા પડખે સૂવું સ્વાસ્થ્યમાટે લાભપ્રદ છે. શાસ્ત્રીય વિધાન પણ છે. સંથારા પોરસીમાં 'વામપાસેણં' શબ્દ આવે છે. આયુર્વેદમાં 'વામકુક્ષી' કહેલું છે. શરીર વિજ્ઞાન અનુસાર સીધા(ચત્તા) સૂવાથી કરોડરજ્જુને નુકશાન થાય છે. ઉંધા સુવાથી આંખો બગડે છે.
♣ ભણવા અને જાપ માટે પૂર્વ અને ઉત્તર સન્મુખ દિશા ઉત્તમ છે. દક્ષિણ સન્મુખ જમવા બેસવું નહિ.
♣ ઝાડે(ઠલ્લે) જવું હોય ત્યારે સૂર્ય-હવા અને ગામને પૂંઠ ના કરાય.
♣ દિવસે ઉત્તરને પૂંઠ ના કરાય અને રાત્રે દક્ષિણને પૂંઠ ના કરાય. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પૂર્વ-પશ્ચિમને પૂંઠ ના કરવી.
♣ શ્રાદ્ધગુણ વિવરણ :- લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રસોડું અગ્નિ ખૂણામાં, શયન દક્ષિણ દિશામાં, શસ્ત્રાદીક નૈરુત્ય ખૂણામાં, ભોજન પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ.
♣ વિદ્યા પ્રાપ્તિ માટે ભક્તામર સ્તોત્રની ત્રણ ગાથાઓ :- 3જી ,6ઠ્ઠી,20મી. કોઈપણ એક ગાથા ત્રણ વખત બોલીને ગણધર ભગવંતોને વંદન કરીને, જ્ઞાનના પાંચ ખમાસમણા આપીને ધાર્મિક સુત્ર ગોખવા બેસીએ તો જલ્દી યાદ રહી જાય છે.

Monday, October 19, 2015
A LETTER FROM A GIRL TO JRD TATA IN 1974
A LETTER FROM A GIRL TO JRD TATA IN 1974 (Worth a read)
This is the stuff legends are made of....
THE GIRL WRITING AS HERSELF....
It was probably the April of 1974. Bangalore was getting warm and
gulmohars were blooming at the IISc campus. I was the only girl in my
postgraduate department and was staying at the ladies' hostel. Other
girls were pursuing research in different departments of Science. I was looking forward to going abroad to complete a doctorate in computer science. I had been offered scholarships from Universities in the US... I had not thought of taking up a job in India.
One day, while on the way to my hostel from our lecture-hall complex,
I saw an advertisement on the notice board. It was a standard job requirement notice from the famous automobile company Telco (now Tata Motors)... It stated that the company required young, bright engineers, hardworking and with an excellent academic background, etc.
At the bottom was a small line: 'Lady Candidates need not apply.' I read it and was very upset. For the first time in my life I was up against gender discrimination.
Though I was not keen on taking up the job, I saw it as a challenge. I had done extremely well in academics, better than most of my male peers... Little did I know then that in real life academic excellence
is not enough to be successful?
After reading the notice I went fuming to my room. I decided to inform the topmost person in Telco's management about the injustice the company was perpetrating. I got a postcard and started to write, but there was a problem: I did not know who headed Telco
I thought it must be one of the Tatas. I knew JRD Tata was the head of the Tata Group; I had seen his pictures in newspapers (actually, Sumant Moolgaokar was the company's chairman then) I took the card, addressed it to JRD and started writing. To this day I remember clearly what I wrote. 'The great Tatas have always been pioneers. They
are the people who started the basic infrastructure industries in India, such as iron and steel, chemicals, textiles and locomotives they have cared for higher education in India since 1900 and they were responsible for the establishment of the Indian Institute of Science. Fortunately, I study there. But I am surprised how a company such as Telco is discriminating on the basis of gender.'
I posted the letter and forgot about it. Less than 10 days later, I received a telegram stating that I had to appear for an interview at Telco's Pune facility at the company's expense. I was taken aback by the telegram. My hostel mate told me I should use the opportunity to go to Pune free of cost and buy them the famous Pune saris for cheap!
I collected Rs 30 each from everyone who wanted a sari when I look back, I feel like laughing at the reasons for my going, but back then they seemed good enough to make the trip.
It was my first visit to Pune and I immediately fell in love with the city.
To this day it remains dear to me. I feel as much at home in Pune as I do in Hubli, my hometown. The place changed my life in so many ways.
As directed, I went to Telco's Pimpri office for the interview.
There were six people on the panel and I realized then that this was serious business.
'This is the girl who wrote to JRD,' I heard somebody whisper as soon as I entered the room. By then I knew for sure that I would not get the job. The realization abolished all fear from my mind, so I was
rather cool while the interview was being conducted.
Even before the interview started, I reckoned the panel was biased, so
I told them, rather impolitely, 'I hope this is only a technical interview.'
They were taken aback by my rudeness, and even today I am ashamed about my attitude. The panel asked me technical questions and I answered all of them.
Then an elderly gentleman with an affectionate voice told me, 'Do you
know why we said lady candidates need not apply? The reason is that we
have never employed any ladies on the shop floor. This is not a co-ed
college; this is a factory. When it comes to academics, you are a first ranker throughout. We appreciate that, but people like you should work in research laboratories.
I was a young girl from small-town Hubli. My world had been a limited place.
I did not know the ways of large corporate houses and their difficulties, so I answered, 'But you must start somewhere, otherwise no woman will ever be able to work in your factories.'
Finally, after a long interview, I was told I had been successful. So this was what the future had in store for me. Never had I thought I would take up a job in Pune. I met a shy young man from Karnataka
there, we became good friends and we got married.
It was only after joining Telco that I realized who JRD was: the
uncrowned king of Indian industry. Now I was scared, but I did not get to meet him till I was transferred to Bombay. One day I had to show some reports to Mr Moolgaokar, our chairman, who we all knew as SM. I was in his office on the first floor of Bombay House (the Tata headquarters) when, suddenly JRD walked in. That was the first time I saw 'appro JRD'. Appro means 'our' in Gujarati. This was the affectionate term by which people at Bombay House called him. I was feeling very nervous, remembering my postcard episode. SM introduced me nicely, 'Jeh (that's what his close associates called him), this young woman is an engineer and that too a postgraduate.
She is the first woman to work on the Telco shop floor.' JRD looked at me. I was praying he would not ask me any questions about my interview
(or the postcard that preceded it).
Thankfully, he didn't. Instead, he remarked. 'It is nice that girls are getting into engineering in our country. By the way, what is your name?'
'When I joined Telco I was Sudha Kulkarni, Sir,' I replied. 'Now I am Sudha Murthy.' He smiled and kindly smile and started a discussion with SM. As for me, I almost ran out of the room.
After that I used to see JRD on and off. He was the Tata Group chairman and I was merely an engineer. There was nothing that we had in common. I was in awe of him.
One day I was waiting for Murthy, my husband, to pick me up after office hours. To my surprise I saw JRD standing next to me. I did not know how to react. Yet again I started worrying about that postcard.
Looking back, I realize JRD had forgotten about it. It must have been a small incident for him, but not so for me.
'Young lady, why are you here?' he asked. 'Office time is over.' I said, 'Sir, I'm waiting for my husband to come and pick me up.' JRD said, 'It is getting dark and there's no one in the corridor.
I'll wait with you till your husband comes.'
I was quite used to waiting for Murthy, but having JRD waiting alongside made me extremely uncomfortable.
I was nervous. Out of the corner of my eye I looked at him. He wore a simple white pant and shirt. He was old, yet his face was glowing.
There wasn't any air of superiority about him. I was thinking, 'Look at this person. He is a chairman, a well-respected man in our country and he is waiting for the sake of an ordinary employee.'
Then I saw Murthy and I rushed out. JRD called and said, 'Young lady, tell your husband never to make his wife wait again.'
In 1982 I had to resign from my job at Telco. I was reluctant to go, but I really did not have a choice. I was coming down the steps of Bombay House after
wrapping up my final settlement when I saw JRD coming up. He was absorbed in thought. I wanted to say goodbye to him, so I stopped. He saw me and paused.
Gently, he said, 'So what are you doing, Mrs. Kulkarni?' (That was the way he always addressed me.) 'Sir, I am leaving Telco.'
'Where are you going?' he asked. 'Pune, Sir. My husband is starting a company called Infosys and I'm shifting to Pune.'
'Oh! And what will you do when you are successful.'
'Sir, I don't know whether we will be successful.' 'Never start with
diffidence,' he advised me 'Always start with confidence. When you are
successful you must give back to society. Society gives us so much; we must reciprocate. Wish you all the best.’
Then JRD continued walking up the stairs. I stood there for what seemed like a millennium.

Friday, October 16, 2015
સમર્થન હોય તો બુદ્ધિ પણ શક્તિ બની જાય છે! - ચંદ્રકાંત બક્ષી
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
સન
૧૯૭૬માં એક વિચિત્ર ઘટના બની હતી. એ વર્ષે દરેક નોબેલ પારિતોષિક અમેરિકનો
જીતી ગયા હતા. આવું ભાગ્યે જ બનતું હોય છે કે ભૌતિકશાસ્ત્ર અને
રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને સાહિત્ય બધામાં એક જ વર્ષમાં એક જ દેશમાંથી
બુદ્ધિમાનો નીકળે. પણ આ પ્રશ્ર્નનો ઉત્તર સરળ છે. ૧૯૭૬માં અમેરિકાની
બાયસેન્ટેનરી અથવા દ્વિ-શત વાર્ષિકી હતી અને અમેરિકાનું વર્ચસ વિશ્ર્વની
ઘણી સંસ્થાઓ પર સંપૂર્ણ છે. નોબેલ ઈનામ આપનારી કમિટીઓ અમેરિકન મહાસત્તાની
અસર નહિ પણ અમેરિકન મહાસત્તાના અંકુશમાંથી કેમ મુક્ત રહી શકે? બધાં જ
ઈનામો અમેરિકાને ખુશ કરવા અમેરિકન નાગરિકોને અપાયાં.
અને પછી નોબેલ પારિતોષિકો આપવામાં આ સિલસિલો ચાલુ રહ્યો છે. જે દેશ ફોક્સમાં હોય એ દેશને, અથવા એ પ્રજાને ઈનામ એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે વારંવાર મુકાતું હતું, પણ એમને ક્યારેય ન અપાયું. પછી મધર ટેરેસાને અપાયું. તિબેટ પર હક ચાલુ રાખનાર દલાઈ લામાને અપાયું. બ્રહ્મદેશની વિરોધી નેતા સુ કીને અપાયું. સાહિત્યમાં આ બદલાતા રાજકીય પરિવેશનો સ્પષ્ટ પ્રતિસાદ સંભળાય છે. ૧૯૮૨માં લૅટિન અમેરિકાના લેખક ગેબ્રિઅલ ગાશિઆ માર્કવેઝને ઈનામ અપાય છે કારણ કે એ દશકમાં દક્ષિણ અમેરિકા સમાચારોમાં હતું. ૧૯૮૬માં નાઈજીરિયાનો આફ્રિકન કાળો લેખક વોલ સોયિકા પસંદ કરાયો, જે પ્રથમ નોબેલ વિજેતા આફ્રિકન લેખક હતો. ૧૯૮૭માં અમેરિકાસ્થિત અને સોવિયેત રશિયાવિરોધી રશિયન કવિ જોઝેફ બ્રોદ્સ્કીની પસંદગી સાહિત્યિક કરતાં રાજનીતિજ્ઞ વિશેષ હતી. ૧૯૮૮માં ઈજિપ્તના નગીબ મેહફૂઝની પસંદગી થઈ કારણ કે હવે કોઈ આરબ લેખક આવવો જોઈએ. આ નોબેલ ઈનામવિજેતા પ્રથમ આરબ હતો. પોલેન્ડના લેસ વાલેસાને એ માટે શાંતિ પારિતોષિક અપાયું હતું કારણ કે એણે પોલેન્ડમાં કમ્યુનિસ્ટ શાસન અને આંદોલન જગાવ્યું હતું. હડતાળો પડાવી હતી, સંગઠિત વિરોધ કર્યો હતો. ઈનામો-પુરસ્કારો જીતી શકે એવી મેધા પ્રકટાવવા માટે કોઈ દેશકાળની જરૂર પડે છે કે એ એક તદ્દન વ્યક્તિગત સિદ્ધિ છે? એક સમયે જે પ્રદેશ પૂર્વ જર્મની તરીકે ઓળખાતો હતો એ પ્રદેશમાંથી વિશ્ર્વના પ્રથમ કક્ષાના કહી શકાય એવા અત્યંત પ્રતિભાવાન સંગીતજ્ઞો, દાર્શનિકો, લેખકો, કવિઓ, ચિત્રકારો પ્રકટ્યા હતા (કાર્લ માર્ક્સ, ગઅટે, હેગલ, કેન્ટ, બિટોવન વગેરે.) પણ ૧૯૪૯નું જર્મનીનું વિભાજન થયા પછી જે પ્રદેશ પૂર્વ જર્મની બન્યો એણે એક પણ સારી નવલકથા કે ફિલ્મ કે નાટક વિશ્ર્વને આપ્યું નથી. એ સિવાય ઓષધો કે સ્થાપત્ય કે અન્ય કોઈ બૌદ્ધિક શાસ્ત્રમાં પણ સામ્યવાદી પૂર્વ જર્મનીનું ખાસ પ્રદાન રહ્યું નથી. ફકત એક જ વસ્તુમાં પૂર્વ જર્મની અગ્રેસર રહ્યું છે: ઑલિમ્પિક્સમાં અને અન્યત્ર સ્વર્ણચંદ્રકો જીતવામાં. વિશ્ર્વના કેટલાક શ્રેષ્ઠ એથ્લીટ અહીં પૈદા થયા. પૃથક્કરણના શોખીનોને અભ્યાસ કરવાની મજા આવે એવો આ વિષય છે. કોઈ પણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. કોન્ફ્યૂશિયસની વિચારધારા સેંકડો વિચારધારાઓમાંની એક હતી. પછી સમ્રાટ ગાઓ ઝૂ (ઈસા પૂર્વ ૨૫૬-૧૯૫)એ કોન્ફ્યૂશિયસના વિચારો માટે આદર બતાવ્યો. બીજા સમ્રાટ વુ દીએ કોન્ફ્યૂશિયસ સિવાયના બધા જ વિચારો પર પ્રતિબંધ મૂક્યો. અંતે એક પછી એક હાન વંશના સમ્રાટો કોન્ફ્યૂશિયસને ઉચ્ચતમ સ્થાન આપતા ગયા અને કોન્ફ્યૂશિયસનો ધર્મ ચીનનો પ્રમુખ ધર્મ બન્યો. હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં સમ્રાટ અશોકનું આ જ યોગદાન છે. જો અશોક ન હોત તો બૌદ્ધવાદનો આટલો ફેલાવો ન થયો હોત. ગુજરાતમાં જૈન ધર્મનો આજે સદીઓ પછી અન્ય કોઈ રાજ્યના જૈન ધર્મ કરતાં વધારે પ્રભાવ છે અને એનું કારણ એ છે કે ગુજરાતમાં કુમારપાળ જેવો એક સશક્ત જૈનધર્મી રાજા રાજ્ય કરી ગયો. એના સમકાલીન હેમચંદ્રાચાર્ય અને કુમારપાળના સમયમાં જૈન ધર્મની નીંવ ગુજરાતમાં ઊંડી ઊતરી ગઈ. યુરોપમાં રોમન સામ્રાજ્યનો પૂરો ઈતિહાસ નવા ધર્મ ક્રિસ્ટીઆનિટી પરના સતત જુલ્મનો છે. શરૂના ખ્રિસ્તીઓને રોમનો સિંહોની સામે ફેંકી દેતા અને નાગરિકો કોલોઝિયમ કે સ્ટેડિયમમાં બેસીને જોતા. ખ્રિસ્તી ધર્મને સૌથી મોટો સમર્થક શાર્લમેન મળે છે. એના કાળમાં ક્રિસ્ટીઅન ગુલામોનો સમય પૂરો થયો, એની ઈચ્છા આખા યુરોપને ખ્રિસ્તી બનાવવાની હતી. શાર્લમેન ખ્રિસ્તી ધર્મનો અત્યંત શક્તિમાન સમ્રાટ હતો. એણે જ્યારે સેક્સન પ્રજાને જીતી ત્યારે ફરમાન કાઢ્યું કે પરાજિત પ્રજા પાસે બે જ વિકલ્પ છે: કતલ થઈ જાઓ અથવા ખ્રિસ્તી બની જાઓ! એણે એક જ દિવસમાં ૪૫૦૦ સેક્સનોને ખ્રિસ્તી ન થવા માટે કતલ કરી નાખ્યા હતા. ખ્રિસ્તી ધર્મપ્રસારમાં શાર્લમેનનું સૌથી મોટું આરંભિક યોગદાન છે. એ જ રીતે મધ્ય યુગમાં ખ્રિસ્તી ધર્મ જ્યારે ભ્રષ્ટ થઈ ગયો ત્યારે પ્રોટેસ્ટંટ સુધારાવાદના સ્થાપક માર્ટિન લ્યુથરનો પ્રવેશ થાય છે. માર્ટિન લ્યુથરના મુકદ્દરમાં પણ જીવતા જલી જવાનું હતું, જે ગતિ ચેકસ્લોવેકિયામાં ધર્મપ્રચારક જ્હોન હ્યુસની થઈ હતી. પણ જ્યારે એની એ ગતિ થવાની હતી ત્યારે જ ડ્યૂક ઑફ સેક્સનીએ લ્યુથરને ઉપાડી લીધો અને એના વાર્ટબર્ગના કિલ્લામાં સંતાડી દીધો. લ્યુથર બચી ગયો અને પ્રોટેસ્ટંટ ધર્મનો ઉદય થયો. જો આ જર્મન રાજકુમાર માર્ટિન લ્યુથરને બચાવવા ન આવ્યો હોત તો સુધારાવાદી પ્રોટેસ્ટંટ ધર્મની જુદી જ ગતિ થઈ હોત. દેશકાળ, કિસ્મત, સંજોગો, એકાદ પક્ષધર માણસ... કોઈ ક્યાંક સહાય કરતું હોય છે. હિંદુસ્તાનમાં ઝૈલસિંઘ રાષ્ટ્રપતિ થવા માટે કદાચ સૌથી નકામા ઉમેદવાર હતા અને માટે જ થયા, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધી શીખોને ખુશ કરવા માગતાં હતા, અને એમને એક ઘસાયેલા રબર સ્ટેમ્પ જેવો માણસ જોઈતો હતો. ઝૈલસિંઘ લગભગ અભણ હતા, ભરપૂર આજ્ઞાંકિત હતા, ગાંધી-નહેરુ પરિવારના ઘરઘાટી તરીકે ઝાડુ મારવાની પણ એમની તૈયારી હતી, અને શીખ હતા. આટલી બધી યોગ્યતાવાળો વફાદાર માણસ, સ્લોટમાં સિક્કો ફિટ થઈ જાય એવો, એક જ હતો. માટે એ માણસને આ દેશના રાષ્ટ્રપતિની ખુરશી સોંપવામાં આવી. પોલેન્ડમાં લેચ વાલેસાના સોલિડેરિટી સંગઠને સામ્યવાદી શાસકોને દુ:ખી દુ:ખી કરી નાખ્યા હતા. એક સામાન્ય ડોક મજદૂર એક પૂરી રાજ્યવ્યવસ્થા સામે ઝૂઝી રહ્યો હતો. એ દેશ સામ્યવાદની દીવાલ તોડવા માટે કામ આવી રહ્યો હતો. પોલેન્ડનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાં રોમન કેથલિક પ્રજાની બહુ મોટી વસતિ છે. અત્યાર સુધી માત્ર ઈટાલીઅન ધર્મગુરુઓ જ પોપ બનતા હતા, પહેલી વાર એક પોલીસ ધર્મગુરુ પોપ બની રહ્યો હતો. પોપની નિયુક્તિ કે નિર્વાચન ધાર્મિક કરતાં વાસ્તવરાજનીતિક વિશેષ હતું. ઈતિહાસમાં ઘણાં દૃષ્ટાંતો છે. સિકંદર દુનિયા જીતવા નીકળ્યો એટલે ગ્રીક નાટકો એની સાથે સાથે હિંદુસ્તાન સુધી આવ્યાં. અંગ્રેજો આખી દુનિયાના સમુદ્રો પર ફેલાતા ગયા અને એટલે શેક્સપિયર વિશ્ર્વનો શ્રેષ્ઠ નાટ્યકાર બની ગયો. માત્ર મેધા કે પ્રતિભાથી દુનિયા જીતી શકાય છે? સંજોગો, કિસ્મત, ગોડફાધર, તરવારની નોક... કંઈક જોઈએ છે. |